The Author ર્ડો. યશ પટેલ Follow Current Read અગ્નિદાહ By ર્ડો. યશ પટેલ Gujarati Motivational Stories Share Facebook Twitter Whatsapp Featured Books Trembling Shadows - 22 Trembling Shadows A romantic, psychological thriller Kotra S... The Courage of A Drunkard It was a cold December night, and the town lay in quiet slum... Met A Stranger Accidently Turned Into My Life Partner - 19 After listening to the announcement made by their professor... Cornered- The Untold Story - 1 Chapter 01: The Campus Crisis The student, with frantic step... THE WAVES OF RAVI - PART 18 THE LAST JOURNEY The municipal clock struck four. It was fou... Categories Short Stories Spiritual Stories Fiction Stories Motivational Stories Classic Stories Children Stories Comedy stories Magazine Poems Travel stories Women Focused Drama Love Stories Detective stories Moral Stories Adventure Stories Human Science Philosophy Health Biography Cooking Recipe Letter Horror Stories Film Reviews Mythological Stories Book Reviews Thriller Science-Fiction Business Sports Animals Astrology Science Anything Crime Stories Share અગ્નિદાહ (9) 1.5k 3.2k રમણભાઈ એક મોટા અને સફળ બિઝનેસ માં તેમનું નામ આવે .એટલાજ ઉદાર અને મદદનિશ પણ ખરા.આખું શહેર તેમની દરિયાદીલી ને વાખાણતું.રમણભાઈ ને બે છોકરા ,એકનું નામ મહેશ અને બીજાનું નામ કલ્પેશ.આખો દિવસ બાપ ના પૈસે મોજ કરતા,ક્લબો માં જવું ,જુદી જુદી છોકરીઓ ફેરવવી,ઐયાષી કરવી .રાત્રે મોડા આવવાનું સવારે કોલેજ માં જતી રેવાનું અને ઐયાષી કરવાની ,ઘરમાં કોઈનું સાંભળતા નઈ.રમણભાઈ એ ઘણું કીધું પણ તેમના પત્ની તેમને ટોકતા"આટલું બધું કમાયા છો ,કોના માટે ,એમના માટે જ ને,તો વાપરવા દો ને ,જુવાન છે ,જવાબદારી આવશે એટલે જાતેજ શીખી જશે બધું"રમણ ભાઈ સાદું જીવન જીવતા,ત્યારે તેમના ધર્મપત્ની રમીલાબેન ઠાઠમાઠ માં રેતા,રમણ ભાઈ ને ત્યાં સેવકરામ નામનો એક નોકર,ઘરનું વાસણ,પોતાથી લઈ જમવાનું બનવાનું અને રમણ ભાઈ ની સેવા કરવાની,પ્રામાણિકતા તો એના લોહી માં દોડતી.સેવકરામ ઘણીવાર શેટ ને રમેશ અને કલ્પેશ ની ઐયાષી ની વાતો કેતો ,શેઠ આ સાંભળી ગણા દુઃખી થતા ,એક સફળ બિઝનેસમેન જરૂર હતા પણ ઘરમાં તેમનું કઈ ચાલતું નઈ.સેવકરામ શેઠ ને આમ જોઈ ઘણી વાર દુઃખી થતો.સમય પસાર થતો રહ્યો ,રમેશ અને કલ્પેશ બંને વચ્ચેની કોલેજ પુરી થતા રમણ ભાઈ એ બંને ને બિઝનેશ સોંપી દીધો અને પોતે નિવૃત્ત થઈ ગયા.રમેશ અને કલ્પેશ એ પોતાની ઈચ્છાથી અમિર ઘરોમાં લગ્ન થયા.વહુઓ ઘરમાં આવતા રમીલાબેન અને વહુઓ વચ્ચે નિત કોઈ ને કોઈ બાબતે ઝગડો થતો,વહુઓ પણ મોજ શોખ માં ફરતી ,પોતાના ઘરની માં આવી અશાંતિ જોઈ રમણ ભાઈ ખૂબ દુઃખી થતા.સમય પસાર થાય ધીમે ધીમે રમેશ અને કલ્પેશ ને જુગાર અને દારૂની લત લાગી જાય છે,શરૂવાત માં બિઝનેશ સારો ચાલ્યો પરંતુ જુગાર ની આદત ને લીધે ધીમે ધીમે બધું જ ઠપ થવા લાગ્યું. બધુજ ગીરવે મૂકવું પડ્યું.