Sath Nibhana Sathiya - 7 in Gujarati Motivational Stories by Hemakshi Thakkar books and stories PDF | સાથ નિભાના સાથિયા - 7

Featured Books
  • પિતા

    માઁ આપણને જન્મ આપે છે,આપણુ જતન કરે છે,પરિવાર નું ધ્યાન રાખે...

  • રહસ્ય,રહસ્ય અને રહસ્ય

    આપણને હંમેશા રહસ્ય ગમતું હોય છે કારણકે તેમાં એવું તત્વ હોય છ...

  • હાસ્યના લાભ

    હાસ્યના લાભ- રાકેશ ઠક્કર હાસ્યના લાભ જ લાભ છે. તેનાથી ક્યારે...

  • સંઘર્ષ જિંદગીનો

                સંઘર્ષ જિંદગીનો        પાત્ર અજય, અમિત, અર્ચના,...

  • સોલમેટસ - 3

    આરવ રુશીના હાથમાં અદિતિની ડાયરી જુએ છે અને એને એની અદિતિ સાથ...

Categories
Share

સાથ નિભાના સાથિયા - 7

ધારાવાહિક સાથ નિભાના સાથિયા -૭
“ઓહ ચાલ હવે આજે કૃષ્ણ ભાગવાનું ચિત્ર બનાવ.”
“અરે વાહ માસી એ તો બનાવવાનું મને ખુબ ગમશે. એમ જ થોડી કહું છું મારા માસી મારા ગુરુ છે.”
“એવું કશું નથી.”
“એવું છે. મને તમારા જેટલો અનુભવ ન હોય. ધીરે ધીરે તમારી પાસે શીખું છું.”
“ઓહ એ તો મેં પહેલા પણ કહ્યું હતું તું ધીરે ધીર આગળ વધીશ.”
“હા માસી મને યાદ છે. હવે બહુ વાતો થઇ ગઈ હવે હું કૃષ્ણ ભગવાનનો ચિત્ર બનાવું છું મને એવું લાગશે જાણે સાચે હું ગોકુળમાં છું અને એમને નિહાળી રહી છું."
“ઓહો ખુબ સરસ કીધું.હવે તો તારું ચિત્ર બહુ સરસ થશે.”
“એવું જ થશે માસી. આ વખતે હું તમારી આશાને ખોટી નહીં પાડું.”
“સરસ મને વિશ્વાસ છે આ વખતે તારા ચિત્રના વખાણ કરતા કોઈ ન થાકે એવું જ થશે.”
“કાકી તમારા મોઢમાં ઘી સાકાર. કાશ! એવું થાય. મને વખાણ નથી જોઈતા પણ મારું ચિત્ર જોઈને લોકો ખુશ થાય બસ એટલું ઈચ્છું છું.”
“એક દિવસ તારો આ સ્વપ્ન જરૂર પૂરું થશે એમાં હું તારી સાથે જ છું. કાંઈ પણ જીવનમાં મેળવવું હોય તો હિમ્મત નહીં હારવાની. જેમ તમે ઘરે જવા માટે એક એક પગથિયું ચડાે છો એવી રીતે જીવનમાં સીધી છલાંગ લગાવીને તરકી ન થાય એમાં પણ એક એક પગથિયું ચડાે અને સંઘર્ષ કરો તો જ લક્ષ્ય સુધી પહોંચી શકીએ.”
“હા માસી તમારી વાત સાચી છે. તમે મને કેટલું સારું સારું સમજાવો છો એ મને ખુબ ગમે છે. જે હું આટલા વર્ષોમાં નથી શીખી એ તમે મને ત્રણ દિવસમાં કેટલું બધું શીખવાડ્યું અને આગળ પણ શીખડાવતા રહેજો. જ્યાં પણ હું કદાચ નબળી થઇ જાવ તો મને તમારા સાથની બહુ જરૂર પડશે.”
“ખોટા વખાણ ન કર. હા કેમ નહીં જરૂર શીખડાવીશ અને મેં તને કહ્યું છે ક્યારે નબળું નહીં બનવાનું હિમ્મતથી સામનો કરવાનો.”
“હા એ વાત સાચી પણ ક્યારેક થઇ જવાય છે મારા મમ્મી બહુ યાદ આવે છે.”
