wait for me.... in Gujarati Short Stories by PANKAJ BHATT books and stories PDF | મારી રાહ જોજે....

Featured Books
  • મારા અનુભવો - ભાગ 24

    ધારાવાહિક:- મારા અનુભવોભાગ:- 24શિર્ષક:- હાહાકારલેખક:- શ્રી સ...

  • ભાગવત રહસ્ય - 163

    ભાગવત રહસ્ય- ૧૬૩   ઘરમાં કોઈ મોટો મહેમાન આવ્યો હોય તો –તેની...

  • રેડ સુરત - 5

    2024, મે 18, પીપલોદ, સુરત સાંજના 07:00 કલાકે પીપલોદના કારગિલ...

  • ફરે તે ફરફરે - 60

    ફરે તે ફરફરે - ૬૦   વહેલી સવારે  અલરોસાની હોટેલમા...

  • સોલમેટસ - 5

    આગળના ભાગમાં તમે જોયું કે રુશી આરવને અદિતિની ડાયરી આપે છે. એ...

Categories
Share

મારી રાહ જોજે....

મારી રાહ જોજે….


બપોરનાં લગભગ બે વાગ્યા હતા પ્રોફેસર વિનય દેહરાદુન ની Appolo યુર્નીવર્સીટી માં બેસી કોફી પી રહ્યા હતા. એક હાથમાં કોફી હતી ને બીજામાં હાથમાં મોબાઇલ પર કાંઈ વાચવામાં મગ્ન હતા.


"હેલ્લો સર " વિનયની શાંતી ભંગ થઈ એણે ઉપર જોયું એક સુંદર યુવતી એની સામે ઉભી હતી. લગભગ ૨૧ વર્ષ ની ઉંમર હશે ગોરો રંગ ખુલ્લા લાંબા વાળ હોઠો પર લાલ લિપસ્ટિક યેલ્લો ટીશર્ટ બ્લુ જીન્સ. "હેલ્લો…" વિનય બોલ્યો .


"તમે મને ઓળખી નહીં ? " યુવતીએ પ્રશ્ન કર્યો .

" વેલ આઈ એમ સોરી તને ક્યાંક જોઈ તો છે પણ હું તને ઓળખાતો નથી " વિનયે સ્માઇલ સાથે જવાબ આપ્યો.


" સર હું તમારી સાઇકોલોજી ક્લાસની સ્ટુડન્ટ છું ન્યું એડમીશન પ્રિન્સીપલે આપણી ઓળખાણ કરાવી હતી "


"ઓ યસ યસ હું ભૂલી ગયો … પટેલ સરે આપણી ઓળખાણ કરાવી હતી તારા ડેડીનું ટ્રાન્સફર થયું છે સોરી હું તમારું નામ ભૂલી ગયો. ખુબ સરસ નામ છે તમારું…."


" કાવ્યા " યુવતી યાદ કરાવતા બોલી.

" ઓ યસ કાવ્યા મેં કહ્યું ને સુંદર નામ છે પણ એક જ વાર મળ્યા હતા તો ભૂલી ગયો બેસને પ્લીઝ બોલ શું લઇશ ચા કે કોફી ?"


" કાંઇજ નહીં સર "

" ઓકે બોલ શું થયું ? કેમ્પસ માં ફાવી ગયું ? કોઈ પ્રોબ્લેમ કે ડાઉટ્સ ?"


"ફાવી ગયું છે કોઈ પ્રોબ્લેમ પણ નથી મારે તમારી સાથે એક વાત કરવી હતી કંઈ કેહવું છે " કાવ્યા થોડુ ખચકાતા બોલી.


"વેલ GO Ahed અહીં બધા મને પુછવા આવે છે તું પેહલી છે જે કંઈ કેહવા આવી છે બોલ શું વાત છે ? ".


" આઇ લવ યુ " કાવ્યાએ વિનયની આંખોમાં આંખો નાખી કહી દીધું.

" what ?" વિનયને આંચકો લાગ્યો " તું કોઈ મસ્તી કરવા આવી છે? કોઈની સાથે મને આઇ લવ યુ કેહવાની શરત લગાવી છે? કે પછી કોઈ રેગિંગ કરી રહ્યું છે ?


" ના સર એવું કંઈ જ નથી હું તમને ખરેખર પ્રેમ કરું છું સાચો પ્રેમ .હું તમારી સાથે લગ્ન કરવા માંગું છું " કાવ્યા ના અવાજમા જરા પણ ખચકાટ ન હતો.


વિનયે ઊંડો શ્વાસ લીધો " જો કાવ્યા આ મજાક હોય તો અહીં જ બંધ કર અને જો આ સાચુ પણ હોય તો તને ખબર હોવી જોઈએ હું તારો ગુરુ છું . ગુરુ અને શિષ્યની મર્યાદા જાણવવી જોઈએ. હું તારા કરતા ઉંમર મા ગણો મોટો છું અને સૌથી મહત્વનું હુ કોઈ ના પ્રેમમાં છું "


" કોને પ્રેમ કરે છે ? " કાવ્યા એ ચિંતા કરતાં પ્રશ્ન કર્યો.


