Gumraah - 14 in Gujarati Short Stories by Nayana Viradiya books and stories PDF | ગુમરાહ - ભાગ 14

Featured Books
  • నిరుపమ - 10

    నిరుపమ (కొన్నిరహస్యాలు ఎప్పటికీ రహస్యాలుగానే ఉండిపోతే మంచిది...

  • మనసిచ్చి చూడు - 9

                         మనసిచ్చి చూడు - 09 సమీరా ఉలిక్కిపడి చూస...

  • అరె ఏమైందీ? - 23

    అరె ఏమైందీ? హాట్ హాట్ రొమాంటిక్ థ్రిల్లర్ కొట్ర శివ రామ కృష్...

  • నిరుపమ - 9

    నిరుపమ (కొన్నిరహస్యాలు ఎప్పటికీ రహస్యాలుగానే ఉండిపోతే మంచిది...

  • మనసిచ్చి చూడు - 8

                     మనసిచ్చి చూడు - 08మీరు టెన్షన్ పడాల్సిన అవస...

Categories
Share

ગુમરાહ - ભાગ 14


ગતાંકથી.....

પૃથ્વીએ પોતાને કાયદાની માહિતી છે એમ બતાવ્યા પછી જ લાલચરણે નમ્રતા દાખવી છે.જે હાલતમાં પૃથ્વી અત્યારે છે તેમાં તે માહિતી એક સત્તા સમાન હતી ,પણ હાલને માટે તો આ મીટીંગ -પહેલા પોતે અધિપતિ સાથે રીત ભાત રાખી તે -એટલે કે પોતે તેને પ્રામાણિક માણસ માનતો હોય એવો દેખાવ કરવાનું ચાલુ રાખવું એમ તેણે તરત જ નિશ્ચય કરી લીધો. લાલચરણ વેશ ભજવે છે તો પોતે પણ વેશ ભજવવામાં ખામી ના રાખવી, એમ પણ નક્કી કરી પૃથ્વીએ કહ્યું :"લાલ ચરણજી મારા પ્રત્યે તમારી માયાભરી લાગણીની ખાતરી તમારા ઉદ્દગારોથી મને થઈ છે તે માટે તમારો આભાર માનું છું."

હવે આગળ....

પૃથ્વી નરમ પડ્યો એટલે વકીલે હિંમત દાખવી પોતાનું ધાંધલીયાપણું પાછું ચાલુ કરી તેણે મીઠાશ ભરી રીતે કહ્યું :" મારા વહાલા મહેરબાન તમારી લહેજતદાર કોફીનો વધુ સ્વાદ ચખાડી મને ઉપકારી કરશો?"

" ઘણી ખુશીથી." પૃથ્વીએ કહ્યું અને તરત જ પોતાની જગ્યાએથી ઉઠી તેણે કોફી બનાવી અને ત્રણે જણ તે પીવા લાગ્યા.
તેઓ કોફી પીતા બેઠા હતા તે દરમિયાન આડીઅવળી વાતો ચાલી. પૃથ્વી સમજયો કે તે બંને ઠગો તેના ચહેરા પરથી તેના મનમાં શું શું પસાર થતું હતું તે જાણવાની કોશિશ કરતા હતા.
તેઓ છૂટા પડ્યા ત્યારે પાછલી રાતના બે વાગી ચૂક્યા હતા .વકીલે જતી વખતે કેમ જાણે પોતે પૃથ્વીનો સૌથી વધુ દિલોજાન દોસ્ત ન હોય તેમ દેખાવ કરી તેની સાથે પોતાનો હાથ ખૂબ દાબીને હલાવ્યો.

પૃથ્વી હવે એકલો પડ્યો જે બધું બન્યું તે ઉપર વિચાર કરતા તેને સંતોષ થયો. એ વાતનો આટલેથી જ છેડો આવશે એમ તે ધારતો નહોતો ;પણ હાલ તુરતને માટે લાલ ચરણની યોજના તેણે તોડી પાડી ફતેહ મેળવી તેથી તે યોજના નાબૂદ કરવા પોતાની શક્તિ માટે તેણે વિશ્વાસ પેદા થયો .તે સૂતો ત્યારે ચાર વાગી ગયા હતા. અને તેનું મગજ ઉશ્કેરાયેલું હતું છતાં થોડીક જ વાર માટે ગાઢ નિંદ્રામાં પડ્યો.

