Exam mantra - I have to know everything that will be asked. in Gujarati Short Stories by Jagruti Pandya books and stories PDF | પરીક્ષામંત્ર - જે પૂછશે તે બઘું જ મને આવડવાનું છે.

Featured Books
  • મારા અનુભવો - ભાગ 24

    ધારાવાહિક:- મારા અનુભવોભાગ:- 24શિર્ષક:- હાહાકારલેખક:- શ્રી સ...

  • ભાગવત રહસ્ય - 163

    ભાગવત રહસ્ય- ૧૬૩   ઘરમાં કોઈ મોટો મહેમાન આવ્યો હોય તો –તેની...

  • રેડ સુરત - 5

    2024, મે 18, પીપલોદ, સુરત સાંજના 07:00 કલાકે પીપલોદના કારગિલ...

  • ફરે તે ફરફરે - 60

    ફરે તે ફરફરે - ૬૦   વહેલી સવારે  અલરોસાની હોટેલમા...

  • સોલમેટસ - 5

    આગળના ભાગમાં તમે જોયું કે રુશી આરવને અદિતિની ડાયરી આપે છે. એ...

Categories
Share

પરીક્ષામંત્ર - જે પૂછશે તે બઘું જ મને આવડવાનું છે.

પરીક્ષામંત્ર : જે પૂછાશે તે બધું જ મને આવડશે, મને જે આવડે છે તે જ પૂછાવાનું છે !


નમસ્તે વ્હાલાં બાળકો, કેમ છો ? મજામાં ને? બાળકો આખું વર્ષ પુરું થવા આવ્યું. અત્યારે બોર્ડની પરીક્ષાઓ ચાલે છે. બોર્ડની પરીક્ષાઓ પૂર્ણ થશે પછી તમારી પરીક્ષાઓ શરૂ થશે. દર વર્ષે પરીક્ષા આવે છે, ખરું ને ? પરીક્ષા નજીક આવે ત્યારે તમને જાતજાતની ચિંતાઓ થાય છે કે, ઓછા ગુણ આવશે તો ?, નાપાસ થઈશ તો ? સમય ખૂટશે તો ? મને નહીં આવડે તો ? આવાં અનેક નકામાં વિચારો આવે છે અને તમને ખલેલ પહોંચાડે છે. તો આજે હું એ બાબતે તમે હળવાફૂલ જેવા બનીને પરીક્ષા આપો તેવી વાતો લઈને આવી છું.



પરીક્ષાનો હાઉં દૂર કરો :


વ્હાલાં બાળકો, પરીક્ષા દર વર્ષે આવે છે. આ પરીક્ષા તમારાં જીવનમાં છેલ્લી નથી. જીવનમાં ડગલે ને પગલે પરીક્ષા હોય છે. માટે તમારે પરીક્ષા આવે છે, અને તમે ડરી જાઓ છો! શું કામ ? પરીક્ષાથી આપણને ખબર પડે છે કે, આપણે હજુ કેટલી તૈયારી કરવી બાકી છે અથવા તો મને કેટલું આવડે છે ! બસ આથી વિશેષ બીજું કંઈ જ નથી. માટે એકદમ હળવા થઈ જાઓ. તમે શાળામાં ભણવા જાઓ છો એમ જ પરીક્ષા આપવા જાઓ. કદાચ થોડા માર્કસ ઓછાવત્તા આવશે તો શું ફર્ક પડશે?


સમયપત્રક બનાવવું :


આખુ વર્ષ આપણે જે ભણ્યા છીએ તે પરીક્ષા સમયે આપણે તૈયારી કરવાની હોય છે. બધાં જ વિષયોને સારી રીતે ન્યાય આપી શકીએ તથા અઘરા લાગતા વિષયો કે પ્રકરણની સારી રીતે તૈયારી કરી શકીએ તે માટે ઘરે અભ્યાસનું સમયપત્રક અવશ્ય બનાવવું પડે છે. સમયપત્રક અનુસાર કામ કરવાથી આપણે સારી તૈયારી કરી શકીએ છીએ. રમવાનો, જમવાનો, ટી. વી. જોવાનો સમય પૂરો થાય એટલે આપણે તરત જ આયોજન મુજબ વિષય કે પ્રકરણની તૈયારી માટે લાગી જવું જોઈએ. ટૂંકમા તૈયાર કરેલા સમયપત્રકનો ચુસ્ત અને કડક અમલ કરવો જોઈએ.


