Zankhna - 71 in Gujarati Classic Stories by નયના બા વાઘેલા books and stories PDF | ઝંખના - પ્રકરણ - 71

Featured Books
  • I SAW A ANGEL

    I saw a angel. I call her lexi  "ഹേയ്, ഹലോ.ആരെങ്കിലും എന്നെ...

  • ഡെയ്ഞ്ചർ പോയിന്റ് - 15

    ️ കർണ്ണിഹാരയെന്ന ആ സുഗന്ധ പുഷ്പം തന്നിൽ നിന്നും മാഞ്ഞു പോയിര...

  • One Day

    ആമുഖം  "ഒരു ദിവസം നമ്മുടെ ജീവിതം മാറുമെന്ന് ഞാൻ എപ്പോഴും വിശ...

  • ONE DAY TO MORE DAY'S

    അമുഖം

    “ഒരു ദിവസം നമ്മുെട ജീവിതത്തിെ ഗതി മാറ്റുെമന്ന് ഞാൻ...

  • ഡെയ്ഞ്ചർ പോയിന്റ് - 14

    ️ കർണ്ണിഹാര ചോദിച്ച ചോദ്യത്തിന് വ്യക്തമായ ഒരു ഉത്തരം കണ്ടെത്...

Categories
Share

ઝંખના - પ્રકરણ - 71

ઝંખના @પ્રકરણ 71

કામીની એના લગ્ન જીવન મા આગળ વધી રહી હતી ,ને એનુ બયુટીક પણ બહુ સરસ ચાલતુ હતુ ,એનુ કામ જોઈ બયુટીક પર ભીડ જામેલી રહેતી ,રેગ્યુલર કસ્ટમરો બંધાઈ ગયા હતાં, મયંક પણ ખુશ હતો કે કામીની જેવી કમાઉ પત્ની મડી છે ,....પોતાની સેલેરી કરતા ય ચારગણા મહીને કમાઈ લેતી હતી .....એણે વિચાર્યું પણ નહોતુ કે આટલા જલદીથી લગ્ન પણ થયી જશે ને મીતા નુ પ્રકરણ ભુલાય પણ જશે ને પોતે આ જ શહેરમાં કોલર ઉંચો રાખી શાન થી જીંદગી જીવી શકશે ..... કામીની સવારે રસોડામાં ચા નાસ્તો બનાવી
રહી હતી ને અચાનક ચકકર આવવા લાગ્યા એટલે એ સોફા મા જયી ને બેઠી ,કામવાળી બાઈ ગંગા બા એ મયંક ને રુમમાં થી બોલાવ્યો, શેઠાણી ની તબિયત બગડી લાગે છે ,..
આખો દિવશ બસ કામ કામ કરે છે ,સરખુ જમતા એ નથી પછી ચકકર જ આવે ને ....મયંક એ ફટાફટ કપડા બદલયા ને ડોકટર ને ફોન કર્યો, .....કશુ થયુ નથિ ,ખાલી ચકકર જ આવે છે એમા ડોકટર ને બોલાવવા ની જરુર નથી ....ના ના કામીની એવી બેદરકારી સારી નહી ,ને તુ હવે કામ થોડુ ઓછુ કરી નાખ ,આટલુ બધુ ટેન્શન માથે ના લયીશ... પહોંચી વડાય એટલા જ ઓડર લેવાનુ રાખ .... ડોક્ટર નુ ક્લીનીક ફેલેટ ની નીચે જ હતુ એ આવી ગયા ને કામીની ને ચેક કરી ,....બીપી ચેક કર્યુ ને ધબકારા ચેક કર્યા ને પછી બોલ્યા આમા ગભરાયા જેવુ કયી નથી ,....આવી અવસ્થા મા ચકકર વોમીટીગ આ બધુ નોર્મલ છે
મયંક ટેન્શન મા આવી ગયો ને બોલ્યો એટલે શુ થયુ છે કામીની ને ?...અરે મયંક ભાઈ ગભરાવા ની જરુર નથી તમે પપ્પા બનવાના છો ને કામીની ભાભી મમ્મી બનવાના છે ,....શુ ??? મયંક ખુશી નો માર્યો ઉછળી પડ્યો ને કામીની શરમાઈ ગયી ,....થેન્ક યુ ડોકટર આવા સારા સમાચાર આપવા માટે ,....ઓહહ તો
તમને ખબર જ નહોતી કે ભાભી પ્રગનેટ છે ? ના ડોક્ટર....ઓકૈ ...તો લો આ એક મારા ઓળખીતા ગાયનેક ડોકટર સીમા વાધવાની ની હોસ્પિટલ જયી સોનોગ્રાફી ને બીજા રીપોટ કરાવી એમની દવાઓ ચાલુ કરી દો ,કામીની ભાભી ના મા વિટનેશ બહૂ છે.....
