Guhilot Dynasty and Maharana Pratap in Indian History - 4.3 in Gujarati Short Stories by Sisodiya Ranjitsinh S. books and stories PDF | ભારતીય ઇતિહાસમાં ગુહિલોત વંશ તથા મહારાણા પ્રતાપ - 4.3

Featured Books
  • నిరుపమ - 10

    నిరుపమ (కొన్నిరహస్యాలు ఎప్పటికీ రహస్యాలుగానే ఉండిపోతే మంచిది...

  • మనసిచ్చి చూడు - 9

                         మనసిచ్చి చూడు - 09 సమీరా ఉలిక్కిపడి చూస...

  • అరె ఏమైందీ? - 23

    అరె ఏమైందీ? హాట్ హాట్ రొమాంటిక్ థ్రిల్లర్ కొట్ర శివ రామ కృష్...

  • నిరుపమ - 9

    నిరుపమ (కొన్నిరహస్యాలు ఎప్పటికీ రహస్యాలుగానే ఉండిపోతే మంచిది...

  • మనసిచ్చి చూడు - 8

                     మనసిచ్చి చూడు - 08మీరు టెన్షన్ పడాల్సిన అవస...

Categories
Share

ભારતીય ઇતિહાસમાં ગુહિલોત વંશ તથા મહારાણા પ્રતાપ - 4.3

બાપ્પા ચિત્તોડમાં

         વિશાળ મેદાનની પાછળ ઊંચા ઊંચા ડુંગરા, ધરતીની આવી સુંદર ગોદમાં રાજકુમાર બાપ્પા ધર્મપાલ અને કરણની છાયામાં મોટો થવા લાગ્યો. સંસ્કારસિંચન તેને સતીમાં અને પુરોહિતે આપ્યું. તે સંસ્કૃત ભાષામાં પણ પારંગત થયો. યુવક બાપ્પા પોતાનું ભાગ્ય અજમાવવા માંગતો હતો. તેને કાલભોજ પણ કહેતા. ભીલરાજ કરણ સાથે તે નીકળી પડતો. એ જમાનામાં વીરભૂમિ રાજપુતાનાની અને ગઢ ચિત્તોડનો. રાજપૂતો માટે બહુ મોટું આકર્ષણ હતું.

પ્રયાણ કરતાં કરતાં પારાશરના જંગલમાં, નાગદા પાસે બાપ્પાએ પોતાનો મુકામ કર્યો. અહીં રહી તેઓ સાથીઓની મોટી ટોળી જમાવવા લાગ્યા. બાલીય અને દેવ તેના જીગરજાન મિત્રો હતા. એક વેળા, એક સંન્યાસી બાપ્પા ના નિવાસ્થાને આવી પહોંચ્યા. બાપ્પાએ એમની સેવાચાકરી ઉત્તમ પ્રકારે કરી. એટલે એમણે એ પંથકમાં અવાવરું જગ્યામાં આવેલ મંદિરમાં બિરાજતા ભગવાન એકલિંગજીની પૂજા કરવાનો બાપ્પાને અનુરોધ કર્યો. ભગવાન એકલિંગજીની છત્રછાયામાં દિવસો પસાર થવા લાગ્યા. મહામલ્લ બાપ્પાએ આસપાસના માથાભારે લૂંટારૂઓને જેર કર્યા. નિરાધારોને મદદ કરી. નિર્જન રસ્તે, જંગલી જાનવરોના પંજામાંથી, ઘણાને ઉગાર્યા. જેથી ‘વીર બાપ્પા’ આખાયે પંથકમાં જાણીતો થયો.

