Game of Fate - 20 in Gujarati Short Stories by Manish Pujara books and stories PDF | ભાગ્ય ના ખેલ - 20

Featured Books
  • स्वयंवधू - 31

    विनाशकारी जन्मदिन भाग 4दाहिने हाथ ज़ंजीर ने वो काली तरल महाश...

  • प्रेम और युद्ध - 5

    अध्याय 5: आर्या और अर्जुन की यात्रा में एक नए मोड़ की शुरुआत...

  • Krick और Nakchadi - 2

    " कहानी मे अब क्रिक और नकचडी की दोस्ती प्रेम मे बदल गई थी। क...

  • Devil I Hate You - 21

    जिसे सून मिहींर,,,,,,,,रूही को ऊपर से नीचे देखते हुए,,,,,अपन...

  • शोहरत का घमंड - 102

    अपनी मॉम की बाते सुन कर आर्यन को बहुत ही गुस्सा आता है और वो...

Categories
Share

ભાગ્ય ના ખેલ - 20

હવે મનુભાઈ લક્ષ્મી દાસ ની રાહ જોતા હતાં એ આવે પછી બાપુજી ના બારમા નુ નકકી થાય અને ત્રીજા દિવસે લક્ષ્મી દાસ અને પ્રભાવતી સાથે અનુરાધા (પ્રફુલ ના વાઈફ)આવે છે પણ પ્રફુલ નથી આવતો સગો બાપ ગુજરી જાય અને દીકરો ન આવે એને કેવો દીકરો કહેવાય આવા કપાતર દીકરા કરતાં તો દીકરા વગરના સારા હવે
લક્ષ્મી દાસ આવી જતા મનુભાઈ બાપુજી નુ બારમું અને જમણ વાર ની વાત કરે છે એટલે લક્ષ્મી દાસ અને પ્રભાવતી બંને નકકી કરીને આવ્યા મુજબ પ્રભાવતી કહે છે કે આ કયા આપણું ગામ છે
તે જમણ વાર કરવો પડે ખાલી બારમા ની વીધી કરી નાખવા ની જમણ વાર કાઈ કરવાની જરૂર નથી એટલે મનુભાઈ કહે છે કે હું અહીં રહેવા આવ્યો એને વરસો થયા અને હજી વરસો સુધી મારે
ગામ મા રહેવા નુ છે અને મે ગામ નુ ખાધું છે એટલે મારે જમણ વાર તો કરવો પડે એટલે પ્રભાવતી હંગામો કરે છે એટલે મનુભાઈ
લક્ષ્મી દાસ ને કહે છે કે મોટા ભાઈ ભાભી ને સમજાવો એટલે લક્ષ્મી દાસ પણ કહે છે કે તારી ભાભી સાચુજ કહે છે જમણ વાર કરવા ની કાઈ જરૂર નથી એટલે હવે વચ્ચે જસુબેન બોલે છે કે જમણ વાર તો કરવોજ છે એટલે પ્રભાવતી જસુબેન ઉપર ગુસ્સે થાય છે એટલે મનુભાઈ પ્રભાવતી ને કહે છે કે ગુસ્સો કરવો રહેવા
દો આ તમારૂ ઘર નથી અને આ ગામ મારૂ છે એટલે શું કરવું ઈ મારે જોવાનું હોય તમારે નઈ અને મારે જમણવાર કરવાનો થાય છે તમારે જેમ કરવું હોય એમ બાકી હુતો જમણવાર કરીસજ એટલે પ્રભાવતી વધારે ગુસ્સો કરે છે અને અહીંથી નીકળી જાય છે એટલે પાછળ પાછળ લક્ષ્મી દાસ અને અનુરાધા પણ જતા રહે
છે આ એક પહેલેથી જ ચાલ હતી કે બાપુજી ના બારમા મા ભાગ ન દેવો ના પડે (ખર્ચો ન કરવો પડે) કેટલા નિરલજ માણસો કેવાય સગા બાપ ની વીધી પુણૅ કયૉ વગર જતા રહે છે એકતો પ્રફુલ તો
આવ્યોજ નોહતો અને આ લોકો પણ જતા રહ્યા હવે
હવે બાપુજી ના બારમા ની બધી જવાબદારી મનુભાઈ ઉપર આવે છે એટલે મનુભાઈ બાપુજી ના બારમા નો જમણવાર તથા વીધી કરાવે છે જમણવાર પુણૅ થતાં બધા મહેમાનો રવાના થાય છે
મનુભાઈ માંડ માંડ જમણવાર કરી સકયા હોય છે છતાં પણ બાપુજી ની વીધી પુણૅ થતાં બાપુજી નુ છેલ્લુ કામ પુણૅ કર્યા નો સંતોષ થાય છે અને મનુભાઈ પાછા દુકાન સરૂ કરી દે છે હવે આ બાજુ હીરાલાલ ને ઈંધણ ના વેપાર મા કંઈક પ્રોબ્લેમ આવતા ધંધો બંધ કરે છે એટલે મનુભાઈ ને પણ ઈંધણ નો ધંધો બંધ કરવા નો વારો આવેછે અને મનુભાઈ ની આવક ઘટે છે એક બાજુ બાપુજી
નો ખરચ આવ્યો અને આ ધંધો બંધ કરવો પડયો હવે બધો આધાર દુકાન ઉપરજ રહ્યો બાપુજી જતા ઘર ખાલી ખાલી લાગે છે પણ હવે બાપુજી પાછા તો નથી આવવના એટલે ભુલવુજ રહયું આમનમ દીવસો પસાર થતા હોય છે એક દિવસ મનુભાઈ બાપુજી નો થેલો ખોલે છે તેમા થી એક ચિઠ્ઠી મળે છે કે બેટા હુ જીવતા તો તને ન કહી સકીયો કારણ કે તારે બહુ આવક નથી એટલે તને મે કયારેય કીધું નથી પણ આ ચિઠ્ઠી મા બધા વેપારીઓ ના નામ અને રૂપિયા લખુ છું આ બધા વેપારીઓ ના રૂપિયા બાકી છે તે આ ચિઠ્ઠી મા લખછુ બધાં મોરબી ના વેપારીઓ છે માર મરણ પછી તને આ ચિઠ્ઠી મળે છે આ દેણુ મારૂ કરેલું છે એટલે મેં લક્ષ્મી દાસ ને વાત કરેલી પણ લક્ષ્મી દાસ આ રૂપિયા ભરશે નહીં એવું મને લાગ્યું છે આ દેણુ તારૂ નથી મારૂ છે એટલે તારી પાસે જયારે થાય ત્યારે ભરજે ઉતાવળ કરવા ની જરૂર નથી આ વળી
મનુભાઈ ને નવી મુસીબત આવી મનુભાઈ ના જીવન માં મુસીબત ન આવે તે કેમ ચાલે આનેજ કહેવાય ભાગ્ય ના ખેલ હવે બાપુજી ની ચિઠ્ઠી ને મનુભાઈ સાચવી ને રાખી દે છે કારણ કે અત્યારે રૂપિયા ની સગવડ તો નથી એટલે ભરી નઈ સકાય પણ બાપુજી નુ દેણુ દીકરા એ ભરવુ પડે એટલે ચિઠ્ઠી સાચવી ને મુકી દે છે કે જયારે સગવડ થશે એટલે ભરી દેશુ વાહ ભાગ્ય વાહ માલ ખાય લક્ષ્મી દાસ અને દેણુ ભરવાનુ મનુભાઈ ને અને સમય જતાં આખા
ગુજરાત માં દુષ્કાળ પડે છે પણ અમારે ઝાલાવાડ મા કુવામાં પાણી સારા હોય છે એટલે જુનાગઢ બાજુના પટેલ ભાઈઓ ખેતી
કરવા માટે આવે છે એટલે ગામ મા લગભગ વીસ પચીસ નવા ઘર
વધી જાય છે એટલે વીસ પચીસ નવા ગ્રાહકો વધી જાય છે એટલે મનુભાઈ ને આવક વધી જાય છે એટલે મનુભાઈ બાપુજી નુ દેવુ મોરબી ના વેપારી ને ચુકવી આપે છે આમ મનુભાઈ બાપુજી ના દેવા માથી મુકત થાય છે અને દેવુ ભરવા ની જવાબદારી પુરી થાય છે હવે ભગવાન કરે ને કોઈ મુસીબત મનુભાઈ ને ન આવે તો સારૂ હવે આગળ શું થાય છે મનુભાઈ તથા જસુબેન ના જીવન માં તે આપણે જોશુ નવા એપિસોડ મા.