ડોકટર નીચે એમના કલીનીક પર ગયા ને મયંક ખુશ ને કામીની ને ગડે વળગી પડ્યો, ગંગા બા શરમાઈ નૈ કિચનમાં જતા રહ્યા, કામીની વિચારી રહી મને કામ ની વ્યસ્તતા મા ખબર પણ ના પડી કે હુ મા બનવાની છું,..
ચલ કામીની પહેલા હોસ્પિટલ જયી આવીએ હુ ઓફિસમાં ફોન કરી કહી દવ છુ આજે રજા ને તુ પણ સુમન બેન ને કહી દે તબિયત નથી સારી એટલે નથી આવતી એ લોકો સંભાળી લેશે બયુટીક .....પણ મારે બહુ કામ છે ,રોજ બયુટીક તો જવુ જ પડશે એમા નહી ચાલે , હા બાબા પહેલા ડોક્ટર પાસે રીપોટ કરાવી લયીએ ને ડોકટર ની સલાહ લયી એમને જ પુછી લયીએ કે આ અવસ્થા મા કામ કરવુ કે નહી .... ગંગા બા અમે આવીએ છીએ હોસ્પિટલ જયી ને ....હા સાહેબ.....કામીની મયંક સાથે નજીક ની હોસ્પિટલ માં ગયાં ,સીમા વાધવાની બહુ પ્રખ્યાત ડોકટર હતાં,
કામીની ટેન્શન મા આવી ગયી ને વિચારી રહી ડોકટર મારે આની પહેલા એક ડીલીવરી થયી ગયી છે એ વાત મયંક સામે કહી ના દે તો સારુ છે ,કેમ કે મેં મયંક થી મારો ભુતકાળ છુપાવયો છે ...હે ભગવાન સાચવી લેજે ,વીસ મીનીટ મા હોસ્પિટલ પહોંચ્યા ,ડોક્ટર સીમા બેન હાજર જ હતા
નર્સે કામીની ને સોનોગ્રાફી માટે લીધી .... સોનોગ્રાફી નો રીપોટ કમલેટ હતો ,...ડોકટરે એ બધુ ચેક કરી ને બહાર કેબિનમાં આવ્યાને કામીની પણ મયંક પાસે આવીને બેઠી ,....મયંક ઉત્સાહ મા આવી ને પુછ્યુ, ડોકટર બધુ બરાબર છે ને ? ડોકટરે એ મજાક કરતાં કહ્યુ ના ,બરાબર નથી ....ને મયંક ને કામીની એક બીજા ની સામે જોઈ રહ્યા....મયંક ચિંતા મા પડી ગયો એ જોઈ સીમા બેન બોલ્યા અરે, અરે હુ તો મજાક કરુ છું તમે તો બન્ને ટેન્શન મા આવી ગયા..
કોગ્રેશયુલેશન મયંક ભાઈ તમારા વાઈફ ત્રણ મહીના થી પ્રેગનન્ટ છે ને ખુશીના સમાચાર એ છે કે કામીની બેન ઝુડવા બાળકો ના મમ્મી બનવાના છે ,ને બન્ને બાળકો હેલધી ને સવસથ છે ,ત્રણ મહીના પુરા થયા છે ને ઉપર દશેક દિવશ ગયા છે ,....મયંક તો ખુશ ખુશાલ થયી ગયો ને કામીની પણ ખુશ થયી ને શરમ ની મારી લાલચોળ થઈ ગયી...થેનકયુ ઠોકટર ,...મયંક એ પુછયુ મેડમ વાઈફ નુ બયુટીક છે ને એ હવે ત્યા જાય કે નહી ? કે પછી ઘરે આરામ જ કરવાનો ? ના ના એવુ ચિંતા જેવુ કયી છે જ નહી, એ ભલે બયુટીક જાય ,પણ સિલાઈ મશીન જાતે ના ચલાવવુ ,બસ બેઠા બેઠા વર્ક કરવાનુ હોય તો કયી વાંધો નથી ,કામીની બોલી ,આમ પણ હુ ડ્રેસ, બ્લાઉઝ ની ડીઝાઈન જ બનાવુ છું, ત્રણ લેડીઝ છે એ કામ કરે છે બધુ ,....