Prem ke Aakarshan - 5 in Gujarati Love Stories by Dhaval Joshi books and stories PDF | પ્રેમ કે આકર્ષણ - ભાગ 5

Featured Books
  • तुझी माझी रेशीमगाठ..... भाग 2

    रुद्र अणि श्रेयाचच लग्न झालं होत.... लग्नाला आलेल्या सर्व पा...

  • नियती - भाग 34

    भाग 34बाबाराव....."हे आईचं मंगळसूत्र आहे... तिची फार पूर्वीप...

  • एक अनोखी भेट

     नात्यात भेट होण गरजेच आहे हे मला त्या वेळी समजल.भेटुन बोलता...

  • बांडगूळ

    बांडगूळ                गडमठ पंचक्रोशी शिक्षण प्रसारण मंडळाची...

  • जर ती असती - 2

    स्वरा समारला खूप संजवण्याचं प्रयत्न करत होती, पण समर ला काही...

Categories
Share

પ્રેમ કે આકર્ષણ - ભાગ 5

(પાછળ ભાગ માં જોયું કે ધ્રુવલ અને રોઝ બંને વાત કરી રહ્યા હતા....)

ધ્રુવલ : તું જ વિચાર હું શું કરીશ ? તારી સાથે વાત કર્યા વગર હું રહી પણ નહિ શકું. મારો દિવસ જ નહિ જાય.
રોઝ : શીખવું પડશે તારે મારા વગર રહેતા.
ધ્રુવલ : તું શીખી લઈશ ?
રોઝ : મારે પણ શીખવું પડશે.
ધ્રુવલ : મને તો તારી સાથે કાલ થી વાત નથી કરવાની એ વિચાર માત્ર થી જ શરીર ના અંગ ઢીલા પાડી રહ્યા છે. તો તારા વગર ની આદત હું કેમનો પાડીશ ?
રોઝ : મારે તને એક વાત પુછવી છે.
ધ્રુવલ : ટોપિક ચેન્જ એમ ને ? બોલો શું વાત કરવી છે ?
રોઝ : તું ભણવા માં એટલો હોશિયાર છે. તો પછી તે ડિપ્લોમાં પછી ડિગ્રી કેમ ના કરી ?
ધ્રુવલ : એ હું તને નહિ કહી શકું.
રોઝ : ના મારે આ વાત જાણવી છે. તને મારા સમ છે.
ધ્રુવલ : અરે મેહરબાની કર આ સમ આપી ને તું હવે મને તો બાંધીશ જ નહિ.
રોઝ : ના....તારે મને કેવું જ પડશે કેમ કે મારા ભાઈ એ પણ મને આ જ સવાલ કર્યો હતો. પણ મારી જોડે જવાબ ન હતો.
ધ્રુવલ : તારે સાંભળવું જ છે ને...તો સાંભળ...થોડી લાંબી છે કંટાળી ના જતી.
રોઝ : હા વાંધો નહિ આજ ની આ રાત તારી વાત સાંભળવા જ બેઠી છું.
ધ્રુવલ : હું મારા મમ્મી પપ્પા ને મારો નાનો ભાઈ...જે સમય એ હું નાનો હતો ત્યારે પપ્પા રીક્ષા ચલાવતા હતા. ભાડા ના ઘર માં રહેતા હતા. ધીમે ધીમે મમ્મી પપ્પા એ જીવન જરૂરિયાત વસ્તુ વસાવી. મારા ભાઈ ને અંગ્રેજી માધ્યમ માં મુક્યો હતો. અને હું પોતે ગુજરાતી માધ્યમ માં હતો...કેમ કે નાનપણ થી હું ઘર ની પરિસ્થિતિ સમજી શકતો હતો. આજ સુધી મેં ક્યારે કોઈ પણ વસ્તુ મેળવવા માટે મારા મમ્મી પપ્પા સામે જીદ નથી કરી. મારા નાના ભાઈ નું ઊંધું હતું નાનો હતો એટલે સમજી ન હતો શકતો કે આ બધું કેમનું વસાવેલું છે. અને ઘર માં વસ્તુ કેવી રીતે આવે છે નાની ઉમર માં એ વાત હું બરોબર સમજી ગયો હતો..જયારે મેં એ પરિસ્થિતિ જોયેલી છે. નાનપણ થી દાદા દાદી અને નાના નાની ના ખોળા માં મોટો થયેલો જે થી સારા ખોટા નું જ્ઞાન મને હતું. જ્યારે હું મોટો થયો ત્યારે કોલેજ માં પણ બસ ના ભાડા જેટલા પૈસા જ હું લઇ જતો અને જમવા માટે ટિફિન લઇ ને જ જતો હતો. મને ખબર છે કે મારા પપ્પા ને મારા સાથ ની જરૂર હતી કેમ કે એ છેલ્લા ૨૦ વરસ થી એકલા મેહનત કરી ને ખરાબ સ્થિતિ થી સારી સ્થિતિ માં પહોંચ્યા હતા. આજ સુધી મેં મારી કોઈ પણ વસ્તુ માટે ક્યારે પણ સામે થી ઘરે માંગણી નથી કરી. મારી જોડે હાલ પણ બાઈક નથી હાલ પણ હું ઓફિસ બસ માં આવું છું. એટલે મને ડિગ્રી કરવાની ઈચ્છા હતી પણ ૯ લાખ રૂપિયા ખર્ચ હતો જેના માટે હું મારા ઘર લોકો જોડે માંગતો તો એ ઉછી ના લઇ ને આપી પણ શકતા હતા. પણ મારુ મન માન્યું નહિ મેં ત્યારે એવું વિચાર્યું હતું કે ડિગ્રી કરી ને ૩ વરસ બગાડું એના કરતા જોબ કરી ને ૩ વરસ માટે મારા પપ્પા અને મારા ઘર ને મદદરૂપ થાઉં અને અનુભવ તો મળવાનો જ છે...હાલ મારો પગાર ૫૫૦૦/- રૂપિયા છે પણ મને વિશ્વાસ છે કે મારા કામ ને જોઈ ને મને આગળ જતા એનું યોગ્ય વળતર જરૂર મળશે. બસ મારુ આજ કારણ છે કે મેં ડિપ્લોમા પછી ડિગ્રી નથી કરી.

