Bus tu kahish ae karish - 13 - Last Part in Gujarati Comedy stories by Kaushik Dave books and stories PDF | બસ તું કહીશ એ કરીશ (ભાગ-૧૩) અંતિમ ભાગ

Featured Books
  • સંઘર્ષ - પ્રકરણ 20

    સિંહાસન સિરીઝ સિદ્ધાર્થ છાયા Disclaimer: સિંહાસન સિરીઝની તમા...

  • પિતા

    માઁ આપણને જન્મ આપે છે,આપણુ જતન કરે છે,પરિવાર નું ધ્યાન રાખે...

  • રહસ્ય,રહસ્ય અને રહસ્ય

    આપણને હંમેશા રહસ્ય ગમતું હોય છે કારણકે તેમાં એવું તત્વ હોય છ...

  • હાસ્યના લાભ

    હાસ્યના લાભ- રાકેશ ઠક્કર હાસ્યના લાભ જ લાભ છે. તેનાથી ક્યારે...

  • સંઘર્ષ જિંદગીનો

                સંઘર્ષ જિંદગીનો        પાત્ર અજય, અમિત, અર્ચના,...

Categories
Share

બસ તું કહીશ એ કરીશ (ભાગ-૧૩) અંતિમ ભાગ

"બસ તું કહીશ એ કરીશ"(ભાગ-૧૩ અંતિમ)


(ભાગ-૧૩-અંતિમ ભાગ)

પ્રભા અને પ્રભાવ પોતાના દિકરા ભાવિક માટે સારી કન્યા શોધતા હોય છે.રાખી, અમીત અને એમની પુત્રી અસિતા ભાવિકને જોવા પ્રભાના ઘરે આવ્યા હોય છે.ભાવિકની રાહ જોતા હોય છે...
હવે આગળ...
બસ એજ વખતે ઘરના દરવાજેથી ડોર બેલ વાગી.

પ્રભાવ ઉભો થયો અને દરવાજો ખોલ્યો.
જોયું તો એની આંખો આશ્ચર્યથી પહોળી થઈ ગઈ.
કોઈ સુંદર મોર્ડન આધેડ મહિલા હતી.જેણે જીન્સ પેન્ટ અને ટોપ પહેરેલું હતું.
પ્રભાવ એ મહિલાને જોતો રહ્યો.
એ આધેડ મહિલા હસી.
બોલી:-"ઓ રાજા, આમ ટગર ટગર શું જુવે છે?"
આમ બોલીને પ્રભાવના ખભે ધબ્બો માર્યો.
ફરીથી એ હસી.
બોલી:-" અરે મારા કાનુડા, મને ના ઓળખી? મને ઘરમાં આવવા નહીં કહે? સોરી.. સોરી..તારો કાન્હો તો હું હતી. તું બન્યો હતો મારી રાધા. એ વખતે તો બહુ ક્યૂટ દેખાતો હતો.હવે ઓળખી લે..કૌન હૂં મૈં?"

પ્રભાવ:-" ઓહ્..તો તું પુષ્પા.. પુષ્પા! પુષ્પા..છે!આવ ..આવ..મારા ઘરને પાવન કર."

આટલું કહેતા એ આધેડ મહિલા હસી.
બોલી:-" સહી કહા..."

પુષ્પા પ્રભાવ સાથે ઘરમાં આવી.
પ્રભાને નવાઈ લાગી.
વિચારવા માંડી..
આ કસમયે કેમ આવી હશે? પુષ્પા તો જાડી હતી ને દેખાવડી પણ નહોતી પાછી ગામડાની..હે ભગવાન હવે રંગમાં ભંગ ના પડે તો સારું.મારા ભાવિકની જિંદગીનો સવાલ છે.આ ભાવિક જલ્દી આવે તો સારું.

પુષ્પા એ ઘરમાં આવતા જ રાખીને જોઈ.
પ્રભાવ સામે જોઈને બોલી:-" ઓહ્...પ્રભાવ તારી બૈરી તો બહુ રુપાળી છે.અદલ હેમા માલિની જેવી દેખાય છે. એટલે જ તે ના પાડી હતી.હશે..હશે.. મને તો ફાયદો થયો છે.મારો વર તો હીરો છે હીરો.પણ તું આટલો બધો સુકલકડી કેમ થયો? મારી બહેન સારું જમાડતી નથી?"

