Andhari Raatna Ochhaya - 15 in Gujarati Detective stories by Nayana Viradiya books and stories PDF | અંધારી રાતના ઓછાયા. - (ભાગ- ૧૫)

Featured Books
  • નિતુ - પ્રકરણ 64

    નિતુ : ૬૪(નવીન)નિતુ મનોમન સહજ ખુશ હતી, કારણ કે તેનો એક ડર ઓછ...

  • સંઘર્ષ - પ્રકરણ 20

    સિંહાસન સિરીઝ સિદ્ધાર્થ છાયા Disclaimer: સિંહાસન સિરીઝની તમા...

  • પિતા

    માઁ આપણને જન્મ આપે છે,આપણુ જતન કરે છે,પરિવાર નું ધ્યાન રાખે...

  • રહસ્ય,રહસ્ય અને રહસ્ય

    આપણને હંમેશા રહસ્ય ગમતું હોય છે કારણકે તેમાં એવું તત્વ હોય છ...

  • હાસ્યના લાભ

    હાસ્યના લાભ- રાકેશ ઠક્કર હાસ્યના લાભ જ લાભ છે. તેનાથી ક્યારે...

Categories
Share

અંધારી રાતના ઓછાયા. - (ભાગ- ૧૫)

ગતાંકથી....

ઓરડામાં માં પ્રવેશી ચારે તરફ નજર કરતા તેની નજર એક ખૂણામાં પડેલી જૂના જમાનાની લોખંડી પેટી પર પડી. એ તેજૂરી પાસે જઈને જોવા લાગ્યો. તે જે પેટીમાં થઈ સુરંગમાં ઉતરી આવ્યો હતો તેના જેવી આ પેટી ન હતી .તેના કરતાં નાની પણ ખુબ જ મજબૂત હતી. તેની અંદર અવશ્ય જ કંઈ હોવું જોઈએ, તેવો તેને વિચાર આવ્યો .
પેટી ના આગળના ભાગે એક સુંદર હેન્ડલ હતું કદાચ એના થી જ પેટી ખુલતી હોવી જોઈએ એ હેન્ડલ ને પકડવા એણે હાથ લંબાવ્યો.....

હવે આગળ......

હેન્ડલ ને પકડવા જતાં એના હ્દયે એક અજાણ્યો ડર અનુભવાય રહ્યો હતો. કંઈક વિચાર આવતા તેણે તે કામ કરવું બંધ રાખ્યું. હેન્ડલની બંને બાજુએ નાના નાના બે કાણા હતા એ કાણા શાના હશે? સામાન્ય રીતે જોઈએ તો તેનો કોઈ ઉપયોગ હોય તેમ લાગતું ન હતું પરંતુ આ તો ડિટેક્ટીવ દિવાકર .તેની આંખે ઝીણામાં ઝીણી વિગતો પણ ચડ્યા વગર ન જ રહે.તેને મનોમન વિચાર્યું નક્કી કોઈક પ્લાન થી મુકાયા હોવા જોઈએ. તે બંને કાણા એકદમ સતૅક રક્ષક પહેરેગીર ની માફક દિવાકર સામે જોઈ રહ્યા હતા. તે ચાંઉ ચાંઉની આંખો જેવા ગોળ હતા. કદાચ એમાં કઈ ભેદી રહસ્ય હોય તો! તેના અંતરમાં ઊંડે ઊંડે એ બાબત માં ગડમથલ થવા લાગી.

પેટી ની સામે જમીન પર એક પથ્થર પડ્યો હતો. પેટી ઉગાડનાર એ પથ્થર પર ઉભો રહી સહેલાઈથી પેટી ઉઘાડી શકે તેમ હતું. દિવાકર એ પથ્થરથી દૂર જઈ ઉભો. તેને શંકા થઈ કે ન જાણે કેમ ચાંઉ ચાંઉ અને એના માલિકે આ પથ્થર દ્વારા કોઈ ઝાળ પાથરી હોય અને એમાં એ ફસાઈ જાય તો !
પરંતુ આટલે દૂર આવ્યા પછી શું એ પેટીમાં શું છે જાણ્યા વગર જ જતું રહેવું? તેને પેલું હેન્ડલ ફેરવી પેટી ઉઘાડવાનું મન થવા લાગ્યુ. પરંતુ પહેલા પથ્થર પર ઉભા રહેવાનુ સાહસ કરવાનું તેને ઉચિત ન લાગ્યું. ઘણો વિચાર કર્યા બાદ તેણે એક યુક્તિ શોધી કાઢી. બહુ ધીમેથી તે પેટીની પાછળ ગયો.ઉપરનું ઢાંકણું બરાબર તપાસી લીધા બાદ પાછળથી જ હાથ લંબાવી ઢાંકણ ઉઘાડવાનો પ્રયત્ન કર્યો. તેણે જોયું કે તેનું અનુમાન સાચું હતું પેટી ને કોઈ ચાવી કે ટેક્નિકથી બંધ કરવામાં આવી છે. ફક્ત હેન્ડલ ફેરવવાથી કંઈ જ રીઝલ્ટ આવે તેમ લાગતું તો નહોતું છતાં પણ હેન્ડલ ફેરવવાથી શું રિઝલ્ટ આવે છે તે જોવ તો ખરો. એમ વિચારી તેણે હેન્ડલ ફેરવવા લાગ્યું્. હેન્ડલ ફેરવતા જ પેટીમાં એકદમ ધ્રુજારી થવા લાગી અને તે સાથે હેન્ડલની બંને બાજુ આવેલા કાણામાંથી બે ભાલા જેવા એકદમ તિક્ષ્ણ , ધારદાર,અણીદાર તીર બહાર આવવા નીકળવા લાગ્યા. ઓછામાં ઓછા બે હાથ લાંબા લાઈટના પ્રકાશથી ચળકતા એ ભાલા એની સામે ઉભા રહેનારને ક્ષણમાં વિંધી નાખે તેવા તિક્ષ્ણ હતા !

