Andhari Raatna Ochhaya - 56 in Gujarati Detective stories by Nayana Viradiya books and stories PDF | અંધારી રાતના ઓછાયા. - (ભાગ -૫૬)

Featured Books
  • સંઘર્ષ - પ્રકરણ 20

    સિંહાસન સિરીઝ સિદ્ધાર્થ છાયા Disclaimer: સિંહાસન સિરીઝની તમા...

  • પિતા

    માઁ આપણને જન્મ આપે છે,આપણુ જતન કરે છે,પરિવાર નું ધ્યાન રાખે...

  • રહસ્ય,રહસ્ય અને રહસ્ય

    આપણને હંમેશા રહસ્ય ગમતું હોય છે કારણકે તેમાં એવું તત્વ હોય છ...

  • હાસ્યના લાભ

    હાસ્યના લાભ- રાકેશ ઠક્કર હાસ્યના લાભ જ લાભ છે. તેનાથી ક્યારે...

  • સંઘર્ષ જિંદગીનો

                સંઘર્ષ જિંદગીનો        પાત્ર અજય, અમિત, અર્ચના,...

Categories
Share

અંધારી રાતના ઓછાયા. - (ભાગ -૫૬)

ગતાંકથી....

તું જો તારો આ પ્યાલો તારે હાથે પીવા માગતો ન હોય તો અમે મિસ.સ્મિથને પરાણે એ પ્યાલો પાઈશું.આજે તે તારી નજર સમક્ષ આ કલાકો સુધી તરફડિયા મારશે .મને આશા છે કે તું તારી સુંદર સાથીદારને આવું દુઃખ દેવા માંગતો નહીં હો .નવાબ અલ્લી આ બન્ને બંદીવાનોના હાથ પગ છોડી દો ."

હવે આગળ....

કેવી ભયંકર ક્ષણ !
દિવાકરને લાગ્યું કે હું ગાંડો બની જઈશ. મારી નજર સમક્ષ અસંખ્ય પ્રેત નાચી રહ્યા છે .માથું ભમી રહ્યું છે! ડૉ.મિશ્રા અગાઉ ની જેમ સખત અવાજે બોલ્યો "ખુશીથી નહીં પીએ તો જબરદસ્તીથી પીવડાવવામાં આવશે. અગર જો કહેતો હોય તો ગ્લાસની અદલા બદલી કરી દઉં,,; મિસ. સ્મિથ ભલે તારો......"

દિવાકર બોલ્યો : " ના,ના ,ના ."ગ્લાસ પકડવા માટે તેણે હાથ લંબાવ્યો. ડૉ.મિશ્રાએ જરા પણ લાગણી દર્શાવ્યા સિવાય પ્યાલો તેમના હાથમાં મુક્યો.

પરંતુ એવામાં ઓચિંતો એક બનાવ બન્યો....

દિવાકર પ્યાલો મોં એ માંડવા જાય છે તેવામાં અચાનક જ પર ફટાક કરતો પિસ્તોલ નો અવાજ થયો. બધા ચમક્યા ઝેરના પ્યાલો દિવાકરના હાથમાંથી નીચે પડી ગયો. પ્યાલામાં નો પ્રવાહી પદાર્થ તેના હાથ પર થઈ કોર્ટ ઉપર પડ્યો તેથી કોર્ટનો તે ભાગ કાળો રંગાઈ ગયો !!


વૃક્ષોના પડછાયામાં છુપાતો છુપાતો વ્યોમકેશ બક્ષી પોતાના અનુચરો સાથે નોલેજ હાઉસના પાછલા ભાગમાં થઈ અને અંદર પ્રવેશ કરવાનો પ્રયત્ન કરતો હતો. એવામાં એક માણસ દોડતો આવી તેના શરીર સાથે અફળાયો.

દુશ્મનનો હુમલો થયો જાણી બધા ગભરાયા . વ્યોમકેશ બક્ષીએ ટોર્ચ નો પ્રકાશ પહેલા માણસના મુખ પર ફેંક્યો. તે પ્રકાશ તેના મુખ પર પડતાં તે બોલી ઉઠ્યો : " અરે !આ તો રામલાલ !!"


રામલાલ લથડતા અવાજે બોલ્યો : " આપ કોણ છો? જલ્દી બોલો !" :

વ્યોમકેશ બક્ષીએ કહ્યુ : "રામલાલ ,રાજશેખર સાહેબનો મિત્ર છું. મારું નામ વ્યોમકેશ બક્ષી છે ? "મેં એકવાર હોસ્પિટલમાં તારી મુલાકાત લીધી હતી તને યાદ છે ?"
રામલાલ તેના ચહેરા સામે જોઈ બોલ્યો : " હા ,હવે ઓળખાણ પડી."

