Project Pralay - 1 in Gujarati Fiction Stories by Roma Rawat books and stories PDF | પ્રોજેક્ટ પ્રલય - 1

Featured Books
  • એઠો ગોળ

    એઠો ગોળ धेनुं धीराः सूनृतां वाचमाहुः, यथा धेनु सहस्त्रेषु वत...

  • પહેલી નજર નો પ્રેમ!!

    સવાર નો સમય! જે.કે. માર્ટસવાર નો સમય હોવા થી માર્ટ માં ગણતરી...

  • એક મર્ડર

    'ઓગણીસ તારીખે તારી અને આકાશની વચ્ચે રાણકી વાવમાં ઝઘડો થય...

  • વિશ્વનાં ખતરનાક આદમખોર

     આમ તો વિશ્વમાં સૌથી ખતરનાક પ્રાણી જો કોઇ હોય તો તે માનવી જ...

  • રડવું

             *“રડવુ પડે તો એક ઈશ્વર પાસે રડજો...             ”*જ...

Categories
Share

પ્રોજેક્ટ પ્રલય - 1

લેખક: જ્હોન લોકવુડ

રજૂઆત: રોમા રાવત

 

પ્રકરણ ૧

૩જી જુલાઈ, ૧૮૭૬ એન્ટેબી,

યુગાન્ડા

એ ગોળીબાર લાંબો ચાલ્યો હતો. કેટલાય લોકોના શરીર વીંધીને ગોળીઓ નીકળી ગઈ હતી. જોનારાના કાળજાં થડકી ઉઠે એમ હતા કેમકે ઘડીભરમાં તો લાશોના ખડકલા થઈ ગયા હતા. બંને તરફના માણસો પોત પોતાના ધ્યેય ને જ પોતાનું જીવન સમજતા હતા એટલે એક પણ તરફ કોઈને એ ધ્યેય માટે મારવાનો અફસોસ નહોતો.

અચાનક ગાળીબાર બંધ થઈ ગયો. ફાયરીંગની લાલ જવાવળાઓ શમી ગયા પછી રાત્રિ ફરી અંધકારના ઓથારમાં સરકી. અંધકાર ફરી પોતાનું સામ્રાજ્ય જમાવવા ધસી આવ્યો. ઈઝરાયલી રૂમાંડો દળના નેતાએ વોકી-ટોકીમાં કહ્યું. ‘ ઘુસણખોરો ખત્મ કરી નાખવામાં આવ્યા છે.’

ઈઝરાયલી પેરાટ્રુપરૌએ જુના એન્ટેબી ટરર્મીનલથી હરકયુલીસ ટ્રાન્સપોર્ટ વિમાન સુધી એવડી કતાર રચી. તોતીંગ વિમાનનું પાછલું બારણું ઉઘડયું. બાનમાં એલેક-૧ પકડેલા લેાકાને પાંચ મરેલા પડેલા પેલેસ્ટનીયન ગેરીલાઓ પાસેથી પતાવીને ઝડપથી વિયત માં ચડાવવાનાં આવ્યા.

ટરમીનલમાં બીજા માળે બે યુવાન ઈઝરાયલી પેરા- ટ્રપરોએ વીસ જેટલા યુગાન્ડન સૌનિકાને બંદૂકની અણીએ પકડી રાખ્યા હતા. તેમણે તારથી યુગાન્ડનેાના હાથ પગ બાંધ્યા અને આંખે ટુવાલ બાંધ્યા. તેમણે આફ્રિકન બંદૂકો બારી બહાર ફેંકી દીધી, હીબ્રુ અવાજો પ્રસારિત કરંતુ ટેપરેકોર્ડર કાઢયું. અને બહાર નીકળ્યા.

ગોળીબારથી રાત્રિની શાંતિમાં ભંગ થયો ત્યારે હાસમ રો અલ-વાસી જુના ટરમીનલના પડખે આવેલી નવી પેસેન્જર લાંજમાં આવેલા એક બારણા પાછળ એકલો. ઉંઘતો હતો ગોળીબાર સાંભળતાં તેને લાગ્યું હતું કે ઇદી અમીન પાગલ થઈ ગયો હતો. પરંતુ પછી લાઉડસ્પીકરમાંથી અવાજ સંભળાયો હતો ‘હું ઝહલ બોલું છું ' અમે તમને વતન લઈ જવા આવ્યા છીએ! બારણું ખોલી તેણે ડોકીયું કર્યું તો પોતાના સાથીઓની લાશો પડેલી જોઈ. તે જાણતો હતો તે કંઈ ડરી શકે તેમ નહોતો.

ગોળીબાર બંધ થયો. અલ-વાસી ઈઝરાયલી કમાંડોને બાનમાં પકડાયેલા લોકોને વિમાનમાં ચડાવતો જોઈ રહયો હજી પણ દોડી જઈને મશીનગન ચલાવી તે થોડાક યહૂદીઓને મારી શકતો હતો પણ તેનો શો અર્થ? આ હાર સ્વીકારીને તેમને ઝબ્બે કરવાનો તેણે સંપુણ પ્લાન ઘડવાનું નક્કી કર્યું.