છેવટે ઘર પણ ઘીરવે મૂકવું પડ્યું.જુગાર ની લત ના છૂટતા ઘર પણ વેચાય ગયું.એમાંથી રમેશ તો ઘરજમાય બની ને સસરાનો ધંધો સાંભળવા લાગ્યો,તો બીજી બાજુ કલ્પેશ ને પણ એના સસરાએ રેવાની વ્યવસ્થા કરી દીધી.બંને માંથી એકેય રમણભાઈ અને રમીલાબેન ને રાખવા તૈયાર ન થયા.આખા શહેર માં રમણ ભાઈ ની જે નામના હતી એ રમેશ અને કલ્પેશએ મિટાવી દીધી.છેવટે સેવકરામ એની ઝુંપડી માં રમણભાઈ અને રમીલાબેન ને લઈ જાય છે.રમણભાઈ સેવકરામ નો આભાર માને અને આખમાંથી આસું આવી જાય છે.રમણભાઈ એક દુકાને ઉધારીમાં સામાન લેવા જાય ,ત્યાંજ કલ્પેશ આવે છે,રમણભાઈ ઉધારી ના પૈસા ચૂકવવાનું કહે છે પરંતુ કલ્પેશ ચોખ્ખી ના પાડી દે છે.સમય ધીમે ધીમે પસાર થાય છે ,આ બાજુ રમણ ભાઈ ઉધાર લઈ એક નવો બિઝનેશ ચાલુ કરે છે,પોતાની કુશળતા અને અને આવડતથી બિઝનેશ ખૂબ જ સારો ચાલવા માંડે છે ,રમણ ભાઈ પોતાનું ઘર પાછું ખરીદી લે છે,અને સેવકરામ સાથે ત્યાં જતા રહે છે,સેવકરામ પણ રમણ ભાઈ ના ખરાબ સમયમાં એટલોજ ભાગીદાર હતો,જેટલો એમના સારા સમય માં હતો.સેવકરામ રમણ ભાઈ ની ખૂબ સેવા કરે છે.આમને આમ સમય પસાર થાય છે,આબાજું રમેશ ના સસરનાં બિઝનેશ માં નુકશાન થાય છે અને તે રમેશ ને કાઢી મૂકે છે ,તો બીજી બાજુ કલ્પેશ પણ ઘર વગરનો થઈ જાય છે.બંને રમણ ભાઈ પાસે આવે છે,પણ રમણ ભાઈ એમને મદદ કરવાની ના પાડી દે છે.રમીલાબેન રમણ ભાઈ ને ગણું સમાજવે છે,પરંતુ રમણ ભાઈ માનતા નથી.એ રાતે સેવકરામ રમણભાઈ ના પગ દબાવે છે,ત્યાં જ રમણ ભાઈ ને હર્દય રોગ નો હુમલો થાય છે ,સેવકરામ રમણ ભાઈ ને હોસ્પિટલ લઈ જાય છે પરંતુ ત્યાં રમણ ભાઈ મૃત્યુ પામે છે.સેવકરામ ખૂબ રડે છે,રમેશ અને કલ્પેશ પણ આવી પહોંચે છે.રમણ ભાઈ ના અંતિમ સંસ્કાર ની તૈયારી ચાલુ થાય છે,ત્યાંજ રમીલાબેન એક પત્ર રમેશ અને કલ્પેશ ને આપે છે જે રમણ ભાઈ એ લખી રાખ્યો હતો.કલ્પેશ પત્ર વાંચે છે." રમીલા,તે હમેશા મારી વાતો ને અવગણી ને ,રમેશ અને કલ્પેશ ને માથે ચડાવ્યા છે,જયારે એમનીજ ભૂલો થી ઘર બાર થવું પડ્યું હતું ત્યારે બે માંથી એકય આસરો આપ્યો ન હતો,સેવકરામ એ આખી જિંદગી મારી સેવા કરી ,મારા ખરાબ સમય માં પણ સેવકરામ એ જ સહારો આપ્યો ,જ્યારે હું મૃત્યુ પામું ત્યારે મારા અંતિમ સંસ્કાર સેવકરામ કરશે,હું મારી સંપત્તિ માંથી અડધો ભાગ સેવકરામ ને આપું છું અને બાકીનો અડધો રમેશ અને કલ્પેશ ને,મારા ગયા પછી સેવકરામ ને કોઈ પણ મુશ્કેલી ન પડવી જોઈએ"આ પત્ર સાંભળીને ને ત્યાં ઉભા બધાંની આખોમાં પાણી આવી જાય છે,સેવકરામ પણ રડી પડે છે.સેવકરામ રમણ ભાઈ ને અગ્નિદાહ આપી ને તેમની ઈચ્છા પૂરી કરે છે.આજ ના સમય માં પણ છોકરાઓ માં-બાપ ને તગેડી મૂકે છે,એમના ખરાબ સમય માં પણ સાથ આપતા નથી.આજે ક્યાંક પણ માં પોતાના છોકરાને લાડમાંઅવળે રસ્તે જતા રોકતી નથી,એનું પરિણામ ભોગવવું પડે છે.સાચી સેવા સેવકરામ એ કરી તેથી જ રમણ ભાઈ ને અગ્નિદાહ આપવાનો અધિકાર પણ એને જ આપ્યો . Download Our App