Maand chhutyo Biladina panjamathi - 5 in Gujarati Short Stories by Amir Ali Daredia books and stories PDF | માંડ છૂટ્યો. બિલાડીના પંજા માથી - 5

Featured Books
  • મારા અનુભવો - ભાગ 24

    ધારાવાહિક:- મારા અનુભવોભાગ:- 24શિર્ષક:- હાહાકારલેખક:- શ્રી સ...

  • ભાગવત રહસ્ય - 163

    ભાગવત રહસ્ય- ૧૬૩   ઘરમાં કોઈ મોટો મહેમાન આવ્યો હોય તો –તેની...

  • રેડ સુરત - 5

    2024, મે 18, પીપલોદ, સુરત સાંજના 07:00 કલાકે પીપલોદના કારગિલ...

  • ફરે તે ફરફરે - 60

    ફરે તે ફરફરે - ૬૦   વહેલી સવારે  અલરોસાની હોટેલમા...

  • સોલમેટસ - 5

    આગળના ભાગમાં તમે જોયું કે રુશી આરવને અદિતિની ડાયરી આપે છે. એ...

Categories
Share

માંડ છૂટ્યો. બિલાડીના પંજા માથી - 5

ટ્રીન..ટ્રીન..ટ્રીન ફોનની ઘંટડી વાગતા ઘનશ્યામદાસે રીસીવર ઉપાડીને કાને માંડ્યુ.
"હેલો.કોણ?"
" પ્લીઝ જરા ઘનશ્યામદાસ ને ફોન આપશો."
સામે છેડે થી વિવેક પૂર્ણ શબ્દો સંભળાયા.
"હા.હુ ઘનશ્યામ જ બોલુ છુ.તમે કોણ?"
" હુ ઇન્સ્પેક્ટર સાળુંખે.ડી.એન.નગર પોલીસ સ્ટેશન.તમે અત્યારે જ તમારા ઘરે આવવા રવાના થાવ."
"શુ…શુ.વાત છે. ઇન્સ્પેકટર?"
ઘનશ્યામ દાસના અવાજમાં થડકારો આવી ગયો.ગભરાટમાં રીસીવર હાથમાંથી છૂટતા છુટતા બચ્યુ.
સામેથી ઇ. સાળુંખેને અંદાજો આવી ગયો કે ઘનશ્યામદાસ ગભરાઈ ગયો છે. એટલે એમને હિંમત બંધાવતા કહ્યુ.
"પ્લીઝ.હિંમત રાખો.ઘરે આવશો એટલે બધું સમજાઈ જશે."
સામેથી ફોન કટ થઈ ગયો.
પોતાના નાનકડા બંગલા પાસે ઘનશ્યામે ટોળુ જમા થયેલુ જોયુ.ત્યારે જ એને લાગ્યું કે નક્કી કંઈક અજુગતુ બન્યું લાગે છે એની છાતીના ધબકારા વધી ગયા.
ઈ.સાળુંખે એની નજદીક આવ્યો અને પૂછ્યુ.
"આપ?"
"જી.હુ ઘનશ્યામદાસ."
કંપતા સ્વરે એણે પોતાનો પરિચય આપ્યો.અને પ્રશ્નાર્થ નજરે એ ઈ.સાળુંખેની સામે જોઈ રહ્યો.
"હુ ઈ.સાળુંખે.મેં જ તમને ફોન કર્યો હતો."
ઘનશ્યામદાસ ને હજી સુધી પરિસ્થિતિનો ખ્યાલ આવ્યો ન હતો. એટલે એણે પ્રશ્ન કર્યો.
"પણ વાત શું છે ઇન્સ્પેક્ટર?"
જવાબ આપતા પહેલા ઈ.સાળુંખેએ હવાલદારને કંઈક ઇશારો કર્યો.એટલે હવાલદારે મહારાજ જટાશંકર ને લાવીને ઘનશ્યામની સામે ઉભો કરી દીધો.
મહારાજના કપડા લોહીથી ખરડાયેલા હતા.
"આ તમારો રસોઈયો છે?"
ઇન્સ્પેક્ટર સાળુંખેએ પૂછયુ.
"જી." ઘનશ્યામે એક અક્ષરી ઉત્તર આપ્યો.
" એણે તમારી પત્નીનું ખૂન કર્યું છે."
ઇન્સ્પેક્ટરે ઘટસ્ફોટ કર્યો.
"શુ.ઉં.ઉં?"
ઘનશ્યામદાસને લાગ્યું કે હમણાં હાર્ટ બેસી જશે.છાતી ઉપર હાથ દબાવીને એ સોફા ઉપર બેસી ગયો.રાકેશ દોડીને મામા માટે પાણી લઈ આવ્યો. ઘનશ્યામદાસે પાણી પી લીધું પછી. ઈનસ્પેકટર સાળુંખેએ હિંમત બંધાવતા કહ્યુ.
"હુ સમજુ છું ઘનશ્યામદાસ કે આ બનાવ તમારા માટે વ્રજઘાત સમાન છે. પણ તમારે હિંમત તો રાખવી પડશે ને?"
