Eat That Frog in Gujarati Book Reviews by Shreyash R.M books and stories PDF | ઇટ ધેટ ફ્રોગ

Featured Books
  • నిరుపమ - 10

    నిరుపమ (కొన్నిరహస్యాలు ఎప్పటికీ రహస్యాలుగానే ఉండిపోతే మంచిది...

  • మనసిచ్చి చూడు - 9

                         మనసిచ్చి చూడు - 09 సమీరా ఉలిక్కిపడి చూస...

  • అరె ఏమైందీ? - 23

    అరె ఏమైందీ? హాట్ హాట్ రొమాంటిక్ థ్రిల్లర్ కొట్ర శివ రామ కృష్...

  • నిరుపమ - 9

    నిరుపమ (కొన్నిరహస్యాలు ఎప్పటికీ రహస్యాలుగానే ఉండిపోతే మంచిది...

  • మనసిచ్చి చూడు - 8

                     మనసిచ్చి చూడు - 08మీరు టెన్షన్ పడాల్సిన అవస...

Categories
Share

ઇટ ધેટ ફ્રોગ

જે લોકો પોતાનાં કામની તથા અંગત જીવનમાં પણ પોતાની કાર્યક્ષમતા વધારવા માગે છે તેવા લોકો માટે આ પુસ્તક એકદમ પરફેકટ છે. આ પુસ્તક તમને 21 નિયમો આપશે કે જેને તમારે અનુસરવાના છે. બધા નિયમોનું અનુસરણ કર્યા પછી તમે ચોક્કસ રીતે બદલી જશો.

જે લોકો પુસ્તક વાચવા માગે છે તેમની માટે મુદ્દા.
🔸 કોઈ પણ કૌશલ્ય માં પારંગત થવા માટેની ચાવી છે - અભ્યાસ.
🔸 કોઈ પણ આદત વિકસાવવા માટે 3 ગુણ હોવા જરૂરી છે.
1. નિર્ણય - કોઈ પણ કાર્યને પૂર્ણ કરવાની આદત પાડો.
2. શિસ્તતા - જે કોઈ નવું કૌશલ્ય તમે શીખવા માંગો છો, તેમાં પારંગત ના થાવ ત્યાં સુધી તેનો અભ્યાસ કરવાની શિસ્તાતા કેળવો.
3. નિશ્ચય - જ્યાં સુધી તે તમારી આદત ન બની જાય ત્યાં સુધી દૃઢ નિશ્ચય સાથે તમારાથી શક્ય હોય તે બધું જ આપો.

➡ વધુ સારા કાર્યક્ષમ બનવાના 21 રસ્તા.

1. તમારી દિનચર્યા નક્કી કરો
🔸 સફળતાનો સૌથી મહાન નિયમ છે "પેપર પર વિચારો".
🔸જીવનમાં ધ્યેય હોવો ખૂબ જ જરૂરી છે.
🔸તમારા જીવન માં તમે જે પ્રાપ્ત કરવા ઈચ્છો છો તેને લખી ને રાખો.

2. હંમેશા બધું અગાઉથી પ્લાન કરી રાખો.
🔸 તમારું મન, તમારી વિચારવાની, પ્લાન કરવાની અને નક્કી કરવાની ક્ષમતા જ તમારી કાર્યક્ષમતા વધારવા માટે સૌથી શક્તિશાળી ઓજાર છે.
🔸 રાતે પથારીમાં જતા પેહલા બીજા દિવસનું પ્લાનિંગ કરી રાખો.
🔸 તમારા દિવસ નો 10% સમય પ્લાનિંગ કરવામાં આપો, જે તમારો 90% સમય બચાવશે.

3. 80/20 નિયમ
🔸 80/20 નિયમ કહે છે કે તમારા કામ નો 20% ભાગ તમારું 80% રિઝલ્ટ બતાવશે. માટે બીજા નાના નાના કામ છોડી ને પેહલા તે 20% કામ પૂર્ણ કરો.
🔸 નાના નાના કામ પેહલા કરવાની લાલચ ને રોકો.

