Runanubandh - 48 in Gujarati Motivational Stories by Falguni Dost books and stories PDF | ઋણાનુબંધ.. - 48

Featured Books
  • You Are My Choice - 41

    श्रेया अपने दोनो हाथों से आकाश का हाथ कसके पकड़कर सो रही थी।...

  • Podcast mein Comedy

    1.       Carryminati podcastकैरी     तो कैसे है आप लोग चलो श...

  • जिंदगी के रंग हजार - 16

    कोई न कोई ऐसा ही कारनामा करता रहता था।और अटक लड़ाई मोल लेना उ...

  • I Hate Love - 7

     जानवी की भी अब उठ कर वहां से जाने की हिम्मत नहीं हो रही थी,...

  • मोमल : डायरी की गहराई - 48

    पिछले भाग में हम ने देखा कि लूना के कातिल पिता का किसी ने बह...

Categories
Share

ઋણાનુબંધ.. - 48

પ્રીતિ ફોન મૂકીને ગુસ્સે થતી એના મમ્મી પાસે ગઈ હતી. એને જોઈને કુંદનબેન બોલ્યા,
"કેમ આટલી ગુસ્સામાં છે? શું
થયું?"

"મારા સાસુજીનો ફોન હતો, જન્મદિવસની શુભેચ્છા આપવા. શુભેચ્છાતો એમણે આપી પણ સાથોસાથ ફરી પાછા ટોણા મારવા લાગ્યા, મારાથી એમની વાત પચી જ નહીં મેં ફોન જ કાપી નાખ્યો."

"જો પ્રીતિ તે એમનો ફોન કાપી ગુસ્સો બોલ્યા વગર જતાવી દીધો ને તો હવે એ વાત યાદ કરીને ગુસ્સે ન થા."

કુંદનબેન પ્રીતિને સમજાવી રહ્યા હતા ત્યાં જ ડોરબેલ વાગી હતી. કુતુહલવશ પ્રીતિ દરવાજો ખોલવા ગઈ હતી. સ્નેહા એના મમ્મી સાથે આવી હતી. ખુબ ઉમળકાથી સ્નેહાએ પ્રીતિને જન્મદિવસની શુભેચ્છા આપી હતી. પ્રીતિના મામીએ પણ એને શુભેચ્છા આપી હતી. સ્નેહાએ સૌમ્યાને ચીડવવા એક સેલ્ફી પાડીને એમના ગ્રૂપમાં મૂકી હતી. સૌમ્યાની જોબ ચાલુ હોવાથી એ આવી નહોતી. જેવી સેલ્ફી જોઈ કે તરત જ ગ્રૂપમાં બધા મસ્તી કરવા લાગ્યા હતા. થોડી જ વાર પહેલા ગુસ્સે થયેલી પ્રીતિ ખડખડાટ હસી રહી હતી.

આમને આમ દિવસો વીતવા લાગ્યા હતા. અજયનો એક પણ ફોન પ્રીતિ કે એના પરિવાર ની સાથે વાત કરવા માટે નહોતો આવ્યો. પ્રીતિ ત્યાં હતી ત્યારે તો એની સાથે સારી રીતે વર્ત્યો નહોતો આથી પ્રીતિ પણ હવે અજય ફોન કરશે તો જ વાત કરશે એવું નક્કી કરીને બેઠી હતી. એને દુઃખ એ વાતનું પણ હતું કે બર્થડેના દિવસે પણ અજયને વાત કરવાનું મન નથી થયું તો એ હવે ફોન કરશે તો જ વાત કરીશ.

પ્રીતિને નવમો મહિનો અડધો વીતી ગયો હતો છતાં સાસરેથી કોઈ પ્રીતિની ખબર પૂછતું નહોતું. પ્રીતિને સાસરે પાંચ વર્ષ વીત્યા હતા છતાં કોઈને એમ નહોતું થતું કે વહુ પિયર છે તો પિયરને સારું લગાડવાતો ફોન કરીયે, બસ પોતે દીકરાવાળા છે અને હવે તો વહુ પણ ગર્ભવતી છે તો દીકરીના પપ્પાએ તો વારે વારે નમતા ફોન કરવો જ જોઈએ આવા વિચારથી ખોટી મોભપ રાખતા સીમાબહેન પ્રીતિના માતાપિતાની નજર માંથી સાવ ઉતરી ગયા હતા.

