Island - 46 in Gujarati Thriller by Praveen Pithadiya books and stories PDF | આઇલેન્ડ - 46

Featured Books
  • સંઘર્ષ - પ્રકરણ 20

    સિંહાસન સિરીઝ સિદ્ધાર્થ છાયા Disclaimer: સિંહાસન સિરીઝની તમા...

  • પિતા

    માઁ આપણને જન્મ આપે છે,આપણુ જતન કરે છે,પરિવાર નું ધ્યાન રાખે...

  • રહસ્ય,રહસ્ય અને રહસ્ય

    આપણને હંમેશા રહસ્ય ગમતું હોય છે કારણકે તેમાં એવું તત્વ હોય છ...

  • હાસ્યના લાભ

    હાસ્યના લાભ- રાકેશ ઠક્કર હાસ્યના લાભ જ લાભ છે. તેનાથી ક્યારે...

  • સંઘર્ષ જિંદગીનો

                સંઘર્ષ જિંદગીનો        પાત્ર અજય, અમિત, અર્ચના,...

Categories
Share

આઇલેન્ડ - 46

પ્રકરણ-૪૬.

પ્રવીણ પીઠડીયા.

“વોટ…?” હું ઉછળી પડયો અને હેરતભરી નજરે માનસા સામું જોઈ રહ્યો.

“એમા આટલું ચોંકવાની જરૂર નથી..! મેં આવી જ કે તેને મળતી ચીજ જોઈ છે.”

“તું શ્યોર છે…?” હજું મારા માનવામાં આવતું નહોતું. તેના કારણે હું ગોટાળે ચઢયો હતો. તે કહેતી હતી કે તેણે મારાં ટેબલ ઉપર પડેલો લાકડાનો ટૂકડો બીજે પણ ક્યાંક જોયો છે. પણ ક્યાં..? એ તેને પાક્કું યાદ આવતું નહોતું. હું મોં વકાસીને તેને જોઈ રહ્યો. એક મહત્વની કડી તેની પાસેથી મળે એમ હતી અને તેને કશું યાદ નહોતું. મને લાગતું હતું કે એને ચોક્કસ કોઈ ભ્રમ થયો હશે.

“હું કહું છું ને તને… મને બરાબર ખ્યાલ છે કે આવો જ ટૂકડો મેં ક્યાંક જોયો છે. તું માનતો કેમ નથી..?” માનસા તેની વાત ઉપર અડગ હતી. “એક મિનિટ..!” એકાએક તેની આંખો ઝિણી થઈ અને કપાળે સળ ઉપસ્યાં જાણે કંઇક તેને યાદ આવ્યું ન હોય. “અરે હાં… “ તેનો ચહેરો આશ્વર્ય મિશ્રિત ભાવથી ચમકી ઉઠયો અને તેની આંખોમાં વિસ્મય ઉભર્યું.

“શું અરે હાં…! આમ ઉખાણા સર્જવા રહેવા દે.” મારી ઉત્તેજના ચરમસીમાએ પહોંચી હતી.

“અરે એક મિનિટ, યાદ તો કરવા દે. અમારા ઘરમાં જ ક્યાંય… ઓહ યસ. આ વાત મને પહેલા કેમ યાદ ન આવી. તને કહું છું રોની… “ તે શ્વાસ લેવા અટકી. એટલી ક્ષણો પણ મારા માટે ભયંકર વીતી હતી. “એક વખત હું મારા ડેડીનાં કમરામાં ગઈ હતી. એક્ચ્યૂલી મારે કંઈ કામ હતું એટલે ત્યાં ગઈ હતી. ખરેખર તો ડેડીને કોઈ તેમના કમરામાં આવે એ બીલકુલ પસંદ નથી એટલે અમારા ઘરમાંથી ભાગ્યે જ કોઈ તેમનાં અંગત કમરામાં જતું હશે પરંતુ તે દિવસે અનાયાસે હું જઈ ચઢી હતી.”

“તું મૃદ્દાની વાત કરીશ..!” મારી અધીરાઈ છલકાઈ ઉઠી. મને પહેલી વખત માનસા ઉપર ચીઢ ચડી કારણ કે બીન જરૂરી રીતે તે વાતને લંબાવી રહી હતી.

