Motivational stories - 8 in Gujarati Motivational Stories by Ashish books and stories PDF | બોધદાયક વાર્તાઓ - 8

The Author
Featured Books
  • પિતા

    માઁ આપણને જન્મ આપે છે,આપણુ જતન કરે છે,પરિવાર નું ધ્યાન રાખે...

  • રહસ્ય,રહસ્ય અને રહસ્ય

    આપણને હંમેશા રહસ્ય ગમતું હોય છે કારણકે તેમાં એવું તત્વ હોય છ...

  • હાસ્યના લાભ

    હાસ્યના લાભ- રાકેશ ઠક્કર હાસ્યના લાભ જ લાભ છે. તેનાથી ક્યારે...

  • સંઘર્ષ જિંદગીનો

                સંઘર્ષ જિંદગીનો        પાત્ર અજય, અમિત, અર્ચના,...

  • સોલમેટસ - 3

    આરવ રુશીના હાથમાં અદિતિની ડાયરી જુએ છે અને એને એની અદિતિ સાથ...

Categories
Share

બોધદાયક વાર્તાઓ - 8

1.
*"ટાયર"*

ટાયરની એક પ્રતિષ્ઠિત દુકાને 4-વ્હીલર વાહનોના ટાયર વેચવા માટે 6 સેલ્સમેન રાખ્યા હતા. *તમામ 6 સેલ્સમેનમાંથી માત્ર 1 સેલ્સમેન આપેલા લક્ષ્યના 10 ગણા હાંસલ કરી શક્યો હતો.* બાકી તે બધાએ તેમના લક્ષ્યાંકોમાંથી ભાગ્યે જ 15-20% પૂર્ણ કર્યા હતા!

*બોસે તમામ 5 ને પૂછ્યું કે તેઓ તેમના લક્ષ્યો કેમ પ્રાપ્ત કરી નથી શક્યા ? તેમાંના મોટા ભાગનાએ એક અથવા બીજા અવિશ્વસનીય કારણો આપ્યા.* જો કે, પછી બોસએ જે સેલ્સમેન આપેલા લક્ષ્યના 10 ગણા હાંસલ કરી શક્યો તેને બોલાવીને પૂછ્યું તું આટલું લક્ષ્ય કેવી રીતે પ્રાપ્ત કરી શક્યો?

*_સેલ્સમેને જવાબ આપ્યો - હું મોલ્સ અને અન્ય જાહેર સ્થળોએ જાઉં છું. હું પાર્ક કરેલી કારના ટાયરોનું નિરીક્ષણ કરું છું અને જેના ટાયર બદલવાની જરૂર લાગે તે ગાડીના ડ્રાઇવર બાજુના હેન્ડલ પર એક નાની નોંધ લટકાવુ છું - "તમારી કારના ટાયર બદલવાની જરૂર છે - કૃપા કરીને તમારા જીવનને જોખમમાં ન લો - કૃપા કરીને તમારા ટાયર બદલો." વધુ જાણકારી માટે તમે મને મારા મોબાઇલ પર કૉલ કરી શકો છો અને હું તમને શ્રેષ્ઠ ગુણવત્તાવાળા ટાયરના વિકલ્પો બતાડવામાં આનંદ થશે! આ નવી રીતે મને નવા ગ્રાહકો મળ્યા છે!_*

*મિત્રો - તમારા લક્ષ્યોને હાંસલ કરવા માટે અને લોકો સુધી પહોંચવાની નવી રીતો વિચારવી જોઈએ. નવી રીતો અજમાવી જુઓ .
2.
*"જવાબદાર"*