“હું તારી લાગણી સમજી શકું છું પણ શું થાય ભગવાને જે મંજૂર હોય તે થાય. જો એમને મને તારાથી પાછાે મેળાપ કરાવ્યો. મેં તને નાની હતી તયારે જોઈ હતી અને તારા મમ્મી કેટલું કહેતા પણ મારા ઘરેથી તને જવાનું મન ન થતું. જેમ તેમ કરીને તારા મમ્મી તને ઘરે લઇ જતા.”
“ઓહ તમે જ્યારથી મારા જીવનમાં પાછા આવ્યા ત્યારથી મને જીવન જીવવાની મજા આવી ગઈ નહીં તો મને જીવનથી નફરત થઇ ગઈ હતી. એ વાત જુદી છે તયારે હું નાની હતી એટલે તમે મને બરાબર યાદ ન હતા. એ માટે માફી માગું છું.”
“એવું ન વિચારાય બેટા. બધું સારું જ થાય. માફી ન માંગ એમાં તારો કોઈ વાંક નથી. એવું થઇ જાય અને આટલા વર્ષો પછી મળી તો ક્યાંથી યાદ હોય.”
“હવે જોયું મારા માસી મને બધી વાતમાં કેટલું સમજે છે. હું કાંઈ ખોટા વખાણ નથી કરતી.”
“હા બસ તું જીતી અને હું હારી.”
“ના એવું નહીં સાચું બોલો? મારા માસી ક્યારે ન હારે અને હું મારા માસી સામે કયારે ન જીતુ અને જીતવા માંગતી પણ નથી.”
“ઓહો. તું થોડી વાર તારું કામ પતાવી લે પછી આપણે જમવાનું છે.”
“હા માસી બરાબર આપણી વાતો તો પછી થતી રહશે. હવે હું ચિત્ર બનાવામાં ધ્યાન આપું.”
“સાચી વાત છે બેટા. હું પણ રસોડામાં જાઉં એટલે તને ખલેલ ન પહોંચે.”
“ઠીક પણ તમે મને કયારે ખલેલ ન પહોંચાડો.”
“ઓહ!”
ત્યાર બાદ રીનાબેન રસોડામાં ગયા અને ગોપી એનું કામ કરવા લાગી. તે એટલી તલ્લીન થઇ ગઈ કે એણે જમવાનું પણ યાદ ન આવ્યું. રીનાબેન એની વાટ જોતા રહ્યા પણ તે બોલી જ નહીં કે મને ભૂખ લાગી છે.
આખરે રીનાબેનને ગોપીને પૂછ્યું , “તને ભૂખ નથી લાગી?”
“હા માસી. મારું કામમાં ધ્યાન જ ન રહ્યું. સોરી માસી મારા લીધે તમને પણ ભૂખ્યું રહેવું પડયું.”
“સોરી ન કહે. એમાં વાંધો નહીં. તું કામમાં એકદમ તલ્લીન થઇ ગઈ એ મને ગમ્યું. હવે જમીએ.”
“હા ચાલો હું તમારી મદદ કરું.”
“ના ના કાંઈ નથી કરવાનું બસ તું જમવા બેસ.”
“ઓહ એટલું લાડ ન કરો પછી મને ભારે પડશે.”
“એવું કશું નહીં થાય. પહેલા તો માસીને છોડીને ન જતી." "હવે શું થયું? એ તો તમને કહ્યું હતું મને જરાય યાદ નથી. ઠીક રહેવા દો એમપણ તમે મને લાડ કરો એ તો ગમે જ છે. જો હું તમારી વહુ બની તો લાડ કરવાનું છોડતા નહીં. એમ ન કહેતા વહુને લાડ ન કરાય.” અને હસવા લાગી.
“શું તું પણ હું તને કડક સાસુ લાગુ છું?” અને હસી પડયા.
“ના જરાય નહીં. મારા લાડલા માસી. સાસુ થશો ત્યારની વાત ત્યારે કરીશું.”
“ઓહો શું વાત છે. આજે ખુશ છે?”
“હા આજે જ નહીં. હું તો રોજ ખુશ રહું છું જ્યારથી તમે મળ્યા છો?”
"અચ્છા એ તો સારી વાત છે.”
“હા હું મારા માસીના ત્રાસથી થોડા દિવસ માટે બચી ગઈ.”
“હા એ વાત સાવ સાચી. આપણે એવું કાંઈ કરીશું કે તને કાયમ માટે ત્યાંથી છુટકારો મળે.”
“એ તો બહુ સારું રહશે.જમવાની તો મજા આવી. હું તેજલને તો કહી દઈશ પણ કાકીને શું કહું ? હું બે દિવસ ક્યાં જાઉં છું?”
