my daughter in Gujarati Short Stories by શબ્દો ની આંગળીએ books and stories PDF | મારી દીકરી

Featured Books
  • ભાગવત રહસ્ય - 163

    ભાગવત રહસ્ય- ૧૬૩   ઘરમાં કોઈ મોટો મહેમાન આવ્યો હોય તો –તેની...

  • રેડ સુરત - 5

    2024, મે 18, પીપલોદ, સુરત સાંજના 07:00 કલાકે પીપલોદના કારગિલ...

  • ફરે તે ફરફરે - 60

    ફરે તે ફરફરે - ૬૦   વહેલી સવારે  અલરોસાની હોટેલમા...

  • સોલમેટસ - 5

    આગળના ભાગમાં તમે જોયું કે રુશી આરવને અદિતિની ડાયરી આપે છે. એ...

  • આ મોબાઇલે તો ભારે કરી!

         જેના વગર આપણો દિવસ પૂરો નથી થતો અને જે આપણી આંખોથી થોડો...

Categories
Share

મારી દીકરી

ચાલો આજે તમને મારી ક્રિષ્ના ના
જન્મ થી બીજા મહિનાની સફર કરવું.
મોજ આવે એવી સફર જીવન માં પહેલી વાર.


જ્યારે મારી પત્ની ને હોસ્પિટલ માં દાખલ કરી ત્યાં સુધી એમને મનમાં હતું કે, સુ આવશે દીકરી કે દીકરો? જ્યારે મારી પત્ની ને ઓપરેશન થિયેટર માં લઇ જવામાં આવી ત્યારે મનમાં હજારો પ્રશ્ન હતા.એક અજીબ ચિંતા પણ હતી.
એક બાજુ ખુશી અને બીજી બાજુ ડર.
પણ મને યાદ છે કે લગભગ ૯ વાગ્યે તેને ઓપરેશન થિયેટર માં દાખલ કરી તને અમે , ઓપરેશન થિયેટર ની બહાર રહી અને અંદર સુ થાય છે તે જાણવા દીવાલ ને લગોલગ કાન રાખી ઊભા હતા.મનમાં ઘણી આતુરતા હતી ,બેચેની હતી,અને એક નવી આશા હતી. અને લગભગ બરાબર ૯:૪૫ થયા ને અંદરથી બાળક નો રડવાનો અવાજ આવ્યો, અને અહી બહાર ઉભેલા ઘરના બધા સભ્યો ની આંખમાં હરખ ના આંસુ આવી ગયાં. અને થોડીજ વારમાં ડોક્ટર બાળક ને બહાર બતાવા લાવ્યા ,અને કહ્યું કે દીકરી નો જન્મ થયો છે.બસ આટલું સાંભળી ને દીકરીને હાથમાં લીધી અને આંખ મારી બમણા હરખથી ભરાઈ ગઈ,......
અને બધાય વાર ફરતી પોતાની પાસે લેવા માંડ્યા.
ફરી ડોક્ટર મારી દીકરી ની પ્રાથમિક તપાસ કરવા લઇ ગયા,અને દીકરી સ્વસ્થ અને તંદુરસ્ત છે એ અમને જણાવ્યું .અને ફરી મારી દીકરી ને અમારી પાસે આપી ગયા. એક બાજુ ખુશી અને બીજી બાજુ મારી પત્ની હજી બહાર નોતી આવી તેની ચિંતા હતી,તને કેમ હસે ,સારું તો હસે ને,એવા ઘણા પ્રશ્નો .... હતા.અને લગભગ અડધો કલાક બાદ મારી પત્ની ને બહાર અમને આપેલા રૂમ માં લઇ આવ્યા. તેનું મુખડું જોયું અને પછી મન શાંત અને ખુબ આનંદ થી ભરાઈ ગયું. અને બધા મારા ઘરના સભ્યો ત્યાં દીકરી ને રમાડવા લાગ્યા અને મારી પત્ની સાથે વાતો કરવા લાગ્યા પણ હજુયે ઓપરેશન થિયેટર માંથી બહાર આવી હતી એટલે તે ઘેન માં હતી.