એકવાર એક નેતા જેલમાં કેદીઓને મળવા ગયા. તેણે કેદીઓ સાથે વાત કરવાનું શરૂ કર્યું. *તેણે પૂછ્યું - તમે અહીં કેમ છો? એક કેદીએ જવાબ આપ્યો - મારા પર ખોટો આરોપ છે જે ગુનો મેં નથી કર્યો તેથી હું અહીં છું! બીજા કેદીએ જવાબ આપ્યો - સામાવાળાએ ખોટા આરોપો લગાવ્યા - તેથી હું અહીં છું. ત્રીજા કેદીએ જવાબ આપ્યો - આ બીજા લોકોની ભૂલ હતી જેના માટે હું અહીં છું.*

નેતાએ પછી 1 કેદીને જોયો જે શાંતિથી બેઠો હતો. _*નેતાએ તેને પૂછ્યું - તું કેમ અહીં છે? કેદીએ જવાબ આપ્યો - હું મારા ભાઈ સાથે વાત કરી રહ્યો હતો અને વાતચીત દરમિયાન અચાનક - મેં મારી જાત પરનો કાબૂ ગુમાવ્યો અને મેં તેને ઈંટ મારી. તે ઘાયલ થયો હતો અને તેથી હું અહીં છું. હું મારા ખરાબ વર્તનને કારણે અહીં છું. મને સજા યોગ્ય રીતે કરવામાં આવી છે.*_

*નેતાએ હસીને જેલરને આ વ્યક્તિને રાહત આપવા કહ્યું. કારણ કે જો તે એવા લોકો સાથે રહેશે જેઓને લાગે છે કે તેમના જીવનમાં જે બન્યું તેના માટે તેઓ જવાબદાર નથી - તો એ આવા જ લોકો જેવા બની જશે.*

*મિત્રો, તમારા વર્તન માટે જવાબદાર છો તમારી ભૂલો સ્વીકારો

3.

*"કેરી"*🥭

એકવાર એક ખેડૂતને તેના ખેતરમાં સારી કેરી ઉગાડવા માટે ઇનામ આપવામાં આવ્યું. ખેડૂત કાળજીપૂર્વક વૃક્ષોની સંભાળ રાખતો હતો. *જ્યારે સિઝન શરૂ થવાની હતી ત્યારે તેણે જોયું કે એક ઝાડ પર બધી કેરીઓ પાકેલી અને રસદાર હતી, પણ એક કેરી સડી ગઈ હતી.*

તેણે સડેલી કેરી ઝાડ પર થી તોડવી હતી, એટલે તેને ઝાડ પર ચડવાનુ વિચાર્યું પણ હાથ પહોંચી શક્યો નહિ. તેણે પછી સીડી પર ચડીને તોડવા માટે પ્રયાસ કર્યો પણ ના પહોંચ્યો. તેણે ઝાડની ડાલી હલાવી ને તોડવાનો પ્રયાસ કર્યો પણ તે કેરી ન પડી. *પછી ગીલોલ થી નિશાન બનાવી તોડવાનો પ્રયાસ કર્યો... પણ સફળ ના થયો છેલ્લે થાકી ને બીજા દિવસ સુધીનો વિચાર મુલતવી રાખ્યો.*

_*બીજા દિવસે ઝાડ પાસે પહોંચ્યો ત્યારે ચોંકી ગયો, જયારે તેણે જોયું કે ઘણી સારી કેરીઓ જમીન પર પડી હતી. તેનું કારણ હતું કે જયારે તે સડેલી કેરી કાઢવામાં વ્યસ્ત હતો તેના પરિણામે બીજી ઘણી સારી કેરીઓ ઝાડ પરથી પડી ગઈ... જે હવે નકામી હતી.*_

*મિત્રો, કોઈ પણ વ્યક્તિ સંપૂર્ણ નથી! આપણે બીજાની ખામીઓ જોવામાં આપણો સમય અને શક્તિ વેડફીએ છીએ અને બદલામાં આપણે તેમાં સારું જોવામાં નિષ્ફળ જઈએ છીએ. થોડીક ખામીને કારણે સારી વ્યક્તિને ગુમાવશો નહીં.
Making A difference