College campus - 79 in Gujarati Love Stories by Jasmina Shah books and stories PDF | કૉલેજ કેમ્પસ (એક દિલચસ્પ પ્રેમકથા) - 79

Featured Books
  • द्वारावती - 73

    73नदी के प्रवाह में बहता हुआ उत्सव किसी अज्ञात स्थल पर पहुँच...

  • जंगल - भाग 10

    बात खत्म नहीं हुई थी। कौन कहता है, ज़िन्दगी कितने नुकिले सिरे...

  • My Devil Hubby Rebirth Love - 53

    अब आगे रूही ने रूद्र को शर्ट उतारते हुए देखा उसने अपनी नजर र...

  • बैरी पिया.... - 56

    अब तक : सीमा " पता नही मैम... । कई बार बेचारे को मारा पीटा भ...

  • साथिया - 127

    नेहा और आनंद के जाने  के बादसांझ तुरंत अपने कमरे में चली गई...

Categories
Share

કૉલેજ કેમ્પસ (એક દિલચસ્પ પ્રેમકથા) - 79

સમીર પરીને કોલેજ કેમ્પસમાં જ ડ્રોપ કરવા માંગતો હતો એટલે તે બોલ્યો, "જો બહાર ઉતારીને ગયો હોત તો આ બધા તારી સામે જુએ છે તેમ એકી નજરે ન જોયા કરત એટલે જ અંદર આવ્યો..અને પછીથી હસ્યો અને આગળ બોલ્યો કે, કોલેજમાં જરા તારો દબદબો રહે ને.."
"તું પણ ખરો છે..અને પરી ખડખડાટ હસી પડી અને તેને હસતાં જોઈને સમીર પણ હસી પડ્યો અને બોલ્યો, "ઓકે ચલ બાય તો મળીએ પછીથી અને તેણે પરીની સામે હાથ લંબાવ્યો એટલે પરીએ પોતાનો નાજુક નમણો હાથ સમીરના હાથમાં મૂક્યો અને સમીરની સામે જોયું અને, "બાય" એટલું બોલી અને કારનો દરવાજો બંધ કરીને પોતાના ક્લાસ તરફ રવાના થઇ સમીરે પણ પોતાની કારનો ટર્ન લીધો અને પોતાના કામે જવા માટે નીકળી ગયો...
સમીર આજે ખૂબ ખુશ હતો અને મનમાં ને મનમાં હસી રહ્યો હતો જાણે તેને કોઈ પોતાને ગમતી વ્યક્તિ મિત્ર તરીકે મળી ગઈ હોય તેમ.. અને હજુ તો તે પરીની વાતોમાંથી બહાર નીકળે તે પહેલાં તેના મિત્ર એવા એક તેનાથી સિનિયર ઓફિસર મી.બીપીન ચાવડાનો તેની ઉપર ફોન આવ્યો જે બીજા પોલીસ સ્ટેશને ડ્યુટી બજાવી રહ્યા હતા...
"શું કરે છે સમીર આજકાલ બહુ બીઝી છે દેખાતો નથી?"
"બોલો ને સર તમે ક્યાંથી યાદ કર્યો?"
"બસ આ બાજુથી નીકળ્યો હતો તો થયું તને મળીને જવું પણ તું નહોતો એટલે તને ફોન કર્યો."
"હા તો બેસો સર આવું જ છું તો મળીએ. બસ, પાંચ જ મિનિટમાં આવ્યો."
"ઓકે તો આવ જલ્દીથી ચલ"
"જી સર"
અને સમીર પાંચ સાત મિનિટમાં જ પોલીસ સ્ટેશને પહોંચી ગયો.
મી.બીપીન ચાવડાની આગતાસ્વાગતા કરી અને પછી બંને મિત્રો વાતે વળગ્યાં.
મી.બીપીન ચાવડાએ અમસ્તાં જ પૂછ્યું કે, "કોઈ મોટો કેસ હેન્ડલ કરી રહ્યો છે કે શું?"
એટલે સમીરે પોતાના હાથમાં રહેલા કેસ બાબતે વાત કરતાં કહ્યું કે, "હા યાર, હમણાં આ ડ્રગ્સનું વેચાણ અને હેરાફેરીનું બહુ ચાલ્યુ છે એક લિંક હાથમાં આવી છે બાતમી પણ સાચી છે છતાં ગુનેગારો પકડાતાં નથી હું જે જગ્યાએ છાપો મારવા પહોંચું તે જગ્યા બદલાઈ ગઈ હોય છે. શું કરવું કંઈ સમજમાં નથી આવતું બસ તેમાં જ ફસાયેલો છું.."
