College campus - 77 in Gujarati Love Stories by Jasmina Shah books and stories PDF | કૉલેજ કેમ્પસ (એક દિલચસ્પ પ્રેમકથા) - 77

Featured Books
  • My Wife is Student ? - 25

    वो दोनो जैसे ही अंडर जाते हैं.. वैसे ही हैरान हो जाते है ......

  • एग्जाम ड्यूटी - 3

    दूसरे दिन की परीक्षा: जिम्मेदारी और लापरवाही का द्वंद्वपरीक्...

  • आई कैन सी यू - 52

    अब तक कहानी में हम ने देखा के लूसी को बड़ी मुश्किल से बचाया...

  • All We Imagine As Light - Film Review

                           फिल्म रिव्यु  All We Imagine As Light...

  • दर्द दिलों के - 12

    तो हमने अभी तक देखा धनंजय और शेर सिंह अपने रुतबे को बचाने के...

Categories
Share

કૉલેજ કેમ્પસ (એક દિલચસ્પ પ્રેમકથા) - 77

રસ્તામાં પોલીસ સ્ટેશને જતાં જતાં સમીર વિચારે છે કે, "પરી ખરેખર નસીબદાર છોકરી છે કે આ આકાશ જેવા છોકરાની ચૂંગાલમાંથી બચી ગઈ નહીં તો અત્યારે તે નિર્દોષનું નામ પણ આ કેસમાં આવી ગયું હોત અને બીજું આકાશે તેની સાથે કંઈ અજુગતું નથી કર્યું એટલે તેમાંથી પણ તે આબાદ રીતે બચી ગઈ છે. છોકરીઓ પણ નાદાન હોય છે કોઈપણની સાથે ફ્રેન્ડશીપ કરી બેસે છે અને કોઈને પણ પ્રેમ કરી બેસે છે અને પછીથી ફસાઈ જાય પોતાનું બધું જ લુંટાઈ જાય એટલે રડવા બેસે છે અને તેણે એક ઉંડો નિસાસો નાંખ્યો. તે પોતાના વિચારોમાં મગ્ન હતો અને એટલામાં તેના સેલફોનમાં રીંગ વાગી જોયું તો, પરીનો ફોન.‌.!!
હવે આગળ...
સમીરે ફોન ઉપાડ્યો, "હા બોલ પરી, શું થયું?"
"અરે યાર મારી જર્નલ તમારી કારમાં રહી ગઈ છે. હાથમાં બેગ હતી તો મેં પાછળની સીટ ઉપર મૂકી હતી તો ત્યાં જ રહી ગઈ અને આજે મારે પ્રેક્ટીકલ છે તો જોઈશે."
"ઑહ, એવું છે." સમીરે જરા ચિંતા વ્યક્ત કરતાં કહ્યું. "હું તો અત્યારે અહીં જ પોલીસ સ્ટેશને જ છું પણ એક કામ કર તારે જો ઈમરજન્સી ન હોય તો હું હમણાં થોડીવાર પછી બહાર નીકળું છું તો તને આપતો જઈશ અને એક કામ કર ને તું મને તારું કરન્ટ લોકેશન સેન્ટ કરી દે એટલે મને તકલીફ ન પડે. હું ત્યાં બહાર આવીને તને ફોન કરીશ તો તું જરા બહાર આવીને લઈ જજે."
પરીએ "ઓકે" કહીને ફોન મૂક્યો અને પોતાની સ્ટડીમાં બીઝી થઈ ગઈ.
લગભગ અડધો કલાક પછી સમીરનો ફોન પરીના મોબાઈલમાં આવ્યો. આ વખતે તે થોડા પોલીસ સ્ટેશનના કામથી જ બહાર નીકળ્યો હતો એટલે પોલીસવાન લઈને જ નીકળ્યો હતો. પરી જરા જલ્દીથી જ કોલેજ કેમ્પસમાં પોતાની જર્નલ લેવા માટે આવી અને તેને આમ પોલીસવાન પાસે જઈને પોતાની જર્નલ લેતાં કોલેજ કેમ્પસમાં ઊભા રહેલા બધાજ જોઈ રહ્યા હતા.
પરીએ સમીર પાસેથી પોતાની જર્નલ લીધી અને તેને સ્માઈલ સાથે થેન્કયુ વેરીમચ કહ્યું.
સમીરે પણ તેની સાથે મજાક કરતાં તેને કહ્યું કે, "ભૂલ તમારે કરવાની અને ભોગવવાનું અમારે..??"
પરી જરા દિલગીર થઈ ગઈ અને બોલી, "સોરી હં." તેને આમ દિલગીર થતાં જોઈને સમીરને હસવું આવી ગયું અને તે ખડખડાટ હસી પડ્યો અને બોલ્યો, "ખોટું નહીં લગાડતાં મજાક કરું છું. તમે કામ સોંપો એતો મારે કરવું જ પડે ને? ઈટ્સ માય પ્લેઝર."
