Basis of life Sat in Gujarati Human Science by Hemant pandya books and stories PDF | જીવનનો આધાર સત

Featured Books
  • સંઘર્ષ - પ્રકરણ 20

    સિંહાસન સિરીઝ સિદ્ધાર્થ છાયા Disclaimer: સિંહાસન સિરીઝની તમા...

  • પિતા

    માઁ આપણને જન્મ આપે છે,આપણુ જતન કરે છે,પરિવાર નું ધ્યાન રાખે...

  • રહસ્ય,રહસ્ય અને રહસ્ય

    આપણને હંમેશા રહસ્ય ગમતું હોય છે કારણકે તેમાં એવું તત્વ હોય છ...

  • હાસ્યના લાભ

    હાસ્યના લાભ- રાકેશ ઠક્કર હાસ્યના લાભ જ લાભ છે. તેનાથી ક્યારે...

  • સંઘર્ષ જિંદગીનો

                સંઘર્ષ જિંદગીનો        પાત્ર અજય, અમિત, અર્ચના,...

Categories
Share

જીવનનો આધાર સત

રામ🚩🕉️💐🙏
રામ નામ નું મહત્વ રામ નામની મર્યાદા ઘણી છે, તેમાંથી એક સમજીને રામનું નામ લો,
શ્રી વિષ્ણુજી સર્વ સક્તીમાન પરમહંસ ભગવાન ૐકાર શીવના પ્રથમ આદરણીય ભક્ત ના અવતાર શ્રી રામ મનુષ્ય મર્યાદા જીવો અને જીવવાદો અને બધાજ સદગુણો કે પછી સત્વને ધારણ કરી મનુષ્ય એક રાજા જેને આપણે પિતા. મૉંબાપ નો દરજ્જો આપતા સતયુગ દ્રાપર ત્રેતા કળયુગ સુધી તેમણે એ બધીજ મર્યાદા નું પાલન કર્યું, પીતા ની આજ્ઞા માતાની આજ્ઞા પ્રજાનું હીત ...

એવી દરેક બાબત જેમણે પોતાના સ્વાર્થ માટે ઈશ્વરીય શક્તિઓનો ઉપયોગ ન કરેલ બધા પ્રત્યે દયા કરૂણા પ્રેમ અને સહાનુભૂતિ રાખેલ ન્યાયના પંથેજ ચાલેલ.. એક વાલીના વધ છેતરીને કરેલ એવું દુનીયાએ લાછણ લગાવેલ ..તેમ છતા રામ ની તોલે આજસુધી કોઈ મર્યાદા માં કોઈ માણસ જાત નથી આવી, રાજા હરિશ્ચંદ્ર સુર્યવંશી રાજકુળ માં અવતલેલ અયોધ્યાના રાજા માનવ ધર્મ નુ શ્રેષ્ઠ ઉદાહરણ છે,

આપણે માણસજાત માટે શ્રી રામ નામ આ માનવ અવતાર માંથી તરી જન્મમરણના ફેરા માંથી મુક્તિ નો આધાર સ્તંભ છે, માટે તો મોટા ઋષિઓ પણ એમને પ્રેમથી આદરથી વંદે છે, કારણ કે સંસારી જીવનમાં રહી એક રાજા પતી પીતા પુત્ર આ બધાજ કીરદાર માં ખરૂ ઉતરવું એ પણ સતમા રહી મનુષ્ય ગુણોનું પાલન કરી મર્યાદા ધર્મનું પાલનજ નહી પણ એક રાજા તરીકે પ્રજાની શુખશાતી માટે પાલન કરી પાલન કરાવીને..આ મોટી વાત છે,

રામ એક ભગવાન તરીકે મહાન નથી એક મર્યાદા પુરુષોત્તમ તરીકે મહાન છે, વિષ્ણુજી ના ધણાય અવતાર છે, મચ્છુ અવતાર ,વામન અવતાર, વરાહ અવતાર , રામ અવતાર , કૃષ્ણ અવતાર, સ્વામીનારાયણ અવતાર, બુદ્ધ અવતાર , મહાવીર અવતાર, અને જાણ્યા અજાણ્યા બીજા પણ..પણ શ્રેષ્ઠ અવતાર મર્યાદા પુરુષોત્તમ નો શ્રી રામનો માટે રામનામ લેવાય છે, મનુષ્ય ના જીવનનો આધાર રામ છે🚩

ઈશ્વર કોણછે એ એક કલ્પના છે, કારણ કે અવકાસ કે જેનો કોઈ અંત નથી છેડો નથી ગોળાકાર એક મહાન પીડ દેખાતું ઉપર નજર કરતા આસમાની આકાસ જેમાં હજારો સુર્યો નહીં લાખો સુર્ય મંડળો આકાર લે છે અને હજારો રોજે રોજ બ્લેક હોલ જેવો રાક્ષસ તેને ભરખી વિકરાળ રૂપ ધારણ કરે છે, એક સુર્ય મુડળ જેમાં આપણું ઘર પૃથ્વી છે ,તે દુધના રંગ જેવી દેખાતી રકાબી જેને મીલ્કી વે ગેલેક્સી તરીકે નામ આપેલ ,