સવારમાં ઊઠતા જ હંમેશાની માફક પોસ્ટ બોક્સ માંથી કાગળ લેવા તે બારણા પાસે ગયો. ઉપર જ પેપર હતા જેની નીચે એક કવર હતું. પોકેટ ઉપરના અક્ષરો જોતા તેના શરીરમાં અવણૅનીય લાગણી ફેલાઈ રહી. પોતે જે પરબીડિયાં એકઠા કરવા માંડ્યાં હતા, તેમાંના અક્ષરો આ પરબીડિયા ઉપર હતા .તે તરફ જોતા તેને કંઈક ખુશાલીની લાગણી થઈ ;કારણ કે તેણે ધાર્યું તે અક્ષરોનું પરબીડિયું તેની નજરે પડ્યું.

આતુરતાથી તેને પરબીડિયાનું સીલ તોડી અંદરની ચીજ તેણે બહાર કાઢી. કાગળનો બેવડો ભાગ તે ખોલતો હતો, એટલામાં કવર ઊડીને જમીન ઉપર પડ્યું .કાગળ કોરો તથા સાફ હતો, પણ તેમની વચ્ચે એક ગોળ સફેદ કાર્ડ બોર્ડનું ચક્કર હતું.

તે ચક્કર ટેબલ ઉપર મૂકીને પોતાના હાથથી પકડવાને તેણે પોતાનો જમણા હાથનો અંગૂઠો તથા આંગળી તેનાથી એક ઇંચ દૂર રાખી તેવી વિચિત્ર વસ્તુ જો તો ઉભો રહ્યો.
તેને વિચાર આવ્યો કે, આમાં શું ભેદ હશે !તે ચીજે તેને મોહ પમાડ્યો હતો. તે ચક્કરને અડકું કે નહીં તેની આનાકાની તેના મનમાં થઈ રહી હતી. તેને વિચાર આવ્યો કે, મારા પપ્પાને આવી જ એક વસ્તુ મળી હતી ને તે મળતા જ તે મૃત્યુ પામ્યા હતા. સર આકાશ ખુરાના પણ એ જ વસ્તુ મેળવ્યા પછી મરણ પામ્યા હતા, હવે શું મારો વારો આવ્યો?

" છટ? છટ ?મારે શા માટે ડરવું જોઈએ?"

બીજી જ ક્ષણે તેણે તે ચક્કર અંગૂઠા તથા આંગળી વચ્ચે હરખથી લીધું ,તે આમતેમ ફેરવી જોયું- તેની બંને બાજુ તપાસી જોઈ; પણ એટલામાં -"ઓ માય ગોડ !આ શું થાય છે ?"તે એકદમ હાંફતો હાંફતો બોલી ઊઠ્યો. તેની આંગળીમાં બળતરા થવા લાગી. તેણે ચક્કર જમીન પર ફેંકી દીધું .તેના આખા શરીરમાં ધીરે ધીરે બળતરા વધવા લાગી. તેણે ચક્કરને પોતાના બેડ નીચે ગબડી જતું જોયું તેની આંખે અંધારા આવવા લાગ્યા. રૂમમાંની દરેક વસ્તુ તેની આંખ આગળ તરવા લાગી .જાણે રૂમમાંની બધી વસ્તુઓ ઊંધી જતી ગબડવા લાગી એમ તેને લાગ્યું. આવી ભયાનક લાગણી સામે થવા તેણે જબરો પ્રયત્ન કર્યો પણ તેના પગ લથડવા લાગ્યા. તે ઉભો રહી શક્યો નહિ. લાચારીથી તે ઘુંટણ પર બેઠો અને પછી અનિચ્છાએ જમીન પર લાંબો થઈ પછડાયો; પડતાં પડતાં તેના મગજમાં ત્રણ વિચારો પસાર થયા:

"મારા પપ્પાને એક ચક્કર મળતા તે મૃત્યુ પામ્યા હતા; સર આકાશ ખુરાના ને પણ ચક્કર મળતા તેઓ મૃત્યુ પામ્યા ;અને હવે મને પણ એક ચક્કર મળ્યું ! ઓહહહ !હાય શું હું મરી જઈશ?"
આ પછી બધું શૂન્યાકાર થઈ ગયું.

રાત વીતી ગઈ. સવાર થયું અને મધ્યાન્હ પણ ઢળી ચૂકી. પૃથ્વી તેના ઘરમાં તે વખતે અર્ધમૃત્યુ અવસ્થામાં પડ્યો હતો. પોતાના જ રૂમ મા તે એક નિરાધાર કેદી બન્યો હતો. તેના રૂમમાં બારણા અંદરથી બંધ હતા. જ્યારે તે જાગ્રત થયો ત્યારે ઇન્સાફની અદાલતના જંગી ઘડિયાળમાં બાર ના ટકોરા થતા તેને સાંભળવામાં આવ્યા.