હરકયુલીસ વિમાનને રાત્રિના અંધકારમાં ગાયબ થઈ જતું જોયા પછી હાસમ-અલ-વાસી બારણા પાછળથી બહાર નીકળ્યો અને નવા બીલ્ડીંગ પાછળ દોડતો રાત્રિમાં અદૃશ્ય થઈ ગયો.

કેન્યામાં બળતણ લીધા પછી હરકયુલીસ વિમાન ફરી આકાશમાં અદ્ગર ચડયું ત્યારે કનૅલ અવરામ તલ આગલા બલ્ડહેડ પાસે ફરશ ઉપર આડો પડયો હતો. તે એના શ્રેષ્ઠ સાથી કમાંડો જોનાધન નેતાનીયુ વિશે વિચારી રહયેા હતો જેની લાશ પાછળના વિમાનમાં પડી હતી. તેનું મૃત્યુ એ વાતની સ્મૃતિ હતી કે મીશન હેમખેમ પાર પડયું નહોતું.

'પ્રવચન તૈયાર કરે છે?'

તલે આંખો ખાલી તો તેના ઈઝરાયલી સરક્ષક દળ ઉર્ફે 'એલેફ’ના એક પરિચિત ખાખી ગણવેશધારી સાથી કમાંડોને હસતો જોયો.

'કયું પ્રવચન?' તલે પુછ્યું.

'એન ગુરીયન એરપોર્ટ ઉપર ભેગી થયેલી જનમેદની માટેનું.'

તલ બેઠો થયો. ' તેઓ જાણે છે?'

‘આખી દુનિયા જાણે છે.'

'ઘણું જલદી કહેવાય.'

'હમણાં જ જેફલેમ સાથે રેડીયેા પર વાત થઈ.

વડાપ્રધાન અને કેબીનેટના સભ્યો એરપોર્ટ પર છે. પ્રવચનો થશે. અખબારોને સંબોધા છે. આ રેડનેા સુત્રધાર તું હોઈ પ્રવચન માટે તને પસંદ કરાયો છે.'

'હૂં નહિ બોલું.' તલે કહ્યું. ‘બીજાઓને કીર્તિ લેવા દો.’

'અવરામ, નહિ ચાલે. ખુદ સંરક્ષણ પ્રધાને તને પ્રવચન કરવા હુકમ કર્યો છે.'

'તેા હુકમ બદલી નાખે.’ તલે આંખો બંધ કરી અને ઉઘવા માંડ્યો.

બારીમાંથી આવતા તડકાથી તલ જાગ્યા, સીનાઈનું વિશાળ રણ તેની નજરે પડ્યું. તેણે પાયલેાટને તેને મધ્ય-સીનાઈમાં ઉતારવાનું કહ્યું. મધ્ય-સીનાઈ એલેફના છુપા મથક માટેનો સંકેત હતેા.

‘પણ મધ્ય-સીનાઈ આપણી ઉડ્ડયન-પથ ઉપર નથી.’

'તો તેને ઉડ્ડયન પથ ઉપર મૂક.'

પાયલોટ તલના સ્વભાવથી પરિચિત હતો. તેણે ફરમાન માથે ચડાવ્યું.

૨૧ મીનીટ બાદ તેણે છુપા થાણાની હવાઈ પટ્ટી પર વિમાન નીચે ઉતાર્યું. તેર ફુટ ઉંચેથી તલે બારણામાંથી નીચે જમીન ઉપર કુદકો માર્યો.તરત જ પાયલોટે વિમાન ફરી અધ્ધર ચડાવ્યું.

અડધા કિલેામીટર દૂર, આકાશમાંથી દેખાય નહિ એ રીતે ઈઝરાયલે વર્ષો પહેલાં સીનાઈની એક ટેકરીમાં બોગદું પાડ્યું હતું જે હાલ એલેફના આયેાજન અને કામગીરીના થાણા તરીકે કામ આપતું હતું. તે એન્ટેબી ઓપરેશન ભૂલી ગયો અને હવે પછીના એલેફ સોલ્યુશનનું મનમાં આયેાજન ઘડતો થાણા તરફ ચાલ્યો.

*

૧૦મી ઓગસ્ટ મધ્ય સીનાઈ

મધ્ય સીનાઈમાં આવતી ભરપુર બાતમીમાં અસામાન્ય એવી પ્રવૃત્તિના એંધાણ ઈઝરાયલીઓને સાંપડયા હતા. ઈઝરાયલી જાસૂસો જેમની ઉપર ખાસ નજર રાખી રહ્યા હતા. તેવા આરબ કમાંડો ભૂગર્ભ માં જતા રહ્યા હતા. કેટલાક તો એક વર્ષથી અદૃશ્ય હતા. એ જ રીતે ખુંખાર અને ખર્રાટ એવા સાળ યુરોપીયન ત્રાસવાદીઓ પણ ઇઝરાયલી જાસૂસોની નજર ચૂકાવી ભૂગર્ભમાં ચાલ્યા ગયા હતા. હેવાલો મળતા હતા કે કોઇ મોટી પાયાની યેાજના ઘડાઈ રહી હતી. કેટલાક બાતમીદારોનું કહેવું હતું કે બેસલથી મબલખ રકમો ખસેડાઈ હતી તો વળી કેટલાક કહેતા હતા કે આરબ રાજવીઓએ ઓપેકની સ્પર્ધા માટે સંયુક્ત સામાનાની સંમતિ આપી હતી.

