Runanubandh - 13 in Gujarati Motivational Stories by Falguni Dost books and stories PDF | ઋણાનુબંધ - 13

Featured Books
  • You Are My Choice - 41

    श्रेया अपने दोनो हाथों से आकाश का हाथ कसके पकड़कर सो रही थी।...

  • Podcast mein Comedy

    1.       Carryminati podcastकैरी     तो कैसे है आप लोग चलो श...

  • जिंदगी के रंग हजार - 16

    कोई न कोई ऐसा ही कारनामा करता रहता था।और अटक लड़ाई मोल लेना उ...

  • I Hate Love - 7

     जानवी की भी अब उठ कर वहां से जाने की हिम्मत नहीं हो रही थी,...

  • मोमल : डायरी की गहराई - 48

    पिछले भाग में हम ने देखा कि लूना के कातिल पिता का किसी ने बह...

Categories
Share

ઋણાનુબંધ - 13

ભાવિની તો હસમુખભાઈની વાત સાંભળીને ઉત્સાહથી કહેવા લાગી, 'અરે વાહ! બહુ જ મસ્ત, લાવો પપ્પા એનો બાયોડેટા મને દેખાડો, ભાઈ પહેલા એ હું જોઇશ. હસમુખભાઈ અને ભાવિની એટલા બધા ખુશ હતા કે એમનું ધ્યાન અજય તરફ ગયું જ નહીં. એ બંને પ્રીતિની બાયોડેટા જોવામાં જ મશગુલ થઈ ગયા. ભાવિનીને તો પ્રીતિની બાયોડેટા અને પ્રીતિનો ફોટો ખુબ ગમી ગયા હતા. એ બોલી, 'વાહ પપ્પા! બહુ સુંદર પ્રીતિનો ફોટો છે. સાદગીમાં પણ સુંદરતા ભારોભાર છલકે છે.' હસમુખભાઈ તરત જ બોલ્યા, 'હા બેટા! સાચી વાત છે. જોઈને બહુ સીધું વ્યક્તિત્વ લાગે છે. મને તો અજય અને પ્રીતિની જોડી સરસ લાગશે એવું લાગે છે. જાણે એ બંને એકબીજા માટે જ બન્યા હોય એવું લાગે છે. સારું બાયોડેટા તો સારી છે હવે અજયને પસંદ પડે એના પર બધું છે. ભાવિની બાયોડેટા અજય પાસે લઈને જાય છે. અજય બાયોડેટા જોવાનો ખાલી ડોળ કરે છે. એની નજર મોબાઈલમાં હતી અને ધ્યાન એની સાથે આ શું થઈ રહ્યું છે એ વિચારમાં હતું. અજયને આ ક્ષણ વિતાવવી ખુબ કઠિન લાગી રહી હતી.

ભાવિની અજયને ચીડવતા બોલી, જો પપ્પા! ભાઈ તો ફોટો જોઈને જ પ્રીતિના વિચારમાં ખોવાઈ ગયો. કેમ ભાઈ સાચુંને?'

અજય કટાક્ષ છલકાવતાં હાસ્ય સાથે જરા અમથું જ હસ્યો, પણ હસમુખભાઈ કે ભાવિની આજ બંને માંથી કોઈ જ અજયના ચહેરાને વાંચી શકે એમ નહોતા, એ બંને પોતાનામાં જ ખુશ હતા. એમને થયું કે, અજયને પણ પ્રીતિ અને તેની બાયોડેટા ગમી જ ગઈ છે. સીમાબહેનની જોબ ચાલુ હતી આથી એ ગામડે એની જોબ માટે ત્યાં ગયા હતા. એ રજા સિવાય ઘરે આવતા જ નહોતા. બે દિવસ પછી ગાંધી જ્યંતિની રજા આવતી જ હતી. આથી સાથોસાથ રવિવારની રજા એમ બે રજાનો મેડ પડશે ત્યારે ફરી ઘરે આવશે એમ કહીને જ ગયા હતા. ભાવિની તો ભાઈના હાસ્યને હા સમજીને સીધો મમ્મીને ફોન કરી જાણ કરવા લાગી કે, 'પ્રીતિની બાયોડેટા આવી ગઈ અને અમને બધાને એ ગમી છે.' સીમાબહેન પણ વાત સાંભળીને ખુબ ખુશ થઈ ગયા હતા. એમને અચરજ તો થયું કે અજયને છોકરી ગમી કારણ કે, એમને યાદ હતું અમુક સમયે અજય સાથે થયેલ વાતનું તારણ કે છોકરી ડોક્ટર હોય તો વધુ સારું, પણ કઈ જાજુ ન વિચારતા એ પણ એ વાત થી ખુશ જ થયા કે અજયને એ બાયોડેટા ગમી હતી.

