Vardaan ke Abhishaap - 16 in Gujarati Classic Stories by Payal Chavda Palodara books and stories PDF | વરદાન કે અભિશાપ - ભાગ 16

Featured Books
  • પિતા

    માઁ આપણને જન્મ આપે છે,આપણુ જતન કરે છે,પરિવાર નું ધ્યાન રાખે...

  • રહસ્ય,રહસ્ય અને રહસ્ય

    આપણને હંમેશા રહસ્ય ગમતું હોય છે કારણકે તેમાં એવું તત્વ હોય છ...

  • હાસ્યના લાભ

    હાસ્યના લાભ- રાકેશ ઠક્કર હાસ્યના લાભ જ લાભ છે. તેનાથી ક્યારે...

  • સંઘર્ષ જિંદગીનો

                સંઘર્ષ જિંદગીનો        પાત્ર અજય, અમિત, અર્ચના,...

  • સોલમેટસ - 3

    આરવ રુશીના હાથમાં અદિતિની ડાયરી જુએ છે અને એને એની અદિતિ સાથ...

Categories
Share

વરદાન કે અભિશાપ - ભાગ 16

વરદાન કે અભિશાપ (ભાગ-૧૬)

            (વિશ્વરાજ કે જે ગાદીપતિ હતા. તેમના પુત્રો ધનરાજ અને દેવરાજને તેઓએ પરણાવી દીધા હતા અને તેઓ તેમની જીંદગીમાં સ્થાયી થઇ ગયા હતા. મહા શિવરાત્રીના પાવન દિવસે નરેશ અને સુશીલાના લગ્ન નકકી થયા. પલકને નરેશ બહુ લાડકોડથી રાખતો. કોઇ વસ્તુની કમી આવવા નહોતો દેતો. નરેશ અને સુશીલા નાનકડી પલકને તેડીને કેક કટીંગ કરે છે. મણિબા મનમાં ને મનમાં વિચારતા હતા કે હવે તેમના નાના દીકરા કમલેશના લગ્ન થઇ જાય. કમલેશ માટે તેઓ દૂર ને દૂર વાતો કરવા ગયેલા પણ કોઇક વાર તેને છોકરી ના ગમે અને કોઇક વાર છોકરીવાળા તેને ના પાડતા. ધનરાજભાઇ અને મણિબેન જે વાત આજે જોવાના હતા. એ પહેલા તેઓ નરેશ અને સુશીલાએ તેના સગામાં જે વાત બતાવી હતી તે જોવા ગયા હતા. કમલેશને તે છોકરી બહુ જ ગમી હતી અને તે સુશીલાના બેનના ઘરની સામે જ રહેતા હતા જયાએ કમલેશને તે છોકરી થોડી જાડી લાગતી હોવાની વાત કરી વાત પડતી મૂકવા કહ્યું હતું. પણ હકીકતમાં તે છોકરી જાડી જ નહતી. પણ કમલેશે જયાની વાત માની આખરે તે છોકરીને ના પાડી દીધી. હવે પ્રશ્ન એ હતો સગાઇ કરવાની જ હતી અને તેના આગલા દિવસે કમલેશે છોકરી સાથે સગાઇ કરવાની ના પાડી દીધી. એ પછી પૂરા એક વર્ષ બાદ ધનરાજભાઇ, મણિબેન, નરેશ અને કમલેશ બીજી છોકરી જોવા માટે દૂર જાય છે. છોકરીવાળાના ઘરમાં ધનરાજભાઇના ઘરે જે સુખ-સુવિધાઓ હતી તેમાંથી સાવ નજીવી વ્યવસ્થા તેમના ઘરે હતી. છોકરી દેખાવમાં ખૂબ જ સુંદર હતી મણિબેન અને ધનરાજભાઇને છોકરી ગમી જાય છે. મણિબેન કમલેશને ફોસલાવીને, સારી-સારી વાત કરીને આ છોકરી સાથે લગ્ન કરવા મનાવી લે છે પણ કમલેશનું મન આ વાત માટે માનતું નથી. આખરે તે મા ની ઇચ્છાને માન રાખી તે છોકરીને હા પાડી છે. આ બાજુ છોકરીવાળા તરફથી પણ હા આવી જાય છે. હવે આગળ..................)