વ્યોમકેશ બક્ષીએ કહ્યું : " પરંતુ તું અહીં શું કરે છે?"

રામલાલે બધી જ વાત જણાવી .હોસ્પિટલમાં યાદદાસ્ત તાજી થયા બાદ તેને લાગ્યું કે પોતાના બોસ હજુ કાંકરેજના નોલેજ હાઉસમાં છે .શત્રુઓથી ઘેરાયેલો છે .તેની મદદે કોઈ નથી. આ વાત જેમ જેમ વિચારતો ગયો તેમ તેમ તેનો જીવ અકળાતો ગયો. છેવટે એક રાત્રે બધા સુતાં હતા ત્યારે પોતાના બોસને બચાવવા માટે તે હોસ્પિટલમાંથી જીવ લઈને ભાગ્યો.

વ્યોમકેશ બક્ષી એ કહ્યું : "સારું, પરંતુ, હવે આપણે આ મકાનમાં અંદર પ્રવેશવું છે. તું મારી સાથે ચાલ."

રામલાલે કહ્યું :" સાહેબ સીધે રસ્તે ન પ્રવેશતા .છુપે માગૅ અંદર જઈશું તો ઠીક રહેશે. પહેલા મંદિરમાંથી એક છુપો રસ્તો અંદર જાય છે .ચાલો મારી સાથે !"

થોડીવાર પછી બધા પગ નો અવાજ ન થાય તેમ ચુપકીદીથી એક પછી એક પહેલા છુપા રસ્તે અંદર દાખલ થયા.
રામલાલે ધીમેથી કહ્યું : ,"સાહેબ, અહીં એક માણસને કેદ કરવામાં આવ્યો છે. તેનું નામ આદિત્ય વેંગડું છે."
વ્યોમકેશ બક્ષીએ કહ્યું : "એમ કે !તે જ આ મકાન નો સાચો માલિક છે."

"ચૂપ થઈ જાઓ ! જુઓ, કંઈક પ્રકાશ દેખાય છે."

બધા હથિયારબંધ સુરંગમાં આગળ વધી રહ્યા હતા‌‌ વ્યોમકેશ બધાની આગળ હતો .જે રૂમમાંથી પ્રકાશ આવતો હતો તે રૂમ નજીક જઈ પિસ્તોલ તૈયાર પકડી રાખી તેને બારણું સહેજ ઠેલ્યુ. બારણું અંદરથી બંધ નહોતું. બારણું સહેજ આઘુ થતાં જ રૂમમાં બનતો બનાવ તેની નજરે પડ્યો ત્યાં ઘણા માણસો ઊભા હતા. એક માણસ બે પ્યાલા પકડી ભાષણ કરતો હતો .

થોડીવાર પછી એ માણસે પોતાના જમણા હાથમાંનો પ્યાલો દિવાકરના હાથમાં આપ્યો. દિવાકર એ પ્યાલો મોં એ માંડવા ગયો. હવે વ્યોમકેશ બક્ષી શાંત રહી શક્યો નહીં. તેણે બરાબર એકાગ્ર બની પિસ્તોલ છોડી.

પિસ્તોલ નો અવાજ થતા જ બધા દંગ બની ગયા. જ્યારે તેઓ ભાનમાં આવ્યા ત્યારે તેઓને માલુમ પડ્યું કે રૂમમાં ચાર માણસો આવી ઊભા છે દરેકના હાથમાં પિસ્તોલ તાકેલી છે.
સૌથી આગળ વ્યોમકેશ હતો તેણે ગંભીર અવાજે કહ્યું : "કોઈએ જરા પણ ચાલાકી કરવાની નથી. જો કંઈ પણ ચાલાકી કરી છે તો આ બધી જ ગોળી બીજી સેકન્ડે તેના શરીરમાં હશે."

જાપાની સિમ્બા ડૉ. મિશ્રા પાસે જઈ કઠોર ભાષામાં કહેવા લાગ્યો : "દુષ્ટ, પાપી તારે ખાતર મારે પણ...."