" મને શું થયું છે?" જમીન ઉપરથી માથું ઊંચકવાની કોશિશ કરતો તે ગણગણ્યો. પણ તેનામાં ઊઠવાની તાકાત જ નહોતી. બારનો છેલ્લો ટકોરો પૂરો થયો ત્યાં જ તે બેભાન થઈ ગયો. તેના આખા શરીરમાં ઝણઝણાટ થવા લાગ્યો.
"ટક- ટક -ટક?" કોઈકે બારણા ઉપર ટકોરા માર્યા.

પૃથ્વીને જોકે અધુૅભાન હતું તો પણ તેનાથી કાંઈ થઈ શકે તેમ નહોતું .તેણે બોલવા પ્રયત્ન કર્યો. પણ તે ન બોલી શક્યો.
"ટક- ટક -ટક ?"ફરીથી અવાજ થયો.
પૃથ્વી એ ઘણા તરફડિયા માર્યા, પણ વ્યર્થ ગયા. તેના હાથ પગની ગતિ ઉપર તેનો કોઈ જ કાબુ નહોતો અને ગળામાંથી સહેજ ખોખરાટ સિવાય વધુ અવાજ તે બહાર કાઢી શક્યો નહિ.

ફરી પાછો તે બેભાન થયો.

"ટક -ટક -ટક?" હવે તો બારણા ખખડાવવામાં આવ્યા. વધુ જોશથી ને વધુ અધીરાયથી બારણા ખખડાવવાનું ચાલુ રહ્યું. હવે પૃથ્વીને એટલું ભાન આવ્યું કે પોતે જમીન પર લાચાર દશામાં પડ્યો છે! વળી તેને એમ પણ લાગ્યું કે મારે ઊઠીને જવાબ આપવો જોઈએ. પણ મારાથી તેમ થઈ શકતું નથી. આ વખતે તે ચેતનમાં રહ્યો. તેને લાગ્યું કે પોતે જે વિચિત્ર પ્રકારની બીમારીમાં સપડાયો છે, તેમાંથી પોતે સારો થતો જાય છે. તેને લાગ્યું કે મારી શક્તિનો હું હજુ ઉપયોગ કરી શકતો નથી છતાં પણ મારું બળ મને ધીરે ધીરે પાછું પ્રાપ્ત થતું જાય છે.
એકાએક બહાર જમીન ઉપર ભારે પગલાનો અવાજ સંભળાયો અને સીડી ઉપરથી કોઈ ઉતાવળથી ઉતરતું હોય તેમ લાગ્યું .બૂમ પાડવાને તેણે ઘણાયે તરફડિયાં માર્યા. પોતાનું સઘળું જોર એકઠું કરીને તેણે બેસવાનો પ્રયત્ન કર્યો, બારણા પાસે જવા અને મળવા આવનારને પાછળ જતો અટકાવવા વિચાર પણ કર્યો, પરંતુ છેવટનો પગલું સંભળાતા તે પાછો અશક્ત થઈ પડ્યો.

તેનું મન પીડાથી વ્યાકુળ બની ગયું. કોઈ પણ માણસ આવી પહોંચે તે પહેલા હું મરી જઈશ ? આ ઘણો ભયાનક વિચાર હતો અને એ વિચારને લીધે જ તેણે પોતાનું બળ પાછું મેળવવા ફાંફાં માર્યા :

આખરે અડધા કલાકના અરસા માટે ઘણી જ મહેનતે બેઠો થઈ શક્યો, પણ તેનાથી ઊઠીને ઊભા થઈ શકાયું નહીં .જમીન ઉપર જ બેઠા બેઠા ઘસડાતો ઘસડાતો તે બેડ ની નજીક જઈ પહોંચ્યો. બેડ ઉપર બેસવા તે ઉભો થયો પણ તેને માલુમ પડ્યું કે હજુ મારામાં જોઈએ તેટલું બળ આવ્યું નથી.
થોડીક વાર સુધી બેડ ઉપર પોતાનું માથું ટેકવી તે પડી રહ્યો. ઘડિયાળમાં એક વાગ્યો હવે ધીમે ધીમે પૃથ્વી ઉભો થયો અને બેડ ઉપર હાથ ટેકવીને બેઠો. અત્યાર સુધીમાં કેટલો સમય પસાર થયો તેનો જ તે માત્ર હિસાબ ગણતો હતો, પણ હવે તેને બીજી વસ્તુઓનો વિચાર આવવા લાગ્યો : 'કાગળ અને ચક્કર?'

આખરે શું થશે પૃથ્વી નું?
કાગળ ને ચક્કર નો શો ભેદ હશે?
જાણવા માટે વાંચો આગળ નો ભાગ.......
ક્રમશઃ......