એની કીર્તિની સુવાસ છેક ચિત્તોડગઢના રાજવી માનસસિંહ મોરી સુધી પહોંચી. આવા વીર યુવકને મળવાની રાજાને પણ અભિલાષા જાગી. એને થયું કે, આવો વીર મારા રાજ્યનો સેનાપતિ હોય તો! આ વીર યુવક કોણ હશે? કોઈ રાજબીજ હોવું જોઈએ. નહીં તો આવો પ્રભાવ કેવી રીતે હોઈ શકે? “અભયરાજ, પારાશરના જંગલોમાં રહેતો એ યુવક કોણ હશે?” અભયરાજ પરમાર એકવેળા ઇડરના રાજવી નાગાદિત્યનો અંગરક્ષક હતો. નાગાદિત્યની હત્યાના સમયે તે ઘેઘૂર ઘટાવાળા વડની નીચે ઘાયલ થઈને નિશ્ચેતન પડ્યો હતો. બળવાખોરોએ માની લીધું કે, એ મૃત્યુ પામ્યો છે. ભાનમાં આવ્યા પછી, વેદનાથી ચીસો પાડતો અભયરાજ, એક રાહદારી ઘોડેસવારે એની સારવાર કરી. ઘાયલ અભયરાજને એક કુટીરમાં લઈ જવાયો. સાજા થયેલા અભયરાજે પલટાયેલી પરિસ્થિતિમાં ઇડર રાજ્યની બહાર જવાનો વિચાર કર્યો. રાજપલટાના ખપ્પરમાં તેણે પોતાનો પરિવાર ગુમાવી દીધો હતો. વટેમાર્ગુ ચિત્તોડગઢનો એક સરદાર હતો. એણે અભયરાજને પોતાની સાથે લીધો.

“ અભયરાજ, રાણી અને તેના પુત્રનો કોઈ પત્તો?” ચિત્તોડાધિપતિ એ પ્રશ્ન કર્યો. “ મહારાજ, મહારાજ નાગાદિત્યના ખૂનથી બહેકેલા ભીલોએ રાજમહેલમાં કારમી કતલ ચલાવી હતી. એટલે કોઈપણ બચવા પામ્યું હોય એ અસંભવ છે.” ચિત્તોડગઢના રાજવીને આ સાંભળી અપાર વેદના થઈ. કારણકે ઈડરની રાણી તેમની માસિયાઈ બહેન થતી હતી. આ વાતને વર્ષો વીતી ગયા. મહારાજે અભયરાજ પરમારને જ્યારે પરાશરના જંગલના પ્રતાપી યુવક વિષે પૃચ્છા કરી ત્યારે પરમાર માટે આશાનો તંતુ હાથ લાગ્યો.

“ મહારાજ એ યુવાન કોણ હશે એ કલ્પી શકાતું નથી. કોઈવાર ભેટો થઇ જાય તો વળી ખ્યાલ આવે. અભયરાજ પરમારને ક્યાંથી ખ્યાલ હોય કે અતિ અલ્પ સમયમાં એ યુવાનનો પોતાને અને ચિત્તોડનરેશને ભેટો થશે, પરિણામે ચિત્તોડ માં મોટા વમળો પેદા થશે. ભાવિના ગર્ભમાં શું છૂપાયું છે એનું રહસ્ય જો માનવી જાણતો થાય તો પછી ભગવાનનું તંત્ર ચાલે કેવી રીતે? ઘણાં સમય પછી ચિત્તોડનરેશ શિકારે ઉપડ્યા છે. પૂરપાટ ઘોડેસવારો ચાલ્યા જાય છે. મહારાજ પોતે ઉત્સાહમાં આવી ગયા. સિંહનો શિકાર કરવાના નિર્ધાર સાથે આગળ ધપ્યે જતા હતા. એમનો ઘોડો વીજળીવેગે દોડતો હતો. સરદારો પાછળ પડી ગયા.

અચાનક ઝાડીમાંથી સિંહે મહારાજ પર તરાપ મારી. રાજા સાવધ હતો. એમણે પળવારમાં તીર છોડ્યું. સિંહ ઘવાયો. ઘવાયેલો સિંહ ખતરનાક બને છે. તે જરા પાછો હઠ્યો અને જોરદાર હલ્લો કર્યો. પણ ચિત્તોડનરેશ માટે એટલો સમય પૂરતો હતો. એમણે કટાર કાઢી પેંતરો ભર્યો. સિંહનો જોરદાર સામનો કર્યો. છેવટે કારમી ચીસ પાડી સિંહ ઢળી પડ્યો. રાજાએ નિરાંતનો શ્વાસ લીધો. ત્યાં તો એક અકલ્પ્ય ઘટના બની. ઝાડીની ઘટામાંથી ધૂંધવાયેલી સિંહણે કૂદકો માર્યો. છંછેડાયેલી સિંહણના અચાનક થયેલા આક્રમણથી રાજા માનસિંહ મોરી ચમકય, મોતને નજીક નિહાળ્યું. નરેશ જાણતા હતા કે, પોતાના નરના ઘાતકને હિંસક વાઘણ, સિંહણ કે વિષધર નાગણ કદી છોડતી નથી.