પ્રભાવ:-" પુષ્પા,તારી ભૂલ થાય છે.એ મારા ગેસ્ટ છે સાથે એમના હસબંડ અને એમની પુત્રી અસિતા છે."
પછી પ્રભા સામે જોયું ને બોલ્યો:-" પુષ્પા,આ મારા ધર્મપત્ની પ્રભા છે."

પુષ્પા:-" ઓહ્. સોરી.. સોરી.. તમને મળી ને આનંદ થયો.પણ પ્રભાવ તારી પત્ની તો બહુ જાડી લાગે છે.વર્ષો પહેલા હું પણ જાડી હતી એટલે તે મને રિજેક્ટ કરી હતી.ઓહ..ને આ સુંદર ગર્લ તો ઈશા કે કાયરા જેવી દેખાય છે. so sweet beti."

પ્રભા:-" આવો..આવો બહેન.બેસો તમે.તમે એકલા જ આવ્યા છો કે પછી?"

પુષ્પા હસી.
બોલી:-" ના..ના..એકલા તો મને ઘર મળે નહીં.ભાવિકની સાથે આવી છું.ભાવિક ..ઓળખો છો ને! તમારો પુત્ર અને મારી પુત્રી પાછળ આવે છે.સાથે મારા હસબંડ પણ છે."

આ સાંભળીને પ્રભાનું મોઢું પડી ગયું.રાખી પણ નીરાશ થઈ ગઈ હોય એવું પ્રભાવે માર્ક કર્યું.

પ્રભાવે વિગતવાર જાણવા માટે પુષ્પા સાથે વાતચીત કરવાની શરૂ કરી.
પ્રભાવ:-" પુષ્પા, તું નાની હતી ત્યારે જેટલી ફેંકતી હતી એટલું અત્યારે પણ..."

પ્રભા બોલી:-" તમે ય શું.. મહેમાન સાથે આવી રીતે બોલાય! તમને બોલતા પણ નથી આવડતું.બોલો પુષ્પા બહેન તમે ઠંડું લેશો કે ગરમ ચા કે કોફી."

પુષ્પા:-" અરે દીદી.. તમે ટેન્શન ના લો.મારા એ હમણાં આવશે એમને જ પુછજો ને! હા દીદી મારા હસબંડ પણ હીરોથી કમ નથી.મારી ડોટર તો અદલ એના પપ્પા પર ગઈ છે.અરે મેં મારી ડોટરનું નામ કહ્યું નથી? સોરી સોરી..પણ ભાવિકે એની પસંદગી બાબતે પણ તમને કહ્યું તો હશે જ.તો પછી મારી ડોટરનું નામ પણ કહ્યું હશે."

પ્રભાવ અને પ્રભાને નવાઈ લાગી.
મારો બેટો છુપો રૂસ્તમ નીકળ્યો.

પ્રભાવ:-" ના રે ના..ભાવિકે એટલું જ કહ્યું કે તમને સરપ્રાઈઝ આપવાની છે. હમણાં આવું છું.હવે ભાવિક આવે તો જ મને ખબર પડે. મારું તો માથું ચકરાવે ચડ્યું છે.મને ચક્કર આવે છે. હું પડી જઈશ."

પ્રભા ઉભી થઈ ને પ્રભાવનો હાથ ઝાલીને સાંત્વના આપી.
પ્રભા બોલી:-" તમે બેસો.તમારા માટે લીંબુ શરબત બનાવી લાવું છું."

પ્રભાવ:-" ઓકે..આમ તો સારું છે જ પણ થોડી અશક્તિ જેવું લાગે છે."

અસિતા:-" અંકલ તમે ચિંતા ના કરો. હું તમારા માટે લીંબુ શરબત બનાવી લાવું છું. ક્યાં શું મુક્યું છે એ શોધી કાઢીશ ત્યાં સુધી અંકલ અને આંટી તમે પુષ્પા આંટી સાથે વાતચીત કરો."

આટલું બોલીને અસિતા કિચનમાં ગઈ.

એટલામાં પ્રભાવના મોબાઈલ પર રીંગ વાગી.
પ્રભાવે ફોન ઉપાડ્યો.
"હેલ્લો કોણ?"

"હેલ્લો પ્રભાવજી, હું ગૌરી માહેશ્વરી."

