Adopt good habits, be kind to everyone. in Gujarati Short Stories by Jagruti Pandya books and stories PDF | સારી આદતો અપનાવો, સૌના વ્હાલાં બનો.

Featured Books
  • ભાગવત રહસ્ય - 163

    ભાગવત રહસ્ય- ૧૬૩   ઘરમાં કોઈ મોટો મહેમાન આવ્યો હોય તો –તેની...

  • રેડ સુરત - 5

    2024, મે 18, પીપલોદ, સુરત સાંજના 07:00 કલાકે પીપલોદના કારગિલ...

  • ફરે તે ફરફરે - 60

    ફરે તે ફરફરે - ૬૦   વહેલી સવારે  અલરોસાની હોટેલમા...

  • સોલમેટસ - 5

    આગળના ભાગમાં તમે જોયું કે રુશી આરવને અદિતિની ડાયરી આપે છે. એ...

  • આ મોબાઇલે તો ભારે કરી!

         જેના વગર આપણો દિવસ પૂરો નથી થતો અને જે આપણી આંખોથી થોડો...

Categories
Share

સારી આદતો અપનાવો, સૌના વ્હાલાં બનો.

સારી આદતો અપનાવો, સૌના વ્હાલાં બનો.


નમસ્તે વ્હાલાં બાળકો,


કેમ છો ? મજામાં ને ! તમારાં માટે આજે હું થોડીઘણી સારી આદતો લઈને આવી છું. આમ તો ઘણી બધી સારી આદતો છે જે જીવનમાં અપનાવવાથી આપણે એક આદર્શ બાળક બનીએ છીએ. જેમાંથી આજે થોડી સારી આદતોની વાતો વાંચો જે જીવનમાં અપનાવો અને સૌનાં વ્હાલાં બનો! હા, સારી આદતો કેળવવાથી આપણે સૌને ગમીએ છીએ. તો ચાલો જાણીએ.


દરરોજ પ્રાર્થના કરવી :


સવારે વહેલાં ઊઠીને તરત જ ભગવાનનો આભાર માનતી પ્રાર્થના કરો. ભગવાને આપણને ફરીથી એક નવો દિવસ આપ્યો તે બાબતે અને આજનો દિવસ ખૂબ જ સારી રીતે પસાર થાય તે માટે ભગવાનને પ્રાર્થના કરો. પ્રાર્થના કરવાથી આપણું હ્રુદય શુદ્ધ થાય છે. દરેક પરિસ્થિતિમાં ભગવાન આપણી સાથે રહે છે. પ્રાર્થના એ આત્માનો ખોરાક છે. આપણે પણ દરરોજ ખોરાક લઈએ છીએ. ખોરાક વિના ન ચાલે તેમ, આત્માને પણ દરરોજ ખોરાક આપવો જોઈએ ને ?



આજનું કામ આજે જ કરો:


આજનું કામ આજે જ કરો. જો રમવામાં આજનું કામ બાકી રહેશે તો બીજા દિવસે બમણું કામ વધી જશે અને તમે એક સાથે કરી શકશો નહીં. ફટાફટ કરવા જતાં ઘણી ભૂલો થશે અને કામ એ વેઠ જણાશે. માટે જ રોજેરોજનું કામ નિયમિત કરવાનો સંકલ્પ લો. સંકલ્પ લેવાથી અને તે સંકલ્પને વળગી રહેવાથી ચોક્કસ સફળતા મળશે. તો આજનું કામ આજે જ કરવાનો સંકલ્પ આજે જ લઈ લો.



મમ્મી પપ્પા અને શિક્ષકની દરેક વાત માનો:


મમ્મી પપ્પાની દરેક વાત માનો. મમ્મી પપ્પા એ તમારાં હિતેચ્છુ છે. એ જ રીતે શાળાના શિક્ષક પણ તમારાં હિતેચ્છુ છે. વડીલોની વાત અવશ્ય માનવી જોઈએ. એ આપણાં માટે હિતકારી છે. તેઓની વાત ન માનવાથી તેમને દુઃખ થાય છે. વડીલોની વાત ન માનીએ તો તે સારી બાબત નથી. તેમ કરવાથી નુકશાન થાય છે. આપણે હેરાન થઈ જઈએ છીએ અને અંતે આપણે માર્ગદર્શન મેળવવા તેમની પાસે જ જવું પડે છે.