"કઈ જગ્યાનો કેસ છે? આ એરિયાનો કે પછી બીજા કોઈ એરિયાનો?"
"આ એરિયાનો નથી, કેસ તો બીજા જ એરિયાનો છે અને તેમાં એક વ્યક્તિ અમદાવાદની પણ સંડોવાયેલી છે."
"અચ્છા એવું છે અમદાવાદનું હોય તો એક કામ કર ને ત્યાં મારો મિત્ર મી.સુભાષ રાઠોડ છે તે તને હેલ્પ કરશે તેનો કોન્ટેક્ટ નંબર હું તને વૉટ્સએપ કરું છું."
"એ સારું રહેશે ત્યાંનું કોઈ પરિચિત હોય તો ગુનેગારને છૂપી રીતે પકડવાનો મેળ પડી જશે."
"ઓકે તો ચાલ, નીકળું ત્યારે.. અને જોઈ લેજે સુભાષ રાઠોડ સાથે વાત કરી લેજે"
અને મી.બીપીન ચાવડા સમીર સાથે હાથ મિલાવીને ઉભા થયા અને પોતાના કામે જવા માટે નીકળ્યા.
સમીરે બીપીન ચાવડાએ આપેલા નંબર ઉપર ફોન કર્યો અને ડ્રગ્સના કેસની તમામ વિગતો મી.સુભાષ રાઠોડને જણાવી અને પોતે બીજે દિવસે જ અમદાવાદ તપાસ હાથ ધરવા આવી રહ્યો છે તેમ પણ જણાવ્યું.
આ વાતચીત દરમિયાન સમીરને યાદ આવ્યું કે તેણે પરી પાસેથી આકાશનો ફક્ત ફોટો જ માંગ્યો હતો તેનું એડ્રેસ તો માગ્યું જ નહોતું એટલે તેણે પરીને ફોન લગાવ્યો પરંતુ પરીએ ફોન ન ઉપાડ્યો એટલે સમીરને થયું કે તે લેક્ચરમાં હશે હમણાં ફોન કરશે.
લગભગ એકાદ કલાક પછી પરીએ સમીરને ફોન કર્યો.
"હા બોલો શું કામ હતું?"
"પરી, મારે આકાશનું એડ્રેસ જોઈએ છે. તે તારી પાસે માંગવાનું હું ભૂલી જ ગયો."
"ઓહ, પણ તેનું એડ્રેસ તો મારી પાસે પણ નથી." પરીએ ચિંતા વ્યક્ત કરતાં કહ્યું.
"અને કેમ તારે એડ્રેસ જોઈએ છે?"
"હું આવતીકાલે અમદાવાદ જઈ રહ્યો છું તેને પકડવા માટે.."
"ઓહ, અમદાવાદ..!" અને પરી આગળ જરા અટકીને બોલી, "અમદાવાદ તો મારે પણ આવવું છે મારી નાનીમા પાસે.."
"ઓકે તો ચાલ મારી સાથે.."
"પણ, ‌મોમ ડેડને હું શું કહું?"
"હા તે પણ છે.. હંમ... એક કામ કર મારો એક ફ્રેન્ડ કાર લઈને જાય છે તો મારે તેની સાથે જવું છે તેમ કહેવાનું બીજું તો શું..!"
"ના ના..મોમ મને નહીં આવવા દે.."
"હા પણ, તું ન આવે તો ઠીક છે પણ એડ્રેસનું તો મને કંઈક કરી આપ."
પરી આકાશના ઘરનું એડ્રેસ યાદ કરવામાં ખોવાઈ ગઈ પરંતુ તેને કંઈ યાદ ન આવ્યું એટલે તેણે સમીરને કહ્યું મને કંઈ યાદ આવી રહ્યું નથી."
"ઓકે ચાલ કંઈ વાંધો નહીં, એ તો હું શોધી લઈશ."
એટલામાં પરીને યાદ આવ્યું એટલે તે બોલી કે, "હા, એક વખત આકાશે મને તેના ડેડનું વીઝીટીંગ કાર્ડ આપ્યું હતું તેમાં કદાચ ઓફિસનું અને ઘરનું બંને એડ્રેસ છે."
"હાંશ, મારું કામ થઈ ગયું ચલ.. હવે મારે શોધવાની મહેનત નહીં કરવી પડે." સમીરે રાહતનો શ્વાસ લીધો અને તે બોલ્યો.
"પણ એ વીઝીટીંગ કાર્ડ મારા ઘરે મારા એક પર્સમાં છે એટલે હું ઘરે જવું પછી તે મને મળે.."