“એજ તો કહું છું. ડેડીનાં કમરામાં સામેની દિવાલે એક મસ્ત પેઈન્ટિંગ લગાવેલું છે. એ પેઈન્ટિંગની નીચે સીસમનાં લાકડાનું એક લાંબુ અને કલાત્મક ટેબલ છે. એ ટેબલ ઉપર કેટલીય જાત-ભાતની ચીજો ડેડીએ એકઠી કરીને મૂકી છે. ખરું કહું તો ડેડીને પૂરાણી ચીજોનું ગજબનું આકર્ષણ છે. તેઓ દેશ-વિદેશથી કેટલીય અમૂલ્ય ચીજો લાવ્યાં હશે જેની ગણતરી કરવી લગભગ અશક્ય થઈ પડે. એ ચીજોનાં ઢગલામાં જ આવો ટૂકડો હતો. મને એકદમ પાક્કું તો યાદ નથી પરંતુ ચોક્કસ આવો જ ટૂકડો હતો.”

“ચાલ…” મેં એકદમ જ તેનો હાથ પકડયો.

“અરે પણ, ક્યાં…?”

“તારા ઘરે.”

“ડેડીને ખબર પડશે તો મારી ખાલ ઉતારી નાંખશે.”

“અચ્છા..! મને એમ કે તું પપ્પાની લાડલી બેટી છો.”

“એ તો છું જ પણ… એક મિનિટ, તું મને ઉકસાવી રહ્યો છે.” માનસાએ નાક ફૂંગરાવ્યું. “તને ખ્યાલ નથી. ડેડી એમની ચીજો માટે કેટલા કડક છે. ભૂલથી પણ જો કોઈ તેમનાં કમરામાં જઈ ચડે અને તેમની ચીજોને સ્પર્શે તો ઘરમાં ભૂકંપ સર્જાય જાય. એ અમૂલ્ય ચીજોથી તો મમ્મી પણ દૂર જ રહે છે. એમાં તું કહે છે કે એ ચીજો તારે જોવી છે..!” માનસાનાં અવાજમાં ભારોભાર આશ્વર્ય સમાયેલું હતું. પરંતુ મને તેના આશ્વર્ય સાથે અત્યારે કોઈ નિસ્બત નહોતી. તેણે જે રીતે કહ્યું એ સાંભળીને મારી ઉત્સુકતા એકદમ જ વધી ગઈ હતી અને મને ઉડીને તેના ડેડી શ્રેયાંશ જાગીરદારનાં કમરામાં પહોંચી જવાનું મન થતું હતું.

“અચ્છા જવા દે. મારે એ ચીજો નથી જોવી.” એકાએક જ મેં વાત પડતી મૂકવાનાં આશયથી કહ્યું અને ટેબલ તરફ ચાલ્યો. એ એક મનોવૈજ્ઞાનિક દાવ હતો જે ઘણી વખત કારગત નિવડતો હોય છે. ક્યારેક કોઈ વાતનાં તંતૂને એમ જ છોડી દેવાથી સામેવાળા વ્યક્તિ ઉપર માનસિક દબાવ ઉભી થતું હોય છે. તેને એમ લાગે જાણે પોતાની અવગણનાં થઈ રહી છે. એવા સમયે તેની વિચાર શક્તિ કુંઠિત થઈ જતી હોય છે અને અચાનક આક્રમક મૂડમાં આવીને તે સામેવાળા સાથે વિવાદમાં ઉતરી પડે અથવા તેની વાત સાથે સંમત થઈ જાય. અત્યારે પણ એવું જ થયું. માનસાએ એકાએક પાછળથી મારો હાથ પકડયો.

“તું કોઈ નાના છોકરાની જેમ રિસાઈ ગયો. મને વિચારવા દે.” તે બોલી અને એમ જ ઉભી રહી. “અત્યારે જઈશું તો ડેડી ઘરે જ હશે. આપણે એક કામ કરીએ, તું મને કોઈક સારી હોટલમાં જમવા લઈ જા.” તેણે અદબવાળી અને નેણ ઉલાળ્યાં. હું તેની એ અદા જોઈ રહ્યો.

“અચ્છા, મતલબ તારા ઘરે જવા માટે મારે તને રિશ્વત આપવી પડશે એમ ને.”