સાચું બોલવું:


ગમે તેવાં સંજોગો હોય જો સાચું બોલીશું તો આપણો બચાવ થશે. અસત્ય બોલવું એ એક મોટાંમાંમોટો દુર્ગુણ છે. એક જૂઠ બીજાં હજાર જૂઠ બોલાવે છે. સત્ય બોલવાથી ગૂનો માફ થાય છે. સાચું બોલ્યા પછી આપણને કોઈ ચિંતા રહેતી નથી. સાચું બોલ્યા પછી આપણે કંઈ યાદ પણ રાખવું પડતું નથી, ખોટું બોલેલું યાદ રાખીને, મગજ પર ભાર રાખીને ફરવું પડે છે. માટે જ સાચું બોલવું જોઈએ, ભલે ને થોડો સમય કેટલીક વખત સહન કરવું પડે ?



જયારે કોઈ આપણને મદદ કરે તો 'Thank you' બોલો:


આ ગુણ જીવનમાં ખાસ અપનાવવા જેવો છે. આભારનો ભાવ માણસને ખૂબ ખીલવે છે. જયારે કોઈ આપણને મદદ કરે કે આપણને મુશ્કેલીના સમયે સાથ આપ્યો હોય તેનો આભાર જરૂર માનવો જોઈએ. આભાર માનવાથી બધાં વારંવાર મદદ કરવા પ્રેરાય છે. આભાર માનવાથી આપણો ભાર હળવો થઈ જાય છે. સામી વ્યક્તિને પણ સારું લાગે છે. જ્યાં કોઈ કદર ન થાય ત્યાં કદી સારાં કાર્યો થતાં જ નથી. માટે હંમેશાં દરેકનો આભાર માનો. ડગલે ને પગલે ભગવાનનો આભાર માનો.



આપણાથી કોઈ ભૂલ થાય તો ' sorry ' બોલો :


ભૂલ સ્વીકારવાથી નાના ના થઈ જવાય. ભૂલ સ્વીકારીએ તો આપણે નવું શીખી શકીએ છીએ. કામ કરીએ તો ભૂલ થાય અને ભૂલ થાય તો જ શીખાય. મિત્રો, માતા પિતા, શિક્ષક કે વડીલો આગળ ભૂલ થઈ ગઈ હોય તો માફી માંગી લો અને હળવા થઈ જાઓ. ક્યારેક કેટલાંક બાળકો ભૂલ સ્વીકારતા નથી. પોતાની જીદ પર અટલ રહે છે. એ પછી ખોટે ખોટો જ આગળ વધે છે અને પાછળથી પસ્તાય છે. માટે જ આપણી ભૂલ થાય ત્યારે અને આપણાથી કોઈને જાણે અજાણે દુઃખ થયું હોય ત્યારે અચૂક 'sorry ' બોલવાની ટેવ પાડો.


જોયું ને? બાળકો! સારા ગુણોની વાતો વાંચીને. આવી નાની નાની વાતોની કાળજી રાખીશું તો આપણે ખૂબ સફળ થઈશું. અત્યારે એક આદર્શ બાળક બનીશું. મોટાં થઈને એક આદર્શ માણસ બનીશું. આપણે આદર્શ બનીશું તો બીજાં લોકોને પ્રેરણા મળી રહેશે. આપણી સાથે સાથે આપણાં મિત્રોનું જીવન પણ સફળ બનશે. તો છો ને તૈયાર ? તો ચાલો આજથી જ એક સારી આદત કેળવવાનો એક સંકલ્પ લઈએ.