Hear the story? in Gujarati Short Stories by Priya Talati books and stories PDF | વાર્તા સાંભળશો?

Featured Books
  • ભાગવત રહસ્ય - 163

    ભાગવત રહસ્ય- ૧૬૩   ઘરમાં કોઈ મોટો મહેમાન આવ્યો હોય તો –તેની...

  • રેડ સુરત - 5

    2024, મે 18, પીપલોદ, સુરત સાંજના 07:00 કલાકે પીપલોદના કારગિલ...

  • ફરે તે ફરફરે - 60

    ફરે તે ફરફરે - ૬૦   વહેલી સવારે  અલરોસાની હોટેલમા...

  • સોલમેટસ - 5

    આગળના ભાગમાં તમે જોયું કે રુશી આરવને અદિતિની ડાયરી આપે છે. એ...

  • આ મોબાઇલે તો ભારે કરી!

         જેના વગર આપણો દિવસ પૂરો નથી થતો અને જે આપણી આંખોથી થોડો...

Categories
Share

વાર્તા સાંભળશો?

નમસ્કાર મારાં ગુજરાતી દોસ્તો. કેમ છો બધા મજામાં ને? હું પ્રિયા તલાટી તમારા માટે એક નોવેલ લાવી છું જેમાં માત્ર એક જ નહિ પણ બહુ બધી નાની નાની કહાની ઓ હશે. મને આશા છે તમને બધા ને આ પસંદ આવશે. થોડી ઇમોશનલ તો થોડી પ્યાર વાળી તો ધણી વાર્તા હસવા પર હશે. તો આ કહાની ને like 👍 આપવાનું ના ભૂલતા. તમે જેમ મારી વાર્તા ને પસંદ કરશો એટલી જ ઉત્સાહ થી હું તમારા માટે વાર્તા લખીશ.

હું તમને પ્યાર કરું છું (i love you )

તો આજ ની આપણી વાર્તા કંઈક સંબધો વિશે છે. આ વાર્તા એક સત્ય ઘટના પર જ છે. કહેવાય છે કે જન્મ અને મૃત્યુ તો વિધિ ના વિદાતા લખે છે પણ આ બંને વચ્ચે નો જે સમય છે એમાં આપણે આપણા હાથે જ અને આપણી કલમે આપણું ભવિષ્ય લખીયે છીએ. આમ તો આપણી ઝીંદગી માં કેટલાય લોકો આવે ને કેટલાય લોકો જાય છે, પણ અમુક લોકો સાથે ના જાણે કેવો સંબંધ બંધાઈ જાય છે. બાપ દીકરી, દાદા દીકરી, માઁ, ભાઈ, બહેન, દોસ્તો કે પછી પ્યાર હોય!

જયારે હું નાની હતી માનો મને આ જન્મ અને મરણ વિશે કઈ ખબર જ ના હતી. ધણી વાર કોઈક ના ઘરે મરણ આવે ને કોઈ રડે એટલે મમી ને પૂછું તો એ જવાબ આપે કે " એ ભગવાન પાસે ગયા છે એટલે બધા રડે છે ". દરરોજ દાદીમા સાથે સુવાનું અને જાગવાનું. સવારે ઊંઘ આવવા છતાં દાદી વેહલા સાત વાગ્યે જગાડે અને પેહલા જય શ્રી ક્રિષ્ના કહેવાનું પછી જ બીજું કઈ બોલવાનું. બા (દાદી ) મને મનાવીને પછી દરરોજ મંદિરે ભગવાન ના દર્શન કરવા લઇ જતા. ભગવાન માટે મારી લાગણીઓ પણ ધીમે ધીમે બંધાતી ગઈ.

એક દિવસ એવો સમય પણ આવ્યો જયારે મારાં બા મને છોડીને આ દુનિયા માંથી જતા રહ્યા. ત્યારે મને બસ આટલી જ ખબર હતી કે ભગવાન મારાં બા ને મારી પાસે થી લઇ ગયા. ભગવાન પાસે તો ઘણું બધું છે, તો પછી એ મારી પાસે થી મારાં બા ને જ કેમ લઇ ગયા? એવા ઘણા મનોમંથન મન માં ચાલ્યા. જાણો કોઈ બાળક ના હાથ માંથી કેમ કોઈ એમનું મનગમતું રમકડું લઇ જાય ને એ રડવા લાગે પણ કોઈને કઈ કહી ના શકે બસ એવી જ લાગણીઓ મારામાં જન્મી હતી. પણ ધીમે ધીમે આ બધું ભૂલી ગઈ.

દાદા અને દીકરી નો સંબંધ તો વર્ષો થી ચાલતો આવે છે. દાદા ને વ્હાલી દીકરી અને દીકરી ને વ્હાલા દાદા, પણ કોને ખબર હતી બાળપણ માં કરેલી મસ્તી અને કામચોરી મોટા થતા ચૂકવવી પડશે. જેમની સાથે મસ્તી કરતા, આખો દિવસ હેરાન કરતા એમને કઈ મુશીબત ના હોય અને આ દુનિયા ને એ વાત વિશે પ્રશ્નો હશે!!!

ત્યારે એ સમય માં 15 વર્ષ થી પેહલા મસ્તી ભરેલી હોય, પણ એ કોને ખબર હતી કે આ મસ્તી ભરેલા પ્યાર માં મસ્તી અને પ્યાર સિવાય ના બધા મેણાં આવશે. એ કામચોરી, મસ્તી ને હેરાન કરવું, પ્યાર ને નફરત કરવું કહેવામાં આવશે.ત્યારે ભોળાપણ માં કરેલી મસ્તી અત્યારે હઝારો પ્રશ્નો અને અંદર ને અંદર મનોમંથન માં બદલાઈ જશે! કેહવું તો ઘણું છે આ વિશે પણ બોલું તો શબ્દો પેહલા આંખ માંથી આંસુઓ વહે છે અને લખુ તો પેન હાથમાંથી સરકી જાય છે.આગળ વાર્તા વાંચો "વાર્તા સાંભળશો?"