Dhabkar - 2 in Gujarati Short Stories by Het Vaishnav books and stories PDF | ધબકાર - 2

Featured Books
  • ભાગવત રહસ્ય - 163

    ભાગવત રહસ્ય- ૧૬૩   ઘરમાં કોઈ મોટો મહેમાન આવ્યો હોય તો –તેની...

  • રેડ સુરત - 5

    2024, મે 18, પીપલોદ, સુરત સાંજના 07:00 કલાકે પીપલોદના કારગિલ...

  • ફરે તે ફરફરે - 60

    ફરે તે ફરફરે - ૬૦   વહેલી સવારે  અલરોસાની હોટેલમા...

  • સોલમેટસ - 5

    આગળના ભાગમાં તમે જોયું કે રુશી આરવને અદિતિની ડાયરી આપે છે. એ...

  • આ મોબાઇલે તો ભારે કરી!

         જેના વગર આપણો દિવસ પૂરો નથી થતો અને જે આપણી આંખોથી થોડો...

Categories
Share

ધબકાર - 2

પાયલ નો ભાઈ મારા પર કેમ ગુસ્સે હતો .. બઉ બધા ખોટા વિચારો અને ચિંતા સાથે હું ટીના ના ઘરે આવ્યો..
ટીનો પણ ઘરે પહોંચી ગયો હતો .
હું કંઇક બોલું એ પહેલાં ટીનો બોલી ઉઠ્યો અરે તું મારા ઘરેજ આવવાનો હતો તો.. સાથેજ આવ્યો હોય તો આમ પાછળ થી કેમ ??
પંકજ - ના એવું ન હતું હું ઘરે જઈ રહ્યો હતો પણ પછી પાયલ ના ઘરે ભીડ જોઈ તો હું ત્યાં ગયો .અને ત્યાં કઈ સમજાય એ પહેલાં હું તારા ઘરે જ આઇ ગયો .
ટીનો - હા ભીડ તો મે પણ જોઈ હતી પણ મારે સેઠ નો કોલ આયો તો વાત મા ને વાત મા ઘરે પહોંચી ગયો .
કેમ શું થયું હતું ? જગડો હસે બીજું શું હોય .. અમારા બધામાટે કઈ નવી વાત નથી .કેમ કે એના ઘરે અવાર નવાર જગડા થતાં હોય છે .
પંકજ - કેમ એમ ? જો ટીના કઈ સમજાય એમ બોલ કેમ કે પાયલ આપડી સાથે હતી ત્યારે એને આ બાબતે કોઈ વાત નોતી કરિ અને અત્યારે તું એમ કહે છે કે અવાર નવાર જગડાં થયા કરે એટલે ?
અને આમ પણ પાયલ ને હોસ્પિટલ લઈ ને ગયા છે . એમ્બ્યુલન્સ મા .
ટીનો - ઓહો મતલબ એમ્બ્યુલન્સ અહિયાં જ આઇ હતી એમ ?
અને શું થયું પાયલ ને ?
પંકજ - એને ઉંઘ ની વધારે ગોળી ખાઈ લીધી છે .અને કયા કારણ થી એ ખબર નથી મને . એમના બાજુ વાળા કાકા ને પૂછ્યું પણ એ ને પણ સરખું ના કહ્યું .
અને ટીના વિનય મારી સામે ગુસ્સા ભરેલી નજર થી જોઈ રહ્યો હતો . એના કાકી એ મને ત્યાં થી જવા માટે કહ્યું . યાર કંઇજ સમજાતું નથી શું ચાલી રહ્યું છે આ બધું .
ટીનો - જો પંકજ એના ઘરે અવાર નવાર જગડા એના ભાઈ ના લીધેજ થાય છે .કેમ કે એનો ભાઈ વહેમ વાળા સ્વભાવ નો છે .
હદ થી વધારે ડાઉટ કર્યા કરે બધાજ ઉપર અને પાયલ પર તો કેમેરા ની જેમ ઘ્યાન રાખતો .
