Andhari Raatna Ochhaya - 20 in Gujarati Detective stories by Nayana Viradiya books and stories PDF | અંધારી રાતના ઓછાયા. - (ભાગ- ૨૦)

Featured Books
  • નિતુ - પ્રકરણ 64

    નિતુ : ૬૪(નવીન)નિતુ મનોમન સહજ ખુશ હતી, કારણ કે તેનો એક ડર ઓછ...

  • સંઘર્ષ - પ્રકરણ 20

    સિંહાસન સિરીઝ સિદ્ધાર્થ છાયા Disclaimer: સિંહાસન સિરીઝની તમા...

  • પિતા

    માઁ આપણને જન્મ આપે છે,આપણુ જતન કરે છે,પરિવાર નું ધ્યાન રાખે...

  • રહસ્ય,રહસ્ય અને રહસ્ય

    આપણને હંમેશા રહસ્ય ગમતું હોય છે કારણકે તેમાં એવું તત્વ હોય છ...

  • હાસ્યના લાભ

    હાસ્યના લાભ- રાકેશ ઠક્કર હાસ્યના લાભ જ લાભ છે. તેનાથી ક્યારે...

Categories
Share

અંધારી રાતના ઓછાયા. - (ભાગ- ૨૦)

ગતાંકથી......
આ સ્થળ ખુબ જ અંધારીયુંને અગોચર હતું કે દુશ્મન ત્યાં સુધી સહેલાઈથી પહોંચી શકે તેમ ન હતું.અચાનક તેના પગે કંઈ અથડાતા પ્રશાંતે નીચે વળીને જોયું તો લાકડી જેવું કંઈક હતું જેને હાથમાં લેતાં જ પ્રશાંતને‌ જાણે મધદરિયે ડુબતા ને વહાણ મળ્યા જેવી અનુભુતિ થવા લાગી.તેના જીવને થોડી શાતા મળી.હવે તેને રિવોલ્વર ખોવાય જવાનું દિલગીરી રહી નહીં.
પરંતુ દિવાકર ક્યાં ગયો હશે? શું એ આ મકાનમાં હશે જ નહીં!
પ્રશાંત ને આ વાત યાદ આવતા જ એ ઊંડે વિચારોમાં ડુબી ગયો.


હવે આગળ....
અચાનક જ તેને એક વિચાર આવ્યો કે મંયક જે કારમાં આવ્યો હતો તે દરવાજા પાસે પડી છે .જો કોઈ પણ યુક્તિ થી દરવાજા પાસે પહોંચી શકાય તો એ કારનો ઉપયોગ કરી શકાય ને પોલીસને ખબર આપી માણસોને પણ લાવી શકાય .
આ બધું કારની મદદથી સહેલાઈથી થઈ શકે. પ્રશાંત દરવાજો શોધવા માટે ઝાડી માંથી બહાર આવી તીક્ષ્ણ નજરે ચારે બાજુ જોવા લાગ્યો.

પરંતુ દરવાજો ક્યાં હશે?
કાર ક્યાં હશે?
ચારે તરફ ગોર અંધકાર છવાઈ રહ્યો હતો. આ અંધકારમાં પોતાનો ઓછાયો પણ તેમને ડરામણો લાગી રહ્યો હતો. આકાશમાં ચંદ્રમાં ન હતો કેવળ નક્ષત્ર ચમકી રહ્યા હતા. અમાવસ્યાની ઘોર અંધારી રાત જાણે ભરખી જવા તૈયાર થઈ રહી હતી.
બગીચામાં ઊભેલું આ વિશાળ મોટું મકાન અંધારામાં સ્તબ્ધ થઈ જાણે એક અંધકારના કોઈ ભયાનક ઓછાયાની માફક ઊભું હતું. તે સ્તબ્ધ હવેલી ની પાછળ પ્રદક્ષિણા કરી પ્રશાંત આગળના ભાગમાં આવતો હતો ત્યાં બીજામાળે આવેલા એક રૂમમાંથી કોઈ સ્ત્રીનો આર્તનાદ એ સ્તબ્ધ થયેલી ભયંકર રાત્રિની સ્તબ્ધતાને ભેદી બહાર આવ્યો.

અવાજ સાંભળી પ્રશાંત કંપકંપી ઉઠ્યો .મયંકની લાલસાભરી વાતો તેને યાદ આવી .કદાચ એ યુવતી ઉપર શત્રુઓ કદાચને બળાત્કાર કરી રહ્યા હશે એવો તેને ખ્યાલ આવ્યો.
પ્રશાંત નું લોહી ઉકળવા લાગ્યું. સ્ત્રી જાતિ પર જુલમ ! પરંતુ એકલે હાથે શું કરી શકશે ? ફરીથી શત્રુની નજરે પડતાં જાન જોખમમાં આવી પડે તેમ હતું .એમ બને તો નક્કી તેનો જાન જાય તેમ જ હતું .