રોઝ : હમ્મ...તો આ કારણ છે. પણ તો આ વાત તો તું મારી જોડે કરી જ શકે ને ના કેમ પાડતો હતો ? 
ધ્રુવલ : મને એમ હતું કે તું કેવું વિચારીશ આમ તેમ...!
રોઝ : એવો સવાલ તને પેહલા કોઈ એ ના કર્યો ?
ધ્રુવલ : હા કર્યો હતો...
રોઝ : કોને ?
ધ્રુવલ : મારા કોલેજ ના પ્રોફેસર એ....પણ પછી મેં એમને પણ આ જ કીધું. એના પછી તું બીજી છે જેને મને આ પૂછ્યું.
રોઝ : પણ ડિગ્રી કરી હોત ૩ વરસ પછી તારો પગાર અને પોઝિશન તો સારી હોત. તો આજે મારા ભાઈ ને પણ કઈ પ્રોબ્લેમ ના હોત તારા થી.
ધ્રુવલ : બસ આજ કાલ આજ ચાલે છે...ડિગ્રી નહિ હોય તો સારી નોકરી અને કોઈ બાપ એની છોકરી નહિ આપે.
રોઝ : એ જ તો થયું તારી જોડે.
ધ્રુવલ : હા ! પણ મને એનું જરા પણ દુઃખ નથી હા દુઃખ મને આજે એ થયું કે ડિગ્રી નથી એટલે આપણે હવે અલગ થઈશુ.
રોઝ : એ જ તો. તું અત્યારે ફરી ડિગ્રી તો ચાલુ કરી જ શકે ને તો બધા માની જશે કોઈ ને કોઈ પ્રોબ્લેમ નહિ થાય. ખાલી મારે તારી ૩ વરસ રાહ જોવી પડશે એ જ ને. હું જોઈ લઈશ.અને પૈસા ની પ્રોબ્લેમ છે તો એ મદદ હું કરીશ.
ધ્રુવલ : તારો ખુબ જ આભાર તું મને પૈસા ની મદદ તો કરી જ દઈશ મને એમાં કોઈ સંકોચ નથી...પણ પછી હું મારા ઘર ના મદદરૂપ તો નહિ થઉં ને અને હું તને પણ પ્રેમ કરું છું. હું તારી જોડે થી આ રીતે પૈસા ના લઇ શકું. અને હું તને વચન આપું છું કે ૩ વર્ષ પછી હું ડિગ્રી કરેલા માણસ કરતા પણ સારી પોઝિશન માં હોઇશ. અને ત્યારે હું ડિગ્રી કરેલા છોકરા ઓ ના ઇન્ટરવ્યૂ લઈશ. એ યાદ રાખજે. અને મારા થી મારી ડિગ્રી દૂર થઇ શકે છે પણ મારો અનુભવ અને મારી આવડત મારા થી કોઈ નહિ લઇ જઇ શકે...
રોઝ : અરે પાગલ હું તારી જોડે વગર ડિગ્રી એન્ડ વગર ડિપ્લોમા પણ આવા તૈયાર છું. પણ હું પણ મારા ઘર ના સંસ્કારો થી બંધાયેલી છું. હું જેટલો પ્રેમ તને કરું છું. એના થી પણ વધારે પ્રેમ મારા ઘર ના બધા ને પણ કરું છુ.
ધ્રુવલ : પ્રેમ તો હું પણ મારા ઘર ના બધા ને કરું છું..પણ મારી ખુશી માટે મારા ઘર ના લોકો ૫ સેકન્ડ માં માની ગયા એમને તો મને પૂછ્યું જ નથી કે તું શું ભણે છે ને તારા ફેમિલી નું બેકગ્રાઉન્ડ શું છે ? હું માનું છું કે છોકરી ના ઘર ના લોકો ને આ બધું જાણવું જરૂરી હોય છે. પણ તારા પપ્પા કે તારો ભાઈ મારી સાથે એક વાર વાત તો કરે મળે તો ખરી..અમને લોકો ને જાણ્યા વગર જ ના કેમની પાડી શકે. આ સવાલ તે એમને કેમ ના કર્યો.
રોઝ : હું બૌ જ મૂંઝવણ માં છું. અત્યારે હું શું કરું છું..મને કઈ જ નથી ખબર પડતી.