વીજ્ઞાનીક સંસોધકે તે સુર્ય મંડળમાં આપણી પૃથ્વી સુર્ય ની સરખામણી માં માત્ર એક ટપકા જેટલી દેખાય છ, વીચાર કરો આ આકાશમાં આવા કેટલા સુર્ય મંડળ કેટલી પૃથ્વી ઓ હશે??? જરા વિચારો..તો આબધાનો રચીતા કેટલો મોટો હશે ?? નરી આખે આપણે એક કિલોમીટર અંતરેય જોઈ નથી શકતા ટેલીસકોપથીય આપણે માંડ કેટલે સુધી અને કેવા આકારમાં જોઈ શકીએ છીએ તો આ કાયનાત નો બનાવનાર કેટલો મોટો હશે એને જોવા આપણી આ બે આંખો શક્ષમ છે??

ઢેકડીયો ભગવાન ફલાણીયો ભગવાન, કોઈ ભગવાન નથી ભગવાન ને કોઈ શીવ નામથી ઓળખે કોઈ અલ્લાહ થી કોઈ અગ્ની થી પણ સાચું શું એ માણસની કલ્પના બહાર છે,
પણ તે છે ખરી એના દુત જેને દેવ દુત કે ફરીસ્તા કે ગુરૂ કે ભગવાન તરીકે આપણે ઓળખીએ કારણ કે તેમણે મનુષ્ય ને મદદરૂપ પ્રાણી માત્ર પ્રત્યે સમભાવ રાખી જીવો અને જીવવાદોના સીધ્ધાતો આપ્યા નફરત ને છોડી પ્રેમનાસંદેશ આપ્યા,

પ્રાણી માત્ર માટે સહાનુભૂતિ હુફ જરૂરીયાત મંદને મદદ અને રક્ષણના સીધ્ધાતજ નહીં એ બધું જાતે આપી દાખલા બેસાડયા અને માનવીને સાચા અર્થમાં જીવતા સીખાડ્યો એટલે એ આપણા માટે ભગવાન છે. શું કામ ભગવાન ના વાદ વિવાદમાં પડો છો કોણે દેખ્યો છે ભગવાન કેવો છે ? તમે જોયો નથી ઓળખતા નથી મળ્યા નથી તો કેમ વાદ વિવાદમાં પડો છો? માનવતા કેમ મુકો છો મુર્ખા ભગવાન માટે કેમ લડો છો,

એતો તેત્રીસ કોટી જીવ જંતુ પશું પક્ષી માણસ દાનવ દેવ ગંધર્વ નાગ બધાયનો બનાવનારો બાપ છે તમારા એકલાનો નથી, તમારો ભગવાન તમને સહી રસતો બતાવનાર તમને મદદકરનાર તમારી વચ્ચે આવનાર તમને શુખી દેખવા તમારા માટે બધું કરનાર સાચો માર્ગ બતાવનાર સુખ આપનાર દુખ હરનાર કે સુખ દુઃખમાં હારે રહેનાર તમારો એ દેવ કે ગુરૂ મહાપુરૂષ છે ઈશ્વર જાતે નથી આવી શકતો એ એની શક્તિ નો શ્રોત મુકે છે કમઝોર આત્માઓ તમને દુઃખી નથી જોઈ શક્તો આપણો બધાયનો બાપ માટે

ઈતિહાસ ખોળજો તમારો રબધાયનો અલગ અલગ ભગવાન જયા સુધી તમારા બધાયની બુદ્ધિ અને જ્ઞાન પહોચેલ અને અટકળ દાવા પહેચે ,રામ , રહીમ, મહાવીર, કૃષ્ણ ,ઈશું, આ શીવાય કેટલાય ધર્મ અને તેમના ભગવાનો છે..
પણ આ બધું ૫૦૦ વર્ષ ૫૦ ૦૦૦ વર્ષની વાત હશે, પણ પૃથ્વી ના પેટાળમાંથી ૧ લાખ વર્ષ પહેલાં ની મમી ઓ અને અવશેષો મળ્યા છે ત્યારે રામેય નતા રહીમેય નહીં ઈશું ય નહીં કોઈ નહીં,

તમારા ૧૦૦ વર્ષના જીવન કે ૧૦૦૦ વર્ષના એક યુગમાં કે ૫૦૦૦૦ વર્ષના યુગમાં જેને ભગવાન માનો એ તમારો ભગવાન ,આટલું માની એણે બતાવેલ માર્ગ ચાલો જીવન સુધારો. વાદ વીવાદ નહીં, અમારા માટે અમારો રામ મહાન છે, આ જગતના અમારી મન બુદ્ધિ ભલાઈ નેકી અને ન્યાના માર્ગ પાલન પોશણ માટે , જેમનો જે હોય આ માર્ગે ચાલે તે આદરણીય...

