Aaisha in Gujarati Motivational Stories by Dr Hiral Brahmkshatriya books and stories PDF | આઈશા

Featured Books
  • प्रेम और युद्ध - 5

    अध्याय 5: आर्या और अर्जुन की यात्रा में एक नए मोड़ की शुरुआत...

  • Krick और Nakchadi - 2

    " कहानी मे अब क्रिक और नकचडी की दोस्ती प्रेम मे बदल गई थी। क...

  • Devil I Hate You - 21

    जिसे सून मिहींर,,,,,,,,रूही को ऊपर से नीचे देखते हुए,,,,,अपन...

  • शोहरत का घमंड - 102

    अपनी मॉम की बाते सुन कर आर्यन को बहुत ही गुस्सा आता है और वो...

  • मंजिले - भाग 14

     ---------मनहूस " मंज़िले " पुस्तक की सब से श्रेष्ठ कहानी है।...

Categories
Share

આઈશા

Tum ho kamaalTum bemisaalTum lajawab ho… Aisha
આઇશા, આશા, આરઝુ, એની જેવી લાખો સ્ત્રીઓ આપણી આસપાસ વસતી હશે, એને જીવન પાસેથી માત્ર જાત ચાલે એટલી હિંમત અને બીજાને ખુશ રાખી શકે એટલી તાકાત જોઇતી હોય છે એને પૂછો કે તારું સપનું શું ? તારો ફ્યુચર પ્લાન શું ? તારી બચત શું ? તારે અગત્યતા શું ? તારી જાતની પ્રાયોરિટી કેટલા ટકા ?
આ બધાના જવાબમાં એ નિશબ્દ હશે, પિતાનું "શાબાશ મારી દીકરી", સાસુનું "વાહ બેટા", પતિનું "સરસ", સંતાનોનું "વાહ મમ્મી' સાંભળવા માટે એણે આખી જિંદગીને દાવ પર લગાવી દીધી હોય છે પ્રેમ કરતા આવડે છે એને માત્ર પ્રેમ જ કરતા આવડે છે થોડું જાજુ કરતાં કેટલું નમતુ મૂકતા એને પગલાં પાડતી વખતે શીખી લીધું હોય છે, તું ઘરની વહુ અને તું આ ઘરની દીકરી છો આ બંનેની આબરુ સાચવવામાં મનનું માન સન્માન સચવાતું જ નથી, દિલ ભરાઈ જાય એટલે રોઈ પડે, અને એનાથી પણ વધુ તકલીફ થાય તો આશરો ગોતે અને કંઈ ન થાય તો મોતને નોતરી લે.
આપણી ભણેલી ગણેલી છોકરીના સામાજીકરણ થાપ ખાઈ ગયા છીએ કે એને આત્મહત્યા કરવી પડે આપણી સમાજની મર્યાદા અને સંસ્કૃતિનું માન જળવાય રહે એટલે એને જીવન ટુંકાવું પડે..ઘણી વાર સાંભળીને ધારસ્કો પડે કે દીકરીને જીવતી સળગાવી દીધી, વહુને ઢોર માર માર્યો, અને બીજું તો કેટલુંય...આપણી સંસ્કૃતિ આ છે ?
પબ્લીક પ્લેસથી લઈને પોર્ન સુધી જાત જાતનું પ્રદર્શન કરવામાં આવે હેતુ માત્રને માત્ર પુરુષને ખુશ કરવાનો હોય છે, પુરુષ અને સ્ત્રીને પોતાની વ્યક્તિગત જવાબદારી તરીકે ખુશ રહેતા આવડે છે જો આ કામ સ્ત્રી કરી શકતી હોય તો પુરુષ કેમ નહિ ? આપણી સમજણ દિવસેને દિવસે નિમ્ન થતી જાય છે આપણું કદ ઘટી રહ્યું છે અને આપણી માનસિકતા પણ.
ગયા અઠવાડિયે બસમાં મુસાફરી કરવાની થઈ પાસેની સીટમાં બેસીને એક માણસ પોર્ન સાઈડ જોઈ રહ્યો હતો, આસપાસ બેસેલા કોઈ એક માણસથી તેને રોકી કે ટોકી ન શકાયું, કદાચ કોઈ છોકરી શોર્ટ્સ પહેરીને ચડી હોય તો હો હા થઈ ગઈ હોત, અને એમ ન થયું હોત તો કદાચ કાને કાને આડી અવળી વાતો થઈ હોત અને પેલી છોકરીની આબરુના લીરેલીરા થઈ ગયા હોત.
બળાત્કારથી લઈને છૂટાછેડા સુધી દોષારોપણ લગભગ સ્ત્રીઓ પર કરવામાં આવે છે બે પાંચ દિવસો સ્ત્રીઓની વાતો થશે, મહિલા દિવસ નિમિત્તે ઘણું બધું ઉજવાશે પણ એક સ્ત્રી પોતાની જાતને ક્યારેય ઉજવી જ નથી શકતી એ વાતની કોઈ ચર્ચા નહિ થાય આજે તમારે જમવામાં શું ખાવું છે થી લઈને એને હું આવું પહેરું તે ન ગમે, ઘરેથી ના પાડશે આવી બધી વાતની ગોઠવણ કોઈ કાર્યક્રમમાં નહિ થાય.
કોઈ વિડિયો અપલોડ કરીને તો કોઈ અપલોડ કર્યા વગર મરી રહ્યું છે, આપણે આપણી સંસ્કૃતિ અને સભ્યતા ના દંભની જેલમાં કેદ થઈને પડ્યા છીએ જ્યાં એક પિતાને એટલું બોલવાની પણ આઝાદી નથી કે લગ્ન પછી આ ઘર તારું જ છે તું બેધડક આવી શકે છે, તારે આવા માટે કોઈ તહેવાર કે વહેવાર ની જરૂર નથી.
કંકુ પગલાં થયા પછી દીકરીનો પગ એના બંને ઘરની ઉંબરની મર્યાદાને જાળવીને ક્યાંક પડતો હોય છે ( બે માંથી એક પણ ઘરની માલિકી નથી હોતી છતાં) પણ આપણા લગભગ ઘરોમાં પુરુષોનું વર્ચસ્વ સ્ત્રીઓના નામ પર.
આત્મહત્યા કોઈને કરવી પડે એવી સ્થિતિ કે પરિસ્થિતી ઊભી ન થાય તે જ અપેક્ષા.

~ ડૉ. હિરલ બ્રહ્મક્ષત્રિય 🍀