અજયે તો ખરેખર હજુ ફોટો કે બાયોડેટા જોઇ જ નહોતી. વાસ્તવિકતા અલગ જ હતી, પણ અજયને આ લોકોને ખુશ થયેલ જોઈને કઈ જ કહેવાનું મન જ ન થયું. કહેવું તો હતું, કે હું થોડો સમય ઈચ્છું છું, પછી વાત ચલાવીએ પણ એના મુખેથી એ શબ્દો નીકળ્યા જ નહીં. એને વિચાર્યું કે મમ્મી આવે એટલે એની જોડે શાંતિથી વાત કરીશ.

સીમાબહેન તો એટલા ખુશ થઈ ગયા કે એમને તો બહુ ઉતાવળ થઈ અજય અને પ્રીતિની પેલી મિટિંગ ગોઠવવાની, આથી એમણે હરખમાં દીકરા સાથે વાત કરવાને બદલે સીધું હસમુખભાઈને જ કીધું કે, 'આ શનિરવિ રજાનુ સેટ થાય એમ છે તો સાગરભાઈને વાત કરીને પૂછી જોવ કે પ્રીતિને ત્યાં જો અનુકૂળ હોય તો આ જોવાની ગોઠવણ કરીયે. બધું જાણે એકદમ જલ્દી જ આગળ વધી રહ્યું હતું. પણ અજયનું મન ત્યાં કોફી શોપના દ્રશ્યે જ અટકેલું હતું.

ભાવિનીએ ખુશીમાં વધુ ખુશી ઉમેરવા ભાઈની પસંદગી વાળું જમવાનું બનાવ્યું હતું. બધાએ જમી લીધું હતું. રોજ થોડી વાર બધા જમ્યા બાદ બેસતા હતા. આજ અજય બધાને માથું દુખવાનું બહાનું બતાવીને રૂમમાં જ સીધો ઊંઘવા જતો રહ્યો હતો.

અજય પોતાના રૂમમાં આવીને પલંગ પર બેઠો, ઘડીક તેને થયું કે, લાવ કાજલ ને ફોન કરીને પૂછું કે એ પુરુષ કોણ હતો? પણ પછી થયું કે ક્યારેય કોલ કર્યો નહીં તો એ શું વિચારશે? કાલ કોલેજમાં જ વાત કરી લઈશ. એમ મન મનાવી એ ઊંઘી ગયો હતો.

હસમુખભાઈએ તો સાગરભાઈને વાત પણ કરી દીધી અને રજામાં જોવા માટેની ગોઠવણ પણ નક્કી કરી લીધી હતી.

પરેશભાઈએ ઘરમાં બધાને જાણ કરી કે આ રવિવારે અજયનો પરિવાર પ્રીતિને જોવા માટે આવશે. આથી પ્રીતિને થોડો હરખ થોડો ઉચ્ચાટ તથા જિંદગીમાં આવનાર પરિવર્તનનો મુંજારો થવા લાગ્યો હતો. પ્રીતિને પણ અંદાજ નહોતો કે આટલું ઝડપથી બધું સેટ થઈ જશે. એ પણ આ પરિસ્થિતિને આટલી ઝડપથી સ્વીકારી લે એ થોડું પ્રીતિ માટે અઘરું જ હતું.

અજય સવારે ઉઠી ને ફટાફટ બધું પતાવી કોલેજ પહોંચ્યો હતો. એની નજર આજ પણ કાજલને જ શોધી રહી હતી. પણ એ ક્યાંય નજર ન આવી. અજયે આજ રઘુકાકાને જ પૂછ્યું કે, 'કાજલ કેમ નથી દેખાતી?' રઘુકાકાએ વાતનો ખુલાસો કરતા કહ્યું કે, કાજલનો વેકેન્સીનો સમય પૂરો થયો એ જેમની વેકેન્સી લિવ પર આવતી હતી એ માધવીબેન આવી ગયા છે. અજયના આ વાત સાંભળી હોશ ઉડી ગયા હતા. અજયથી બોલાય જ ગયું, અરે યાર! ભગવાને શું કિસ્મત આપી છે. એક ઊંડો નિઃસાસો નીકળી ગયો.

