The story of love - Season 1 part-5 in Gujarati Fiction Stories by Kanha ni Meera books and stories PDF | The story of love - Season 1 part-5

Featured Books
  • કાળી ટીલીનું પ્રાયશ્ચિત

    ઓહોહો... વાત જ જાણે એવી હતી કે આખા ગામની છાતી પર જાણે કાળો ડ...

  • અપેક્ષા

       જીવન મળતા ની સાથે આપણે અનેક સબંધ ના સંપર્ક માં આવીએ છીએ....

  • આયનો - 2

    ​️ કેદ થયા પછીની સ્થિતિ: ધૂંધળી દુનિયા​આયનાની અંદરનો કારાવાસ...

  • ટેલિપોર્ટેશન - 3

    ટેલિપોર્ટેશન: વિલંબનું હથિયાર​અધ્યાય ૭: વિલંબનો અભ્યાસ અને ન...

  • The Madness Towards Greatness - 5

    Part 5 :" મારી વિદ્યા માં ઊણપ ના બતાવ , તારા કાળા કર્મો યાદ...

Categories
Share

The story of love - Season 1 part-5

ૐ નમઃ શિવાય

The Story Of love Part-5


અત્યાર સુધી આપડે જોયું કે રોઝી રાત ના ૨ વાગે રૂમ ની બારે જાય છે તેને બારે જતા માહી જોઈ જાય છે...

થોડી વાર થઇ જાય છે અને માહી રોઝી ની રાહ જોતી હોય છે પણ તે હજુ નથી આવી હોતી...

માહી રૂમ ની બારે જાય છે અને તે જોવે છે તો રોઝી ત્યાં ઉભી હોય છે અને માહી પાછળ થી જઈ ને રોઝી ના ખભા ઉપર હાથ મૂકે છે અને હાથ મુકતાજ રોઝી ડરી જાય છે અને રોઝી બૂમ પડે તે પેલા માહી તેના મોઢા ઉપર હાથ મૂકી દે છે...

"અરે હું જ છું..."
માહી બોલે છે...

"અરે આ રીતે અચાનક કોણ આવે..."
તેના હ્રદય ના ધબકારા વધી ગયા હોય છે તેને તે શાંત કરતા રોઝી બોલે છે...

"હા તો મારે પહેલા દિવસ નો બદલો પણ તો લેવાનો બાકી હતો ને..."
માહી હસી ને બોલે છે...

"હા પણ તું અહીંયા શું કરે છે..."
રોઝી બોલે છે...

"અરે એ તો મારે પૂછવું જોઈએ કે તું આટલી મોડી અહીંયા શું કરે છે અને બસ એ જ પૂછવા માટે આવી હતી હું..."
માહી બોલે છે...

"અરે મને ઊંઘ નતી આવતી એટલે હું અહીંયા આવી..."
રોઝી બોલે છે...

"ઊંઘ તો મને પણ નથી આવતી..."
માહી બોલે છે...

"હા તો ચાલ આપડે બન્ને ધાબા ઉપર જઈને બેસીએ..."
રોઝી બોલે છે અને માહી હા નો ઈસરો કરે છે અને બન્ને ધીમે ધીમે ઉપર જાય છે...

તેમની હોસ્ટેલ એવી જગ્યા એ આવી હોય છે જેની ટેરેસ થી આખુ જંગલ દેખાય અને માહી ઉપર આવી ને બધી બાજુ જોવા લાગે છે. જંગલ એક દમ શાંત હોય છે માહી જયારે જોવે છે, ત્યારે તેની નજરો તે જ અટકી ગઈ હોય એવું લાગે છે...

"તને ખબર છે અહીંયા વેમ્પાયર રહે છે..."
રોઝી બોલે છે...

રોઝી ના બોલ્યા પછી પણ જાણે માહી ખોવયેલી હોય એ રીતે બસ જંગલ સામે જ જોઈ રઈ હતી...

"માહી...માહી..."

રોઝી બોલે છે અને માહી તેના સામે જોવે ત્યારે તે ફરી થી એ જ લાઈન બોલે છે...

"અરે એવું બધું ના હોય..."
માહી રોઝી ના જોડ આવી ને બોલે છે...

"તને વિશ્વાસ નથી આવતો ને પણ તે હજુ અહીંયા ના કિસ્સા સાંભળ્યા જ નથી અને એમાં થી સૌથી વધારે પ્રખ્યાત સ્ટોરી છે જયારે તું એના વિશે જાણીશ ત્યારે તું વિશ્વાસ કરવા લાગીશ..."

રોઝી બોલે છે...

"એવી તો કઈ સ્ટોરી છે અહીંયા ની..."
માહી બોલે છે...

"એ સ્ટોરી મને માનવ એ કીધી તી જયારે હું અહીંયા રેવા આવી ત્યારે એ સ્ટોરી ની મને ખબર પડી..."
રોઝી બોલે છે...

"હા તો માનવ ને એ સ્ટોરી કોને કીધી..."
માહી બોલે છે...

"માનવ ના પપ્પા એ સ્ટોરી તેને કીધી હતી અને તેને જ અમને બધા ને તે સ્ટોરી જણાવી છે..."
રોઝી બોલે છે...

"હા તો તું મને કેને એવી તો શું સ્ટોરી છે..."
માહી બોલે છે...

"માનવ ને જ પુછજે એ જ તને સારી રીતે કેસે અને કહેવાય છે આ જંગલ ના ગણા રાઝ છે જે સામાન્ય વ્યક્તિ જાણી જાય તો તેના માટે ખતરો બની જાય છે...
રોઝી બોલે છે...

માહી ને બસ મન થાય છે કે આ જંગલ ના બધા રાજ જાણવાનું અને તેને એક આકર્ષણ મહેસુસ થાય છે જંગલ થી જાણે કે તે આ બધું પહેલી વાર નથી જોતી...

માહી અને રોઝી ત્યાં થોડી વાર બેસે છે અને પછી પોતાના રૂમ માં જઈને સુઈ જાય છે...

માહી સવારે જલ્દી ઉઠી ને તૈયાર થઇ ને ત્રણે નીકળી જાય છે કોલેજ જવા માટે...

કોલેજ માં લેક્ચર પુરા થયા પછી બધા કોલેજ ના ગાર્ડન માં બેઠા હતા અને વાતો કરતા હતા...

"માનવ કાલે મને રોઝી એ કીધું કે જૂનાગઢ ના જંગલો માં વેમ્પાયર છે શું તે વાત સાચી છે..."
માહી ને અચાનક યાદ આવે છે ત્યારે તે માનવ ને પૂછે છે...

"હા વાત સાચી છે..."
માનવ બોલે છે...

"તે સ્ટોરી ને બધા The Story of love ના નામે જાણે છે..."
માનવ બોલે છે...


આ સ્ટોરી કોની છે અને માનવ ક્યાં ક્યાં રાઝ જણાવશે...?

તે જાણવા જોડાયા રહો મારી સાથે...

The Story of love....


મારી સ્ટોરી ને તમારા પ્રતિભાવ જરૂર થી આપજો જેના થી મારી ભૂલો ને હું સુધારી શકું...