તને ખબર છે એની સગાઈ પણ એના કહેવાથીજ કરાઈ છે .એના ભાઈ ને એવું લાગતું કે પાયલ અને તારી વચ્ચે કઈ ચાલે છે .
પંકજ - અરે ....આમ તો કેમ વિચારી સકે એ વિનય અને આ વાત તે મને પહેલાં કેમ ના કરી ??
બિચારી છોકરી મારા લીધે હેરાન થાય છે .હું હમણાજ વાત કરું વિનય સાથે .
ટીનો - ઓ ભાઈ વિચાર તો પણ નહિ ! એના ભાઈ ને પાયલ ની કઈ પણ વાત કરવાનું . એનો મગજ પેલું વેબ સિરીઝ મા કે છે ને એવો છે ... સાયકો ... એટલે ભાઈ તું શાંતિ થી ઘરે જા કાલે કઈ પણ કરી પાયલ ને મળીશું એનો ભાઈ ના હોય ત્યારે એને પૂછી શું થયું એમ .
વધારે વિચાર્યા વગર ઘરે પોહોચ .
પંકજ - હા સારું હું જાઉં છું અને કાલે આપડે જઈએ હોસ્પિલ અને હા તું તપાસ કરિ રાખજે કે કઈ હોસ્પિટલ મા છે એ
ટીનો - હા ભાઈ તું જા ઘરે પોહોચ્ હું તપાસ કરિ લઈશ
( હું ટીના ના ઘરે થી મારા ઘર તરફ જવા માટે નીકળ્યો. મારું મગજ હજી પાયલ માજ અટવાયેલું હતું .અને ચિંતા પણ થઈ રહી હતી કે શું થયું હસે એને .એકદમ સ્ટ્રોંગ છોકરી કેમ આવું પગલું ભર્યું હસે . શુ મારા કારણે તો કય નહિ થયું હોય ને ??)
બીજા દિવસે....
હું સવારે વહેલા ઊઠીને ટીના ના ઘરે પોહોચ્યો
પણ ટીનો હજી સૂતો હતો ...
ટીના... ઓ.. ટીના ઉઠ ઊભો થા જલ્દી .
ટીનો : બે હજી ૫ વાગ્યા છે સુવા દેને અત્યરમાં ત્યા જઈ કઇ ફાયદો નથી .
છતાં પણ મે ટીના ને ઉભો કર્યો અને અમે ચા ની કીટલી પર રૂદ્ર ની રાહ જોઈ રહ્યા હતા .મે એને રાત્રે ફોન કરી બધું જાણવી દીધું હતું .
થોડી વાર રાહ જોયા બાદ સામે થી વિનય ને આવતો જોયો .
ટીનો: પંકજ થોડી વાર સંતાઇજા પેલો સામે આવે છે ..ખોટી લપ થશે તો પાયલ ને મળવાની વાત તો દૂર પણ મોઢું પણ નઈ જોઈ સકે .
હું ચા ની લારી પાછળ સંતાઈ ગયો અને વિનય ત્યાજ ઉભો રહ્યો.
વિનય : કાકા એક એડવાન્સ આપો (ચા ની લારી વાળા કાકા ને કહ્યું )
વિનય સિગરેટ પી ને ચાલતો થયો .
ટીના આને તો કઈ મન મા પણ નથી કે એની બેન હોસ્પિટલ મા છે અને આભાઈ કઈ થયુંજ ના હોય એમ સિગરેટ ફૂકી હાલતો થયો .
ટીનો: એજ તો વાત છે .... છોડ બધી વાત તું પેલા ઢીલા ને ફોન કર કેટલે પોહોચયો પૂછ .
પંકજ: ઓ ભાઈ એની સામે એને ઢીલો ના કહેતો .. ... જો સામે આઇ ગયો .
ત્યા થી અમે ટીના ના બાઇક પર હોસ્પિટલ પોહોચ્યા રૂમ નંબર ૧૪ મા પાયલ ને રાખવામાં આવી હતી .અને પહેલાં ટીના ને મોકલાયો કેમ કે એનો પડોસી હતો માટે કોઈ રોકે નઈ માટે
ટીનો અંદર જાય છે ત્યાં પાયલ ના પપ્પા અને અમુક સબંધી બેઠેલા હતા .
ટીનો : (પાયલ ના પપ્પા ને ) કેમ છે હવે પાયલ ને ?