 પરંતુ ક્ષણવારમાં એક યુવાન ત્યાં ધસી આવ્યો. એણે સિંહણનો હુમલો પોતા પર લઈ લીધો. ભયંકર દ્વંદયુદ્ધ ખેલાયું. યુવકે એ સિંહણ સાથે હાથોહાથની લડાઈ ખેલી. અને લાગ જોઈ ભેટ માંથી કટાર કાઢી. સિંહણના શરીરમાં ખુંપાવી દીધી. તે સાથે જ લોહીનો ફુવારો વછુટ્યો. આ દરમિયાન રાજાના અંગરક્ષકો પણ આવી પહોંચ્યા. “શાબાશ યુવક, તારી બહાદુરી દાદ માંગી લે એવી છે. તું ના હોતતો આજે હું ન હોત. મારી ઘડી આવી પહોંચત.” ચિત્તોડનરેશ બોલ્યા. “બહાદુર યુવક, તેં આજે ચિત્તોડનરેશના પ્રાણ બચાવ્યા છે.”

“મહારાજ, આપને મારા વંદન, હું આ જંગલમાં જ રહું છું.”

 ત્યાં તો મહારાજના અંગરક્ષકોમાંથી અભયરાજ પરમાર એકદમ આગળ ધસી આવ્યા. કારણ એમણે દૂરથી કરણને આવતો જોયો.

“ અરે, કરણ, તું, અહીં ક્યાંથી?” “ અરે, તમે? અભયરાજજી પરમાર? હું અને બધાં માનતા હતા કે, તમે પણ તે દિવસના ધીંગાણામાં ખપી ગયા હશો.” “કરણ, આજે આ યુવકે મેવાડપતિ મહારાજ માનસિંહજીના પ્રાણ બચાવ્યા છે. યુવાન ખરેખર બહાદુર છે. કોણ છે?” “ અભયરાજજી, ભૂલી ગયા! ઇડરના બાળરાજકુમારને.” કરણ બોલ્યો.

 આટલું સાંભળતાવેંતજ અભયરાજ દોડીને યુવરાજ બાપ્પાને ભેટી પડ્યો. “ઘણું જીવો મહારાજ નાગાદિત્યના રાજ-રત્ન.”

“ મહારાજ, આ યુવક ઇડરનો રાજકુમાર બાપ્પા આપણો જ ભાણેજ.”

“ હેં, તું મારો ભાણેજ, તે મારો પ્રાણ બચાવ્યો. ચાલ ચિત્તોડમાં. તારા જેવા બહાદુરોની મારે જરૂર છે.” બાપ્પા કરણ તરફ જોઈ રહ્યો. એટલામાં દૂરથી શૈલા, બાલીય, દેવ સાથે એના સાથીઓ આવી પહોંચ્યા. બધી વાત જાણી એટલે શૈલા બોલી. “બાપ્પા તો મહારાણીબાની મોટી અમાનત છે. અમે એ પ્રાણસાટે સાચવી છે. હવે તો એના વિયોગની કલ્પના પણ અમારા હૈયાને ચીરી નાંખે એવી છે. પરંતુ અમે યોગ્ય હાથોમાં એ અમાનતનું ભવિષ્ય ઉજ્જવળ બને એ માટે સ્વાર્થી નહીં બનીએ. અમારાથી બન્યું એટલું કર્યું. હવે અમે એ આપના હાથમાં સોંપીએ છીએ.”

  કરણ અને શૈલા પોતાની જાગીર છે જવા તૈયાર થયા. બાપ્પા અને તેના સાથીદારો ચિત્તોડ તરફ. બાપ્પાએ માન મોરીને પોતાની કેળવેલી ભીલ સેનાની વાત કરી. રાજાએ ખુશ થઈને એ સેનાને મેવાડ બોલાવી લેવાની ખાતરી આપી. “ બાપ્પા, એ તારી અંગત સેના રહેશે. હું તને મેવાડનો મોટો સરદાર બનાવીશ. તેના જીગરજાન દોસ્ત બાલીય અને દેવ ભીલસેનાને લઈને આવવાનું કહીને છુટા પડ્યા. બંને બાજુના માનવીઓમાં ભાવનાનો સાગર ઉમડતો હતો. હૃદય સાગરના આ મોજાં જ્યાંસુધી એકબીજાને જોતા રહ્યાં ત્યાંસુધી ઉછળતા રહ્યા. આમ પોતાના સાથીદારો સાથે બાપ્પાએ ચિત્તોડગઢમાં પ્રવેશ કર્યો.