            નરેશ અને સુશીલા ભેગામાં પાંચ વર્ષ રહે છે. એમાં તેમને ધનરાજભાઇ અને મણિબા સાથે કોઇ સામાજીક ઝઘડા થતા ન હતા. બધા સુખેથી અને શાંતિથી રહેતા હતા. હવે કમલેશના લગ્ન નકકી થઇ ગયા હતા. તો બધા લગ્નની તૈયારીમાં લાગી જાય છે. આ બાજુ સુશીલાની દીકરી પલક પાંચ વર્ષની થઇ ગઇ અને તે પછી સુશીલાએ ઘરમાં સારા દિવસના સમાચાર આપ્યા. સુશીલાને ઘરમાં પ્રસંગ અને તેની તબિયત બંને સાચવવાની હતી.
            નરેશના લગ્ન જે રીતે ધાનધૂમથી થયા હતા તે જ રીતે કમલેશના લગ્ન પણ ધામધૂમથી લેવાયા. લગ્ન શાંતિપૂર્ણ રીતે સંપન્ન થયા. લગ્ન થયાના બીજા દિવસે જયારે કમલેશની વહુ પુષ્પાને તેના પિયર આણે મોકલવાની હતી તે જ વખતે તેણે કમલેશ પાસેથી રૂા.૫૦૦/- લઇ લીધા અને આ બધું મણિબા પોતાની નજર સમક્ષ જોઇ જ રહે છે અને એક પણ શબ્દ બોલતા જ નથી. સુશીલા આ બધું જોઇને વિચારમાં જ પડી જાય છે કે એના સાસુ કોઇનું આવુ ચલાવે જ નહિ!!! લગ્ન વખતે તેણે નરેશ પાસેથી લગ્ન નિમિત્તે પૈસા માંગ્યા હતા તો તેમણે તેને ઠપકો આપ્યો હતો. પણ આજે મણિબા ચૂપ રહે છે તે ખૂબ જ નવાઇની વાત છે. મણિબા આ વાતને બરાબર સમજતા હતા કે સુશીલા તેના આવા વર્તનથી હેરાન હતી. પણ મણિબા એક વચનથી બંધાયેલા હતા જે તેમણે કમલેશને આપ્યું હતું. મણિબા ઉંડા વિચારોમાં ખોવાઇ જાય છે.

મણિબા : કમલેશ, મે તારા માટે જે છોકરી પસંદ કરી છે તે સારી છે.

કમલેશ : પણ મા, મને તે છોકરી પસંદ નથી.

મણિબા : કેમ પસંદ નથી?

કમલેશ : કેમ કે મને સુશીલા ભાભીએ બતાવેલ છોકરી પસંદ છે. ભલે મે તેને જયાના કહેવાથી ના પાડી.

મણિબા : હવે જયાં ના પાડી ત્યાં હવે સગું જોડવા ન જવાય. તું વાત પડતી મૂકી દે. આ છોકરી સંસ્કારોમાં સારી છે. (મણિબેન તેને બહુ જ સમજાવે છે પણ કમલેશ માનતો નથી. આખરે મણિબેન તેને તેમના સમ આપીને મનાવી લે છે.)

કમલેશ : સારું. હું તમારી વાત માની લઉં છું. પણ તમારે મને એક વચન આપવું પડશે. હું પુષ્પાની સાઇડમાં કોઇ દિવસ નહિ રહું. તમારે જ તેની પડખે અને તેના પક્ષમાં જ રહેવું પડશે. કેમ કે, તમે તેને મારા જીવનમાં પરાણે લાવ્યા છો તો તમારે જ તેની જવાબદારી રહેશે.

મણિબા : સારું. હું તને વચન આપું છું.

            એટલામાં જ મણિબા વિચારમાંથી બહાર આવી જાય છે. પોતાના વચનના પાલનમાં લાગી જાય છે.     

(શું કમલેશને આપેલ વચન મણિબાના દુ:ખ-દર્દ દૂર કરશે કે પછી તેમના જીવનમાં તકલીફો જ આપશે ? )  

   

 (વધુ આવતા પ્રકરણે ભાગ-૧૭ માં)

- પાયલ ચાવડા પાલોદરા