સ્નેહા ના ડિવોર્સ થઈ ગયા હતા આથી એ પોતાના પિયર જ હતી. આજ સવારથી સ્નેહાનું મન ઉંચક હતું એ પોતાના મમ્મી સાથે પ્રીતિના ઘરે બેસવા ગઈ હતી. લગભગ ૧૧:૩૦ જેવું થયું હશે. પ્રીતિનો ચહેરો જોઈને એના મામી તરત બોલ્યા,
"આજ મોઢું ઉતરી ગયું છે, તારે હોસ્પિટલ ક્યારે જવાનું છે? એવું લાગે તો ડોકટરને દેખાડી આવવું."

"હા, મામી. આજ થોડું વધારે પેટમાં દુખે છે. હું ને મમ્મી ડોક્ટર પાસે જ જઈએ છીએ."

"સારું.. શેમાં જશો? આવું સાથે?"

"ના ના ભાભી હું એવું લાગશે તો બોલાવીશ." કુંદનબેને એમને કહ્યું.

"બેસ્ટ લક પ્રીતિ... જલ્દી કોઈક ન્યુઝ આપજે. હું રાહ જોઇશ." રાજી થતા સ્નેહા બોલી હતી.

પ્રીતિ અને કુંદનબેન હોસ્પિટલ ગયા અને સ્નેહા તથા એના મમ્મી ઘરે પાછા ફર્યા હતા. પરેશભાઈએ હોસ્પિટલથી પ્રીતિને લેબર પેઈન છે એવા સમાચાર આપ્યા એટલે અજયને એ સમાચારની જાણ પરેશભાઈએ કરી દીધી હતી.

સ્નેહા પ્રીતિમાટે ફોનથી વાત કરી લેતી હતી. આખો પરિવાર રાહ જોઈ રહ્યો હતો કે ક્યારે ખુશી સમાચાર આવે!

પ્રીતિને નોર્મલ ડીલેવરી થાય એ શક્ય નહોતું. ડોક્ટરએ ઓપરેશન કરવું પડશે એવી જાણ પરેશભાઈને કરી હતી. પરેશભાઈએ ઓપરેશનના ડોકયુમેન્ટમાં સહી કરી લીધી હતી. પ્રીતિને ઓપરેશન થીયેટરમાં લઈ જતા હતા ત્યાં જ અજય આવી ગયો હતો. અજયને ઓપરેશન થિયેટરમાં રૂમમાં ડોક્ટર હોવાના લીધે આવવા દેવાના હતા. પ્રીતિએ ઓપરેશન થિયેટરમાં અજયને જોયો અને ફક્ત એટલું જ બોલી, "આવી ગયા તમે?" અને અજયે ટૂંકમાં જ "હા" નો જવાબ હસતા ચહેરે આપ્યો હતો.

પ્રીતિએ એક ખુબ સુંદર દીકરીને જન્મ આપ્યો હતો. પરેશભાઈએ બધાને આ ખુશી સમાચાર મેસેજથી આપી દીધા હતા. અજય અઠવાડિયાની રજા લઈને આવ્યો હતો. એનું વર્તન એકદમ બરાબર જ હતું. એક નોર્મલ વ્યક્તિ જેમ જ એ વર્તી રહ્યો હતો. પ્રીતિને ખુબ જ સારી રીતે બોલાવતો અને એનું હોસ્પિટલમાં પણ ધ્યાન રાખતો હતો. પ્રીતિએ કે કોઈએ જૂની વાત ઉચ્ચારી જ નહીં કે, આ લક્ષ્મીના પગલે બધું ઠીક થઈ જતું હોય તો જૂનું યાદ કરીને શુ કામ ખોટી સબંધમાં ખટાશ ફરી લાવવી. પ્રીતિને થવા લાગ્યું કે, એનું જીવન હવે સારું થઈ રહ્યું છે. રાત્રે હોસ્પિટલ અજય રોકાતો અને દિવસે કુંદનબેન ધ્યાન રાખતા હતા. પ્રીતિનું અને બધાનું જમવાનું સ્નેહા અને મામી બનાવીને હોસ્પિટલ બે દિવસ લાવ્યા હતા. પ્રીતિને હજુ ભીંડા ખાવાના નહોતા ટિફિનમાં કુંદનબેન ભીંડાનું શાક ખાતા એટલા વખાણ કરતા હતા કે, પ્રીતિનું મન એ ખાવા માટે લલચાઈ રહ્યું હતું. સ્નેહાએ બધી રસોઈ બનાવી હતી. આથી પ્રીતિ બોલી, જો મારે નહોતું ખાવાનું એટલે જ તે એ બનાવ્યું, હું એ શાક ન ખાઈ શકી. બધા હસવા લાગ્યા હતા.

