Don't sit back, do something good. in Gujarati Short Stories by वात्सल्य books and stories PDF | નવરાં ના બેસો કઈંક તો સારુ કામ કરો.

Featured Books
  • तेरा...होने लगा हूं - 5

    मोक्ष के खिलाफ और खुद के फेवर में रिपोर्ट बनाकर क्रिश का कस्...

  • छावां - भाग 2

    शिवराय द्वारा सन्धि का प्रस्ताव मिर्जाराज जयसिंह के पास भेजा...

  • Krick और Nakchadi - 3

     " एक बार स्कूल मे फन फेर हुआ था मतलब ऐसा मेला जिसमे सभी स्क...

  • पथरीले कंटीले रास्ते - 27

      पथरीले कंटीले रास्ते    27   27     जेल में दिन हर रोज लगभ...

  • I Hate Love - 10

    और फिर उसके बाद स्टडी रूम की तरफ जा अंश को डिनर करने को कहती...

Categories
Share

નવરાં ના બેસો કઈંક તો સારુ કામ કરો.

કઈંક સારુ કામ કરો બેસી નાં રહો.
❤🌹❤
મંદિરમાં પોઠીયો(આખલો),ગાયની આપણે દેવનું પ્રતીક સમજી પૂજા કરીએ છીએ પરંતુ રખડતી ગાય કે આખલો સામે આવે તો ડાંગ લઇને ભગાવી દઈએ છીએ.આ ખરેખર વિચારવા જેવી હરકતો છે.ગાયને રખડતી જુઓ છો પણ ભેંસ રખડતી જોવા હવે નહીં મળે.પશુપાલકથી પાલતુ પ્રાણી ના પરવડતું હોય તો તેને જરૂર પૂરતાં જ પશુ રાખવાનું વિચારવું જોઈએ.તમારાં પાલતુ પ્રાણી પાડોશી કે રસ્તે આવતાં જતાં રાહદારી ને શારીરિક નુકશાન કરે તો ભોગવવાનું એને ભાગે જ આવે છે.તો તમારું પાલતુ પ્રાણી તમારી પાસે ઘર કે ખેતરમાં જગ્યા હોય તો તેમાં જ રાખો.ગંદકી જો આપણને ના ગમતી હોય તો અન્યને ન જ ગમતી હોય.કૂતરું કે ઢોર પણ ચોખ્ખી જગ્યા પર જ જઈ ને બેસે છે. પેસાબ કે મળત્યાગ પણ તે ચોખ્ખી જગ્યામાજ કરે છે.
જમતી વખતે રોટલી એંઠી કે જમતાં વધેલો એંઠવાડ જ તેને ખાવા આપીએ છીએ.જો ગાય કે પોઠીયો દેવ પ્રતીક હોય તો તેને આ રીતે ખાવાનું અપાય ખરું?
આ પ્રાણી ઘાસ ખાઈને જીવી શકે છે.માટે એઠું નહીં પરંતુ રાંધેલું જે અન્ન છે,તેમાં પ્રથમ હક્ક કૂતરાંનો ભાગ કાઢી બાકી બધા આપણે જમીએ છીએ.
વરાહ પુરાણમાં કૂતરાંને પ્રથમ ભાગ કાઢી તેને યોગ્ય જગ્યાએ નાખીએ તો તેમાં દેવ રાજી રહે છે. Lએંઠવાડ ખવડાવવાથી દેવ નારાજ થાય છે.રોટલો રોટલી એ ગાયનો હક્ક નથી તેને ઘાસ નાખો.
ગાય ને રોટલો નાખવાથી ઘાસ ખાવાનું ભૂલીને ઘરેઘર ભટકી ગમે ત્યાં રસ્તા રોડ મા છાણરાતવાસો, પેશાબ ત્યાગ કરે ત્યારે તે છાણ, મૂત્ર ગટરમાં ભળવાથી અનેક પ્રકારની જીવતો ઉત્તપન્ન થાય છે.જે ચોકમાં,રસ્તે રમતા આપણાં બાળકો કે મોટેરાંઓને કરડી અનેક બીમારીને આમંત્રણ આપીએ છીએ.
શહેરીજનોને કહેવાનું કે ઘરના આંગણે કૂતરું કે ઢોરને એંઠવાડ ના નાખો.સોસાયટીની નકામી કોઈ એક જગ્યાએ યોગ્ય પાત્ર બનાવી તેમાં જ નાખો અને સમયે સમયે સફાઈ કર્મચારી પાસે સફાઈ કરાવતા રહેવું.