“એમ જ સમજને.” તે હસી પડી. હસતી વખતે તેની પાણીદાર આંખો ઝીણી થઈ જતી અને તેમા અજબ ચમક ઉભરતી. તેની આખોમાં ઉભરતાં પાણીમાં હજ્જારો ચાંદલિયા તરતા જેની અદભૂત અનુભૂતી મને આકર્ષતી હતી. મારી અત્યાર સુધીની લાઈફમાં માનસા જેવી આકર્ષક યુવતી મેં જોઈ નહોતી. અને એથી પણ વિશેષ બાબત એ હતી કે તે મારી સાથે હતી. મને તેનું સાનિધ્ય ગમવાં લાગ્યું હતું. જે ઉદ્વેગ મનમાં ઉઠયો હતો એ થોડીવાર માટે શાંત પડી ગયો હતો.

“ઓકે, તું જ કોઈ સારી જગ્યા સજેસ્ટ કર.” મેં કહ્યું.

“હમમમ્… છે એક મસ્ત રેસ્ટોરન્ટ. ત્યાં જઈએ ચાલ. તું તારી બાઈક અહી જ રહેવા દે.” તેણે કહ્યું અને કારની ચાવી હાથની પહેલી આંગળીમાં ગોળ ગૂમાવતી તે બહાર ચાલી. બહાર હજુપણ જમઘટ જામેલો હતો. શેરીની સ્ત્રીઓ આ તરફ ડોકા તાણીને જોઈ રહી હતી અને નાના છોકરાઓનું ઝૂંડ માનસાની ચમચમાતી કારને ઘેરીને ઉભું હતું. માનસાએ બાળકો સામે જોઈને હાસ્ય વેર્યું અને કારમાં ગોઠવાઈ. ઘડીક તો મને એ બધું બહું વિચિત્ર લાગ્યું પરંતુ પછી હું માનસાની કારમાં ગોઠવાયો હતો અને માનસાએ કાર વેટલેન્ડ ભળી દોડાવી હતી.

-----------

લગભગ ચાર વાગ્યે અમે માનસાનાં ઘરે પહોંચ્યા. અલબત્ત એ ઘર કોઈ રાજ-મહેલથી કમ નહોતું. જીમી અહી જ નોકરી કરતો હતો એ હિસાબે પહેલા બે-ત્રણ વખત હું અહી આવી ચૂક્યો હતો પરંતુ એ માત્ર ઉપરછલ્લી મુલાકાત ગણી શકાય. ક્યારેય માનસાનાં ઘરને અંદરથી જોવાનો મોકો મળ્યો નહોતો. આ વખતે ખૂદ માનસા મને લઈને આવી હતી એટલે હવે એ પ્રોબ્લેમ નહોતો. તેણે કારને બંગલાનાં ભોયરામાં બનેલા પાર્કિંગ લોટમાં પાર્ક કરી અને ત્યાંથી જ લિફ્ટમાં અમે ઉપર, સીધા જ તેના ભવ્ય બેડરૂમમાં પહોંચ્યા. જીવનમાં પહેલી વખત મેં આટલો વૈભવશાળી કમરો જોયો હશે. ઐશ્વર્ય શું કહેવાય એની અનુભૂતી અહી આવ્યાં પછી મને થઈ હતી..

“તું અહી બેસ, હું હમણા આવું.” માનસા મને એકલો મૂકીને બહાર નિકળી ગઈ અને હું… આભો બનીને તેના બેહતરીન બેડરૂમને હેરતભરી નજરોએ નિહાળતો ઉભો રહ્યો. લગભગ પંદરેક મિનિટમાં તે પાછી ફરી હતી. “ચાલ મારી સાથે.” તેણે કહ્યું અને અમે બહાર નિકળ્યા.

“તારા ડેડી…?”

“એ તો ગયા. હવે છેક મોડી રાત્રે પાછા ફરશે. તું એમની ફિકર ન કર.” માનસાએ કહ્યું. તે મારો હાથ પકડીને મને દોરી રહી હતી. તેના ઘરનાં ફર્સ્ટ-ફ્લોર પર અમે હતા. એ ફ્લોર પર જ તેના ડેડીનો કમરો હોવો જોઈએ એવું મારું અનુમાન હતું અને એ અનુમાન સાચું પડયું. અમે ઝડપથી એક કમરામાં ઘૂસ્યાં. એ કમરો વેટલેન્ડનાં સૌથી પાવરફૂલ વ્યક્તિ શ્રેયાંશ જાગીરદારનો હતો. એ પછી જે થયું એ મારી કલ્પના બહારનું હતું.

(ક્રમશઃ)