Aushadho ane Rogo - 3 in Gujarati Health by Namrata Patel books and stories PDF | ઔષધો અને રોગો - 3

Featured Books
  • నిరుపమ - 10

    నిరుపమ (కొన్నిరహస్యాలు ఎప్పటికీ రహస్యాలుగానే ఉండిపోతే మంచిది...

  • మనసిచ్చి చూడు - 9

                         మనసిచ్చి చూడు - 09 సమీరా ఉలిక్కిపడి చూస...

  • అరె ఏమైందీ? - 23

    అరె ఏమైందీ? హాట్ హాట్ రొమాంటిక్ థ్రిల్లర్ కొట్ర శివ రామ కృష్...

  • నిరుపమ - 9

    నిరుపమ (కొన్నిరహస్యాలు ఎప్పటికీ రహస్యాలుగానే ఉండిపోతే మంచిది...

  • మనసిచ్చి చూడు - 8

                     మనసిచ్చి చూడు - 08మీరు టెన్షన్ పడాల్సిన అవస...

Categories
Share

ઔષધો અને રોગો - 3

અજમોદ:
એને બોડી અજમો પણ કહે છે, કેમ કે એ અજમાની એક જાત છે. એનો છોડ વર્ષાયુ છે. ભારતમાં ઘણે ઠેકાણે થાય છે. બંગાળમાં તે ખુબ થાય છે. તેના છોડની ઊંચાઇ એક થી બે ફુટ જેટલી હોય છે. એને સફેદ રંગના બારીક ફુલો આવે છે. બોડી અજમો આહાર પર રુચિ ઉપજાવે છે. ભુખ લગાડે છે. તીખો, રૂક્ષ, ગરમ- વીદાહક, વાજીકર, બળકર, પચવામાં હલકો, આહાર પચાવનાર, આફરો, ગેસ-વાયુ, કફ, અરુચી, ઉદરરોગ, કૃમી, ઉલટી અને શુક્રદોષનાશક છે.

(૧) ઉદરશૂળ પર, ગેસ, ગોળો અને આફરા પર અડધી ચમચી અજમોદનુ ચૂર્ણ સાધારણ ગરમ પાણીમાં નાખી પીવાં.

(૨) ભખુ ન લાગતી હોય તો અડધી ચમચી અજમોદનું ચૂર્ણ સોપારી જટેલા ગોળ સાથે પાંચથી સાત દીવસ ખાવાથી પેટના કૃમીઓનો નાશ થાય છે.

અજમોદાદી ચૂર્ણ:
અજમોદ અજમાને મળતું ઔષધ છે. એ દીપન, પાચન, વાતકફનાશક, શૂળનું શમન કરનાર, કૃમીઘ્ન, વાયનું અનુલોમન કરનાર, મુત્ર સાફ લાવનાર, ગર્ભાશય ઉત્તેજક, વાજીકર, ઉદરશૂળ, વાયુ, આફરો, અગ્નીમાંદ્ય, કષ્ટાતર્વ વગેરે વાતકફથી થતા રોગોમાં ખબુ જ ઉપયોગી છે, કેમ કે એમાં નાંખવામાં આવેલ બીજા ઔષધો અજમોદના ગુણોમાં વૃદ્ધિ કરે છે અને આમપાચક છે.

અજમોદાદી ચૂર્ણનો પ્રથમ પાઠ : અજમોદ, વાવડીંગ, સીંધવ, ચીત્રકમૂળ, પીપરીમૂળ, દેવદાર, લીંડીપીપર, વરીયાળી અને કાળાં મરી દરકે ૧૦-૧૦ ગ્રામ, હરડે ૫૦ ગ્રામ અને વરધારો ૧૦૦ ગ્રામને ભેગાં ખાંડી બનાવેલા ચૂર્ણને અજમોદાદી ચૂર્ણ કહે છે.

એનો બીજો પાઠ : અજમોદ, કાળાં મરી, પીપર, વાવડીંગ, દેવદાર, ચીત્રક, સુવાદાણા, સીંધવ, પીપરીમૂળ દરકે એક ભાગ, સુંઠ ૧૦ ભાગ, વરધારો ૧૦ ભાગ અને હરડે પાંચ ભાગના બારીક ચૂર્ણને અજમોદાદી ચૂર્ણ કહે છે.

