Shivaditya ni Shoryagatha - 3 in Gujarati Short Stories by નિરવ પ્રજાપતિ books and stories PDF | શિવાદિત્ય ની શૌર્યગાથા - 3 - પ્રથમ પડાવ 1

Featured Books
  • મારા અનુભવો - ભાગ 24

    ધારાવાહિક:- મારા અનુભવોભાગ:- 24શિર્ષક:- હાહાકારલેખક:- શ્રી સ...

  • ભાગવત રહસ્ય - 163

    ભાગવત રહસ્ય- ૧૬૩   ઘરમાં કોઈ મોટો મહેમાન આવ્યો હોય તો –તેની...

  • રેડ સુરત - 5

    2024, મે 18, પીપલોદ, સુરત સાંજના 07:00 કલાકે પીપલોદના કારગિલ...

  • ફરે તે ફરફરે - 60

    ફરે તે ફરફરે - ૬૦   વહેલી સવારે  અલરોસાની હોટેલમા...

  • સોલમેટસ - 5

    આગળના ભાગમાં તમે જોયું કે રુશી આરવને અદિતિની ડાયરી આપે છે. એ...

Categories
Share

શિવાદિત્ય ની શૌર્યગાથા - 3 - પ્રથમ પડાવ 1

મહારાજ શિવાદિત્યસિંહજી અને પૃથ્વીરાજ પોત પોતાના ઘોડા પર આગળ વધી રહ્યા છે. શિવરાજપુર ની સીમાઓ ક્યારની ય પાછળ રહી ગઈ છે. સૂરજ પણ ધીમે ધીમે ડૂબવા લાગ્યો છે. બંને ના ઘોડા એક જંગલ માં પ્રવેશે છે...જંગલ ગાઢ છે...સૂર્ય ના કિરણો ઓછા પડ્યા હોવાથી સાંજ વહેલી થઈ ગઈ હોય તેવું લાગે છે.
"મહારાજ આપણે કોઈ સારી જગ્યા શોધી લેવી જોઈએ. ઘોડા પણ હવે થાક્યા છે." પૃથ્વીરાજ એ કહ્યું.
"હા પૃથ્વી." મહારાજે સંમતિ દર્શાવી.
થોડા આગળ જતાં નદી નો કિનારો આવે છે. વૃક્ષો ની ગીચતા થોડી ઓછી થઈ છે. બંને એ ઘોડા નદી કિનારે ઊભા રાખી દીધા. પૃથ્વીરાજ બંને ઘોડા ને પાણી પીવા નદી માં લઇ ગયો અને ત્યાં જ મોટા પત્થર સાથે બાંધી દીધા.
"મહારાજ હું જમવા માટે ફળો શોધી લેવું છું." પૃથ્વીરાજ એ કહ્યું.
""ઠીક છે, ત્યાં સુધી હું આરામ ની વ્યવસ્થા કરી છું." કહી મહારાજ અને પૃથ્વી કામે લાગ્યા.
સૂર્ય અસ્ત થઈ ચૂક્યો છે. અંધારા એ સમગ્ર જંગલ માં પોતાનું સામ્રાજ્ય ફેલાવી દીધું છે. મહારાજ અને પૃથ્વીરાજ પણ જંગલ ના ફળો આરોગી પાંદડા ની પાથરી કરી આરામ કરે છે.
"મહારાજ આપણને માત્ર દિશા જ ખબર છે. આ જાદુગરો નો દેશ કયા આવ્યો, કેટલે દૂર છે, કશી ખબર નથી."
"તારી વાત સાચી છે પૃથ્વી, પણ તને યાદ જ ગુરુજીએ શુંકહ્યું હતું??"
" એ જ કે પ્રકૃતિ માર્ગ દેખાડશે."
"હા, મહાદેવ સોમનાથ ની જેમ જ પ્રકૃતિ પણ દેવ છે. એ આપણને પણ મદદ કરશે જ."
"માફ કરજો મહારાજ, પણ મારા મન માં હજી શંકા છે."
