How to write a beautiful essay? in Gujarati Short Stories by Jagruti Pandya books and stories PDF | એક સુંદર નિબંધ લેખન કેવી રીતે કરવુ ?

Featured Books
  • ભાગવત રહસ્ય - 163

    ભાગવત રહસ્ય- ૧૬૩   ઘરમાં કોઈ મોટો મહેમાન આવ્યો હોય તો –તેની...

  • રેડ સુરત - 5

    2024, મે 18, પીપલોદ, સુરત સાંજના 07:00 કલાકે પીપલોદના કારગિલ...

  • ફરે તે ફરફરે - 60

    ફરે તે ફરફરે - ૬૦   વહેલી સવારે  અલરોસાની હોટેલમા...

  • સોલમેટસ - 5

    આગળના ભાગમાં તમે જોયું કે રુશી આરવને અદિતિની ડાયરી આપે છે. એ...

  • આ મોબાઇલે તો ભારે કરી!

         જેના વગર આપણો દિવસ પૂરો નથી થતો અને જે આપણી આંખોથી થોડો...

Categories
Share

એક સુંદર નિબંધ લેખન કેવી રીતે કરવુ ?

એક સુંદર નિબંધ લેખન કેવી રીતે લખવો?



નમસ્તે વ્હાલાં બાળકો, કેમ છો ? મજામાં ને ? સરસ. માર્ચ એપ્રિલ મહિનો એટલે પરીક્ષાઓનો મહિનો. બાળકો પરીક્ષામાં પૂછાતાં નિબંધો લખવામાં ઘણાં બાળકોને મુશ્કેલી સર્જાય છે. તો આ નિબંધ લખતી વખતે કઈ કઈ બાબતોનું ખાસ ધ્યાન રાખવું? તે આજે આપણે સમજી લઈએ તો અઘરો લાગતો આ સવાલ એકદમ સરળ બની જશે. તો થઈ જાઓ તૈયાર !



નિબંધ એટલે શું ?


હા, પહેલાં નિબંધ એટલે શું? તે સમજીએ પછી જ આપણે લખી શકીએ છીએ ને ? નિબંધ શબ્દ સંસ્કૃત ભાષામાં વપરાયેલો છે. અંગ્રેજી ભાષામાં Essay શબ્દ વપરાય છે. નિબંધનો સીધો સાદો અર્થ થાય છે - નિ: બંધ , નિ : એટલે પૂરેપૂરું અને બંધ એટલી બંધાયેલું. કોઈએક વિષય પર મુદ્દાસર અને ક્રમબદ્ધ સૂચવેલી માહિતી આપવી તેનું નામ નિબંધ.



એક સુંદર નિબંધ લેખન કેવી રીતે લખવો?


એક સુંદર નિબંધ લખવા માટે ઘણા બધા પરિબળો અસરકારતા હોય છે. જેવાકે, વાક્ય નો ઉપયોગ, નિબંધ ની લંબાઈ, ભાષા નો ઉપયોગ, અને નિબંધ નું બંધારણ. એક સુંદર નિબંધ આ બધા પરિબળો નો સુગમ સમન્વય હોય છે.


શિર્ષક આધારિત મુદ્દા :


સૌ પ્રથમ તમને આપવામાં આવેલ નિબંધોમાંથી તમને ગમતો કોઈપણ એક નિબંધ પસંદ કરો. ત્યારબાદ તેનાં ક્રમશ: મુદ્દાઓની નોંધ રફ પાનમાં નોંધો. મુદ્દાઓનું અનુસંધાન શિર્ષક હોવું જોઈએ. વિષયની બહાર જઈ મુદ્દાઓની ચર્ચા કરવી યોગ્ય નથી. મુદ્દાની નોંધ કર્યા પછી કયા મુદ્દાને કેટલો વિસ્તારથી લખવો તેનું મનન ચિંતન કરવું. મુદ્દાને અનુરૂપ વિષયને સંગત હોય તેવાં અવતરણો, કહેવતો, પંક્તિઓ, રૂઢિપ્રયોગો અને સુભાષિતોનો ઉપયોગ કરવો. લેખનના મુદ્દામાં અલગ અલગ સ્થાને મૂકી શકાય.


