ઘણીવાર આપણે વ્યક્તિ ને તેના મિત્ર -વર્તણુક પરથી અનુમાન લગાવીએ છીએ .
કે આ વ્યક્તિ ને આપણી જરૂર નથી . આની પાસે તો ઘણા મિત્રો છે . તે ધારે તેને દિલ ની વાત કરી શકે .
તેમ ધારી ને આપણે તેને છોડી ને જતા રહીએ છીએ , સાચી હકીકત જાણ્યા વગર જયારે રિયાલિટી કંઇક જુદી જ હોય છે .
હકીકત મા તેનાં જીવન માં આપણું ઘણું મહત્વ હોય છે .
પણ કહેવાય છે ને કે માણસ ગમે તેટલો તરસ્યો કેમ ના હોય તોય પણ સાગર નું પાણી ના પી શકે , તેના માટે જરૂર પડે મીઠા પાણી ની .
બસ તેવી જ રીતે તે વ્યક્તિ પણ મીઠા પાણી ની શોધ માં સાગર જેવા માણસો ની વચ્ચે ડૂબકી લગાવતો હોય છે .
ખરી રીતે તે વ્યક્તિ ને રીઅલાઈઝ થતું જ નથી કે તે જે મીઠા પાણી ની શોધ માં છે . તે તમે છો , અને ખબર હોય તો કહી નથી શકતો .
એના પણ હજાર કારણો હોય છે .ક્યારેક સમાજ , ક્યારેક પરિવાર , તો ક્યારેક મર્યાદા ના પ્રશ્નો વગેરે ..
પરંતુ આપણે પળવાર પણ વિચાર નથી કરતાં અને છોડી ને જતાં રહીએ છીએ .
પરંતુ તે વ્યક્તિ દરરોજ આપણ ને યાદ કરે છે ,
રાહ જુએ છે આપણી કે આપણે તેને બોલાવશું પણ પણ ઈગો વચ્ચે આવી જાય છે .યાર
તે ના બોલાવે તો હું શું ? કામ બોલાવું ને આમાં જ અંતર વધતું જાય છે .
કારણ કે કોઈ પહેલ કરતું જ નથી .
બંને સાઈડ ઘમંડ છે , હું કઈ ખોટો નથી .
બસ આ ઘમંડ માં સંબંધ સાઈડ માં રહી જાય છે .
શું ? ફર્ક પડશે કે તમે પહેલાં બોલાવવાની પહેલ કરી .
માત્ર એટલું જ ને જયારે વિવાદ થશે ત્યારે એટલું જ કહેશે કે તમે સામે ચાલીને આવ્યાં હતાં .
માત્ર એટલું જ ને તોય પણ ત્યાં સુંધી તો સંબંધ ટકશે .
અને કોઈ કારણવશ તે બોલાવા રાજી ના થયા તો મન માં રંજ તો નહિ રહે ને કે મેં બોલાવવાની કોશિશ ના કરી .
સંબંધ કોની સાથે કેટલો ટકશે એ માત્ર ભગવાન જ જાણે છે . તો ખોટી ધારણા બાંધી કોઈ ને શા માટે દુભવવું .
જયારે ખબર જ છે , કે દોષ બંને નો હતો , માત્ર એક હાથે તાલી ના પડે , કંઇક ક્ષતિ આપણી પણ હશે .
ક્યારેક આપણે પણ તેના હસતાં ચહેરાં પાછળ ના છુપાયેલાં દર્દ ને ઓળખી નહિ શક્યાં હોઈ ,
ક્યારેક હજારો ની ભીડ મા પણ આપણ ને શોધતી આંખો વાંચી નહિ શક્યાં હોઈ ....સો એન્ડ સો ....
ઘણીવાર પરિસ્થિતિ નો ભોગ સંબંધ થઇ જાય છે .
દરેક વખતે પરિસ્થિતિ સરખી નથી હોતી .
હંમેશા હસનાર માણસ નાં જીવન માં પણ દુઃખ હોય છે .
ને હંમેશા દુઃખી રહેનાર ના જીવન મા તમે પણ ખુશી નું કારણ હોઈ શકો છો .
વાત માત્ર સમય અને ધીરજ રાખવાની છે .
થોડું મૌન ધારણ કરી લ્યો , સમય રહેતાં દિલ ની વાત ને પણ યોગ્ય રીતે કહેતા શીખો .
કારણ કે હોઈ શકે કે આપણી કહેવાની રીત ખોટી હોય .
હાં કોઈ કારણસર આપણે કોઈનાં દિલ ની વાત ના સમજી શક્યાં તો શું ? થઇ ગયું .
એકવાર સમય ને રી - વાઈન્ડ કરી લ્યો .
બધું ભૂલી ને તમે બોલાવી લ્યો .
કાલ - સવારે તમને મનમાં એવું ના થાય કે તે વ્યક્તિ તમને બોલાવા માંગતી હતી , પણ તમારા અભિમાન મા તમે એને ના બોલાવી શક્યાં .
ને એતો કુદરત નો નિયમ છે , કે બે નાં ઝઘડા માં ત્રીજો ખાટી ખાય . કારણ કે ઘણાં એવાં વ્યક્તિ હોય છે .
કે જે માત્ર તમારી ભૂલ ની પ્રતીક્ષા કરતાં હોય . કે તમે ભૂલ કરો ને એ તમારી જગ્યા લઇ લે .
તો કહેવું માત્ર એટલું જ છે .
સંબંધ ગમે તેટલો ખરાબ થઇ ગયો હોય . તેને મોકો આપો ...
તેને ફરીથી સુધારી શકાય ... તેના માટે ફક્ત ૩ જ સ્ટેપ છે .
૧. RESET :- તેના માટે ની બધી ધારણા ને ફોરમેટ મારી દયો ...કંઇજ ફરક નથી પડતો કે ભૂલ કોની છે ... સંબંધ મહત્વ નો છે .
૨. RESTART :- નવેસર થી સરુઆત જે થઇ ગયું તે થઇ ગયું .
૩. REMIND :- સંબંધ ને સમયાંતરે યાદ કરી ને કોલબેક કરી લ્યો કે મેસેજ કરી લ્યો ...વગેરે .........