Vacation to Vidhyarthionu - 1 in Gujarati Short Stories by Jagruti Pandya books and stories PDF | વેકેશન તો વિદ્યાર્થીઓનુ!! - ભાગ 1

Featured Books
  • પિતા

    માઁ આપણને જન્મ આપે છે,આપણુ જતન કરે છે,પરિવાર નું ધ્યાન રાખે...

  • રહસ્ય,રહસ્ય અને રહસ્ય

    આપણને હંમેશા રહસ્ય ગમતું હોય છે કારણકે તેમાં એવું તત્વ હોય છ...

  • હાસ્યના લાભ

    હાસ્યના લાભ- રાકેશ ઠક્કર હાસ્યના લાભ જ લાભ છે. તેનાથી ક્યારે...

  • સંઘર્ષ જિંદગીનો

                સંઘર્ષ જિંદગીનો        પાત્ર અજય, અમિત, અર્ચના,...

  • સોલમેટસ - 3

    આરવ રુશીના હાથમાં અદિતિની ડાયરી જુએ છે અને એને એની અદિતિ સાથ...

Categories
Share

વેકેશન તો વિદ્યાર્થીઓનુ!! - ભાગ 1

વેકેશન તો વિદ્યાર્થીઓનુ!! ભાગ - 1


નમસ્તે વ્હાલાં બાળકો, કેમ છો ? મજામાં ને ? પરીક્ષાઓ હવે પૂરી થશે. હવે એકાદ બે પેપર બાકી હશે. કેટલાંક બાળકોને તો પરીક્ષા પૂરી થઈ ગઈ હશે. પરીક્ષા પછી તે છેક શાળાઓ ખૂલે ત્યાં સુધીનો સમય લગભગ દોઢ મહિનાનો સમય તમારી પાસે હોય છે. ઘણાં બધાં બાળકોને આ વેકેશનમાં શું કરવી ? તે સમજાતું નથી. આ અમૂલ્ય સમય જેમતેમ વેડફાઈ જાય છે. તો આ વખતે વેકેશન એક અલગ રીતે જ પસાર થવું જોઈએ. આવો સમય વારંવાર આવતો નથી. તમે વિદ્યાર્થી છો તો વેકેશન છે, બાકી મોટાં થયાં પછી ક્યારેય વેકેશન નહી આવે. ચાલો આજે આપણે વેકેશન દરમિયાન કઈ કઈ પ્રવૃત્તિઓ કરી શકાય અથવા વેકેશનનો સદુપયોગ કેવી રીતે ? તે જાણીએ. તો છો ને તૈયાર !

તો આજે આપણે પહેલા ભાગમાં વેકેશનમાં કેવી રીતે આયોજન મુજબ પસંદગીનું કામ કરવુ. તે વાત કરીશું. આવતાં અઠવાડિયે કઈ કઈ પ્રવૃત્તિઓ કરવી? શું કરવુ ? કેવી રીતે કરવું ? તે વાત કરીશું.


પોતાને ગમતી પ્રવૃત્તિ કરો :

હા, બાળકો. તમને જે ગમે છે. તમને જેમાં રસ છે. તેવી પ્રવૃત્તિઓ કરો. ઉદાહરણ તરીકે જો તમને ચિત્ર દોરવાનું ગમતું હોય તો તેની પ્રેક્ટિસ કરો અને વધુ સારા ચિત્રો દોરવાનો પ્રયત્ન કરો. આવી તો એક કરતાં વધારે પ્રવૃત્તિઓ કે કામ હશે જે તમારી પસંદગીનું હશે. જે ગમે તે જ કરો, અને જે ગમે તેનાં નિષ્ણાત બનવા પ્રયત્ન કરો.