એલેફના વડામથકે આ બાતમીઓનું પૃથક્કરણ થતું હતું જેનું કામ આવી માહિતી છાંટીને ઈઝરાયલ વતી આરબ યોજનાઓએ જમીનદોસ્ત કરવાનું હતું. મદય-સીનાઈમાં અવરામ તલ તેના ઉચ્ચ સાથીઓને મળયો જેમણે કેટલીય ઝપાઝપીઓ અને યુદ્ધ જોઇ નાખ્યા હતા. ' સજ્જનો,' તલે કહ્યું, 'જેફસલેમના આદેશથી અમુક બનાવો તમારી સમક્ષ રજુ કરવા માગું છું. આનો મતલબ એ કે આપણે માહિતી પૂરી પાડવામાં નિષ્ફળ ગયા છીએ કારણકે રાજકારણીઓ તે આપણાથી પહેલાં જાણી ગયા છીએ.કંઈક વિચિત્ર બની રહ્યું છે.

‘એન્ટેલીમાં આપણા વિજ્યના ચાર મહિના પછી પેલેસ્ટાઇન મુક્તિ સંસ્થાનો મુખ્ય ગેરીલા યુહ -ધડવૈયો મહંમદ રાજી એકાએક અદૃશ્ય થઈ ગયો છે.

આપણે તેને તેા શું, તેના બાતમીખોરોને પણ શોધી શકયા નથી. એ જ રીતે બીજા ૧૨ પણ ગાયબ છે. ખદીજા, અલ મુકદ્દીશી, ફોડ, ઈદીસી, હમીદ, બેઢર, શીશકલી અબુદ; યુરોપીયનોમાં સ્લશમેન, દુરુતી, ૬ બોસીલેટ અને જાપાનીઝ ખૂની યાસુસુદા અને તાજેતરમાં હજી બીજા કેટલાક પણ ભુગર્ભમાં જતા રહ્યા છે. એનું કારણ હોય. અને તેનું પરિણામ ઘણી ભયંકર મુશ્કેલી સર્જી શકે.’ એક જણ બોલ્યો, 'તેમના આ ગાયબ થવાને હાસમ -અલ-વાસીના ગાયબ થવા સાથે તો સંબંધ નહિ હોય ને?

‘કદાચ હોઈ શકે.’ તલે કહ્યું. ‘કોઈ જોડાણ પણ હોઈ શકે. પણ શું? અને તેમનો ઇરાદો શો છે?’

'અવરામ, દેખીતી રીતે તેઓ મોટા પાયા પરનો હુમલો કરવા માગતા હશે. કદાચ ઘણા બધા સ્થળે.'

'શકય છે, ' તલે કહ્યું. ‘શા માટે ગેરીલાઓ રાતો રાત ભૂગર્ભમાં જતા રહે ? તેઓ કંઈ બેંકક લૂંટવા, એકાકી રેડ પાડવા કે વિમાનનું અપહરણ કરવા ભેગા ન થાય. કોઈ મોટો પ્લાન લાગે છે. પાકોવ, તું એમના આ ગાયબ થવા ઉપર બરાબર ધ્યાન આપ. તેઓ ક્યાં સંતાયા છે? બાતમીદારોને દબાવ અને જાણી લે. ડેનીપલ, તું તારા માણસો દ્વારા હાસમ-અલ-વાસી વિશે પુરી માહિતી લાવ. છેલ્લે તે કયાં દેખાયો હતો અને કયારે? તે ક્યાં સંતાયો છે? તેને પૈસા કયાંથી મળી રહ્યા છે? હુમલા અંગેની કોઇ કડીઓ છોડી છે? ઈશાક, તું મટીરીયલ ભેગું કર કોણ શું ખરીદી રહ્યું છે? ક્યાથી શું આવે છે અને ક્યાં જાય છે?

બીજા એકે કહ્યું, ‘ગાયબ થતાં પહેલાં, અલ -વાસી ન્યુયોર્ક માં યુનોની મહાસભાને સંબોધવા ચળવળ ચલાવતો હતો. આરબોના દબાણથી કદાચ તેને પરવાનગી પણ મળે. અલ-વાસી ન્યુયોર્કમાં હોય ત્યારે તો આ લાકો કંઈ તુત ઉભું નહિ કરે?'

'કદાચ પણ તેઓ ઈઝરાયલ સામે પતાવા માટે વિશ્વને મનાવી શકે છે કેમ ત્યાં સુધી તો રાહ જોશે જ. ન સફળ થાય તો જ હુમલો કરશે. અને તેવું બને એ પહેલાં આપણે તૈયાર થવું પડે.'

 

*****