Gumraah - 20 in Gujarati Short Stories by Nayana Viradiya books and stories PDF | ગુમરાહ - ભાગ 20

Featured Books
  • నిరుపమ - 10

    నిరుపమ (కొన్నిరహస్యాలు ఎప్పటికీ రహస్యాలుగానే ఉండిపోతే మంచిది...

  • మనసిచ్చి చూడు - 9

                         మనసిచ్చి చూడు - 09 సమీరా ఉలిక్కిపడి చూస...

  • అరె ఏమైందీ? - 23

    అరె ఏమైందీ? హాట్ హాట్ రొమాంటిక్ థ్రిల్లర్ కొట్ర శివ రామ కృష్...

  • నిరుపమ - 9

    నిరుపమ (కొన్నిరహస్యాలు ఎప్పటికీ రహస్యాలుగానే ఉండిపోతే మంచిది...

  • మనసిచ్చి చూడు - 8

                     మనసిచ్చి చూడు - 08మీరు టెన్షన్ పడాల్సిన అవస...

Categories
Share

ગુમરાહ - ભાગ 20



ગતાંકથી....


ઇન્સ્પેક્ટર : " એ લોકોની છુપો વેશ કરવાની રીત જ અમને અકળાવનારી થઈ પડી છે. અમારા ખાતામાં જ્યારે કોઈ સિપાહી સફાઈ બંધ વેશ પલટે છે ત્યારે તેમને મશ્કરીમાં બીજાઓ હંમેશ કહે છે કે આ 'સિક્કા વાળો' છે .તેનો હેતુ એ જ કે ,તે વેશ બહુ સારી રીતે બદલી શકે છે."

હવે આગળ....


પૃથ્વી : "ત્યારે એમાં મારા જેવાને પણ ઠગાઈ જવાનો સંભવ ખરો ! ઇન્સ્પેક્ટર ,કદાચ તમે જ 'સિક્કા વાળા 'છો એવો શોખ મને ઉપજે એ બનવા જોગ ખરું કે નહિં?"
ઇન્સ્પેક્ટરે એ હસીને કહ્યું : "તું એવો શક કરવાને દરેક રીતે હકદાર છે ;પણ આ વખતે તો તારે છેતરાવા જેવું નથી ,એની હું તને ખાતરી આપું છું."

પૃથ્વી : "નહિ રે સાહેબ ! હું તો સહેજ મશ્કરી કરું છું."

ત્યારબાદ તેઓ તે રૂમની તપાસ પાછળ મંડ્યા .પૃથ્વી એ કહ્યું : " આ રૂમમાં બારી તથા બારણા સિવાય કોઈ બીજું આવવા તથા જવાનું સાધન હોવું જોઈએ; એવો મને પાકો શક છે."

ઇન્સ્પેક્ટર : "મને પણ એવી શંકા થાય છે .હું અહીંથી ગયો ત્યારે મેં ખૂણે ખૂણો તપાસી જોયા હતા. આ કબાટનું બારણું મેં ખુલ્લું મૂકેલું હતું અને મારા માણસને ખૂબ સાવધાની રાખવા ચેતવણી આપી હતી."

આ પછી તેઓ બંને જણા તે રૂમના પૂર્વ ખૂણાની તપાસ, કરી ચૂક્યા લગભગ એક કલાક સુધી આ બધી માથાકૂટ કરી પણ તેઓ કાંઈ છુપું બારણું શોધી શક્યા નહીં. આખરે પૃથ્વીને એક વિચાર સૂઝયો : "જે સિપાઈને તમે અહીં ઉભો રાખ્યો હતો તેને બોલાવો અને તે બેભાન થયો તે પહેલાં જે હાલતમાં હોય તે હાલતમાં તેને ઉભો રાખો એટલે આપણે કંઈક નવું શોધી કાઢીશું."

ઇન્સ્પેક્ટરને આ સૂચના ઘણી પસંદ પડી. તેણે કહ્યું : " "શાબાશ, પૃથ્વી! તું છુપી પોલીસમાં જોડાયા હોત તો ઠીક રહેત."
ઇન્સ્પેક્ટરે બીજા રૂમમાંથી બેભાન થયેલા પોલીસને બોલાવ્યો. તે આવી પહોંચતા બેશુદ્ધ થતાં પહેલાં તે જે હાલતમાં ઉભો હતો તે જ હાલતમાં અને તે જ ઢબથી ઊભા રહેવાનું કહેવામાં આવ્યું. એ પ્રમાણે તે ઉભો રહ્યો.

