Examination - of love or learning... in Gujarati Short Stories by The Hemaksh Pandya books and stories PDF | પરીક્ષા - પ્રેમની કે ભણતરની...

Featured Books
  • ભાગવત રહસ્ય - 163

    ભાગવત રહસ્ય- ૧૬૩   ઘરમાં કોઈ મોટો મહેમાન આવ્યો હોય તો –તેની...

  • રેડ સુરત - 5

    2024, મે 18, પીપલોદ, સુરત સાંજના 07:00 કલાકે પીપલોદના કારગિલ...

  • ફરે તે ફરફરે - 60

    ફરે તે ફરફરે - ૬૦   વહેલી સવારે  અલરોસાની હોટેલમા...

  • સોલમેટસ - 5

    આગળના ભાગમાં તમે જોયું કે રુશી આરવને અદિતિની ડાયરી આપે છે. એ...

  • આ મોબાઇલે તો ભારે કરી!

         જેના વગર આપણો દિવસ પૂરો નથી થતો અને જે આપણી આંખોથી થોડો...

Categories
Share

પરીક્ષા - પ્રેમની કે ભણતરની...

ગરમીના દિવસો હતા તેમજ પરીક્ષાનો માહોલ શરૂ થઈ ગયો હતો..... રશું B.Com. ના પાંચમા સત્રની પૂર્વ તૈયારી કરી રહી હતી.... અલબત્ત એક અજુગતી વાત વાંચક મિત્રોને જણાવી દઉં કે, મારી રશું દુનિયાની અજયબીમાનો એક જીવતો જાગતો નમૂનો છે, કેમ કે તે બે અલગ અલગ યુનિવર્સિટીમાંથી એક સાથે અલગ અલગ કોર્સ કરી રહી હતી, નવાઈની વાત એ છે કે તેને PTC માં બંને વર્ષમાં 85% ની ઉપર જ ટકાવારી આવી છે જ્યારે B.COM માટે પણ પ્રથમ ચાર સત્રમાં 80% ની ઉપર જ ટકાવારી આવી છે...

આખરે પરીક્ષાની તારીખ આવતા જ તે ભાવનગર યુનિવર્સિટીમાં પરીક્ષક તરીકે ગઈ, ત્યાં ગયા પછી આ તરફ મારી વ્યાકુળતા વધવા લાગી... શું કરતી હશે..??? સૂતી હતી..?? વાંચતી હશે..?? તેને પરીક્ષા માટે શુભેચ્છક મેસેજ મોકલું કે નહીં..? જો મોકલીશ તો કેવું લાગશે..??... આવા અવનવા અતરંગી વિચારો મારા ચિંતિત મનમાં વંટોળ બની ફરી રહ્યા હતા કારણ આકર્ષણ હતું કે લાગણી હતી કે પ્રેમ કંઈજ સમજાતું નહોતું... જ્યારે સામેની તરફ આજ વિચારોના વંટોળે વેગ ઝડપ્યો હતો... શુ કરતા હશે..? મને મેસેજ કરશે કે કેમ..?? જો કરે તો શા માટે...?? કેમ કે હજુ સુધી વાત રૂબરૂ કે મેસેજથી પ્રેમલાપ સુધી પહોંચી જ નહોતી.... આ તો માત્ર હૃદયના ધબકારાની તાલાવેલી હતી, પણ એ નહોતું સમજાતું કે આ બંને તરફ લાગેલ પ્રીતની ચિંતા એક બીજાના દલડાથી હતી કે હૈયાથી... અહીં દલડા અને હૈયામાં રહેલ ભેદ ત્યારે જ સ્પષ્ટ થાય જ્યારે પ્રેમી યુગલ તેમની અંદર રહેલ પ્રીતને બહાર કાઢે....

સમી સાંજના સમયે હૃદયમાં તાલાવેલી વધતા પરીક્ષાના આગળના દિવસે એક મેસેજ type કરીને મોકલી આપ્યો...
"Hello madam, best of luck for exam"
મેસેજ મોકલ્યા પછી સામે પક્ષે જ્યારે મેસેજ પહોંચે છે ત્યારે એક અજુગતી જ અનુભૂતિ અને ખુશીનો માહોલ છવાય ગયો... રશું ત્યાં તેની પ્રિય સખી એટલે ભૂમિનો હાથ પકડીને નાચવા લાગી....
"ભૂમિ , આજે યાર હું ખૂબ જ ખુશ છું..."
"હા, એ તો દેખાય જ છે, પણ થયું શુ એ તો કે...!"
"બસ, એમ જ તને મળીને એટલે..." વાત બદલવાની કોશિશ કરતા..
"રશલી, તું સવારની મળી છે તો છે કે સાંજે ખુશી થઈ..?? તું મને ઉલ્લુ ના બનાવ સાચું બોલ.."
"સાચું યાર, અત્યારે ખુશી feel થઈ તો share કરી.... કેમ ના કરાય..?"

