Anubhuti - 2 in Gujarati Anything by Darshita Babubhai Shah books and stories PDF | અનુભૂતિ - 2

Featured Books
  • નિતુ - પ્રકરણ 52

    નિતુ : ૫૨ (ધ ગેમ ઇજ ઓન)નિતુ અને કરુણા બંને મળેલા છે કે નહિ એ...

  • ભીતરમન - 57

    પૂજાની વાત સાંભળીને ત્યાં ઉપસ્થિત બધા જ લોકોએ તાળીઓના ગગડાટથ...

  • વિશ્વની ઉત્તમ પ્રેતકથાઓ

    બ્રિટનના એક ગ્રાઉન્ડમાં પ્રતિવર્ષ મૃત સૈનિકો પ્રેત રૂપે પ્રક...

  • ઈર્ષા

    ईर्ष्यी   घृणि  न  संतुष्टः  क्रोधिनो  नित्यशङ्कितः  | परभाग...

  • સિટાડેલ : હની બની

    સિટાડેલ : હની બની- રાકેશ ઠક્કર         નિર્દેશક રાજ એન્ડ ડિક...

Categories
Share

અનુભૂતિ - 2

કહીએ એટલું સરળ નથી આ જીવન
ડરીને બેસી જવાય એટલુંય અઘરું નથી
મહેન્દ્ર શર્મા

   જીવનની આંટીઘૂંટી તો સમજાય એવી નથી. ક્યારેક તે સીધું, સરળ અને ક્યારે જટિલ, મુશ્કેલી વાળું અને ખૂબ જ અઘરું છે. જીવન ને તમે કેવી રીતે લો છો તે મહત્ત્વનું છે. જીવન માં આવતાં દરેક પડકારો સકારત્મક્તા અભિગમ થી સ્વીકારો તો સરળ છે. પરિસ્થિતિ નો સામનો હકારાત્મક વલણ થી અને જોશ હિમ્મત સાથે કરવાથી જિંદગી ના દિવસો આસાન બની જાય છે.
  દરેક સંજોગો માં દિવસો પસાર કરવાના છે સુખ હોય કે દુઃખ. ખુશ રહી ને દુઃખ ના પહાડો નો સામનો કરવો જોઈએ. ગમે તેવું સુખ કે દુઃખ તે પસાર થઈ જવાનું છે. જીવન નું ચકર છે ગોળ ગોળ ફર્યા કરે છે. "એક જ સરખાં દિવાસો કોઈના જતાં જોયા નથી". પરિવર્તન સંસાર નો નિયમ છે તે અફર  છે.  જીવન ના સંજોગોથી  ડરીને બેસી ના જવાય. ભગવદ  ગીતા માં કહ્યું છે જો દુઃખ મગજ
માં રાખશો તો દુઃખી  થયા  કરશો અને જો સુખ પર નજર રાખશો
તો કાયમ હસતાં રમતાં  અને હલકાં ફૂલ જેવા રહેશો. તમે જેને આકર્ષિત કરશો  તે તમારી સામે આવી ઊભું રહેશે.
જીવન તો ચાલવા નું નામ છે. અટકી ગયો તે માર્યો ગયો. કવિ આ શેર માં કહે છે કે જીવન કહી એ એટલું સરળ નથી સાચી વાત પરંતુ એમ હાર માની કે હિંમત ગુમાવી બેસી ના જવાય. જીવન અઘરું છે તેના ગાણાં ગાઈ ને ડરી ના જવાય. જીવન સરળ નથી કે અઘરું પણ નથી બસ જીવન છે. નીડર બની હિંમતથી પૂરું કરવાનું છે એકબીજાને ની સાથે અને સથવારે.
દરેક પળ માં પ્રેમ છે અને દરેક ક્ષણ માં ખુશી છે. ખોઈ બેસો તો યાદ છે અને જીવી લો તો ભરપૂર જીવન છે જે વ્યકિત ને જીવંત રાખે છે. 

સ્પર્શ મારો, તમે ભૂલી નહીં શકો,
રંગો છે, ઉતરી જાશે આજકાલમાં.
"રજ "
ચંદ્રેશ પ્રજાપતિ

    સ્પર્શ એ દુઆ છે અને દવા પણ છે. સ્પર્શ મનગમતી વ્યકિત નો અસરકારક પરિણામ આપે છે. માતા નો સ્પર્શ બાળક ક્યારેય ભૂલી નથી શકતું. વ્હાલ થી પકડેલો હાથ છોડી નથી શકાતો. સ્પર્શ નો જાદુ નિરાળો હોય છે. આંખે થી અંધ વ્યક્તિ સ્પર્શ કરીને વ્યકિત, વસ્તુ અને જગ્યા ઓળખી શકે છે. સ્પર્શ ની ઈન્દ્રી એ આંખ કાન અને નાક ની ગરજ સારે છે.
    આ શેર માં કવિ એ બહુ સુંદર કહ્યું છે કે રંગો નો રંગ ઉતરી જાય છે. પરંતુ સ્પર્શ નથી ભૂલી શકાતો. રંગ કાચા હોય કે પાકા તે આજકાલ
માં ઉતરી જાય છે, લાગણીભર્યો અને વ્હાલો સ્પર્શ જન્મ જન્માંતર
સુધી યાદ રહે છે.