"જો પૃથ્વી, પક્ષીઓ રોજ સવારે માળા માંથી ઉડી જાય છે ચણ વીણવા. ખબર નઈ કેટલી દૂર નીકળી જતા હશે અને કંઈ દિશા માં જતા હસે, તો ય સાંજ પડે પોતાના માળા માં આવી જ જાય છે, એમને માળા નો રસ્તો કોણ બતાવે છે?? એક સિંહ શિકાર કરવા જાય કે એનો શિકાર જીવ બચાવવા દોડે. બંને ને પોત પોતાનો રસ્તો મળી જ જાય છે. જેમ પ્રાણીઓ પક્ષીઓ ને પોતાનો માર્ગ મળી જાય છે. જેમ પાણી ને પીનાર, ફાળો ને ખાનાર મળી જાય છે, એમ આપણને પણ રસ્તો મળી જ જશે."
આ સાંભળી પૃથ્વીરાજ ને થોડો હાશકારો થયો.
વાત કરતા કરતા બંને ની આંખ મળી જાય છે. આખા દિવસ નો થાક એમને પળવાર માં સુવડાવી દે છે.
**********************************
પૃથ્વીરાજ ની આંખ અચાનક કંઇક અવાજ થવાથી ઊઘડી જાય છે. આંખ ખોલી ને જોવે છે તો કોઈ દેખાતું નથી પણ એની પારખી નજર સમજી જય છે કે આજુબાજુ ની ઝાડીઓ માં કોઈક તો છે જ.
પૃથ્વીરાજ ધીમે થી મહારાજ ને જગાડે છે. જેવી મહારાજ ની આંખ ખૂલે કે તરત પૃથ્વીરાજ કઈ ના બોલવાનો ઈશારો કરે છે અને સાથે સાથે આંજુબાજુ ની ઝાડીઓ માં કોઈક હોવાનો ઈશારો કરે છે. મહારાજ પોતાની તલવાર હાથ માં લે છે અને બંને જણ મુકાબલો કરવા તૈયાર થાય છે.
"જે કોઈ ઝાડીઓ માં સંતાયું હોય એ બહાર આવી ને સમી છાતીએ મુકાબલો કરે." પૃથ્વીરાજ એ પડકાર ફેંકયો. પણ કોઈ બહાર આવ્યું નહિ.
પૃથ્વીરાજ એ બાજુ માં પડેલો મોટો પથ્થર હાથ માં લીધો અને ઝાડીઓ માં ઘા કરવા જતો હતો ત્યાં જ ઝાડીઓ માં થી એક ૧૨-૧૩ વરસ નો છોકરો ધ્રૂજતો ધ્રૂજતો બહાર આવ્યો. એના મોં પર ડર સાફ દેખાતો હતો. એના તરફ થી કોઈ ભય ન જણાતાં મહારાજ અને પૃથ્વીરાજ એ તલવાર હેઠી મૂકી ને છોકરા ને પૂછ્યું કોણ છે તું.
છોકરો ભય નો માર્યો કશું બોલી શકતો નથી.
પૃથ્વીરાજ તેની પાસે ગયો. છોકરો વધુ ડરી ગયો. પૃથ્વીરાજ એની પીઠ પર હાથ મૂક્યો કહ્યું "ડરીશ નહિ, અમે તને કશું નહિ કરીએ, પણ તું છે કોણ? અને રાત્રે આ વન માં એકલો શું કરે છે?"
"હું ભૂલો પડ્યો છું. આપ કોણ છો?" છોકરાએ ડરતા ડરતા જવાબ આપ્યો.
"હું પૃથ્વીરાજ છું અને આ મહારાજ શિવાદિત્યસિહજી છે. તું કેવી રીતે ભૂલો પડ્યો?" પૃથ્વીરાજ એ પૂછ્યું.
"અહીંયા થી થોડે દૂર મારું ગામ છે. એ ગામ પર એક ડાકણ એ હુમલો કરી ને બધા ને બંદી બનાવી દીધા છે. હું મારો જીવ બચાવી ને ભાગી નીકળ્યો છું. પણ જંગલ માં ભૂલો પડ્યો અને રાત પણ પડી ગઈ હતી એટલે હું ડરી ગયો. એટલા માં મે તમને બંને ને જોયા. એટલે ક્યારનો ય આ ઝાડીઓ માં સંતાઈ ને બેઠો છું." છોકરા એ જવાબ આપ્યો.
"લે આ થોડા ફળ ખા અને શાંત થા." મહારાજે છોકરા ને બચેલા ફળ ખાવા આપ્યા.