આપણે આપણા ઘરની બહાર ફરતે સફાઈ કરવામાં હિણપત અનુભવીએ છીએ.તો તે કામ આપણે કરવાનું છે જેથી ઘરમાં ગંદકીની બદબુ ના આવે.ખુલ્લામાં કયાંય રસોડાનું ગંદુ પાણી કે એંઠવાડ ના ઢોળો તેને યોગ્ય જગ્યાએ જ નિકાલ કરો.
આપણા ઘરનો કચરો કે અન્ય વસ્તુ ડીલીટ કરવા જેવી હોય સળગાવવા જેવી હોય અને પ્રેસમડ ખાતર કરવા જેવી હોય તો તે પ્રમાણે ઢાંકણવાળા હવે તૈયાર પીપળા બજારમાં મળે છે તેમાં નાખી સમયે સમયે તેને સાફ સફાઈ કે ખતરમાં રૂપાંતરિત કરતા રહો.
ઘરના આંગણે મીઠો લીમડો,લીંબુ,ધીલોડી,ભાજી,મેથી, કોથમીર,ફુદીનો,હળદર,પપૈયા,સરગવો,રીંગણ,મરચાં, ટામેટાં,આદુ,જામફળ,દાડમ,કેળ,ફ્લાવર,કોબીજ, lલીલી ડુંગળી,લીલું લસણ કે અલગ અલગ ફૂલો વાવો અને એઠું પાણી કે વધેલું પાણી તેમાં રેડો.સાથે સાથે આરોગ્યપ્રદ કુંવારપાઠું,તુલસી,વિક્સ તુલસી વાવો.
ઘણી પ્રકારની ફૂલ વેલ હાલ નર્સરીમાં મળે છે તો દરવાજે કે યોગ્ય જગ્યાએ તે પણ વાવો.
ક્ષુપ પ્રકારના ઝાડ વાવો જેમકે અલગ અલગ કલરના ફૂલોની કરણ,પેલ્ટફોર્મ,જાસૂદ,નર્સરીમાં મળતાં વનસ્પતિના ટ્રેડિશનલ છોડ વાવો.તમારું ઘરે પણ મંદિર છે,તેને પણ આપણાં હિન્દુ મંદિર જેમ સજાવો.દાતણ માટે પણ ઘણાં ઝાડ હોય છે તેને એ રીતે જગ્યા હોય તો વાવો.તેમાં સડેલું સેન્દ્રીય ખાતર કે યોગ્ય માત્રામાં પ્રેસમડ નાખો. ઉધઈ નાશક દવા નાખો પરંતુ અળસીયા ના મરે તે રીતે જ યોગ્ય માત્રામાં જ નાખો.
છાયાનાં અને શોભાનાં વૃક્ષ પણ વાવો.ઘરની ચારેબાજુ ખુલ્લી જગ્યા હોય તો તેને નકામી પડી ના રાખો તેમાં તમને જે ગમતી હોય તે વનસ્પતિ વાવો અને દેખરેખ રાખો.ન્હાવાન,વાસણ ધોવાના કે કપડાં ધોવાના પાણીનો ઉપયોગ(સાબુ,શેમ્પૂ,સિવાય,એસિડ,કેમિકલ સિવાયનું ગંદુ પાણી)આ વનસ્પતિમાં જવાદો તે વનસ્પતિ બધુજ પાણી શોષી લેશે.
આ બધું કરવા માટે તમારો નવરાશનો સમય,સિરિયલો જોતાં હો તો તે મોબાઈલ મચડતા હો તો તે ઓટલે બેસી ગપ્પા મારતા હો તો તે બધો સમય આ પ્રવૃત્તિમાં વિતાવો.
વૃક્ષમાં વાસુદેવ છે તેમ દરેક પક્ષીને બેસવા આમંત્રણ આપો.માળો બાંધો,પરબ બાંધો અને નિયમિત સફાઈ કરી તેમાં પાણી કે પંખીને દાણા નાખો.આ બધું કરવામાં આપણાં કિચન ગાર્ડનને કૂતરાં,રખડતાં ઢોર કે અન્ય પરિબળ નુકશાન ના કરે તેની પ્રોટેક્ષન માટે ઝાળી કે વાડ કરો.
તમારા ગાર્ડનમાં એકાદ બે બેસવાના સાદા બાંકડા રાખો કે જેથી બાળક કે અન્ય જોડે નિરાંતે સંવાદ કરી શકો.ખાસ નિવૃત્તો માટે આ કામ ખાસ કરવા જેવું છે.
આટલું નાં કરી શકો તો એમાંથી થોડું તો કરજો જ જેથી આ લેખ લખવાનો આનંદ થાય.
મારો આ લેખ વાચન કરવા બદલ આપનો અંતરથી આભાર.નીચેની તમામ ફોટોગ્રાફી મારા કિચન ગાર્ડનની છે.
❤હું આવી બધી પ્રવૃત્તિ કરું છું.🙏
- સવદાનજી મકવાણા (વાત્ત્સલ્ય)