સરસ તો તો વાંધો નથી છેલ્લા મહીના સુધી જશો તોય ચાલશે પણ બસ હવે ખાવા પીવાની ખાશ કાડજી રાખવાની છે ને તબિયત ની સંભાળ રાખવાની છે ,ને આ વિટામીન ની ગોડી ઓ ને આ પાવડર દુધ મા પીવાનો છે ,વજન બિલકુલ ઉચકવુ નહી ને ટેનશન લેવાનુ નથી ,બસ ખાઈ પી ને ખુશ રહેવાનુ છે ...ને દવા ઓ નિયમિત લેવાની છે , અને હા દર મહીને ચેકપ માટે આવવાનુ છે ..... મયંક ની ખુશી નો પાર નહોતો ... એ કામીની ને લયી ને ઘરે આવ્યો, મેડીકલ સ્ટોર મા થી દવાઓ પણ લયી આવ્યો ને ગંગા બા તમારે હવે ફુલ ટાઇમ અંહી રહેવુ પડશે ,તમારી સેલેરી ડબલ આજ થી ,કામીની ને પાણી નો ગલાશ પણ હાથે નહી ભરવા દેવાનો .....હા સાહેબ
આજ થી કામીની બેન નો હુ ખાશ ખ્યાલ રાખીશ ,તમે નિશ્ચિત થયી જાવ ....કયી કહેવુ નહી પડે આવી અવસ્થા મા શુ શુ ખાવુ ને કેવી કાળજી રાખવી એ બધી જ ખબર છે મને મારા છોકરા ને એમના છોકરા ઓ પણ મોટા કર્યા છે ,બે વહુ ને બે દીકરીયો ની ડીલીવરી પણ કરી છે ,ને કામીની બેન પણ મારી દીકરી જેવા છે એટલે એમનુ ધ્યાન બરાબર રાખીશ તમે ચિંતા છોડો.....
ગંગા બા ની વાત સાંભળી ને મયંક ને નિરાંત થયી ,......કામીની એ ખુશ થતા તરતજ જયા બેન ને ફોન કર્યો ને ખુશીના સમાચાર આપ્યા ને ઝુડવા બાળકો છે એ પણ જણાવાયુ , જયા બેન પણ ખુશ ખુશાલ થયી ગયા ને પોતે પોતાની જવાબદારી બખુબી નીભાવી એ વાત નો આનંદ થયો ,હવે કામીની નુ ઘર પાક્કા પાયે વસી ગયુ ,હાશ થયી મને .........
કામીની વિચારી રહી હતી કે આ આનંદ ના સમાચાર મા ને આપુ કે નહી ? વંશ શુ વિચારશે ? ઘર નાં બીજા બધા તો ખુશ થશે ....ને મારી ચિંતા ઓ માથી મૂક્ત થયી જશે ,કમલેશકાકા ને મારી બહુ ચિંતા રહે છે ,એટલે આ સમાચાર સાંભળી ને એમને પણ હાશ થશે , લાવ મંજુલા કાકી ને ફોન કરુ ,મા સાથે વાત કરતા મને શરમ આવશે ....
કામીની એ મંજુલા બેન ને ફોન લગાવ્યો ને પોતે પ્રગનેટ છે એ આનંદ ના સમાચાર આપ્યા, ને કહયુ કે બે ઝુડવા બાળકો આવવા ના છે ,.....
મંજુલા બેન તો ખુશ ખુશ થયી ગયા ને એમણે પણ મીતા ની પ્રેગનન્સી ના સમાચાર આપ્યા એ સાંભળી ને કામીની પણ ખુશ થયી,...ને મનમાં વિચાર્યું ચલો જે થયુ એ સારુ થયુ કમલેશકાકા ની ઈરછા પણ પુરી થશે તે દિવશે ,કાકા મારા ગુમાવેલા બાડક ને અપનાવવા તૈયાર હતા ને કેટલી રાહ જોતા હતાં એ બાડક ની ને ભગવાન એ એ ઈરછા પુરી ના કરી ,ને હવે મોડા મોડા એ એમને એમના ધર નો અંશ એમનો વારસદાર મડી જશે ,ને મને પણ મારુ બાડક મડી જશે .....મારુ જીવન પણ હરયુ ભર્યુ થયી જશે ....મંજુલા બેન એ આનંદ ના સમાચાર કમલેશભાઈ અને ગીતા બેન ને આપ્યા, બા ,બાપુજી ને પણ આપ્યા, ઘરમાં બધા ખુશ ખુશાલ થયી ગયા......
કામીની ના જીવનમાં આગળ કેવો મોડ આવશે એ જાણવાં માટે વાંચો આગળ નુ પ્રકરણ @ 72
ઝંખના.........

લેખક @ નયના બા વાઘેલા