"તમે મારી મદદ કરશો? તમે બંને શક્તિશાળી અને વીર લાગો છો " છોકરાએ મદદ માટે વિનંતી કરી.
મહારાજ અને પૃથ્વીરાજ બંને એ એકબીજા સામે જોયુ.
મહારાજ બોલ્યા. "કેમ નહિ, અમે જરૂર મદદ કરીશું."
બંને છોકરા ને લઈ તેણે બતાવેલા રસ્તા પર ચાલી નીકળ્યા. થોડા સમય ની મુસાફરી માં બંને એક ગામ માં આવી પહોંચ્યા. ગામ બિલકુલ સુમસાન લાગતું હતું. ચારેતરફ નીરવ શાંતિ હતી.
"બધા માણસો ક્યાં ગયા?" પૃથ્વીરાજ એ સવાલ કર્યો.
"ત્યાં જુઓ." છોકરાએ ઈશારો કરી ને બતાવ્યું.
ગામ ની વચ્ચે એક ચોગાન જેવી જગ્યા માં ગામ ના બધા લોકો ઉભા હતા.
પૃથ્વીરાજ ને કઈક અજુગતું લાગ્યું. એને નજીક જઈ ને જોયું તો એ આશ્ચર્ય માં પડી ગયો. લોકો ની આંખો ખુલી હતી પણ જાણે એ પૂતળા બની ગયા હોય એમ ઉભા હતા. જાણે કોઈ એ જાદુ કરી એમને પત્થર બનાવી દીધા હોય.
"ડાકણે આ લોકો પર જાદુ કર્યું છે." છોકરાએ રડતા રડતા કહ્યું.
"હવે આપણે શું કરીશું??" પૃથ્વીરાજ એ પૂછ્યું.
"તને ખબર છે એ ડાકણ કંઈ દિશા માં ગઈ છે?" મહારાજે છોકરા ને પૂછ્યું.
"મને નથી ખબર, પણ મારા ગામ ના લોકો ઘણી વાર વાતો કરે છે કે પેલી ટેકરી ની પાછળ ગુફા માં ડાકણ રહે છે." છોકરાએ ઈશારા થી ટેકરી બતાવી.
"ઠીક છે. પૃથ્વી ચાલ એ તરફ." બંને જણ છોકરા ને સુરક્ષિત જગ્યા એ મૂકી ટેકરી તરફ ગયા.
ટેકરી ની પાછળ એક ગુફા હતી. બંને અંદર પ્રવેશ્યા.
થોડે આગળ જતાં એમને કોઈ ના રડવાનો અવાજ આવ્યો. મહારાજે જોયું તો એક ખૂણા માં કોઈક રડતું હતું. મહારાજ નજીક ગયા. એક યુવાન છોકરી ખોળા માં માથું સંતાડી રડી રહી હતી.
"કોણ છે તું?" મહારાજે પૂછ્યું.
"હું રાજકુમારી છું. આ ડાકણ એ મને અહીંયા કેદ કરી છે." છોકરીએ રડતા રડતા જવાબ આપ્યો.
"તને ખબર છે એ ડાકણ ક્યાં છે?" મહારાજે પૂછ્યું.
"હા આ ગુફા ની અંદર આગળ જતા એક સુરંગ આવે છે એ સુરંગ ને પર કરતા જ ડાકણ નું ઘર આવી જશે. ચાલો હું તમને બતાવું." બોલી છોકરી મહારાજ અને પૃથ્વીરાજ ને અનાદર લઈ ગઈ. આગળ એક સાંકળી સુરંગ હતી. ત્રણે વારાફરતી એક એક કરી એ સુરંગ પાર કરી બીજી તરફ ગયા. સામે જ ડાકણ નું ઘર દેખાયુ.
"સામે દેખાય એ જ એનું ઘર છે." છોકરીએ ઈશારો કર્યો.
"તું અહીંયા જ ઉભી રહેજે અમે અંદર જઈશું." કહી મહારાજ અને પૃથ્વીરાજ આગળ વધ્યા. ત્યાં અચાનક પાછળ થી અવાજ આવ્યો. બંને પાછળ ફર્યા તો છોકરી ત્યાંથી ગાયબ થઈ ગઈ અને સુરંગ નો દરવાજો બંધ થઈ ગયો હતો.
મહારાજ અને પૃથ્વીરાજ બંને સમજી ગયા કે આ એક ચાલ હતી.