ઇન્સ્પેક્ટર એ કહ્યું : "બસ ,મેં તો નિર્ણય કરી લીધો. આ સ્ટવની બાજુમાંથી જ કોઈ બદમાશ નીકળી આવ્યો હોવો જોઈએ. બારણા ની તરફથી કોઈ આવી શકે જ નહિ. કેમકે સિપાઈ જે તરફથી નજર રાખીને ઉભો રહ્યો હતો ; છતાં આપણે એક બીજી બાજુથી તપાસ કરીએ. પૃથ્વી, તું અહીં જ ઉભો રહે અને હું બહાર જઈને આ મકાનના પાછલા દરવાજા આગળ બારીક તપાસ ચલાવીને કંઈક રહસ્ય મળે છે કે નહીં તે જોઈ આવું. સિપાઈને પણ મારી સાથે જ લઈ જાઉં છું."

પૃથ્વીએ આ વિચારને ટેકો આપ્યો અને ઇન્સ્પેક્ટર તથા સિપાઈ પાછલા બારણા તરફ તપાસ કરવા ગયા. પૃથ્વી હવે આ રૂમમાં એકલો જ રહ્યો તેને ઇન્સ્પેક્ટરની ડખલ વગર આ 'કેસ'નો ભેદ શોધવો હતો, અને તે માટે તેને આ વખતે ફરીથી તક મળી તેથી તે ખુશ થયો પણ ભેદ ખુલે એવું હવે બાકી શું રહ્યું હતું?

રૂમ ના બધાએ ભાગોની તપાસે કરી ચૂક્યો હતો. થોડોક વખત વિચારમાં ગાળ્યા પછી તેણે મકાનની છત તરફ નજર કરી, પણ તેમ કરતા એક વસ્તુ પર તેની નજર જવાથી તે ચોંક્યો .તે ધાતુની બનાવટનું એક આઉલ હતું. છત પાસેની એક છાજલી ઉપર તે આઉલ હતું .પૃથ્વીને લાગ્યું તે આઉલની ને કાચની આંખોમાં કંઈક ચમકારો થયો. એ ચમકારો શા કારણથી થયો તેના વિચારથી જતે ચોંક્યો હતો. થોડો સમય તે તાકી તાકીને એની આંખો સામે જોઈ રહ્યો. ખરેખર, થોડીક મિનિટ બાદ તેવો જ ચમકારો જણાયો. એક દિવાનાની માફક પૃથ્વીએ કૂદકો મારીને આઉલને છાજલી ઉપરથી ઉઠાવી લીધુ; અને નીચે જમીન ઉપર મૂક્યું .બાદ તે બરોબર તેની સામે થોડીક દૂર જઈને ઉભો રહ્યો .અને તેની આંખો તરફ એકી નજરે નિહાળી રહ્યો. પાંચેક ક્ષણ આમને આમ વીતી ગઈ પણ ચમકારો થયો નહિ .પૃથ્વીએ આઉલને હવે જમીન ઉપરથી ઉઠાવી લીધુ અને પાછું અભેરાઈ ઉપર હતું એ જ જગ્યાએ મૂક્યું. થોડીવાર બાદ ફરીથી તે જ ચમકારો દેખાયો.

પૃથ્વીએ આ ઉપરથી તારણ કાઢ્યું કે અભેરાઈ વાળી જગ્યાએ કંઈક રહસ્ય છે. એ રહસ્ય શોધી કાઢવા માટે બબૂચકની માફક ખંતથી આસપાસ જોવા લાગ્યો .તેને એવો વિચાર આવ્યો કે કોઈક વસ્તુનો પડછાયો પડવાથી આઉલની કાચની આંખો ચળકે છે એટલે જે વસ્તુનો પડછાયો પડતો હશે તે જરૂર આઉલની આંખની સામેની દિશામાં અજવાળા ની સીધી લીટીમાં હશે. પૃથ્વીએ દિવાલ ઉપર નજર ફેરવી .દિવાલ નજદીક તે એક ખુરશી ખસેડી ગયો અને તે ખુરશી ઉપર ઉભો થઈ છત તરફ હાથ લાંબો કરવા લાગ્યો. અહીંથી આંગળીઓ ફેરવતા દિવાલમાં લાગેલા એક ચળકતા ખીલાને તેની આંગળીઓ અડકી. એ ખીલો હલતો જણાયો. ખીલા ઉપર હાથનો પણ પડછાયો કરી પૃથ્વીએ આઉલની આંખ તરફ નજર કરી તો તેમાં કોઈ ચમકારો દેખાયો નહિ અને તરત જ હાથનો પડછાયો દૂર કરતાં તે ચમકારો ફરી દેખાવા લાગ્યો.