દુશ્મનની નજરે પડ્યા સિવાય બીજા કોઈ ઉપાયથી જો પોલીસને ખબર આપી શકાય ને કોઈ બે ચાર માણસોની મદદ લઈ શકાય તો જ એ યુવતીને બચાવી શકાય તે માટે કારને કબ્જે કરવા ઉતાવળે ડગલે તે દોડ્યો અને છેવટે મકાનના દરવાજા પાસે આવી પહોંચ્યો.

પરંતુ અહો ...આ કેવું દુભાૅગ્ય!!

‌‌કાર તો ત્યાં હતી જ નહીં. દુશ્મનો કદાચ તેને ત્યાંથી લઈ ગયા હશે, એમ ધારી તે ત્યાં જ ઘાસ ઉપર બેસી ગયો. થાકથી તેનુ શરીર એકદમ લોથપોથ થઈ ગયું હતું. તેના પગમાં કાંટા વાગ્યા હતા .દોડતા દોડતા ઠોકર વાગવાથી તેના પગ ઠેકાણે ઘવાયા હતા. કપડા ની સ્થિતિ પણ તેવી જ થઈ ગઈ હતી .પરંતુ આ બધું દુઃખ તે મજેથી સહન કરત જો તેમ કાર મેળવી શક્યો હોત અને તે દ્વારા પોલીસને ખબર આપી શક્યો હોત !

પ્રશાંત ઉભો થયો.
આમ હતાશ થઈ બેસી રહેવું પરવડે તેમ ન હતું. રસ્તામાં કોઈ કાર અગર કોઈ મુસાફરનો ભેટો થાય તો કામ થઈ જાય એમ ધારી તે ધીરે ધીરે ઉઠી રસ્તા ઉપર આવી ઉભો.

પરંતુ મુસાફર તેને ક્યાંથી મળે !કાર પણ ક્યાંથી મળે !
ઝાંખા અજવાળા વાળા રસ્તા પર નજર પડે ત્યાં સુધી જોયું પરંતુ ભેંકાર શૂન્યતા અને અંધકાર સિવાય એમાનું કંઈ જ નજરે પડ્યું નહીં.

પ્રશાંત ફરીથી હતાશ બની ગયો. તેને આશા હતી કે મયંકની સાથે અહીં આવતા તે દિવાકર મળી શકશે.

પરંતુ દિવાકર ક્યાં હશે?
કદાચ, કદાચ... વિચાર આવતા પ્રશાંત કંપકંપી ઉઠ્યો શું દિવાકર આ જગતમાં નથી !ચાંઉ ચાંઉ અને તેમના સાગરીતોએ મળી તેનું ખૂન કર્યું હશે !

પ્રશાંત રસ્તા પર ઊભો ઊભો આવા વિચાર કરતો હતો. ત્યાં મહેલમાં અકસ્માતે ઘરરરાટી થઈ. તેણે ચકિત દ્રષ્ટિથી જોયું કે એક મોટી કાળા રંગની કાર બહાર આવે છે.

કોણ આવતું હશે?
કાર ક્યાં જતી હશે?
આ તકનો લાભ જરૂર લેવો ગમે તે રીતે આ કારનો પીછો પકડવો.

પળવારમાં જ પ્રશાંતે પોતાનું કર્તવ્ય નક્કી કરી નાખ્યું તે દરવાજાની પાછળ છુપાઈ ગયો.
કાર દરવાજા તરફ આવી રહી હતી.દરવાજાની દિવાલ સાથે કાર ઘસાઈ નહીં તે માટે ડ્રાઇવરે કારને એકદમ ધીમી કરી. તે ગેટને પુરતો ખોલવા માટે નીચે ઉતર્યો ને કાર ઊભી રહેતા જ એ તક નો લાભ લઈને પ્રશાંત અંધારામાં ખબર ન પડે એ રીતે કાર ની ડિક્કી માં પ્રવેશી ગયો.ગમે તે લોક ખોલવો એ તો તેના ડાબા હાથનો ખેલ હતો જે આ આવડત આજે તેને ઉપયોગી પુરવાર થઈ.
ડ્રાઇવરે કાર સ્ટાર્ટ કરી પણ અંદર બેસનાર માણસ કે ડ્રાઇવર ને પ્રશાંતના ડિકકીમાં હોવાની જરા પણ જાણ ન થઈ.કોઈને પણ પ્રશાંતના આ સાહસની જરા પણ ખબર ન પડી.
થોડે દૂર જઈ કાર ડાબી બાજુ વળી.અંધારામાં બરાબર જોવાયું તો નહીં પરંતુ તેના અંદાજ મુજબ તો ચાંઉ ચાંઉ જ કાર ચલાવી રહ્યો હતો ને એની બાજુમાં કદાચ પેલો બુરખાધારી માણસ બેઠો હતો.

