Bhayanak Ghar - 36 in Gujarati Horror Stories by Jaydeepsinh Vaghela books and stories PDF | ભયાનક ઘર - 36

Featured Books
  • Operation Mirror - 4

    अभी तक आपने पढ़ा दोनों क्लोन में से असली कौन है पहचान मुश्कि...

  • The Devil (2025) - Comprehensive Explanation Analysis

     The Devil 11 दिसंबर 2025 को रिलीज़ हुई एक कन्नड़-भाषा की पॉ...

  • बेमिसाल यारी

    बेमिसाल यारी लेखक: विजय शर्मा एरीशब्द संख्या: लगभग १५००१गाँव...

  • दिल का रिश्ता - 2

    (Raj & Anushka)बारिश थम चुकी थी,लेकिन उनके दिलों की कशिश अभी...

  • Shadows Of Love - 15

    माँ ने दोनों को देखा और मुस्कुरा कर कहा—“करन बेटा, सच्ची मोह...

Categories
Share

ભયાનક ઘર - 36

જેવી હું ઘરે આવી તો ઘર નો દરવાજો બંધ હતો અને મે દરવાજો ખખડાવ્યો તો મામી એ દરવાજો ખોલ્યો...અને હું મારા રૂમ માં પહોચી ગઈ..ત્યાર પછી મામી એ કીધું કે ...બેટા તું થોડું જમી ને જા ...પછી રૂમ માં જજે...
મે નાં પડી દીધી......પણ એમને મને જમવા બેસાડી દીધી.....
મે મામી ને કીધું કે મામી મારે હવે વેકેશન પડે છે એટલે મારે કાલે ઘરે જવા નું છે ....આવી વાત કરતા મામી બોલવા લાગ્યા કે નાં નાં તરે ક્યાંય જવા ની જરૂર નથી....કેમ કે તારા વગર હું સુની પડી જઈશ...
મને એમ લાગ્યું કે મામી મને મિસ કરતા હસે પણ મામી પછી બોલ્યા કે....તું જીગર જોડે મેરેજ કરવા તૈયાર થઈ હા એ હવે સુધારી ગયો છે...હવે તને હેરાન નાઈ કરે...
મે એ વખત નાં પાડી દીધી કે હું જીગર વિશે કોઈ વાત કરવા નથી માંગતી...અને મામી એક વાત યાદ રાખજો કે જીગર મારી નજર થી ઉતરી ગયો છે હવે હું મેરેજ નાઈ કરી શકુ...એના સિવાય કંઈ વાત હોય તો બોલો...આપડે બંને વાત કરીએ....
મામી એ નાં પડી કે " મારે કોઈ વાત નથી કરવી તું સુઈ જા..."
હું મારા રૂમ માં ચાલી ગઈ અને ....મે રાજ નાં ફોટા ને યાદ કરી ને રડવા લાગી....એવા માં મારે સુવા નો ટાઈમ થયો...તો હું રોજ નાં જેમ બોટલ લેવા રસોડા માં ગઈ તો મે એ વખત જોયું કે.......
મેઇન રૂમ માં મામા અને જીગર બેઠા હતા...અને મને આશ્ચર્ય ચકિત તો એ વાત ની થઈ કે એ બંને જણા નશો અને દારૂ પી રહ્યા હતા.....
મે એ જોયું તો મારી તો અક્કલ કામ કરતી બંધ થઇ ગઇ કે...આ બધું શું છે?....
મે ત્યાં જઈ ને મામા ને કીધું કે મામા આ બધું શું છે?....અને જીગર આ તું શું કરી રહ્યો છે....?
તો જીગર મને જોઈ ને એક દમ ઉભો થઈ ગયો અને બોલ્યો કે કઈ ની મોહિની એતો અમે ખાલી બેઠા છીએ.....તો મામા બોલ્યા કે નાં નાં જીગર કઈ દે કે અમે નશો કરવા બેઠા છીએ...એમાં મોહિની થી ફરવા ની ક્યાં વાત છે....એમાંય તું એના સાથે મેરેજ કરવા નો છે...ક્યાં સુધી ડરતો ફરીશ ....
 
પછી જીગર હસતા હસતા બોલ્યો કે ...હા હા વાત સાચી છે...પણ મોહિની તો મારી સાથે મેરેજ કરવા ની નાં પડે છે.....
એવા માં મામી ત્યાં આવતા અને બોલ્યા કે .... એ તારી સાથેજ મેરેજ કરશે.....
જીગર ( હસતા હસતા ) એ કેવી રીતે?
મામી : કારણ કે મારા જોડે એક વસ્તુ છે ... એ જોઈ ને મોહિની તારા જોડે પરણવા તૈયાર જરૂર થઈ જશે....
મે કીધું શું બોલી રહ્યા છો મામી તમને ભાન છે? એવા શરાબી સાથે હું મેરેજ કરવા તૈયાર નથી હું હમણાજ પાપા ને કૉલ કરું છું...
એવા માં હું કૉલ લાગવા ગઈ તો મામી એ મને ફોન છીનવી લીધો અને એક મને લાફો મારી દીધો...અને બોલી કે એમને ખબર છે તું કોઈક ને પ્રેમ કરતી હતી એટલે તું મેરેજ કરવા ની નાં પડે છે...
મે કીધું ...નાં નાં મામી એવું કઈ નથી ...જીગર નાં સ્વભાવ નાં કારણે હું નાં પડી રહી હતી.........
એને હું....પ્રેમ કરતી હતી પણ એની આદતો નાં કારણે મે એને નાં પડી દીધી ....
પછી મામી હસવા લાગ્યા અને બોલ્યા કે.....ઓહો....કઈ વાંધો નાઈ...હવે હું એક ફોટો બતાવ વા જઈ રહી છું એના થી તું હા...જરૂર પડી દઈશ.....
મે વિચાર્યુ કે મામી ને કદાચ મારા અને રાજ ની ફ્રેન્ડ શિપ વિશે ખબર પડી ગઈ હસે એટલે એ ફોટો અમારા બંને નો બતાવતા હશે ...પણ મે જેવો એ ફોટો જોયો તો...મારી તો ત્યાં ને ત્યાં ....ધડકન વધવા લાગી...
મે મામી નાં ફોન માં જોયું કે ..એક ફોટો હતો....એમાં હું સૂતી હતી..અને મારા બાજુ માં એક દમ નજીક જીગર મને ટચ કરી ને સૂતો.....હતો...એવો ફોટો....હતો...
એવો ફોટો જોતા .....મે એક દમ નીચે બેસી ગઈ અને મને એક દમ શ્વાસ બંધ થવા લાગ્યો.....
બધા મારી સામે જોઈ ને હસવા લાગ્યા.....