માટે તેને આરામ કરવા દીધો. અને હું બહાર હોસ્પિટલ ની જે લેખિકા કાર્યવહી હોય તે પૂરી કરવા આવ્યો. અને ત્યાતો દીકરીના મામાં પણ આવી ગયા ,સાથે પેંડા પણ લાવ્યા😋. અને હું પણ ત્યાંથી દીકરી ના આવ્યાની ખુશી માં હું પણ પેંડા લેવા ગયો ,પેંડા લાવી આખી હોસ્પિટલ માં બધાને આપ્યા. બે દિવસ અમે હોસ્પિટલ માં રહ્યા બાદ મારી પત્નીની રિકવરી જોતા ડોક્ટરે અમને રજા આપી. ત્યાંથી લગભગ ૫ વાગ્યે અમે નીકળ્યા અને ઘેર પહોંચ્યા. ઘરે પહોંચ્યા ત્યારે દીકરીના પહેલી વારના ગૃહ પ્રવેશ કરવા આખું ઘર ફૂલો થી મહેકી રહ્યું હતું અને ફૂલો ની સજાવટ કરી હતી. અને આ સજાવટ કોઈ કારીગર પાસે નોતી કરાવવામાં આવી,પરંતુ ઘરના સભ્યો દ્વારા અને તેમના ખુબ ઉત્સાહ થી આ સુશોભન કાર્ય કરાયું હતુ. આ સભ્યો માં દીકરીના કાકા, ફઈ, ભાભુ,તેમજ કાકા ના કોલેજ ના મિત્રો હતા. આ બધા સભ્યો એ ઉત્સાહ ની સાથે જે સુશોભન કર્યું હતું તે વધારે તેમના આત્મ ભાવ થી મહેકી રહ્યું હતું.ઘરના મેઈન ગેટ થી સારું કરી બેડરૂમ સુધી ફૂલોથી સુશોભિત હતું. દીકરી નો ઘરમાં ગૃહ પ્રવેશ સંસ્કાર કરવામાં આવ્યો,દીકરીના પગલાં કરાવવામાં આવ્યા. આ ખુશી નાં અવસર માં મારી પોળ માં રહેતા મારા પડોસી પણ આવી ગયા હતા.બધાયે ખુબ આનંદ પૂર્વક ગૃહ પ્રવેશ સંસ્કાર ની ઉજવણી કરી.આ બધું જોઈ મારી અને મારી પત્ની ની આંખો ખુશીના આંસુ થી ભીંજાઈ ગઈ......
દીકરી નો ગૃહ પ્રવેશ સંસ્કાર થયો અને દિવસો પસાર થવા લાગ્યા. અને તેના નામ કરણ નો સંસ્કાર કરવાની ત્યારે o થવા લાગી . દીકરી ની છઠ્ઠી પૂજા ની ત્યારે પણ જોર સોર થી થવા લાગી. દીકરી ની જન્મ રસી મિથુન આવી હતી.અને તેની રસી અનુસાર તેનું નામ રાખવાનું હતું તે માટે બધા સભ્યો તેનું શ્રેષ્ઠ નામ સોધવા લાગ્યા....આમ જોર જોતામાં છઠ્ઠી પૂજા નો દિવસ આવી ગયો.આ દિવસે પણ ઘરના સભ્યો ભેગા મળીને સુશોભન કાર્ય કરવા લાગ્યા . દીકરી ના કાકા,ફઈ,ભાભુ તેમજ કાકા ના કોલેજ ના મિત્રો આ કાર્ય કરવા લાગ્યા. અને આ બધા લોકો ના ઉત્સાહ ને મારા કોટી કોટી વંદન, આ લોકો થાક્યા વગર સવારથી સાંજ સુધી ડેકોરેશન કાર્ય કર્યું .અને સાંજે છઠ્ઠી પૂજા કરવામાં આવી અને દીકરીનો નામ કરણ સંસ્કાર કરવામાં આવ્યો.હવે મારી આ વ્હાલી તેમજ બધાની લાડકી એવી દીકરી નું નામ ક્રિષ્ના રાખવામાં આવ્યું. ક્રિષ્ના નામ રખતાજ અહી આવેલા બધા મહેમાનો તેમજ મારા પડોસી આનંદ પૂર્વક દીકરી નાં નામ થી બોલાવવા લાગ્યા. ક્રિષ્ના નામ બધાજ લોકોને ખુબ ગમ્યું . આમ મારી ક્રિષ્ના ની છઠ્ઠી પૂજા પૂર્ણ થઈ અને નામ કરણ સંસ્કાર આનંદ થી થયો.
