Dhup-Chhanv - 109 in Gujarati Moral Stories by Jasmina Shah books and stories PDF | ધૂપ-છાઁવ - 109

Featured Books
  • My Wife is Student ? - 25

    वो दोनो जैसे ही अंडर जाते हैं.. वैसे ही हैरान हो जाते है ......

  • एग्जाम ड्यूटी - 3

    दूसरे दिन की परीक्षा: जिम्मेदारी और लापरवाही का द्वंद्वपरीक्...

  • आई कैन सी यू - 52

    अब तक कहानी में हम ने देखा के लूसी को बड़ी मुश्किल से बचाया...

  • All We Imagine As Light - Film Review

                           फिल्म रिव्यु  All We Imagine As Light...

  • दर्द दिलों के - 12

    तो हमने अभी तक देखा धनंजय और शेर सिंह अपने रुतबे को बचाने के...

Categories
Share

ધૂપ-છાઁવ - 109

બરાબર 9.30 વાગ્યે અપેક્ષા અને લક્ષ્મી ધીમંત શેઠને બંગલે હાજર થઈ ગયા હતા અને બધા જ આલિશાન બંગલાના વૈભવી સુંદર ડ્રોઈંગ રૂમમાં મહારાજ શ્રી કૃષ્ણકાંતની રાહ જોતાં સફેદ કલરના મખમલી સોફા ઉપર ગોઠવાઈ ગયા હતા...

થોડીવારમાં જ મહારાજ શ્રી કૃષ્ણકાંતજી પધાર્યા એટલે તેમને આદર આપતા ધીમંત શેઠ, લક્ષ્મી બા અને અપેક્ષા ત્રણેય ઉભા થયા. ધીમંત શેઠે તેમને આવકાર્યા અને સોફા ઉપર બેસવા કહ્યું.
લાલજીભાઈ તેમને માટે પાણી લઈ આવ્યા તેમજ બધાને માટે ચા બનાવું ને? તેમ પૂછીને કિચનમાં ચા બનાવવા માટે ગયા.

કૃષ્ણકાંતજીએ ધીમંત શેઠ અને અપેક્ષાના લગ્નનું મુહૂર્ત જોવા માટે પોતાની પાસે રહેલું પંચાંગ ખોલ્યું અને બંનેની રાશિ મુજબ ઉત્તમ મૂહુર્ત શોધવાનો પ્રયત્ન કરવા લાગ્યા.
થોડીવાર માટે દીવાનખંડમાં શાંતિ છવાયેલી રહી.
બરાબર પંદર મિનિટ પછી કૃષ્ણકાંતજી બોલ્યા કે, "મેં ત્રણ મૂહુર્ત કાઢ્યા છે તેમાંથી આપ સૌને જે અનુકૂળ આવે તે રાખી શકાય. જેમાં એક મહિના પછીનું એટલે કે આવતા મહિનાની 27 તારીખનું છે. બીજું બે મહિના પછીનું છે અને ત્રીજું મૂહુર્ત ચાર મહિના પછીનું છે. તો તમે પહેલા એ નક્કી કરી લો કે આપણે આ લગ્ન મહિના પછી લેવા છે બે મહિના પછી કે પછી ચાર મહિના બાદ.."
મહારાજ શ્રીની આ વાત સાંભળીને તરત જ ધીમંત શેઠે લક્ષ્મી બાની સામે જોયું અને તેમને પૂછ્યું કે, "મા, તમને અને અપેક્ષાને જે તારીખ અને જેટલો સમય અનુકૂળ આવે તે પ્રમાણે ગોઠવીએ તમે જે તારીખ નક્કી કરો તે મને મંજૂર છે.