હવે ઘનશ્યામદાસે જટાશંકર તરફ કરડાકીથી જોયુ.
"નમક હરામ.શા માટે તે આ કર્યુ?"
જવાબ આપવાના બદલે મહારાજ નીચુ જોઈ ગયા.
"આને જીપમા બેસાડી દો"
ઇન્સ્પેક્ટરે હવાલદારને સુચના આપી. એટલે હવાલદાર મહારાજને લઈને જતો રહ્યો.અને પછી ઘનશ્યામદાસને ઉદ્દેશી ને કહ્યુ.
"એણે જે સ્ટેટમેન્ટ આપ્યું છે એ હુ તમને જણાવી દઉં."
"મારો શેઠાણી સાથે છેલ્લા બે વર્ષથી આડો સંબંધ હતો.પરંતુ હમણાં બે મહિનાથી એમણે મારાથી પોતાનું મોં ફેરવી લીધું હતુ.આથી મને શંકા ગઈ કે જરૂર શેઠાણીનુ કોઈ બીજા સાથે ચક્કર ચાલુ થયુ હોવુ જોઈએ.એટલે મે એમની ઉપર નજર રાખવા માંડી.
તો ગઈકાલે જ મને ખબર પડી કે. શેઠાણીએ ભાણાભાઈ સાથે ભાણાભાઈની મરજી વિરુદ્ધ બળાત્કારે એની સાથે સંબંધ રાખવાનું શરૂ કર્યું હતુ.અને આ મે નજરે નજર જોયુ અને એ જોયા પછી હુ ઈર્ષાની આગમા સળગવા લાગ્યો હતો. અને એટલે મે ઉશ્કેરાઈને શેઠાણીનુ કાટલુ કાઢવાનુ નક્કી કર્યુ.આજે સવારે સાડા દસના સુમારે રસોડામાંથી શાક સમારવાની છુરી લઈને હુ શેઠાણીના બેડરૂમમાં ઘુસ્યો. શેઠાણી ઘસઘસાટ ઉંઘતા હતા.અને મે ઉંઘતા શેઠાણી ના ગળા ઉપર છુરી ફેરવી દીધી હતી."
મહારાજનુ સ્ટેટમેન્ટ ઈ. સાળુંખેએ ઘનશ્યામ દાસને વાંચી સંભળાવ્યું. અને ઘનશ્યામ મોં વકાસીને એ સાંભળી રહ્યા.
ખુરશી ઉપરથી ઉઠતા ઈ.સાળુંખેએ કહ્યુ.
"ચાલો ત્યારે હુ રજા લવ છુ. લાશનુ પોસ્ટ મોર્ટમ થતા જ તમને બોડી સોંપી દેવામા આવશે.એ દરમિયાન જો તમારી જરૂર પડશે તો તમને બોલાવી લઈશ."
ઈ. સાળુંખેના ગયા પછી રાકેશ મામાને વળગીને ધ્રૂસકે ધ્રૂસકે રડવા લાગ્યો.
"મામા.મામા પ્લીઝ મને માફ કરી દયો મેં.મેં ક્યારેય મામીને ઍવી નજરે નોતા જોયા મામી જ..."
રાકેશ વધુ ના બોલી શક્યો. ઘનશ્યામે રાકેશ ની પીઠ ઉપર હાથ પસરાવતા એને સાત્વના આપતા કહ્યુ.
"હુ જાણુ છુ બેટા.તારો કોઈ વાંક નથી. ગૌતમી જ નીચ ઓરત હતી.એને એના જ કર્મોની સજા મળી છે.તુ જરા પણ મનમા ઓછુ ન લાવતો."
લગભગ અડધી કલાક સુધી રાકેશ એક ખૂણામાં માથું પકડીને ચૂપચાપ બેસી રહ્યો.પછી અચાનક એ ઉઠ્યો અને મામાને કહ્યુ.
"હુ હમણાં આવુ છુ મામા."
કહીને એ ગયો.એના ગયા ને કલાક થવા આવી છતાયે એ પાછો ના આવ્યો
ત્યારે ઘનશ્યામને ચિંતા થવા લાગી.
કે રાકેશ ક્યા ગયો હશે? કોઈ આડુ અવળુ પગલુ તો નહી ભર્યું હોય ને? એ આમ વિચારતો હતો. ત્યા ડી.એન.નગર પોલીસ સ્ટેશનથી ફોન આવ્યો.
"ઘનશ્યામદાસ.હુ ઈ.સાળુંખે.તમે તુરંત પોલીસ સ્ટેશને આવો."
ઘનશ્યામદાસ ફરી ગભરાઈ ગયા.
"હે ઈશ્વર!હવે શુ થયુ હશે?"
એ દોડતો પોલીસ સ્ટેશને પહોંચ્યો.તો રાકેશ પણ ત્યાં જ હતો.
"શુ વાત છે ઇન્સ્પેકટર?"
ઘનશ્યામે કંપતા સ્વરે સાળુંખેને પૂછ્યું.
"આ કેસમાં નવો ફણગો ફૂટ્યો છે."
"શુ?"
"તમારા ભાણેજનુ કહેવુ છે કે એની મામી ની હત્યા મહારાજે નહી પણ. એણે પોતે કરી છે."
"હેં."
ઘનશ્યામ દાસનુ મોઢુ આશ્ચર્યથી પોહળુ થઈ ગયુ.