વાતોની જાળમાં ફસાવવામાં તો મારી રશુંની તોલે વાસ્તવમાં કોઈ જ ના આવે અને તેની આજ ખૂબીથી ભૂમિ તેની વાતોમાં આવીને માની બેઠી કે રશું તેને મળીને ખુશ થઈ છે જ્યારે વાસ્તવિકતા કંઈક જુદી જ છે.... રશું એ મનોમન ચિંતન કર્યું કે જો મેસેજનો reply પણ આપીશ તો સામે ફરી thanks નું wel come આવશે અને વાંચનની જગ્યા એ વાતો થશે અને પરિણામ ઓછું આવશે, રશું કોઈ પણ ભોગે પ્રથમ નંબર લાવવા માંગતી હતી તો બીજી બાજુ મારા મનમાં તેના વિશે શું ચાલે છે તેની તેના મનમાં વ્યાકુળતા પણ હતી છતાં reply ના જ કરવો એવો દ્રઢ નિર્ણય લઈ વાંચન શરૂ કર્યું..... આ બાજું હું મેસેજ કર્યા પછી reply ની રાહ જોતો જ રહ્યો ને રાત આખી આમ જ વીતી ગઈ..... હવે રોજ પરીક્ષા માટે મેસેજ કરવો મારો નિત્યક્રમ બની ગયો પણ reply ના મળતાં હું દુઃખી પણ થતો હતો....

આજનો દિવસ મારા ભાગ્યવિધાતા એ કંઈક અલગ જ અંદાજમાં વિચાર્યો હશે કે કેમ.... કેમ કે આજે હું બધાની સાથે રોજની જેમ જ ખૂબ જ મસ્તીના મૂડમાં હતો... હા અંદાથી રશુની ખૂબ જ ચિંતા હતી કે reply કેમ નથી કરતી... એટલે યાદ સતાવ્યા કરતી અને તેની અસર મારા બાહ્ય વલણને ના થાય તેથી મારી જાતને હું વ્યસ્ત રાખવાના પ્રયત્ન કરતો, ત્યાં જ શાયરીના ભાગ રૂપે રાગીનીબેન કે જેમણે મારી સાથે રશુનો પરિચય કરાવેલો.... અને રશુ સૌથી વધુ ladies સ્ટાફમાં તેમના જ સંપર્કમાં હતી.... તે રાગીની બેને રશુની શાયરી યાદ કરી... મારા ચહેરાની રોનક બદલાય ગઈ.... રશુ મને reply નથી આપતી તો રાગીની બેન દ્વારા તેના હાલચાલ પૂછું એવા વિચાર સાથે....

"હા, તે મેડમ લખે છે સારું..."
"હા, બોવ જ fine લખે છે.... અત્યારે તો પરીક્ષા છે...પણ 2 દિવસમાં આવી જશે..."
"વાહ... એટલે તમારે વાત થાય છે..?"
"ના વાત નથી થતી પણ મને ખબર છે ત્યાં સુધી તેની પરીક્ષા હવે પુરી થવી જોઈએ..."
"Hmm... સાચી વાત છે.... પણ મેડમની શાયરી અને લખવાનું પદ્ધતિ સુંદર છે..."
"એ તો હોવાની જ ને...!! તે પણ કોઈકના માટે લખવી જ પડેને..." આટલું બોલી તે બધાં હસવા લાગ્યા એટલે હું જ તે કોઈક છું તેવું મને ખબર હતી છતાં સારું feel થાય તે માટે ચોકસાઈ કરવા પૂછ્યું...
"કોઈક એટલે...??"
"આખા સ્ટાફને ખબર છે ને તમે અજાણ છો...??"
આ શબ્દોથી હું ખુશથી સમાયો ના રહ્યો છતાં વધુ તાલાવેલી થવા લાગી...
"નહીં તો...!!"
"અરે, જેક માટે..."
"જેક...!!!??"
"હા, જેક.... કે જે તેનો બોયફ્રેન્ડ છે અને જેક પણ તેના માટે લખે છે... રે લોકોનો તો ધોરણ 10 નો પ્રેમ છે...."

કાપો તો લોહી ના નીકળે...., પગ નીચેથી જમીન સરકી ગઈ... હું 20 મિનિટ સુધી કોમામાં જતો રહ્યો હોય તેવું લાગવા લાગ્યું....અને હવે feel થયું કે reply કેમ નહોતો આવતો....ને હવે.... હવે શું...??? હવે જીવનમાં કોઈ રસ જ ના રહ્યો હોય તેવું લાગવા લાગ્યું અને મારી ઉદાસીને અંદરનો રડવાનો અવાજ ક્યાંક અંદર જ દબાઇ ગયો ને હવે દરેકક્ષણ, ઓક્સિજન ભર્યો દરેક શ્વાસ હવે મને મુંજવતો રહ્યોંને અહીંયા જ જીવનનો અંત લાગવા લાગ્યો....