" That is non of your business તુ જઈ શકે છે અને આજ પછી આ વાત માટે મારી પાસે આવતી નહીં " વિનયે ગુસ્સે થતાં કહ્યું .


" ' i am sorry મારી વાતથી તમને દુખ થયું હોય તો . પણ તમે મને જ્યાં સુધી જણાવશે નહીં કે તમે કોને પ્રેમ કરો છો હું અહીંથી જવાની નથી " કાવ્યાના અવાજમાં જીદ હતી.


" હું તારા કોઇ પ્રશ્નનો જવાબ આપવા બંધાયેલો નથી અને તું ના જઈ શકતી હોય તો અહીંજ બેસ હું જાઉં છું મારા લેકચરનો ટાઇમ થઈ ગયો છે" ગુસ્સામાં ઉભો થઈ વિનય ચાલવા લાગ્યો.

કાવ્યા એ એનો હાથ પકડી લીધો " તને હજી પણ kiss me ચોક્લેટ ભાવે છે ?"


કાવ્યા ના મોઢે આ વાત સાંભળી વિનયને આંચકો લાગ્યો ને પાછો ખુરશી પર બેસી ગયો. બીજા લોકો એમની તરફ જોઈ રહ્યાં હતાં. વિનયે હાથ છોળાવતાં પૂંછ્યું " તને કોણે કહ્યું મને kiss me ચોકલેટ ભાવે છે ? "


" સોનાલી એ કહ્યું એ મને તારી બધી જ વાતો કરે છે વિનુ " કાવ્યાની આંખો ભીની થઈ ગઈ હતી.

વિનય પણ ભાવુક થઈ ગયો " શું બકવાસ કરે છે ? સોનાલી ને મરે ૨૧ વર્ષ થઈ ગયાં છે અને તું મને વિનુ કહીને ના બોલાવીસ "


" મારી આંખોમાં જો વિનુ મને ઓળખવાનો પ્રયત્ન કર " કાવ્યા એ વિનયનાં બન્ને હાથ પોતાનાં હાથમાં લઈ લીધા.


વિનય એની આંખોમાં જોતા જ વિચારોમાં ખોવાઈ ગયો અને ૨૧ વર્ષ જૂની યાદો તાજી થઈ ગઈ એને સોનાલીના શબ્દો સંભળાવા લાગ્યા.


" વિનુ સાચુ કે તુ મારા પ્રેમમાં કેમ પળ્યો ?"

"સાચુ કહું તો તારી આંખોએ મને ગેલો કર્યો છે તારી આંખ નો અફીણી તારા બોલનો બંધાણી તારા રૂપની પૂનમનો પાગલ એકલો " વિનયના મોઢે આ ગીત સાંભળી એ એને વળગી પડી હતી.


મુંબઈની સોમઇયા કોલેજ ના લવ બર્ડસ . કોલેજ આવ્વા જવા લોકલ ટ્રેનમાં બન્ને સાથે મુસાફરી કરતા . એક દિવસ બન્ને ટ્રેન ની રાહ જોતા પલ્ટફોર્મ પર ઉભા હતા સોનાલીને તરસ લાગી હતી વિનય એના માટે પાણી લેવા ગયો ને ટ્રેન આવી થોડા યંગ છોકરાંઓ મસ્તી એ ચડ્યા હતા એમાંથી એક છોકરાએ ચાલુ ટ્રેને કુદકો માર્યો એનું બેલેન્સ ગયું ને સોનાલી સાથે જોરથી ભટકાયો સોનાલી દુર ફેંકાઈ ગઈ અને એક લોખંડના બાકળાની કિનારે એનું માથું ભટકાયું ને લોહીની પિચકારી ઉડી વિનયની આંખો સામે આ બધું એટલું ઝડપથી બની ગયું કે એ કાંઈ કરી શક્યો નહીં .


મસ્તી ખોર છોકરાને તો વધારે ઇજા થઇ નહોતી પણ ત્યાં ઉભેલાં લોકોએ એને ખુબ માર માર્યો . વિનય સોનાલી ને લઇ નજીકની હોસ્પિટલમાં દોડ્યો પણ ખૂબ મોડુ થઈ ગયું હતું મગજ ની ઇજા ને ખુબ લોહી વહી જવાથી એ સોનાલી ને બચાવી ન શક્યો .


હોસ્પીટલમાં જ્યારે વિનય સોનાલી ને સ્ટેચર પર લઇ જઇ રહ્યો હતો ત્યારે સોનાલીનો હાથ એના હાથમાં હતો અને સોનાલીના છેલ્લા શાબ્દો હતા " મારી રાહ જોજે…..


ધન્યવાદ

પંકજ ભરત ભટ્ટ