"ઓકે તો કંઈ વાંધો નહીં પણ તું ઘરે જાય પછી તરતજ તે શોધીને તું મને ફોન કરજે."
"ઓકે, સ્યોર હવે મૂકું ફોન?"
"હા હા સ્યોર.. મળીએ તો પછી હવે આકાશ પકડાઈ જાય એટલે જ.."
"ઓકે, ચલ બાય અને ટેક કેર..આ ડ્રગ્સના ધંધા કરવાવાળા બહુ ખતરનાક હોઈ શકે છે." પરીએ સમીરની ચિંતા વ્યક્ત કરતાં તેને કહ્યું એટલે સમીરે તેની મજાક ઉડાવી કે, "અચ્છા એવું છે? તો પછી મેડમ આ કેસ તો તમારે જ હેન્ડલ કરવો પડશે આપણાં જેવા સીધાસાદા માણસનું કામ નહીં.."
"જા ને હવે મારી ખેંચીશ નહીં ને..! એ તો તું સાવધાન રહે એટલે તને જરા ચોકન્નો કહી રહી છું.."
અને સમીર ખડખડાટ હસી પડ્યો.. અને તેનાથી બોલાઈ ગયું કે, "ઓકે માય ડિયર.." અને તેના મોંમાંથી જીભ બહાર નીકળી ગઈ..
પરીએ તેને તુરંત જ પૂછ્યું કે, "શું બોલ્યો તું?"
એ તો એમ જ કે, "ઓકે માય ડિયર ફ્રેન્ડ.."
"ઓકે ચલ બાય મૂકું... એક મિનિટ યાર.."
"મને કહ્યું.." સમીરે પરીને પૂછ્યું.
પરીની બિલકુલ નજીક આવીને તેની ફ્રેન્ડ ભૂમી ઉભી રહી હતી જે પરીનો એક હાથ પકડીને તેને ખેંચી રહી હતી અને પરી તેને ગુસ્સાથી કહી રહી હતી.
"તો કોને કહે છે?"
"અરે યાર આ ભૂમી જો ને મને ખેંચી રહી છે."
"ઓહ, તો જા લેક્ચરમાં જવાનું હશે.."
"હા એવું જ છે..."
"ઓકે તો ચાલ મૂકું બાય.. પણ સાંભળને ઓલ ધ બેસ્ટ નહીં કહે?"
એક બાજુ ભૂમી પરીને ખેંચીને ક્લાસરૂમમાં લઈ જઈ રહી હતી અને બીજી બાજુ પરી સમીર સાથે વાત કરવામાં મશગુલ હતી.
આ વાત સાંભળીને પરીના ચહેરા ઉપર સ્મિત આવી ગયું અને તે બોલી કે, "ઓલ ધ બેસ્ટ, આ વખતે આખી ગેંગને પકડીને જ પાછો આવજે."
"સ્યોર..સ્યોર.. ઓકે ચલ મૂકું..અને થેન્ક યુ માય ડિયર..." અને ફરીથી સમીરે બોલવાની ભૂલ કરી જે કદાચ બંનેને મંજૂર હતી.
અને ફેસ ઉપર સ્માઈલ સાથે બંનેએ ફોન મૂક્યો.
ભૂમી પરીને કહી રહી હતી કે, "કોની સાથે વાતો કરવામાં આટલી બધી મશગુલ થઈ જાય છે? રાકેશ સરનું લેક્ચર છે અને પછી ચાલુ લેક્ચરે ક્લાસમાં પણ નહીં બેસવા દે..પેલો તારો પોલીસવાળો ફ્રેન્ડ હતો ને? બસ ચાલુ જ પડી જાય છે.."
"હા યાર, એ તો એક બીગ મિશન ઉપર જઈ રહ્યો છે એટલે તેને જરા ઓલ ધ બેસ્ટ કહી રહી હતી.."
"અને અહીંયા તારું ઓલ ધ વેસ્ટ થઈ જશે.. તેનું શું.."
"ઓકે આવી ગયા ને આપણે ક્લાસમાં? સર હજુ નથી આવ્યા.." પરી બોલી.
અને એટલામાં રાકેશ સરે ક્લાસમાં એન્ટ્રી લીધી એટલે બધા જ જાણે એટેન્શનમાં આવી ગયા.
અને ભૂમી બબડી.."લે આવી ગયા બસ અને આપણે બચી પણ ગયા ઓકે?"
"બસ હવે ચૂપ કર.." પરીએ કહ્યું. અને બંને પોત પોતાની જગ્યાએ બેસી ગયા.

શું સમીર આકાશને અને તેની ગેંગને અમદાવાદમાં આવીને પકડી શકશે?
જોઈએ આગળના ભાગમાં શું થાય છે તે...
તો જાણવા માટે વાંચો "કૉલેજ કેમ્પસ"
~ જસ્મીના શાહ 'જસ્મીન'
દહેગામ
10/6/23