4. પરિણામોનો વિચાર કરો
🔸 લાંબાગાળા નો વિચાર એ ટૂંકાગાળા ના નિર્યનો લેવામાં મદદ કરે છે.
🔸 કોઈ પણ કાર્ય કરવા કે ના કરવા ના પરિણામો વિચારો.
🔸 યાદ રાખો "હારતો વ્યક્તિ તે કામ કરશે કે જે તણાવ દૂર કરશે, જ્યારે જીતેલો વ્યક્તિ તે કામ કરશે કે જે તેને પોતાનો ધ્યેય મેળવવામાં મદદ કરશે."
🔸 પ્રેરણા માટે હેતુ જરૂરી છે.

5. સતત ABCDE રીતનો અભ્યાસ કરો.
🔸 આ પ્રાથમિકતા નક્કી કરવાની રીત છે.
🔸 કઈ રીતે આ કામ કરે છે.
- એક પેપર પર તમારા બધા ધ્યેય લખો.
- બધા ધ્યેયની સામે A,B,C,D અથવા E મૂકો, કે તેમાં A સૌથી મહત્વ નું કાર્ય છે કે જેને તમે ટાળી શકો તેમ નથી જ્યારે E સૌથી ઓછું મહત્વનું કાર્ય છે કે જેને તમે ના કરો તો પણ બહુ મોટો ફરક પડશે નહિ.

6. મહત્વના વિસ્તાર પર ધ્યાન કેન્દ્રીત કરો.
🔸 તમારા પોતાના મહત્વના વિસ્તાર જાણો અને તમે તે વિસ્તારમાં કેવું પ્રદર્શન કરો છો તે પણ જુઓ.
🔸 આવા વિસ્તાર કે જે તમને તમારા કામ કરવા માં પાછળ રાખે છે, જેમાં તમે નબળા છે તેને સુધારવા માટે પ્રયત્ન કરો.
🔸 કામની કાર્યક્ષતા ઓછી હોવાનું એક કારણ તે પણ છે કે લોકો પોતે જે વિસ્તાર માં નબળા છે તેને અવગણે છે.

7. "ફોર્સ એફિસિયન્સી" ના નિયમ ને અનુસરો.
🔸 ફોર્સ એફિસિયન્સી નો નિયમ એવું કહે છે કે "ક્યારેય બધું જ કરવા માટે પૂરતો સમય નથી હોતો, પરંતુ હમેશા મહત્વના કામ કરવા માટે પૂરતો સમય હોય છે."
🔸 પોતાના મહત્વના કામ ને પૂર્ણ કરવા માટે 3 સવાલ પૂછો.
a.) મારી સૌથી વધારે મહત્વની પ્રવૃતિ કઈ છે?
b.) એવી કઈ પ્રવૃતિ છે કે જે ફક્ત હું જ કરી શકું છું અને જે પૂર્ણ કર્યા પછી ખરેખર કોઈ બદલાવ કરશે.
c.) મારી જાતને સૌથી કીમતી સમય શું કરવા માં છે?

8. કાર્ય કરવાનું ચાલુ કરતાં પેહલા પૂર્ણપણે તૈયાર થઈ જાઓ.
🔸 હંમેશા કાર્ય કરતા પેહલા જે કોઈ સામાન ની જરૂર હોય તે લઈ ને પછી જ કામ ચાલુ કરો.

9. પોતાનું ગૃહકાર્ય કરો.
🔸 તમારા કાર્યને ચોક્કસાઈ થી પૂર્ણ કરવા માટે જે કઈ શિખવાની જરૂર છે, તે કાર્ય શરૂ કરતાં પેહલા શીખી લો.
🔸 પોતાના મહત્વના કૌશલ્ય ને હંમેશા સુધરતાં રહો.
🔸 પોતાના કાર્ય માં પારંગત થવાથી તમારી કાર્યક્ષમતા વધશે.
🔸 જેટલું વધી તમે શીખશો અને જાણશો, તેટલું જ વધુ આત્મવિશ્વાસી અને પ્રેરણાત્મક તમે અનુભવશો.