પરી શું બોલવું તે વિચારવા લાગી અને તેને આમ વિચારતાં જોઈને સમીરે હસીને તેની સામે જોયું અને તે બોલ્યો, "રજા લઉં મેડમ."
"જી, સ્યોર બટ તમે મને તમે ન કહેશો, તું જ કહેજો તો વધારે ગમશે."
સમીર ફરીથી ખડખડાટ હસી પડ્યો. "ઓકે, તો બાય હું નીકળું? અને ફરીથી પેલા કામ માટે મારે તમારી જરૂર પડશે તો ફોન કરીશ."
"ઓકે સર" પરીએ સમીરની સામે જોયું અને તે બોલી અને પાછી વળવા જતી હતી ત્યાં સમીરે તેને પાછી બોલાવી, "ઓ મેડમ"
"હા, બોલો ને" પરી જરા ઊભી રહી ગઈ અને સમીરની સામે જોવા લાગી.
"તમારે પણ મને તમે નહીં કહેવાનું અને સમીર જ કહેવાનું. આઈ એમ એઝ લાઈક એઝ યોર ફ્રેન્ડ"
"ઓકે, બાય અને કામ હોય ત્યારે ફોન કરજો...હું આવી જઈશ." અને બંને હસીને છૂટાં પડ્યાં.
સમીર પરી જેવી નાજુક, નાદાન અને રૂપાળી ડોક્ટર છોકરી સાથે ફ્રેન્ડશીપ કરવા ઈચ્છતો હતો. તે તેની ઈચ્છા અત્યારે પૂરી થઈ એટલે તે ખૂબ ખુશ હતો.
આવી સુંદર રૂપાળી ડૉક્ટર છોકરી સાથે ફ્રેન્ડશીપ કરવી કોને ન ગમે?
સમીરના ગયા પછી કોલેજ કેમ્પસમાં ઉભેલા બધાજ પરીને પૂછવા લાગ્યા કે, કેમ તને મળવા માટે પોલીસ અહીંયા આવી હતી અને કંઈ પ્રોબ્લેમ થયો છે તારે?
પરીએ હસીને જવાબ આપ્યો કે, "ના ભાઈ ના એ તો મારા ફ્રેન્ડ છે."
બધાના મોંમાંથી "ઑહ.." શબ્દ સરી પડ્યો. અને તેની એક નજીકની ફ્રેન્ડે તો તેની મશ્કરી પણ કરી કે, "ખાલી ફ્રેન્ડ જ છે ને કે પછી બીજું કંઈપણ છે. આઈ મીન બોયફ્રેન્ડ?"
પરીને પણ એકદમ હેન્ડસમ, સ્માર્ટ, પર્સનાલેટેડ સમીર સાથે દોસ્તી કરીને પ્રાઉડ ફીલ થતું હતું. તે જરા મલકાઈને જ બોલી, "ના ના ખાલી ફ્રેન્ડશીપ જ છે બીજું કંઈ નહીં."
તેની ફ્રેન્ડે તેની ભારોભાર ઈર્ષા કરતી હોય તેમ તે બોલી, "બાય ધ વે, પોલીસવાળા સાથે દોસ્તી પણ સારી નહીં અને દુશ્મની પણ સારી નહીં."
પરીએ પણ તુરંત જ તેને ચોપડાવી દીધું કે, "આઈ ક્નોવ.. બટ વી હેવ હોમલી રિલેશન."
તેની ફ્રેન્ડ જરા શોભી પડી ગઈ અને ધીમેથી બોલી, "ઓહ આઈ સી. સોરી યાર હં ખોટું નહીં લગાડતી"
"ઈટ્સ ઓકે." બોલીને પરી પોતાના ક્લાસમાં ચાલી ગઈ.
સમીર પેલા પેઈન્ટ પ્રમાણે પેલા ગુનેગારને પકડવા માટે બે થી ત્રણ દિવસ સુધી ખૂબજ દોડા દોડ કરે છે પણ તે પકડાતો નથી કે કોઈ લીંક પણ પકડાતી નથી તેથી તે નિરાશ થઈ જાય છે અને ત્રણ દિવસ પછીથી ફરીથી તે પરીને ફોન કરે છે અને પોલીસ સ્ટેશને બોલાવે છે. આ વાત જાણીને કવિશા દેવાંશને કોમેન્ટ કરે છે કે, "શું કરે છે તારો ભાઈ, એક ગુનેગારને નથી પકડી શકતો?"
"એમ, ડ્રગ્સ વેચવાવાળા પકડાઈ જતા હોય તો તો જોઈતું તું જ શું? આ તો આખી ગેંગ હોય અને તેમની જગ્યાઓ રોજ બદલાતી રહેતી હોય તેમ સહેલું થોડું છે તેમને પકડવું? સમીરે દિવસ રાત એક કર્યા છે તો પણ નથી પકડાતાં, પકડાઈ જશે." અને દેવાંશે એક ઉંડો શ્વાસ લીધો.
હવે સમીર ગુનેગારને પકડવા માટે કોઈ નવો કીમિયો ઘડી રહ્યો છે કે શું?
જોઈએ આગળના ભાગમાં શું થાય છે તે...
~ જસ્મીના શાહ 'જસ્મીન'
દહેગામ
25/5/23