બે ઘડીની અલપ ઝલપ મુલાકાત હતી
ને આજ દિન સુધી એ વાતાવરણ જીવે છે
પાર્થ નાણાવટી

      મુલાકાત લાંબી કે ટૂંકી હોય, ઘડી બે ઘડીની અલપ ઝલપ  હોય, ઘણી વાર તે યાદગાર બની જાય છે. મુલાકાત માં સમયગાળા નું મહત્વ થી તે કેટલી સ્વસ્થ છે તેના પર જીવન માં તેનું મહત્વ નક્કી થાય છે. એક ઝલક ની મુલાકાત માં પણ પ્રેમ થઈ જતો હોય છે અને ક્યાંક આખી જિંદગી સાથે રહેવા છતાં પ્રેમ નો કોઈ અણસાર જોવા મળતો નથી.
  મુલાકાત નું સ્થળ પણ એક અગત્ય નું પાસું છે. સુમસામ જગ્યા એ કે પછી ભર બજારે ભીડ માં, તેમાં બે વ્યકિતના એકબીજા તરફ નું વલણ પણ મહત્વ નો ભાગ ભજવે છે. સાથે સાથે સમય જેમાં સવાર, બપોર અને સાંજે તથા શિયાળો, ઉનાળો અને ચોમાસુ સત્ર દરમિયાન નો ગાળો મુલાકાત માં મહત્વ છે.
     જો મુલાકાત ખુશનુમા હશે તો વાતાવરણ ખુશનુમા થશે અને તેની   લંબાઇ વધશે. કવિ શેર માં કહે છે કે બે ઘડી ની મુલાકાત વાળું વાતાવરણ હજી મારા દિલ માં અકબંધ થઈ જીવે છે અને એ મુલાકાત જીવનભર યાદ બની જીવતી જાગતી રહેશે.

  
તેં સહજતાથી જરા પૂછ્યું, 'કોઈ તકલીફ છે?',
એ ઘડીથી જો, બધી તકલીફ અવસર થઇ ગઈ.
~સાકેત દવે...
      જિંદગી માં તકલીફો તો નાની મોટી રહેવાની છે. બસ દરેક વ્યક્તિ તેને કેવી રીતે લે છે અને તેનો સામનો કરે છે તે અગત્યનું છે. દુનિયા માં કોઈ પણ વ્યક્તિ એવી નહીં હોય કે જેને તકલીફ ના હોય.
કોઈ સંપૂર્ણપણે સુખી નથી. 
   તકલીફ માં સાથ ની જરૂર હોય છે. જ્યારે કોઈ પ્રેમ થી પૂછે કેમ છો? ત્યારે અડધી તકલીફ ઓછી થઈ જાય છે. કોઈ નું દુઃખ તો નથી લઈ શકતા પણ બે શબ્દો  સહાનુભૂતિ ના અસરકારક ઈન્જેક્શન નું કામ કરી જાય છે.
       પ્રેમી એમ પૂછે કે કોઈ તકલીફ છે બસ એ જ ઘડી બધી સમસ્યા ઓનો અંત આવી જાય છે દુઃખ ના વાદળો હટી જાય છે અને સુખ નો સૂરજ ઊગે છે. દિલ નો બાગ ફૂલો થી ખીલી ઊઠે છે. અને બધી તકલીફો પૂરી થઈ જાય અને  અવસર જેવું વાતાવરણ રચાઈ જાય છે.
   આ શેર માં કવિ કહે છે કે એણે સહજતા પુછ્યું કે કોઈ તકલીફ તો નથી, તેં જ ઘડી અવસર ની ઘડી બની જાય છે અને દુનિયા સુંદર અને આકર્ષક લાગે છે. પ્રેમી
દ્વારા પૂછાયેલા તબિયત ના હાલચાલ થી બીમારી દૂર ભાગી જાય છે અને આખી દુનિયા સ્વર્ગ સમાન લાગે છે.

અનુભૂતિ
જિંદગીને એમ હંફાવી છે મેં!
રોજ થોડી જાતને તાવી છે મેં!
હિમલ પંડ્યા
     જિંદગી આપણને હંફાવે  છે કે આપણે જિંદગી ને.  તે પળે પળે આપણી પરીક્ષા લેતી રહે છે અને તેની કસોટી માં થી પાર ઉતરી બને તેટલી સરળ લેવા પ્રયત્ન કરીએ છીએ. એ એટલી હદે હંફાવી દે છે કે અછોઅછો માનવી થાકી જાય અને કંટાળી જાય. જિંદગી ની મુશ્કેલીઓ નો હિમ્મત થી સામનો કરે છે તે જ જીવન હર્યુંભર્યું જીવી શકે છે. રોજ
રોજ તેને હિમ્મત અને હોસલો આપવો પડે છે.
     આ શેર માં કવિ કહે છે કે મેં મારી જાતને ખૂબ જ તાપી છે નિર્ભયતા થી અને હિમ્મત થી તેને હંફાવી છે. દરેક કસોટી માં સાંગોપાંગ ઉતરી ને તેને તાવી છે. જિંદગી ને ખૂબ સરળતા અને સહજતાથી લીધી છે. અને તેથી જ મેં તેને હંફાવી દીધી છે. જિંદગી ને સકારાત્મકતા થી લઈ તેને સહજ બનાવવી પણ એક આવડત છે જે વ્યકિત આ શીખી જાય તે જિંદગી નો મહાસાગર સુખરૂપ પાર કરી શકે છે. જિંદગી નું આ સીધું ગણિત છે.