પણ એના પપ્પા એ કઈજ જવાબ ના આપ્યો.
બાજુમાં બેઠેલા એના કાકા મારી પાસે આવ્યા અને મને રૂમ ની બહાર લઈ અને કહ્યું જો અત્યારે મારો ભાઈ કઈ બોલી સકે એમ નથી તમે ખબર પૂછવા આવ્યા આભાર તમારો પણ પાયલ કોમાંમા છે કેટલા ટાઇમમા ભાન આવશે એનું કોઈ નક્કી નથી .
અને હા આ બધું તારા ઓલા નપાવટ ભાઈબંધ અને પીયુષ ના લીધે થયું છે
ટીનો : પણ આમાં પંકજ નો શું વાંક ?. એતો કઈ જાણતો પણ નથી અને એની સગાઈ પછી અમે ફ્રેન્ડ્સ મળ્યા પણ નથી તો કેમ એને વચ્ચે લાવો છો .
કાકા : જો ભાઈ તું જા અહિયાં થી ખોટું હું કઈ બોલી જાઉં એની પહેલાં .
ટીનો ત્યાં થી બહાર આવે છે .
પંકજ : કેમ છે હવે પાયલ .? મળ્યો તું એને ? બોલ ને યાર
શું હું મળી સકિસ એને ?
ટીનો : શાંત થા પંકજ ,જો મને એવું હતું કે ખાલી પીયુષ તારી પર ગુસ્સે છે પણ અહિયાં તો એના કાકા પણ ગુસ્સે છે અને હા પાયલ કોમા મા છે અને ડોકટર એ એમણે એમ કહ્યું છે કે કોઈ નક્કી નથી કે ક્યારે કોમા માંથી બહાર આવશે .
પંકજ : પણ ટીના મારા પર કેમ ગુસ્સે છે એ બધા મે શું કર્યું મેનેજ નથી ખબર
(એટલું બોલી પંકજ ત્યા જ બેસી ગયો .)
ટીનો : રૂદ્ર આને પકડ અને બાઇક પર બેસાડ .
ત્યા થી અમે ઘરે પાછા ફર્યા ..અને ટીના ના ઘરે એના રૂમ મા બેઠા હતા ....
ત્યા અચાનક રૂદ્ર રડવા લાગ્યો ..
ટીનો: તને શું થયું ?
પણ રૂદ્ર કઈજ જવાબ ના આપી શક્યો .
પંકજ : ટીના તે કઈ કર્યું નથી ને ?
ટીનો : અરે ના એની સામે પણ નથી જોયું મે ...બોલ ને ઓ શું થયું તને ?
રૂદ્ર: આ બધું થશે મને અંદાજ હતો મારે તને પહેલાં બધું કહી દેવું જોઈતું હતું ..પંકજ તું કઈજ નથી જાણતો આ ટીનો બધુજ જાણે છે અને મને પણ નથી કહેવા દેતો .
પંકજ : ટીના આ શું બોલે છે ?
ટીનો : છોડ ને કઇ નથી જવાદે એ વાત ..તું ચિંતા ન કરીશ બધું ઠીક થઈ જશે ..
પંકજ : ટીન્યા મારો જીવ જાય છે અને તું વાત છોડવાનું કહે છે .તું અને રૂદ્ર શું છુપાવો છો મને અત્યારે જણાવો .
રૂદ્ર: પંકજ એમાં એવું હતું......
ટીનો : ઢીલા ચૂપ થા તું (ગુસ્સે થઇ)
પંકજ: જો એને બોલવા દે નહિતર હું જાઉં છું પીયુષ પાસે એને જ પૂછી લઈશ બધું
ટીનો : હા જા પૂછી લે અને હા એની પહેલાં એમ્બ્યુલન્સ ને કોલ કરિ દેજે પછી જજે ok
પંકજ: તમે લોકો કઈ કહેતા નથી અને પેલા ને હું પૂછી સકુ એમ નથી તો કરું તો કરું શુ ?
ટીનો : પાયલ ને ભાન આવવા દે તને બધુજ જણાઈ શું અમે તું શાંત થા

વધુ આવતા અંકે ..........