પ્રશાંતે જરાક ડિક્કી ને ઉંચી કરી રસ્તા પર નજર કરી પણ કાર કઈ બાજુ જતી હતી એનો અંદાજ આવ્યો નહીં .ઘનઘોર અંધકાર ને એકલવાયા રસ્તા સિવાય કંઈ જ દેખાતું ન હતું.
એ બન્ને ક્યાં જતાં હશે? જ્યાં પણ જાય ત્યાં તેની જોડે જ પ્રશાંતને તો જવાનું જ હતું .તે બન્ને ને જરા સરખી પણ જાણ થાય તો તો જાનનું જોખમ હતું એટલે સાવચેતી રાખીને કામ પાર પાડવાનું હતું.આમ પણ પ્રશાતે મનોમન વિચાર્યું કે ડરવાથી શું ફાયદો! આખરે જે થવાનું હશે તે થશે પરંતુ પોતે હવે જરીક પણ પાછો પડશે નહીં.

કાર ધીમેધીમે ગલ્લીઓ પસાર કરીને વિશાળ મેદાનમાં આવીને ઊભી રહી પ્રશાંતે જરાક ડિક્કી ઊંચી કરીને તિરાડ માંથી જોયું તો કાર કોઈ નદીના કિનારે આવીને ઊભી રહી.તરત જ પ્રશાંત એકદમ સાવચેતી થી બહાર નીકળીને અંધારામાં છુપાતો બેસી ગયો.તરત જ કારમાંથી ચાંઉ ચાંઉ ને પેલો બુરખાધારી માણસ નીચે ઉતરી ચારે તરફ ઝીણી નજરે જોતા જમણી બાજુ ચાલવા લાગ્યા. ચાંઉ ચાંઉ ના હાથમાં ટોચૅ હતી . પ્રશાંત ને કંઈ જ સમજાતું નહોતું કે આખરે થઈ શું રહ્યું છે ! તેણે ધીમી ગતિએ ચાલી એનો પીછો કરવાનું ચાલુ કર્યું.

થોડીવારમાં જ બને જણાં નદીના કિનારે પડેલી એક જુની હોડી ને એની બાજુમાં એક તુટેલા કપડાના ઝુંપડી જેવા સ્થાન પર જઈને અટક્યા.ચોમેર ઘોર અંધકાર છવાયેલો હતો.નદીના સ્થિર પાણી માં આકાશમાં ઝગમગતા નક્ષત્રોનુ પ્રતિબિંબ ઝળક્યા કરતું હતું.સામે કાંઠે આવેલા કારખાનાની લાઈટોથી શહેરની શોભા વધી રહી હતી.

ચાંઉ ચાંઉ ને પેલો માણસ ઘણીવાર સુધી એ સ્થાન પર સ્થિર ઊભા રહી ચોમેર એક આતુર દ્રષ્ટિ થી જોવા લાગ્યા.અચાનક જ સામેનાં કાંઠે બહુ દૂર અંધકારમાં એક તીવ્ર પ્રકાશ ફેંકાયો ને તરત જ ચાંઉ ચાંઉ એ એના પ્રત્યુત્તરમાં ટોચૅનો પ્રકાશ એ દિશામાં કયૉ ને તરત જ સામેથી આવતો પ્રકાશ બંધ થઈ ગયો.
પ્રશાંત દિગ્મૂઢ બની આ જોઈ રહ્યો.થોડીવાર બાદ ફરી એજ તીવ્ર પ્રકાશ ફેંકાયો ને અહીં થી પણ પ્રત્યુતર અપાયો. આ રીતે ત્રણવાર કયૉ બાદ ચાંઉ ચાંઉ ટોચૅને આમતેમ બોલાવવા લાગ્યો
બન્ને કંઈક અસ્પષ્ટ ઉચ્ચાર કરી વાતો કરવા લાગ્યાં
પ્રશાંત એની વધુ નજીક જઈ છુપાયો પરંતુ હવે આગળ જવાનું જોખમી હતું. આખરે શું થઈ રહ્યું છે આ બધું !! પ્રશાંત નું મગજ ચકરાવે ચડ્યું.

શું હશે સામે કાંઠે? કોઈ સંદેશ હશે કે ?આ લોકો ક્યાં કારણ થી અહીં આવ્યા હશે? આગળ શું થશે? અનેક સવાલો પ્રશાંતને વિચલિત કરવા લાગ્યાં....તો આગળ શું થશે એ જાણવા વાંચતા રહો આગળનો ભાગ.....
ક્રમશઃ.........