બીજા વાદ વિવાદમાં જીવન ન વેડફો, જીવન મળ્યું મનુષ્ય અવતાર મળ્યો તેનો મર્મ સમજો , જે પણ માનવતાના સિધ્ધાતો છે એને અનૂસરો ભલે જેને પણ માનો કોઈ કોઈનો વીરોધ ના કરો , કોઈ ભગવાને કોઈનો વીરોધ કરવાનું નથી કહ્યું બધાનો આદર કરો સર્વ શ્રેષ્ઠ ના નામે લડો જગડોનહી જીવો અને જીવવાદો, બાકી ઘણું વીપુલ જ્ઞાન છે અલોકીક .. સમજવું હોય થોડાધણી જે મારા જેવા નાના માણસ પાસે છે

દરિયામાં ગાગરજેટલુજ જે તમારા માટે દરીયા સમાન છે મળજો, મારૂ કંઈ ન આવે તેવા જ્ઞાની સંતપુરુષ પડયા આધરા પર કેટલાય સતની વાટે ચડયા પીર ઓલીયા ભગવાન દેવ ગુરુ નામે ઓળખાયા નામી અનામી કેટલાય આવ્યા ગયા આવશે, તમારે શું કરવું છે એ વીચારો કોઈ એક સંતપુરુષ ને પકડી એના પર મનકર્મ વચન થી વરી બેડો પાર કરો ...જય ગુરુદેવ 🙏🕉️💐

દુઃખ પીડામાં ભગવાન સાંભરે શુખમાં ખુદ ભગવાન ન શુખે જીવે ના જીવવા દે એ માનવ તારી આ દાનત , માટે ઈશ્વર મોકલે અવતારી પુરુષ આ ધરા પર, દુઃખી ને સહારો આપવા દુરાચારી ને માર્ગે પર લાવવા, સતોગુણી ધર્મ ચાલનાર ને સહારો હીમત હોસલો આપવા , કયારેક રામ બની કયારેક કૃષ્ણ કયારેક વાયે ગુરૂ, કયારેક ઈશું નાનક કબીર , કયારેક રામદેવ બની , કયારેક દેવીદાસ બની કયારેક તોરલ દે ગંગાસતી બની પણ મુકે ઈશ્વરીય દુત ,
આતો સતનો દરીયો એક ટીપું આ ધરા પર પડે તોય પીર બની પુજાય ...એ વાટ પકડી પાછું દરિયામાં જઈ સમાય ધર્મનો માર્ગ એકજ સતનો કાંટાળી વાટ જે નવ છોડે તરી જાય ,માર્ગ ભટકે ભૂતળમાં ભટકાય..કાળ બેઠો કોળીયો કરવા તું મૂર્ખ શું કામ ભોજન બનવા જાય..
જાગ રે મન જાગ આમ જીવન ને કયા માર્ગે ખેચી જાય મારૂ મારૂ કરી કાલે મરી જઈશ સાથે નહીં આવે કાય , કાયા પણ તારી સાથ છોડછે શું લઈને ક્યાં જાઈશ, માર્ગ ભટકીશ ભૂતળમાં ભટકી જાઈશ ,ખુદને ઓળખ સમય છે તારી પાસે , પછી અસ્તીત્વ ખુદનું ભુલી જાઈશ ,કોણ હતો કયાથી આવેલ કયા જવાનું અવકાશ માં પથ્થર ઉલકા બની એકલો ભટકી જાઈશ..
જાગરે મન જાગ. તારો બેડો પાર થઈ જાય,
કામ ક્રોધ લાલચ લોભ અહમ અહંકારને તજ ઈર્ષ્યા વ્યસન મોહ સ્વાર્થ તજ તારો બેડો પાર થઈ જાય, કામ આવીને જો અભીમાન વીના નેકી કર દરીયામે ડાલ સ્વાર્થ માટે નહીં જગતનું કલ્યાણ માટે કાર્ય કરી ખુદ ભુલી જા કે તે કંઈ કર્યું હતું બસ આગળ વધતો જા જો અહી અટવાયો કર્મ ફળ જોવા તો માર્ગ છે બહું મોટો જીવન છે સાવ થોડું સમય ખુટશે કાળ કોળીયો કરી ભરખી જશે મન બુદ્ધિ યોગ થકી ખુદને તેજોમય કર..બાહર હે અંધકાર તું ખુદમે પ્રકાસ જગાવ , જો રહો અંધીયારો ભીતરમે બાહર ન કોઈ પ્રકાસ , જો ભીતર મે દીપ પ્રગટયો જગ ઉજીયારો હોય..
જય ગુરુદેવ 🙏💐🕉️🚩