દેખા દેખીથી દુર રહો :

આ ખૂબ જ અગત્યનો મુદ્દો છે. તમારો મિત્ર સ્કેટિંગ કલાસ કરવા જાય છે તો તમારે પણ સ્કેટિંગ કલાસ જ કરવાં તેવું જરૂરી નથી. તમારાં માતા પિતા જો તમને સ્કેટિંગ કલાસ કરવા કહે જે તમને પસંદ ન હોય તો તમે ધીરેથી સમજાવો કે મારે, સ્કેટિંગ કલાસ નહી પણ સંગીત કલાસ કરવા છે. દેખા દેખી કરવાથી તમારો વિકાસ થતો નથી. પરંતું તમને તેમાં રસ રૂચિ ન હોવાં છતાં તમે બળજબરી પૂર્વક તમારાં મનને તે કરવા સમજાવો છો, જેથી કરીને તમારી ચિંતાઓ વધે છે અને તમે સારી રીતે શીખી શકાતા નથી. તમારો સમય અને શક્તિ વેડફાય છે.


એક એક દિવસનું આયોજન :

તમારી ગમતી પ્રવૃત્તિઓ સાથેનું એક એક દિવસનું આયોજન લખીને તૈયાર કરી તમારાં અભ્યાસના ટેબલ ઉપર કે તમારાં રૂમમાં લગાવી દો. વેકેશન એટલે વેકેશન. જો એક દિવસ તમારે કંઈ જ નથી કરવું તો તમે તે પણ કરી શકો છો. જો તમારે તમારી પસંદગીની અલગ અલગ વસ્તુઓ શીખવી હોય કે કરવી હોય તો તે પ્રમાણે તમે આયોજન કરી શકો છો. જેમકે, સોમવારે સંગીત, મંગળવારે ક્રિકેટ વગેરે વગેરે,,,, આ રીતે તમારો ક્વોલિટી ટાઇમ બનાવી શકશો. તમે ફરવા જવાનું, રમવા જવાનું કે કોઈ ક્લાસમાં જવાનું આયોજન કરી શકો છો. બઘું જ તમારા ઉપર છે.


ગૃપ બનાવો :

અમુક પ્રવૃત્તિઓ એવી નક્કી કરો કે તમે એકબીજા પાસેથી શીખી શકો. એવાં ગૃપ બનાવો અને તે મુજબનું આયોજન કરો. સરખા રસ વાળા મિત્રોનું ગૃપ બનાવવાથી સૌને આનંદ સાથે શીખવા મળે છે. તમે આ રીતે અલગ અલગ રસના વિષયો મુજબનાં ગૃપ બનાવીને તમને ગમતાં મિત્રો સાથે ગમતી પ્રવૃત્તિઓ કરી શકો છો. તમે, વોલીબોલ, ફૂલરેકેટ, ક્રિકેટ જેવી આઉટડોર રમતો માટે તથા ચેસ, કેરમ જેવી ઈનડોર રમતો માટે દિવસ - સમય મુજબ રમવા માટેનુ ગૃપ બનાવો. આ રીતે કરવાથી તમે તમને ગમતી તમામ પ્રવૃત્તિઓમાં એક સરખો ન્યાય આપી શકો છો.


પરિવાર માટે પૂરતો સમય :

આખુ વર્ષ તમે શાળા અને ટ્યુશન માટેની દોડધામમાં પરિવાર સાથે પ્રેમથી રહી શકતાં નથી. શાંતિથી ભાઈ બહેન કે મમ્મી પપ્પા પાસે બેસીને વાતો કરી શકતાં નથી. તે સમય ખૂબ જ વ્યસ્ત જણાય છે. દરેક વાત ઉપરછલ્લી રીતે કરો છો. શાંતિથી વાત કરી શકતાં નથી. વેકેશન એક એવો સમય છે જેમાં તમે ઈચ્છો તેટલો સમય તમે તમારાં પરિવાર સાથે રહીને વાતચીત કરી એકબીજાને સમજી શકો છો.


તો છો ને તૈયાર ? તમે આ પહેલો ભાગ વાંચી તમને ગમતી પ્રવૃત્તિઓ અને રસનાં વિષયોમાં પારંગત થવા માટે આયોજન કરી દ્યો. બીજા ભાગમાં કઈ કઈ પ્રવૃત્તિઓ કરી શકાય તે વાત કરીશું.