અજમોદાદી ચૂર્ણ ત્રીજો પાઠ : અજમોદ, મોચરસ, સુંઠ અને ધાવડીના ફુલ દરેક સો સો ગ્રામ મીશ્ર કરી ખુબ ખાંડી બારીક ચૂર્ણ તે અજમોદાદી ચૂર્ણ.

(૧) અડધીથી એક ચમચી આ ચૂર્ણ સહેજ ગરમ પાણી સાથે લેવાથી સોજા, આમવાત, સંધિવા, સાયટીકા-રાંઝણ, નીતંબ, કમર, સાથળ, પડખા, પીઠ, ઢીંચણ, પીંડી, પગના તળિયામાં થતો દુુખાવો મટે છે. કાંપવામાં પણ ખુબ જ ફાયદો થાય છે. સર્વ પ્રકારના વાયુનાં દર્દોનુ આ ઉત્તમ ઔષધ છે.

(૨) અડધી ચમચી જેટલું આ ચૂર્ણ જો ગાયના દૂધથી બનાવેલ તાજી મોળી છાશમાં નાખી દિવસમાં ત્રણ વખત પીવામાં આવે તો પાતળા ઝાડા, સંગ્રહણી, આમયુક્ત ચીકણા ઝાડા અને જુનો મરડો મટે છે. આંતરડા નબળાં હોય અને આહારનું પાચન થયા વગર જ પાતળા ઝાડા થઈ જતા હોય તો આ ચૂર્ણથી આરામ થાય છે. આ ચૂર્ણ સારી ફાર્મસીનું લાવીને પણ વાપરી શકાય.

અડદ:
અડદ પરમ પૌષ્ટીક છે. એમાં ઉત્તમ પ્રકારનું પ્રોટીન છે, જે શરીરના સ્નાયુઓ ને સુદૃઢ કરે છે. અડદ પચવામાં ભારે, મળમૂત્રને સાફ લાવનાર, સ્નીગ્ધ-ચીકણા, પચ્યા પછી મધુર, આહાર પર રુચિ ઉત્પન્ન કરાવનાર, વાયુનાશક, બળપ્રદ, શુક્રવર્ધક, વાજીકર એટલે મૈથુન શક્તિ વધારનાર, ધાવણ વધારનાર, શરીરને હૃષ્ટપષ્ટુ કરનાર, તથા હરસ, અદીત-મોઢાનો લકવા, શ્વાસ, પાર્શ્વશૂળ અને વાયુનો નાશ કરનાર છે. અડદનો ઉપયોગ કરવાથી સેક્સ પાવર વધે છે. આથી જ આપણે ત્યાં શિયાળામાં અડદીયો પાક ખવાય છે. અડદ બળ આપનાર અને વાયુનાશક છે. આયુર્વેદમાં અડદને શુક્રલ કહ્યા છે. અડદથી શુક્રની-વીર્યની વૃદ્ધિ થાય છે. અડદ પુરુષાતનને ઝડપથી વધારે છે. વીર્યનું મુખ્ય ઘટક પ્રોટીન છે. બધાં જ કઠોળમાં પ્રોટીન હોય છે, પરંતુ અડદમાં ઉત્કૃષ્ટ પ્રોટીન હોય છે. આથી જ અડદના સેવનથી સારી શુક્રવૃદ્ધી થાય છે. અડદ વાતનાશક અને બલ્ય હોવાથી પણ કામશક્તી-મૈથુનશક્તી વધારે છે. જેમને વીર્યમાં શુક્રાણુની ખામીને લીધે જ બાળકો ન થતાં હોય તેમણે અડદ અને અડદીયા પાકનો ઉપયોગ કરવો જોઈએ. જેમને સેક્સની સમસ્યા હોય, ઉત્તેજના ઓછી હોય તેમના માટે તો અડદ ઉત્તમ ઔષધની ગરજ સારે છે. આવી તકલીફવાળાએ તો લાંબા સમય સુધી લસણવાળી અડદની દાળ, તલના તેલમાં બનાવેલ અડદનાં વડાં અને અડદીયો પાક નીયમીત ખાવાં જોઈએ.