10. તમારી વિશેષ પ્રતિભાનો લાભ લો.
🔸 તમારે તમારી વિશેષ પ્રતિભા ( સ્પેશિયલ અબિલિટી) શોધવાની છે અને તેને વધુ સારી રીતે સુધારવાની છે.

11. તમારા મહત્વના પાસા જાણો.
🔸 કામના સમયે જે વિસ્તારમાં તમારી કામ ની ઝડપ ઘટી જાય છે તે વિસ્તાર જાણો અને તેનું કારણ જાણી ને તેને દૂર કરવા માટે મેહનત કરો.

12. એક સમયે એક કામ
🔸 એક મોટા કામ કરતા તે કામના નાના ભાગ પર ધ્યાન આપો.
🔸 હંમેશા એક સમયે એક જ કામ સારું અને ઝડપી કરવાથી જ એક સારી જિંદગી અથવા સારું કેરિયર બને છે.

13. પોતાની જાત પર દબાણ બનાવો.
🔸 એક સફળ માણસ કોઈ પણ કામ પૂર્ણ કરવા માટે પોતાના પર દબાણ કરે છે.
🔸 કોઈ પણ કામ કરવાનું નક્કી કરો ત્યારે તેની આખરી તારીખ નક્કી કરો. તે તમને કામ ને નિયત સમય માં પૂર્ણ કરવા માટે તમને દબાણ કરશે.

14. પોતાની શક્તિનો મહત્તમ ઉપયોગ કરો.
🔸 દિવસનો એવો સમય શોધો કે જ્યારે તમે સૌથી સારી રીતે કામ કરી શકો છો, અને તે સમય માં સૌથી અઘરાં કામ પૂર્ણ કરો.
🔸 સમયાંતરે વેકેશન લો, તે તમારા કામને વધુ સારું બનાવા માં મદદ કરશે.

15. કામ કરવા મટે પોતાને પ્રેરિત કરો.
🔸 પોતાની જાતને કાર્ય કરવા માટે શક્તિ આપવા હંમેશાં હકારાત્મક વિચારો. હંમેશા પોતાની જાત સાથે હકારાત્મક રીતે વાત કરવી જે પોતાની જાતમાં પોતાનું માન વધારશે.
🔸 કોઈ પણ ખરાબ કે સારા સમયમાં હમેશા કંઇક સારું શોધો.
🔸 કોઈ પણ સમસ્યામાં બીજા લોકો ને દોષ દેવા ના બદલે તેનું સમાધાન શોધો.

16. નકામા કામ ના બદલે કંઇક નવું કરો.
🔸 જો તમારે તમારી જિંદગી અને સમય ને પોતાના કાબુમાં માં કરવો હોય તો તમારે તેવા કર્યો કરવાના બંધ કરવા પડશે જે તમારા માટે કોઈ કામ ના નથી.

17. સૌથી અઘરું કામ સૌ પ્રથમ કરો.

18. કાર્યને વિભાજિત કરો.
🔸 કોઈ પણ મોટા કાર્ય ને નાના કાર્ય માં વિભાજિત કરો અને પછી પૂર્ણ કરો.

19. સમયના ભાગ કરો.
🔸 પોતાના દરેક કાર્ય માટે એવી રીતે સમય નક્કી કરો કે દિવસના અંત માં તમે મોટું કાર્ય પૂર્ણ કરી શકો.

20. કયું કાર્ય વધુ મહત્વનું છે તે નક્કી કરતા શીખો.

21. કોઈ પણ કાર્ય એકલા પૂર્ણ કરવા પ્રયાસ કરો.

તમારે શું કરવું જોઈએ, ક્યારે કરવું જોઈએ, તમને તે કરવું ગમે કે ના ગમે છતાં તે કરવા માટે પોતાની જાત ને સક્ષમ બનાવો.

🔸 તો આ હતા 21 રસ્તા કે જેનાથી તમે પોતાની કાર્યક્ષમતા અને ગુણવત્તા વધારી શકો છો.

🔸 આ પુસ્તકમાંથી હું આટલું શીખ્યો છું. મારી વિનંતી છે કે બધાએ 1 વાર તો આ પુસ્તક વાંચવું જ જોઈએ.

આભાર,
Shreyash Manavadariya.