“કાંઈ કહેવા કરતા તું કાગળ મૂકી જજે હું બે દિવસ કાંઈક શીખવા જાઉં છું. મને લાગે છે એ બરાબર રહશે.”
“હા મને પણ બરાબર લાગે છે. સરસ હું મુંજવણમાં હતી મને કાકીને શું કહેવું? એનું ઉકેલ તમે લાવી લીધું.”
“સરસ હવે તેજલ આવે એટલે કહી દેજે હું આવું છે અને મેં તને સમજાવ્યું તેમ અહીંયા સાથે ન મળતા એ એને પણ કહેજે.”
“હા ચોક્કસ એવું કાંઈ નહીં થાય. હું તેજલને સમજાવી દઈશ પણ તે પૂછશે તો ક્યાં મળીયે તો શું કહું એ તો તમે મને ન કહ્યું.”
“એ તો મને પણ નથી ખબર ક્યાં મળવાનું સારું રહશે કહેજે.”
“મને ખબર છે તેજલ હોશિયાર છે, તેજ રસ્તો શોધશે. હું એને જ કહીશ.”
“ઓહો તને એક જ દિવસમાં તેજલ હોશિયાર લાગ્યો?”
“અરે શું તમે પણ.”
“થોડી મજા તો ચાલે ને?”
“હા મને ખબર છે કરો મને તો ગમશે. હું કાયમ તમારા ઘરે આવું હું પણ એની રાહ જોઉં છું.” અને હસવા લાગી.
“અરે વાહ તે તો સારું છે. હું પણ.” અને હસી પડયા.
“વાહ ચાલો કાકી હવે હું કામે લાગુ.”
“હા હજી વાર છેષ હું બોલાવું તયારે ચા પીવા આવજે.”
“હા જરૂર મને તો તમારા હાથનું બધું જ ગમે છે.”
“શું કાંઈ પણ.”
“સાચું કહું છું.”
“ઠીક છે તો હવેથી તને રોજ અહીંયા જ જમવાનું બીજે ક્યાં નહીં.”
“હા હા તમારી સાથે જ જમીશ. એ તો મને ગમશે પણ માસા શું કહેશે આ આખો દિવસ અહીંયાજ રહે છે.જવાનું નામ જ નથી લેતી.” અને હસી.
“કાંઈ પણ. તે આવું ન કહે.”
“ઓહો જોયું માસાનું નામ લીધું એટલે મારા માસી કેટલા ખુશ થઇ ગયા.” અને હસી પડી.
“શું તું પણ આજકાલ બહુ મજા કરે છે કર તારો હક છે.”
“ઓહ મારા માસી બહુ જ સારા છે કેટલી એમની મજા કરું છું તો પણ કાંઈ નથી બોલતા.
“મારું આજનું કામ થઇ ગયું આજે મને તમારા ખોળામાં સુવાનું મન થાય છે.”
“ઓહ આવી જા એમાં ક્યાં ના છે.”
“સાચે માસી?”
“હા હા એમાં પૂછવાનું શું હોય કહી દેવાનું તું મારી દિકરી તો છો.”
“ઓહો હું કેટલી નસીબદાર છું કે તમે મારા જીવનમાં આવ્યા.”
“એવું ન બોલ. તું ખુશ રહે એટલે હું ખુશ.ચાલ જલ્દી આવી જા પછી તેજલ આવશે એટલે આપણે જમવાનું હશે.”
“હા હા આવું છું.”
ત્યાર બાદ તે રીનાબેનના ખોળામાં સૂતી અને બોલી, “આજે મને એટલું સારું લાગે છે અને શાંતિ મળે છે.”
અરે વાહ સરસ. રીનાબેનને પ્રેમથી એના માથા પર હાથ ફેરવ્યું અને ચુંબન પણ આપ્યું તે જાણતા હતા તે કેટલા વર્ષોથી માંના પ્રેમથી વંચિત છે એટલે હું એને ખુશી આપીશ.
“ઓહો માસી મને તમે બહુ બહુ... બહુ જ ગમો છો.”
“ અચ્છા એટલે તો મારા ખોળામાં સૂવાની મજા આવી એમ ને?” અને હસ્યાં
“હા બહુ જ.”
રીનાબેન ગાપીને એની કાકીને બરોડા જવાનું તે એમને કેવી રીતે કહેવાની સલાહ આપશે? એ જાણવા માટે આગળના ભાગમાં વાંચજો.

ક્રમશ: