Besan gutta in Gujarati Cooking Recipe by Aarti bharvad books and stories PDF | બેસન ગટ્ટા

Featured Books
  • અસવાર - ભાગ 3

    ભાગ ૩: પીંજરામાં પૂરો સિંહસમય: મે, ૨૦૦૦ (અકસ્માતના એક વર્ષ પ...

  • NICE TO MEET YOU - 6

    NICE TO MEET YOU                                 પ્રકરણ - 6 ...

  • ગદરો

    અંતરની ઓથથી...​ગામડું એટલે માત્ર ધૂળિયા રસ્તા, લીલાં ખેતર કે...

  • અલખની ડાયરીનું રહસ્ય - ભાગ 16

    અલખની ડાયરીનું રહસ્ય-રાકેશ ઠક્કરપ્રકરણ ૧૬          માયાવતીના...

  • લાગણીનો સેતુ - 5

    રાત્રે ઘરે આવીને, તે ફરી તેના મૌન ફ્લેટમાં એકલો હતો. જૂની યા...

Categories
Share

બેસન ગટ્ટા

     બેસન ગટ્ટા એ બેસન માંથી બનાવેલી વાનગી છે જે બધા ને બહુ ગમશે એવી આશા સાથે આપની સમક્ષ આ રજૂ કરવાનો પ્રયત્ન કરું છું.

  મારા ઘરમાં બધાને બેસન ગટ્ટા બહુ ભાવે એટલે બે-ચાર દિવસમાં એકવાર તો બેસન ગટ્ટા ઘરમાં બને જ એમાં એના પપ્પા ને  બેસન ગટ્ટા અતિ પ્રિય,એટલે જયારે કઈક બનાવવાનું પૂછો એટલે એમના મોઢે બસ એક જ નામ હોય બેસન ગટ્ટા.સ્વાદમાં પણ એકદમ મસ્ત અને ગરમ-ગરમ ખાવાની મઝા જ અલગ હોય છે.આંગળીયો ચાટતા રહી જવાય એવી આ દહીં અને બેસન નું મસ્ત કોમ્બીનેશન જેની રેસીપી આપને હું જાણવું.

બેસન ગટ્ટા ની સામગ્રી:

બેસન : ૨ કપ 

મીઠું: ૧/૨ ચમચી 

તેલ : ૧ ચમચી 

હળદર :૧/૨ ચમચી 

પાણી : જરૂર મુજબ ગટ્ટા નો લોટ તૈયાર કરવા માટે.

 ગ્રેવી માટે ની સામગ્રી:

ડુંગળી : બે નંગ 

ટામેટા : બે નંગ 

દહીં : એક મોટી વાટકી 

લસણ અને આદુ મરચા ની પેસ્ટ 

લીલા કોથમીર 

જીરું:અડધી ચમચી 

મરચું :એક ચમચી 

કાશ્મીરી મરચું : અડધી ચમચી 

ગરમ મસાલો : એક ચમચી 

મીઠું સ્વાદ મુજબ  

બેસન ગટ્ટા બનાવવાની રીત :

 સૌથી પહેલા એક વાસણ માં બેસન ચાળી ને લઇ લેવું ત્યારબાદ એમાં મીઠું અને હળદર મિક્ષ કરીને એમાં થોડું તેલ એડ કરો,પાણી થી ગટ્ટા માટે નો લોટ તૈયાર કરો.લોટ તૈયાર કરો એ પહેલા એક તપેલીમાં પાણી ગરમ કરવા માટે મૂકી દેવું.ગટ્ટા નો લોટ બંધાઈ જાય એટલે એ ઉકળતા પાણીમાં તમે એ લોટને ભજીયાની જેમ પણ નાખી શકો છો અથવા તો એના ગટ્ટા ને ટુકડા પણ કરી શકો છો એ બાફવા માટે પાંચ-દસ મિનીટ નો સમય લાગશે.ગટ્ટા બફાય ત્યાં સુંધી ગ્રેવી તૈયાર કરી લેવી.ગ્રેવી તૈયાર કરવા માટે સૌપ્રથમ એક કઢાઈ માં તેલ ગરમ કરવા મુકવું એમાં જીરું નાખી ને લાલ થાય ત્યાં સુંધી તેલ ગરમ કરવું જીરું ગરમ થઇ જાય ત્યારબાદ ઝીણી સમારેલી ડુંગળી હલકી ગુલાબી રંગની થાય ત્યાં સુંધી એને સંતાડવી,ડુંગળી બરાબર શેકાઈ જાય એટલે એમાં આદુ લસણ અને મરચા ની પેસ્ટ નાખવી પેસ્ટ ને બરાબર મિક્ષ કરી ત્યાર બાદ એમાં ઝીણા સમારેલા ટામેટા નાખવા અને ઉપર ઢાંકણ ઢાંકીને સહેજ વાર ચઢવા દેવું,ટામેટા એકરસ થઇ જાય પછી એમાં મરચું,હળદર ,ગરમ મસાલો,મીઠું ઉમેરી દેવું કઢાઈ ને ઢાંકીને ગ્રેવી માંથી તેલ છુટવા લાગે ત્યારે બફાઈ ગયેલા ગટ્ટા એ ગ્રેવીમાં નાખીદેવા, ગટ્ટા માં મસાલો ઉમેરાઈ જાય એ માટે ફરી કઢાઈ ઢાંકી દેવી લગભગ પાંચ મિનીટ સુંધી ધીમા તાપે ગટ્ટા ને ગ્રેવીમાં ડીપ થવા માટે રહેવા દેવા,ગટ્ટા માં મસાલો ઉતરી જાય એટલે કઢાઈ નું ઢાંકણ હટાવી લેવું ગટ્ટા માંથી એકદમ તેલ છુટું પડશે અને સુગંધ પણ સરસ આવશે,ત્યાર બાદ એમાં મોટી વાટકી ભરેલું દહીં ઉમેરી દેવી અને હલાવી લેવું ફરી એને થોડી વાર માટે ઢાંકીને રહેવા દઈ લીલા કોથમીર સમારીને એના ઉપર નાખવા અને ગેસ બંધ કરી ગરમા-ગરમ રોટલી કે રોટલા સાથે સર્વ કરવું.સાથે પાપડ અને સલાડ પણ સર્વ કરવા.

  ચોમાસા ના સમયમાં આ બેસન ગટ્ટા નું શાક એકદમ ગરમ ખાવાની દરેક ને મઝા આવશે,નાના-મોટા દરેક ને ભાવે એવું આ શાક પાપડ અને સલાડ ની સાથે ખાવાની મઝા તમે પણ આ રેસીપી બનાવીને અનુભવી કરી જોજો અત્યારે વરસાદમાં ઘરમાં બધા ખુશ થઇ જશે અને આંગળીયો ચાટતા રહી જશે અને વારંવાર મારી જેમ તમારા ઘરે પણ બેસન ગટ્ટા ની ફરમાઇસ થશે.ખાટો અને તીખો ચટપટો સ્વાદ વરસાદની મોસમમાં મનગમતો સ્વાદ બની જશે આપ પણ આ બેસન ગટ્ટા ની રેસીપી ઘરમાં જરૂર પ્રયત્ન કરજો અને આપનો અભિપ્રાય પણ આપજો.