પરેશભાઈને હસમુખભાઈનો વધામણાં નો ફોન આવી ગયો હતો. ત્યારેજ સીમાબહેને અને કુંદનબેને એકબીજાને વધામણાં આપી દીધા. સમાચાર સાંભળીને હસમુખભાઈ કે સીમાબહેનને સામેથી પોતાની પૌત્રીને જોવાનું મન હોય જ અને એવો તો હરખ દરેક દાદાદાદીને હોય જ કે એ ખબર મળે કે તરત રમાડવા આવે. પણ અહીં એ લોકો હજુ આવ્યા નહીં. એ લોકોને એમ કે રમાડવા આવવાનું આમંત્રણ આપે પછી જઈએ.. અને પરેશભાઈ અને કુંદનબેનને એમ કે સમાચાર મળે એટલે એમની અનુકૂળતાએ આવશે, રમાડવા આવવાનું આમંત્રણ થોડી આપવાનું હોય! એમ સમજી અહીં આ લોકો આજ આવે કે કાલ એમ રાહ જોતા રહ્યા. પ્રીતિને ત્રીજા દિવસે હોસ્પિટલમાંથી રજા મળી ગઈ હતી.

પરેશભાઈએ છઠ્ઠીના આવવા માટે નું પૂછ્યું હતું તો એ એમણે ફોન પર જણાવી દીધું કે, હમણા નહી મેળ પડે, પછી આવશું. એમણે શુકનનાં એક કપડામાં દીકરીના પગલાં અને હાથના પંજા લઇ લેવાનુ કીધુ હતું. ત્યાં જે રીતથી કરે એ રીતથી છઠ્ઠી કરવામાં આવી હતી. છઠ્ઠીનું નામકરણ માટે ભાવિનીએ સીધું જ નામ અવની રાખવાનું કહી દીધું હતું. એને એમ પણ ન થયું કે ભાભીને એ નામ ગમે છે કે નહીં? ફઈ બની હક જોઈએ છે પણ જોવા આવવાનું કે ભાભીને ઓપરેશન છે તો એને મદદ કરવાનું કે એમની તબીયતમાટે પૂછવાની ફરજ યાદ નહોતી આવતી.

પ્રીતિને ભાવિનીને જે નામ પાડવું હતું એ નહોતું જ ગમતું. પ્રીતિને આરાધ્યા નામ પસંદ હતું. સ્નેહાએ ફઈ બની છઠ્ઠી લોટાડવાનો હક અને બાળકીનું નામ પાડવાનો લ્હાવો લીધો હતો. સીમાબહેને જેમ કીધું હતું એમ બધી જ વિધિ કરી હતી. અજયને અઠવાડિયાની રજા પુરી થવા આવી એટલે એ વેકેશનમાં ફરી વધુ સમય મળશે ત્યારે રોકવા આવીશ એવું કહીને ફરી ભાવનગર ગયો હતો.

આરાધ્યા આ છ દિવસ જ એના પપ્પા સાથે રહી હતી. બસ, પછી પ્રીતિ અને આરાધ્યા એમના આવવાની રાહ જ જોતા રહ્યા હતા. સીમાબહેન ન પૌત્રીને રમાડવા આવ્યા કે ન પ્રીતિ માટે લાડવા લઈને આવ્યા હતા. પરેશભાઈ અને કુંદનબેનને જે છઠ્ઠી ઉપર એમણે કર્યું એ નહોતું જ ગમ્યું. છતાં કુંદનબેને કહ્યું કે એમને ફોન કરીએ ક્યારે આવે છે એ ખ્યાલ આવે. પરેશભાઈ આજ ઉગ્ર થઈને બોલ્યા કે, એક ના એક દીકરાનું પહેલું સંતાન છતાં એમને હરખ નહીં. પ્રીતિને અહીં ખાધેપીધે કોઈ જ તકલીફ નથી, આપણે એમને લાડવા લાવવાનું કહીએ તો એ આવે એવું હોય તો નથી એ લાડવા ની પ્રીતિને જરૂર.. એક તો મારી દીકરી ગર્ભવતી હતી ત્યારે પણ એને હેરાન કરી હતી. બસ, હવે આવવું હોય તો એમના હરખથી આવે..

શું હસમુખભાઈ એમના પરિવાર સાથે પોતાની પૌત્રીને જોવા આવશે?
પ્રીતિ આ પરિસ્થિતિમાં કેવી મનોદશામાંથી પસાર થશે? જાણવા જોડાયેલ રહો 'ઋણાનુબંધ' સાથે.

મિત્રો તમારો સાથ અને પ્રતિભાવથી મળતો પ્રતિસાદ લેખન લખવા મને ખુબ પ્રોત્સાહિત કરે છે. સાથ આપતા રહેશો અને પ્રતિભાવ પણ અવશ્ય આપજો. જય શ્રી રાધેકૃષ્ણ🙏🏻