ચિત્તોડગઢના રાજદરબારમાં વીર યુવક બાપ્પાનું સન્માન કરવામાં આવ્યું. રાજાએ અંતે એને તલવાર અને સાફો બાંધ્યા. અને ‘સરદાર’ ની પદવી આપી. “ બાપ્પા મારો ભાણેજ છે પરંતુ એનું આ સન્માન ફક્ત એ મારો ભાણેજ હોવાથી જ આપતો નથી. પરંતુ એનામાં એ વીરતા છે. જે કુનેહ છે અને જે જુસ્સાથી એણે મારા પ્રાણ બચાવ્યા છે, અન્ય લોકોના પ્રાણ બચાવ્યા છે. લૂંટારાઓને ઝબ્બે કર્યા છે. એ કારણે કરવામાં આવે છે. આવા કાર્યો કરનાર કોઇપણ યુવક આવા સન્માનનો અધિકારી છે જ.

 મેવાડના સૌ સરદારોએ આ વીર યુવકના વીરોચીત સન્માનથી ઘણાં ખુશ થયા. થોડા દિવસમાંજ બાલીય અને દેવ ભીલસેના સાથે બાપ્પાને ચિત્તોડમાં મળ્યા.

 ચિત્તોડ ની મહારાણી સર્વ વાતે સુખી હતી. પરમારવંશી રાજા માનસિંહ મોરીની એ પ્રાણપ્રિયા હતી. પત્ની બનવું સહેલું છે. પરંતુ પ્રાણપ્રિયા બનવું કઠીન છે. જે સ્ત્રી પોતાના પતિની પ્રિયા બની શકે છે એ સ્ત્રીના જેવી ભાગ્યશાળી સ્ત્રી બીજી કોઈ ન હોઈ શકે. આ દંપતીની યુવાની પ્રેમસાગરમાં ડૂબકીઓ મારતા મારતા વહી ગઈ. હવે બંને પ્રૌઢ બની ગયા. પ્રૌઢ્વયે દેહનાં આકર્ષણ ઓછા થતાં જાય અને અલૌકિક પ્રેમની લહેરમાં દંપતી લહેરાવા માંડે. રાજા અને રાણી સ્વર્ગીય સુખમાં મહાલતા હતા. પરંતુ સોનાની થાળીમાં જેમ લોઢાની મેખ જોઇને આંખને કઠે તેમ રાણીની સૂની ગોદ જોઇને રાજાને ઘણું દુખ થતું. પરંતુ જો એ એ દુ:ખને વાચા આપે તો રાણીનું કાળજું કોરાઇ જાય એ ભયથી રાજા કદી આ વાત કાઢતા નહીં. પતિ અને પત્ની પોતાના દુ:ખસુખની વાતોના સહભાગી હોય છે, પરંતુ અહીં તો પોતાના દુઃખનો ભાર બંનેને એકલાં જ વેંઢારવાનો આવ્યો. રાણી એકલી હોય ત્યારે વિચારોના વમળોમાં દુઃખી દુઃખી થઇ જતી. પરંતુ રાજાને નિહાળતાંજ આ બધું વિસરી જવાનું નાટક કરવું પડતું. બીજી બાજુ રાજાના પણ એ જ હતા. પરંતુ ભાણેજ ના આગમને હવે પલટાઈ. રાજા હવે રાજકાજમાં વિશેષ ધ્યાન આપવા લાગ્યા. બાપ્પાને પણ પોતાની સાથે રાજના કાજમા પલોટવા માંડ્યો. એની શક્તિ જોઈને રાજાનો સ્નેહ એના પ્રતિ અનેક ગણો વધી ગયો.

 રાજ્યની કોઇપણ બાબત બાપ્પા વગર ચર્ચાય નહીં એવી પરિસ્થિતિ આવી પહોંચી. બાપ્પાની નિર્ણયશક્તિ, કડપ અને ન્યાયપ્રિયતાથી રાજ્યનું મહાજન ખુશ થતું હતું. રાજા પણ તેને પુત્રવત્ ચાહવા લાગ્યા. સાગરના શાંત નીરના દર્શન નયનોને કૃતાર્થ કરે તેમ ચિત્તોડગઢનો સુંદર રાજવહીવટ સર્વત્ર વખણાવા લાગ્યો. 

to be continued ......