લક્ષ્મીબાએ અપેક્ષાની સામે જોયું અને પછી કૃષ્ણકાંતજીની સામે જોયું અને બોલ્યા કે, "ચાર મહિના એ બહુ લાંબો સમય થઈ જશે અને બે મહિના પછી વાંધો નથી પણ હું પહેલા અક્ષત સાથે વાત કરી લઉં અને એ જો આવવાનો હોય તો આ એક મહિના પછીનું અને બે મહિના પછીનું બંને મૂહુર્ત તેને જણાવું તેમાંથી તે અને અર્ચના જે પસંદ કરે તે આપણે રાખી લઈશું જો ધીમંત કુમારને વાંધો ન હોય તો?"
ધીમંત શેઠ વચ્ચે જ બોલી ઉઠ્યા કે, "હા હા, મને કંઈ વાંધો નથી તમને જે ઠીક લાગે તેમ.." અને એટલેથી આ વાત અહીંયા પૂરી થઈ હવે અક્ષત અને અર્ચના સાથે વાત કરવા માટે લક્ષ્મીબાએ તુરંત જ અપેક્ષાને કહ્યું.
લાલજીભાઈ ચા લઈને આવ્યા એટલે બધાએ સાથે જ પહેલા ચા પીધી અને પછીથી અપેક્ષાએ પોતાના ભાઈ અક્ષતને ફોન લગાવ્યો.
"હા બોલ અપુ, શું કરે છે?" અક્ષતે અપેક્ષાને પૂછ્યું.
"બસ મજામાં છું. લે માને આપું છું મા તારી સાથે વાત કરવા માંગે છે."
"બેટા, શું કરે છે તું મજામાં તો છે ને અને અર્ચના તેમજ મારો નાનો લાડકો દીકરો શું કરે છે?"
"બસ મા બધાજ મજામાં છીએ. તારી તબિયત કેવી છે?"
"બસ, સારી છે બેટા અને સાંભળ ને મારા દીકરા અમે અત્યારે લગ્નનું મુહૂર્ત જોવડાવવા માટે ધીમંત કુમારના ઘરે આવ્યા છીએ અને મહારાજ શ્રી કૃષ્ણકાંતજીએ ત્રણ મૂહુર્ત કાઢ્યા છે તેમાં એક તો ચાર મહિના પછીનું છે એટલે મેં ના પાડી..
"હં બરાબર છે." અક્ષત વચ્ચે જ બોલ્યો.
"બીજું એક બે મહિના પછીનું અને એક મહિના પછીનું છે જેમાંથી તને અને અર્ચનાને જે ફાવે તે આપણે ફાઈનલ કરી દઈએ."
"હા મા તારી વાત સાચી છે પણ મારાથી કે અર્ચનાથી તો હમણાં નીકળાય તેમ જ નથી જો તું એકલી જ આ બધું પતાવી દેતી હોય અને તને વાંધો ન હોય તો અમે ન આવીએ તો ન ચાલે? અને થોડા સમય પછી અમે અમારી અનુકૂળતાએ આવી જઈશું."
અપેક્ષાએ ફોન સ્પીકર ઉપર રાખેલો હતો એટલે તે પણ આ વાત સાંભળી રહી હતી. ભાઈએ આવવાની ના પાડી તે તેને બિલકુલ ગમ્યું નહીં એટલે તે તરતજ બોલી કે, "ના ભાઈ તું અને ભાભી બંને આવો ને.. હું મારા નવા જીવનની શરૂઆત કરી રહી છું અને તું અને ભાભી નહીં આવો તો મને નહીં ગમે."
"પણ અપુ તું મારી વાત સમજવાની કોશિશ કર બેટા જો અવાય એવું હોય તો હું ના ન જ પાડું ઓકે? નથી અવાય એવું માટે જ હું ના પાડી રહ્યો છું."
"ભાઈ તને જે તારીખ ફાવે તે તારીખ હું રાખવા તૈયાર છું પણ તારે અને ભાભીએ તો આવવું જ પડશે નહીં ચાલે.."
અને અક્ષતને એટલું કહીને અપેક્ષાએ ફોન લક્ષ્મીના હાથમાં સોંપી દીધો.
"ચાલ હું કોશિશ કરીશ બસ પણ ન અવાય તો ખોટું ન લગાડતી."
"બેટા, એણે તો ફોન મારા હાથમાં પકડાવી દીધો છે. સારું મા વાંધો નહિ સાંભળ તું એક મહિના પછીની જે તારીખ છે તે જ રાખી લે અને મને અથવા અર્ચનાને અમારા બંનેમાંથી કોઈને પણ આવવાનું ફાવે તેમ હશે તો અમે આવી જઈશું ઓકે? અને શાંતિથી બધું પતાવજે કંઈ ચિંતા ન કરતી અને અપુને જે કંઈપણ જોઈએ તે બધુંજ લાવી આપજે એને કોઈપણ વસ્તુમાં ના ન પાડીશ પૈસા હું તને ટ્રાન્સફર કરી દઈશ."
"સારું બેટા."
"ઓકે તો ફોન મૂકું મા."
"હા બેટા ચાલ બાય અને પેલા મારા લાડકાને મારા વતી રમાડજે."
"હા મા બાય."
"બાય બેટા."
અક્ષત અને લક્ષ્મીની વાત પૂરી થઈ ગઈ પણ અપેક્ષાનું મોં ચડી ગયું હતું ભાઈએ આવવાની ના પાડી તે તેને જરાપણ ગમ્યું નહોતું.
લક્ષ્મી તેને સમજાવવાની કોશિશ કરવા લાગી કે, "ખોટું ન લગાડીશ બેટા, કદાચ ભાઈ આવી પણ જાય અને તને સરપ્રાઈઝ
પણ આપી દે તેવું પણ બની શકે છે..!!"
લક્ષ્મીના આ શબ્દો સાંભળીને અપેક્ષાના ચહેરા ઉપર ખુશી છવાઈ ગઈ.
બધી વાતચીત પુરી થયા બાદ લક્ષ્મી બા ઉભા થયા અને બોલ્યા કે, "ચાલો બેટા આપણે જઈશું ઘરે?"
કૃષ્ણકાંતજી પણ પોતાના ઘરે જવા માટે નીકળ્યા.
ધીમંત શેઠ પણ લક્ષ્મીને અને અપેક્ષાને મૂકવા જવા માટે ઉભા થયા. લક્ષ્મીએ ના જ પાડી પરંતુ ધીમંત શેઠ જીદ કરીને તે બંનેને મૂકવા માટે ગયા.
રસ્તામાં ફરીથી લગ્નની તારીખ બાબતે ચર્ચા ચાલી એટલે લક્ષ્મીએ હું આવતીકાલે સવારે તમને ફાઈનલ તારીખ આપણે કઈ રાખવી છે તે જણાવી દઉં..તેમ કહ્યું.
અપેક્ષાનું લગ્ન 💒 નિર્વિધ્ને પૂર્ણ તો થશે ને?? અક્ષત અને અર્ચના અપેક્ષાના લગ્નમાં હાજરી આપશે કે નહિ??
જોઈએ આગળના ભાગમાં શું થાય છે તે...
~ જસ્મીના શાહ 'જસ્મીન'
દહેગામ
14/8/23