પ્રભાવ:-" સોરી સોરી..દયા બહેન.મારા ઘરે ગેસ્ટ આવેલા છે."
આમ બોલીને પ્રભાવે ફોન કટ કર્યો.

દરવાજે બેલ વાગ્યો.

પ્રભા જલ્દી દરવાજા પાસે ગઈ.
દરવાજો ખોલ્યો.
જોયું તો ભાવિક સાથે કોઈ ખૂબસૂરત યુવતી હતી.
પ્રભા જોતી રહી ગઈ.

ભાવિક અને એ સુંદર યુવતી ઘરમાં આવ્યા.

ભાવિક:-"મમ્મી, મેં તમને કહ્યું હતું ને કે હું સરપ્રાઈઝ આપવાનો છું. આ મારી ફ્રેન્ડ અનિકા છે.એની સાથે લગ્ન કરવાનો છું.હા..પુષ્પા આંટી તો આવી ગયા હશે.અંકલ પાછળ આવે છે.સાથે એમનો કોઈ ફ્રેન્ડ પણ છે."

અનિકા પ્રભા અને પ્રભાવને પગે લાગી.
એટલામાં ઘરમાં અનિકાના પપ્પા અને એમનો મિત્ર આવ્યો.
પ્રભા અને રાખી તેમજ અમીત અનિકાના પપ્પાને જોઈને ચોંકી ગયા.

એક સાથે બોલ્યા..ઓહ્..આ તો મહેશ છે.

મહેશ:-" ઓહ્..અમીત તું પણ અહીં છે. ભાવિકે એના પપ્પા અને મમ્મીનું નામ ક્હ્યું હતું.. એટલે મને લાગતું જ હતું કે પ્રભા એટલે કોલેજની મારી ફ્રેન્ડ જ હશે.એટલે ભાવિક પાસે એના પપ્પા અને મમ્મીનો ફોટો જોવા માંગ્યો હતો. જોઈને ઓળખી ગયો હતો.પણ પ્રભા તું બહુ જાડી થઈ ગઈ છે.ને રાખી સોરી.. હું મજબૂર હતો.પણ પુષ્પા એ મને સાચવી લીધો. એને મજાક કરવા જોઈએ છે પણ સ્વભાવ ઘણો સારો છે.એ કંઈ બોલી હોય ને ખોટું લાગ્યું હોય તો માફ કરજો.મારી ડોટર અનિકાને ભાવિક ગમી ગયો છે અને એની સાથે લગ્ન કરવા માંગે છે એટલે અમે અહીં મળવા આવ્યા.સાથે મારો મિત્ર પન્નાલાલ પણ છે.એ ભાવિકના ફાધરનો મિત્ર છે."

પ્રભાવ તો પન્નુ પેજરને જોઈને બોલ્યો:-" ઓહ્.. પન્નુ એટલે તું મને મિસ કોલ કરતો હતો?"

પન્નુ પેજર:-"અરે મિત્ર.મને તારી પત્નીની બીક લાગે છે.એમને એવું લાગતું હશે કે તારા સો રૂપિયા હું જમી ગયો. લે તારા રૂપિયા પાછા આપવા આવ્યો છું."
એમ બોલીને એક સો રૂપિયા પ્રભાવને પાછા આપ્યા.
પન્નુ પેજર:-" ને હા મારી ધર્મપત્ની રેખા અને ભાણી ઈશિતા આવ્યા હતા એ ક્યાં છે?"

પ્રભાવ:-" યાર,તારી પત્ની તો મારી પ્રભાની સખી છે.મારા ભાવિક માટે જ આવી હતી પણ અસિતા એ ઓળખી કાઢી હતી કે એ ઓસ્ટ્રેલિયા રહેતી નથી પણ કલકત્તા રહે છે.તારી ભાણી આવી છે?"

પન્નુ પેજર:-" અરે એટલે તો તને ફોન કર્યો હતો પણ તું ઉપાડતો નહોતો.મને મારો મિત્ર મહેશ મળ્યો હતો એની વિનંતીથી અહીં આવ્યો છું. જો મહેશ અને પુષ્પા ભાભીનો સ્વભાવ સારો છે.ને એમની પુત્રી અનિકા પણ સંસ્કારી છે. તું ભાવિક અને અનિકાને આશીર્વાદ આપજે.ને હા સારું થયું કે ઈશિતા માટે ના પાડી દીધી.ઈશિતા કલકત્તા જ રહે છે.એ એક વખત જ ઓસ્ટ્રેલિયા ગઈ હતી એટલે બધે આવું જ કહે છે ને એનું એક વખત લગ્ન થયું હતું ને ડાયવોર્સ પણ લીધા હતા."