પરંતુ તેના શબ્દો પુરા થયા નહીં. એક ઇન્સ્પેક્ટરે તેના હાથમાં હથકડી પહેરાવી દીધી.નવાબ અલ્લી અને એક નોકરની પણ એવી જ દશા થઈ.
ઇન્સ્પેક્ટર ડૉ.મિશ્રાને હથકડી પહેરાવવા જતો જ હતો ત્યાં એકાએક આખા રૂમમાં ધુમ્મસ છવાઈ ગયો હોય તેવો અંધકાર અને ધુમાડો છવાય ગયો.

હજી આગળ કોઈ કંઈ વિચારે એ પહેલા જ સમગ્ર રૂમ ધુમાડાના ગોટેગોટાથી ભરાઈ ગયો. પાંચેક મિનિટ બાદ આ ધુમાડો દૂર થયો. ત્યારે બધાના આશ્ચર્ય વચ્ચે ડૉ. મિશ્રા રૂમની અંદર હતો નહીં. વ્યોમકેશ બક્ષી અને દિવાકર તથા બધા જ લોકોએ આસપાસ,સુરંગ ને મકાન બધું જ શોધી વળ્યા.બધા રૂમ અને સુરંગનો ખુણે ખુણો તપાસ્યો પરંતુ ડૉ.મિશ્રા નો ક્યાંય પતો ન લાગ્યો.

હાથમાં આવેલી બાજી આમ જતી રહેવાથી દિવાકર અને વ્યોમકેશ ખુબ જ વ્યથિત થયા.
અચાનક જ બક્ષીની નજર જુલી પર પડી થોડીવાર તેના તરફ તાકી રહ્યા બાદ તે બોલી ઉઠ્યો : "અહો.. મેં તને ઓળખી." આસિસ્ટન્ટ કમિશ્રશનરને ફુલ આપનારી તું જ ને..."

જુલીએ ભ્રમરો ચડાવી તીણા અવાજ કહ્યું : " હા મેં જ ફુલ આપ્યું હતું. તેનું શું છે"

ત્યારબાદ દિવાકર તરફ જોઈ તે બોલી : "દિવાકર છેવટે તમે જીત્યા !!!હા...હા..હા...
પરંતુ તમે જીત્યા ક્યાં છો ! હજી ડોક્ટર મિશ્રાને પકડશો ત્યારે તમે જીત્યા કહેવાશો .તમને જીતતા જોઈ હું કઈ દિલગીર થતી નથી હું પ્રભુ પાસે માગું છું કે તમે જ જીતો તમારું ભવિષ્ય જીવન સુખ ચેનમાં પસાર થાય .હું તમારી સુખાકારી જ હંમેશા ઈચ્છીશ . દિવાકર તરફ હાથ લંબાવી તેને પોતાની નજીક બોલાવતા એક હાથે ડૉ.મિશ્રા એ મુકેલો ઝેર નો પ્યાલો પકડી આ હું પી જાઉં છું દિવાકર....."
દિવાકર તેને અટકાવે તે પહેલા ડૉ. મિશ્રાએ મુકેલો પ્યાલો તે ગટગટાવી ગઈ.
ડેન્સી બૂમ પાડી ઊઠી જુલીના મુખમાંથી "દીવાકર...." એવો છેલ્લો શબ્દ બહાર પડ્યો. તે તરત જ જમીન પર ચેતન હીન બની ઢળી પડી . શરીરમાં અનેક પીડાઓ વ્યાપવા લાગી .ચીસો પાડતી જમીન પર આળોટતી બેઠી પંદરેક મિનિટમાં દિવાકર નો હાથ પકડીને મોત ને ભેટી.દિવાકરે જ્યારે મુત્યુ બાદ તેનો હાથ છોડ્યો તો તેના હાથમાં એક ચબરખી મળી આવી.

દિવાકરે એ ચબરખી ખોલી તેમાં કંઈક મેપ દોરેલો હતો .દિવાકર કંઈ સમજી શક્યો નહીં તેણે ચબરખી કોટના ખિસ્સામાં મૂકી.


જુલીના આ ભેદભર્યા અને મર્મ ભેદી મૃત્યુને લીધે બધા થોડીવાર તો દિગ્મુઢ બની ઉભા રહ્યા .ત્યારબાદ અચાનક બાજુના રૂમમાંથી કોઈનો ધીમો અવાજ સંભળાયો તરત જ બધા ચમક્યા . વ્યોમકેશ બક્ષી સાથે દિવાકર તે રૂમ પાસે આવ્યો.

આખરે કોણ હશે આ ઓરડામાં?.....રહસ્ય હજુ અકબંધ છે જાણવા માટે વાંચો આગળ નો ભાગ.....
ક્રમશઃ.....