ક્રિષ્ના નાં આવ્યા બાદ દિવસો પસાર થવા લાગ્યા.ક્રિષ્ના નાં આવ્યા ના હરખ માં દિવસો કેમ વીતવા લાગ્યા તેની ખબરજ નાં રહી.સવાર ,બપોર અને સાંજ બસ ક્રિષ્ના જ ક્રિષ્ના ઘરમાં જાણે બધા ક્રિષ્ના ના ઘેલા બની ગયા છે. જોત જોતામાં દિવસો પસાર થઈ ગયા. જુદા જુદા તહેવારોની ઉજવણી ક્રિષ્ના સાથે કરતા રહ્યા અને ક્યારે પ્રથમ માસ પૂર્ણ થઈ ગયો તેની ખબરજ નાં રહી. તેના પ્રથમ માસ પૂર્ણ થયા નાં દિવસ ની પણ ઉજવણી કરી.ક્રિષ્ના ને નવા કપડાં પહેરાવ્યા અને તેની ફરતે ફૂલોથી સજાવ્યું અને ફૂલોથી 1 લખી સજાવ્યું. અને આ બધી યાદો ને અમે અમારા મોબાઈલ માં કેદ કરતા આવ્યા.આમ જોત જોતામાં બીજો માસ પણ પસાર થવા લાગ્યો.ક્રિષ્ના સવા મહિનાની થઈ , ત્યારે તેને અમારા કુળદેવી શ્રી ચામુંડા માતાજી ને શ્રી અંબાજી માતા તેમજ સુરાપુરા દાદા નાં ધામ મોડપર ગામ દર્શન કરી આશીર્વાદ મેળવ્યા. અને ત્યાર બાદ ક્રિષ્ના તેના મામા ના ઘરે રોકવા ગઈ. ત્યાં પણ ક્રિષ્ના નાં પગલાં ખુબજ ઉત્સાહ ની સાથે કરાવ્યા. ત્યાં જાતની સાથેજ મામાનું ઘર પવિત્ર થયું અને સુખ સમૃદ્ધિ વધી. આમ ધીરે ધીરે સમય પસાર થવા લાગ્યો.ક્રિષ્ના ત્યાં તેના મામા ના ઘરે રોકવા ગઈ પણ અહી મારું ઘર ખાલી કરી ગઇ 😔. તેની સાથે માત્ર એક મહિનો થયો હતો પણ હવે તેના વગર બધું સુનું સુનું લાગે છે. સવાર ,બપોર અને સાંજ ક્રિષ્ના બહુ યાદ આવે છે. હાલ નાં સમય માં મોબાઈલે ખુબ સારી એવી સુવિધા પૂર્ણ કરી છે,હું અને મારો પરિવાર દરરોજ સવાર સાંજ વિડિયો કોલ દ્વારા મારી ક્રિષ્ના નાં દર્શન કરીએ છીએ.અને દિવસો પસાર કરીએ છીએ. મારી ક્રિષ્ના ને વિડિયો કોલ દ્વારા જોઈ તો સકાય છે પણ તેનાથી દુરી બહુ વસમી લાગે છે.આમ ધીરે ધીરે સમય પસાર થતો ગયો ,અને ક્રિષ્ના 2 મહિનાની થઈ ગઈ. ત્યારે હોળી નો પણ તહેવાર હતો.એટલે ક્રિષ્ના નાં 2 મહિનો પૂરો થયો તેની પણ ઉજવણી કરી.રંગબેરંગી ફુગાઓ કરી ક્રિષ્ના ની ફરતે ગોઠવી ડેકોરેશન કર્યું હતું,અને એ દિવસ ની ઉજવણી કરી. આમ જોત જોતામાં બે મહિના કેમ પસાર થઈ ગયા તેની ખબરજ નાં રહી.

આતો હજુ માત્ર બે મહિના નિજ સફર છે,હજુ તો સફર ખુબ લાંબી ચાલવાની છે .આગળ ની સફર હું તમારી સાથે શેર કરતો રહીશ.