અસિતા લીંબુ શરબત બનાવીને લાવીને પ્રભાવને આપ્યું.
પ્રભાવે લીંબુ શરબત પીધું.

પ્રભાવ બોલ્યો:-" બેટા અસિતા તારો ઘણો આભાર. તું પણ સંસ્કારી અને સમજદાર છે.તને નિરાશા થશે કે ભાવિકે પોતાની પસંદગી કહી દીધી છે.એ અનિકા સાથે લગ્ન કરવા માંગે છે."

અસિતા:-" અંકલ તમે તબિયત સાચવજો.તમે મારી ચિંતા ના કરો.મને ખોટું લાગ્યું નથી.દરેક યંગને પોતાની પસંદગી મુજબના પાત્ર સાથે લગ્ન કરવા જોઈએ.મને પણ મળી જશે.તમારા આશીર્વાદ છે."
આમ બોલીને અસિતા ગળગળી થઈ.

રાખી અને પ્રભાએ એને સાંત્વના આપી ને કહ્યુ કે અનિકા એમના કોલેજના ફ્રેન્ડ મહેશની ડોટર છે.

અસિતાએ અનિકાને congratulations આપ્યા.
બોલી:-" અનિકા તારા વિશે તો કહે."

અનિકા:-" હું અને ભાવિક જીવનસાથી ડોટ કોમથી ઓળખતા થયા હતા.વચ્ચે વચ્ચે હું મળવા આવતી હતી.પછી મને આ શહેરમાં જોબ મળી ગઈ.પછી તો અમારી મુલાકાત વધતી ગઈ ને આખરે લગ્ન કરવાનું નક્કી કર્યું.પછી તો મમ્મી અને પપ્પાને બોલાવી લીધા."

આમ બોલીને અનિકા એ પ્રભા અને પ્રભાવને પગે લાગતા બોલી:-" મને આશીર્વાદ આપજો."

પ્રભા અને પ્રભાવે આશીર્વાદ આપ્યા.

અનિકા બોલી:
'પહેલી પહેલી બાર મિલે થે હમ
મિલકર સાથ ખીલે થે હમ
એહસાસ હુઆ સહી હૈ લડકા
મમ્મીને ફોટો બતાવ્યો
અંકલનો પણ ફોટો બતાવ્યો..
ખબર પડી કે પ્રભાવ અંકલ કા લડકા
તમે આપો હવે આશીષ અમને
અમે પુરું કરીશું જીવન હવે
બસ ભાવિક કહેશે એ કરીશ
બસ તમે કહેશો એ પણ કરીશ
ઝૂકવાનું નામ લેવાનું નહીં
અનિકા છે નામ મારું
મને વહુ કહેવાનું નહીં
બેટી બનીને આવી છું હું
ભાવિક સંગીની બની ખુશ થઈશ હું
ટુંકાક્ષરી નામ લો મારું
ભાવિકા કહેશો તો ખુશ થઈશ હું..'

રાખી અને અમીતે પણ ભાવિક અને અનિકાને આશીર્વાદ આપ્યા.

વડીલો એ ટુંક સમયમાં લગ્ન લેવાનું નક્કી કર્યું.

એટલામાં પ્રભાવના મોબાઈલ પર રીંગ આવી.

પ્રભાવે જોયું તો અજાણ્યો નંબર હતો.
પ્રભાવ:-" હેલ્લો કોણ?"
સામેના છેડે થી મધુર અવાજ સંભળાયો.
" હેલ્લો પ્રભાવજી, હું અંજલિ છું."

પ્રભાવે ફોન સ્પીકર પર રાખીને બોલ્યો:-" હેલ્લો.. હું પ્રભાવ બોલું છું. શું કામ છે આપને?"

અંજલિ:-" હેલ્લો પ્રભાવજી, આપના સુપુત્ર ભાવિક માટે સુપાત્ર મળી ગયું છે?"

આ સાંભળીને બધા હસીને બોલ્યા:-' હા..હા..મળી ગયું છે.'
- કૌશિક દવે