ધ્રુવલ : તું હવે અત્યારે કઈ જ નહિ કર બસ તું મારી જોડે વાત કર...એ પછી બોલી ને કે બોલ્યા વગર.
રોઝ : મારી જોડે આઈડિયા છે. મને ભાઈ એ તારી જોડે વાત ના કરવા ના સમ આપ્યા છે. તો હું ખાલી તારી જોડે હમ્મ હમ્મ જ કરી ને વાત કરીશ હું કઈ જ બોલીશ નહિ.
ધ્રુવલ : હા...! બસ તારો આભાર તું ભલે મારી સાથે વાત ના કરે મને બસ ફોન કરજે હું તારું હમ્મ હમ્મ પણ ચલાવી લઈશ....અને પતવા દે ૨૧ દિવસ પછી જોઈએ તારો ભાઈ શું કે છે પ્રેમ કે આકર્ષણ ?
રોઝ : હા !

(બીજે દિવસ થી અમારા બંને નો નિશબ્દ પ્રેમ ચાલુ થયો હું સામે થી પૂછું અને એ મને હમ્મ માં જ જવાબ આપતી. એને મારી વાતો સાંભળવાની મજા આવતી અને મને એની જોડે વાત કરવાની. એને મને જે પણ કેવું હોય એ મારા મિત્ર ને ફોન કરી કહી દેતી અને મારો મિત્ર મને આવી ને કહી જતો. આ રીતે જેમ જેમ દિવસો જતા ક્યારેક મારા આંખ માં થી આંસુ આવી જતા ક્યારેક એ રડી પડતી. અમારું દુઃખ ખાલી અમે બંને જ જાણી સકતા હતા.)

(૨૧ દિવસ પુરા થવાના હતા....એ પેહલા જ રોઝ નો ફોન આવ્યો....)


રોઝ : હેલ્લો પાગલ !
ધ્રુવલ : તું બોલી ??? હમ્મ હમ્મ નહિ ?
રોઝ : હા...
ધ્રુવલ : (આશ્ચર્ય થી) સપનું તો નથી ને આ મારુ...?
રોઝ : કોઈ સપનું નથી સાચે જ હું તારી સાથે મોઢે થી વાત કરી રહી છુ.....

(મારા આનંદ નો પાર ના રહ્યો કેટલાય વર્ષો થી એનો અવાજ સાંભળવા મરી રહ્યો હતો એવું મને લાગી રહ્યું હતું. પણ એ મારી સાથે બોલી ને વાત કેમ કરે છે એ મારે જાણવું જરૂરી હતું....)

ભાગ ૫ સમાપ્ત...