પૃથ્વીનો અનુમાન સાચું પડ્યું. દિવાલમાં લગાવેલા એ ખીલાનો પડછાયો આઉલની આંખમાં પડતો હતો, એટલે કે તે ખીલા નો પડછાયો સામેની બારીના અજવાળાને લીધે આઉલની આંખમાં પડતો હતો જેથી ચમકારો થતો હતો.
અગાઉની તપાસમાં પૃથ્વીએ આ ખીલો જોયો હતો પણ તે હલતો હશે તેવું તેનું માનવું નહોતું .તેણે ખીલો હલાવી જોયો પણ કંઈ જ પરિણામ આવ્યું નહિ .તેથી તે ખીલો તેણે દિવાલની અંદર દબાવ્યો તે વખતે કંઈ ખખડાટ દિવાલની અડોઅડ જે કબાટ હતું તેમાં થયો .તેણે ખીલો છોડી દીધો એ જ વખતે પાછો ખખડાટ થયો. પૃથ્વી હવે ખુરશી ઉપરથી નીચે ઉતર્યો તેને લાગ્યું કે કંઈક નવું રહસ્ય શોધી કાઢવાની અણી ઉપર તે હતો. કબાટના બારણા ખોલી નાખ્યા; પણ ખખડાટ શેનાથી થયો તે સમજાયું નહિ.બારણાં ખુલ્લાં જ રાખીને તે ખુરશી ઉપર ઊભો થયો અને ખિલો દબાવતા વળી પાછો ખખડાટ થયો .ખીલો દબાવેલો જ રાખીને, તે વાંકો વળ્યો અને કબાટમાં નજર કરવા લાગ્યો તો કબાટનું પાછળનું પાટિયું નીચે પડેલું જણાયું .એ પડેલા પાટીયા માંથી જાણે અંદરના ભાગમાં ક્યાંક જવાતું હોય તેવું બાકોરું પડેલું જોયું. પૃથ્વીને આશ્ચર્ય થયું. પૃથ્વી સમજી શક્યો કે, ખીલો દબાવવા ઉપર આ બાકોરું ખુલ્લું થવાનો આધાર છે .જો ખીલો દબાવવામાં ન આવે તો બાકોરું બંધ થઈ જાય છે. આ અખતરો તેણે એકવાર ફરીથી અજમાવી જોઈને ખાતરી કરી લીધી. હવે મોટો સવાલ એ ઉભો થયો કે , પાટિયું ખુલ્લું શી રીતે રાખવું ?એક માણસ ખીલો દબાવી રાખીને બીજો અંદર જાય તો જ તે ખુલ્લુ રહી શકે ;પણ કોઈ માણસની મદદ વિના શું તે ખુલતુ કે બંધ થઈ શકતું નહિ હોય ? અને અંદર જવા બાદ તે શી રીતે ખુલતું હશે ?જો પાછું ખોલવાની યુક્તિ ન શોધાય તો આ ખુલ્લું નકામું છે .પૃથ્વી હવે ખીલો દબાવવો બંધ રાખ્યો .કબાટનું પાટિયું તરત જ બંધ થઈ ગયું .તે ખુરશી ઉપરથી નીચે ઉતર્યો ;અને થોડો સમય વિચાર ગોઠવવામાં લાગ્યો. તે પછી તે એકદમ રોમેશ પાસે ગયો અને તેની પાસેથી એક મજબૂત દોરી, બે ખીલા અને હથોડી લઈ આવ્યો. રૂમમાં તે પાછો આવ્યો. પહેલા ખીલાની એક બાજુએ હથોડીની મદદથી એક નવો ખીલો નાખ્યો, અને તે પછી બીજી બાજુએ બીજો ખીલો નાખ્યો .એક ખીલામાં તેણે દોરી બાંધી અને તે બાદ વચ્ચેનો ખીલો દબાવ્યો ;કબાટ ફૂલ ખુલી ગયું એટલે દોરીને સરકાવીને બીજી બાજુના ખીલા સાથે મજબૂત પણે બાંધી દીધી. આ રીતે તેને કબાટનું પાટિયું કામ ચલાઉ જ ખુલ્લું રાખ્યું.


શું કબાટ નું રહસ્ય પૃથ્વી ઉકેલી શકશે?
પૃથ્વી કોઈ નવી ચાલ માં ફસાઈ જશે?
શું હશે એ બાકોરું?
તમામ રહસ્ય ને ઉકેલવા માટે જોડાયેલા રહો અને વાંચો આગળ નો ભાગ.....
ક્રમશઃ.........