પૂરતી ઊંઘ અને ખોરાક :


મોટાભાગના બાળકો પરીક્ષા સમય નજીક આવે તેમ ઊંઘ ઓછી લે છે જે તમારાં માનસિક સ્વાસ્થય માટે ખૂબ જ નુકશાનકારક છે. પૂરતી ઊંઘ અને પૌષ્ટિક આહાર એ પણ સ્વસ્થ બાળકની નિશાની છે. તમે આખી રાતો જાગો અને દિવસ આખો ઊંઘો જે બરાબર નથી. એનાં કરતાં રાત્રે વહેલાં સૂઈ જઈને વહેલાં ઊઠીને અભ્યાસ કરવાથી બળ અને બુદ્ધિ વધે છે. પૂરતી ઊંઘ લેવાથી મગજને આરામ મળે છે.આમ, પૂરતી ઊંઘ એ મન માટે અને પૌષ્ટિક આહાર શરીર માટે ફાયદાકારક છે.


મને બધું જ આવડે છે :


જયારે અભ્યાસ કરવા બેસો ત્યારે મન એકદમ શાંત રાખીને બેસવું. તમને બધું જ આવડે છે, તેવા ભાવ સાથે વાંચવું. મને કંઈજ નથી આવડતું અથવા તો આ વિષય મને અઘરો લાગે છે કે મને નથી સમજાતું તેવો ભાવ રાખશો તો તે તમારાં મન પર ખોટી અસર કરશે. જો તમને કદાચ કંઈ ન ફાવતું હોય કે ન સમજાતું હોય તો તમારાં શિક્ષકોને મળો અથવા તમારાં હોંશિયાર મિત્રોને મળો જે તમને શીખવશે.



હોંશિયાર મિત્રોની સોબત :


એક હોંશિયાર મિત્ર એક શિક્ષકની ગરજ સારે છે. હા બાળકો, હોંશિયાર મિત્રો સાથે રહેવાથી દરેક પાસેથી આપણને અભ્યાસ માટેની સારી ટ્રિકસ મળે છે. સારા અભ્યાસ માટે આપણને માર્ગદર્શન અને પ્રોત્સાહન મળે છે. જરૂર જણાય ત્યારે તેમની સાથે બેસીને વાંચવા બેસવું. તેમની જીવનશૈલી જાણવી. આમ, સારા મિત્રો આપણો આત્મવિશ્વાસ વધારે છે.


સકારાત્મક વિચારો :


હું સફળ થઈશ જ. હું સારા માર્કસે પાસ થઈશ. મારો પ્રથમ નંબર આવશે. હું શાળાનાં ટોપ - 5 વિદ્યાર્થીઓમાં હોઈશ. આવા વિચારો કરીને મહેનત કરવી. ખોટા વિચારો કરીને સમય, શક્તિ, સ્વાસ્થય અને મગજ બગાડવું નહીં. ખોટા વિચારો એ મન માટે ઉધઈનું કામ કરે છે અને સારા વિચારો એ મન માટે ટોનિકનું કામ કરે છે. સફળતાની કુચી સકારાત્મક વિચારો છે.


જોયું ને બાળકો !!! દરેક અઘરી જણાતી વસ્તુ વાસ્તવમાં કેટલી સરળ હોય છે ? હું તમારી આ સરળતાઓ માટે જ તમને દર અઠવાડિયે કંઇક ને કંઇક પીરસી રહી છું જે તમારાં જીવનમાં ઉતારશો તો અમૂલ્ય ભાથું મેળવશો. તો આ રીતે પરીક્ષાની તૈયારી પહેલેથી જ આયોજન મુજબ કરો અને આનંદથી પરીક્ષા આપો. તમને સૌને આવનારી પરીક્ષા માટે ખૂબ ખૂબ શુેભેચ્છાઓ.