વાક્યની નિબંધ લેખન પર અસર:


નિબંધ લેખન માં વાક્ય ની લંબાઈ અને તેનો અનુપ્રયોગ ખુબજ મહત્વ રાખે છે. વાક્ય ની લંબાઈ ઘણી વધારે કે સાવ થોડી ન હોવી જોઈએ.


નિબંધ ની લંબાઈ:


તે એક વિષયને ટૂંક માં ગદ્ય સ્વરૂપ માં સમજાવાની પદ્ધતિ છે. જેથી તે ખુબજ લાંબો કે સાવ ટૂંકો પણ ન હોવો જોઈએ. વિદ્યાર્થી માટે તેની લંબાઈ આવશ્યકતા અનુસાર જ હોવી જોઈએ.


નિબંધ લેખન માં પ્રયોગ થનાર ભાષા:


નિબંધ માં ઉપયોગ માં લેવાતી ભાષા એકદમ સરળ અને વાંચનાર વ્યક્તિ તેને સરળતા થી સમજી શકે તે પ્રકારે હોવી જોઈએ. સાથે તેમાં ભાવ પણ પ્રદર્શિત થવો જોઈએ. સાથે સાથે વિરામ ચિહ્નો, જોડણી અને અનુસ્વારનો યોગ્ય રીતે ઉપયોગ કરવો. નિબંધના થોડા નમૂના જોઈ જવાથી લેખન કુશળતા આવી જશે.


નિબંધ લેખન નું બંધારણ કેવું બનાવવું?


કોઈ પણ નિબંધલેખન ની પ્રક્રિયા ને ત્રણ પ્રકાર માં વહેચી શકાય છે. જેમાં પ્રથમ “પૂર્વભૂમિકા” આવે છે. બીજા ક્રમે “વિષય વિસ્તાર” અને ત્રીજા ક્રમે “નિષ્કર્ષ” હોય છે.

પૂર્વભૂમિકા માં નિબંધ ના વિશે “થોડીક” માહિતી આપો જે વાંચવાથી નિબંધ વાંચનાર ને થોડો ખ્યાલ પણ આવે વિષય બાબતે અને કંટાળો પણ ના આવે.


વિષય વિસ્તાર માં નિબંધ ના વિષય ના સંદર્ભ માં લખવાનું હોય છે. અહી કોઈ પણ ફકરાની લંબાઈ અતિવધારે ના થાય તેનું ધ્યાન રાખવું જોઈએ. આને પહેલા થોડા પોઈન્ટ બનાવી ને અલગ થી રાખી પછી નિબંધ માં ફકરા સ્વરૂપે લખી શકાય છે.

નિષ્કર્ષ જે નિબંધ નું તારણ દર્શાવે છે અને કોઈક કિસ્સા માં તે આપનો અભિપ્રાય પણ માંગતો હોય શકે છે. તેની લંબાઈ પણ વધારે ના હોવી જોઈએ. સરળ અને સટીક ભાષા નો ઉપયોગ આવશ્યક છે.


વર્તમાનપત્રો સાથે નાતો :


સારું લખવા માટે રોજબરોજની વૈશ્વિક, રાષ્ટ્રીય, પ્રાદેશિક અને આજુબાજુની મહત્ત્વની ઘટનાઓની જાણકારી પ્રાપ્ત થવી જોઈએ. એ માટે વર્તમાનપત્રો, સામયિકો અને સમાચારો સાથે નાતો જોડી રાખવો જોઈએ.


અન્ય જરૂરી વિગતો :


કાગળમાં યોગ્ય હોંસિયો રખાય, મુદ્દા મોટાં અક્ષરે લખાય અને ફકરાં - પરિચ્છેદની શરૂઆતમાં યોગ્ય જગ્યા છોડાય. નિબંધ પૂરેપૂરો લખાઈ જાય પછી એક વખત વાંચી લેવો જેથી તેમાં રહેલી નાની પણ જરૂરી ક્ષતિઓ સુધારી શકાય.



જોયુને બાળકો, નિબંધ લખવો કેટલો સહેલો છે! આટલી મહત્ત્વની બાબતોની કાળજી રાખવાથી આપણે અવશ્ય સારું લેખન કરી શકીએ છીએ. લેખન એ મહાવરાનો વિષય છે એટલે આ વિષયમાં ચોક્કસ કુશળ બની શકાય છે.