રઘુકાકા બોલ્યા, 'શું થયું? કેમ તમે આવું બોલો છો સાહેબ?' જ્યારથી ભણવાનું પતિ ગયું હતું અને અજય જોબ પર લાગ્યો ત્યારથી રઘુકાકા અજયને સાહેબ જ કહેતા હતા.

અજય બોલ્યો, 'રઘુકાકા મેં આ વાત કોઈને નહીં કહી પણ તમને જણાવું છું. હું કાજલને પ્રેમ કરું છું પણ એને ક્યારેય મારા મનની વાત કરી જ ન શક્યો! અને હવે ઘરે પણ એક છોકરી સાથે મારી ઈચ્છા વિરુદ્ધ વાત ચાલે છે. મેં તો એની બાયોડેટા કે એનો ફોટો પણ નથી જોયો. ઘરમાં બધાને પસંદ છે એટલે સારી જ હશે પણ મારુ મન કાજલ ને પસંદ કરે છે.'

રઘુકાકા બોલ્યા, 'જો સાહેબ! તમને એવું લાગે તો કાજલ સાથે વાત કરી લો ને!'

અજય બોલ્યો, 'કાકા મને એમ કે હું એને રૂબરૂ વાત કરું, કારણ કે કાલે કોફી શોપમાં મેં એને કોઈ પર પુરુષ સાથે જોઈ હતી.'

રઘુકાકાએ અજયની અધૂરી વાતે જ હવે કહ્યું, 'સાહેબ! આટલું સાંભળ્યા બાદ એવું લાગે છે કે, તમારે એકવાર જે છોકરી સાથે વાત ચાલે છે એમને મળી લો, શું ખબર એને મળીને તમારો વિચાર બદલી જાય! એ છોકરી એનું કોઈક ઋણાનુબંધ લઈને આવી હશે તો એ તમને ગમી જ જશે! અને એવું થોડી છે કે તમે જોઈ આવો એટલે નક્કી જ કરવાનું, પછી ના પાડી દેજો.'

અજય બોલ્યો, 'રઘુકાકા મને એમ એ છોકરીના મનમાં ખોટી આશા બાંધવી ન ગમે, ખાલી એવું નાટક ન ગમે હું જે છું એવો જ રહી શકું. મારું મન આ સ્થિતિને સ્વીકારી શકતું નથી.

રઘુકાકા બોલ્યા, 'સાહેબ! સમય જ તમને કોઈક અણસાર આપશે એને અનુરૂપ ચાલો બધું જ સરસ થઈ જશે!'

અજયે કાકાની વાતને સ્વીકારી અને કહ્યું, 'હા કાકા એ સિવાય કોઈ રસ્તો પણ ક્યાં છે?'

અજય કોલેજથી સીધો જ ઘરે ગયો હતો. એ ઘરે પહોંચ્યો ત્યારે એના મમ્મી આવી ગયા હતા. અજય એમને જોઈને ખુશ થઈ ગયો હતો. સીમાબેન અજયને જોઈને એને હરખથી વળગી પડ્યા હતા.

અજય બોલ્યો, 'મમ્મી આમ અચાનક જ? શું વાત છે?'

સીમાબેન બોલ્યા, 'એ જ તો વાત છે! તે હા પાડી એટલે પ્રીતિને ને ત્યાં જવાનું રવિવારે જ ગોઠવી દીધું છે. મારે આવતી કાલે ગાંધીજ્યંતિની રજા છે. તો હું આજ બપોરે જ નીકળી ગઇ અને તને અત્યારે આવકારવા હાજર છું.'

શું કામ આવશે રઘુકાકાએ કીધેલ વાત?
શું હશે અજય અને પ્રીતિ બંનેની પરિસ્થિતિ?
શું સરળતાથી બંને મળશે કે આવશે કોઈ વિઘ્ન? જાણવા જોડેયેલ રહો 'ઋણાનુબંધ' સાથે.

મિત્રો તમારો સાથ અને પ્રતિભાવથી મળતો પ્રતિસાદ લેખન લખવા મને ખુબ પ્રોતસાહિત કરે છે. સાથ આપતા રહેશો અને પ્રતિભાવ પણ અવશ્ય આપજો. જય શ્રી રાધેકૃષ્ણ🙏🏻