ક્ષણભર તો દિવાકરના શરીરમાંથી ભયની કમકમાટી પ્રસરી ગઈ .કેવળ દૈવયોગે જ આજે તે મોતના મુખેથી પાછો ફર્યો હતો. સામે ઊભા રહી હેન્ડલ ફેરવ્યું હોત તો આ બે ભાલા આજે તેમના શરીરને વીંધીને આરપાર થઈ ગયા હોત અને અત્યારે તો એનું શબ એની સાથે ચોંટીને નિષ્પ્રાણ ઊભું હોત.
અત્યાર સુધી તે ભારે ઉશ્કેરાટ ને ડરને લીધે સમજી શક્યો નહોતો પરંતુ થોડા શાંત થતાં જ તેને માલુમ પડ્યું કે એ બેમાંનું એક તીર તેના શર્ટ ની સ્લીવ વિંધી ને હાથની ચામડીને જરાક છરકાતું ચાલ્યું ગયું છે અને એ જગ્યાએથી લોહી ટપકવા લાગ્યું છે.
દિવાકર આ જોઈને અત્યંત ચિંતિત થઈ બની ગયો. ભાલાની અણી પર પોઈઝન તો નહિ લગાડ્યું હોય ને ! તે ઉતાવળે ઉતાવળે ડર સાથે પેટીના આગલા ભાગ તરફ જવા લાગ્યો. પરંતુ અચાનક લીસી જમીન પરથી તેનો પગ લપસ્યો ને તે ધડામ કરતો નીચે જમીન પર પડ્યો . તેનું માથું પછડાતા થોડીવાર માટે તે મૂર્છિત જેવો થઈ ગયો.

આ તરફ ...

દિવાકર જ્યારે ગુપ્ત ઓરડામાં મૂર્છિત પડ્યો હતો એ જ વખતે પ્રશાંત અને મયંક આ ભેદી મહેલમાં આવવા માટે કાર ચાલુ કરી હતી .તેઓ બંને પણ તે દિવસે વિશ્વનાથ બાબુના મકાને જવા તૈયાર થયા છે. બંનેનો ત્યાં જવાનો ઉદ્દેશ ઉલટસુલટ હોવા છતાં બંનેના મનમાં આશા ને આનંદના ઉછાળા ઉછળ્યા કરતા હતા.
પ્રશાંત કાર ચલાવતો હતો અને મંયક એકદમ મૌન તેની બાજુમાં બેઠો હતો. તેના મનમાં તો અનેક પ્રકારના વિચારો ઉછળી રહ્યા હતા. તે અંદર અંદર ખુશ થતો હતો કે પોતે કેટલી સહેલાઈથી પ્રશાંત ને મૂર્ખ બનાવ્યો છે. એમ ધારી તે મનમાં ને મનમાં મલકાતો હતો .
મૂર્ખ પ્રશાંત એ મકાનમાં પહોંચી પેલી છોકરી સાથે વાતચીત કરી તેને કારમાં ફરવા લઈ જવાની માંગણી
કરશે. છોકરી એ વાત કબુલ કરશે અને બંને કારમાં સાથે ફરવા નીકળશે . આવી બધી વાતો બેવકુફ સિવાય બીજું કોણ માને?

‌‌મયંક નો પ્લાન તો આજે છેલ્લી વાર વિશ્વનાથ બાબુના મકાનમાં જવાનો હતો. હવે તે પોતાની ગેંગથી છૂટી પડી જવાનો હતો. બહુ થોડા ટાઈમમાં જ તેણે તેના ડોન સાથે ઝઘડો થવાનો હોવાથી તેનું રીઝલ્ટ સારું આવવાનું નથી તે બાબત મંયક સારી રીતે જાણતો હતો. માટે સમયસર ચેતી દૂર ચાલ્યા જવું એ જ ઉચિત પ્લાન છે એમ તેણે ધાર્યું હતું. પરંતુ એમ જ કંઈ ખાલી હાથે તે જતો રહેવાનો ન હતો. શક્ય હોય તેટલો માલ કબ્જે કરી લેવો અને સોનાક્ષીને પણ પોતાની સાથે લઈ જવી એવો તેનો હેતુ હતો. સોનાક્ષી એ તેને ગાંડો બનાવી દીધો હતો. સોનાક્ષી ને તો તે કોઈ પણ કિંમતે મેળવવા માંગતો હતો,આમ પણ સોનાક્ષીને કબ્જે કરવામાં બહુ મહેનત પડે તેમ ન હતું. કોઈપણ માણસને બેભાન કરવાની દવા તેની પાસે હતી એ દવાની મદદથી તે સોનાક્ષીને બેભાન કરી પછી તેને પ્રશાંત મારફત શહેરમાં દૂર મોકલી દઈ પ્રશાંત ને લાલચ આપીને આ કામ બહુ સહેલાઈથી પાર પાડી શકાય તેમ હતું

ત્યારબાદ બંને સોનાક્ષીને કાર માં નાખી દૂર લઈ જવી રસ્તામાં કારમાં નો પેટ્રોલ પતાવી ઘટાડી દેવું ગાડીના એન્જિનમાં કંઈ ક ગોટાળો થયો છે કે નહીં તે જોવા માટે પ્રશાંત નીચે ઉતરે કે તરત જ અંધારા નો લાભ લઇ પાછળથી તેના માથા પર લોખંડના પાઇપ ઠોકી દેવો. તે બેભાન થઈને નીચે પડે કે આ મયંક નું કામ પાર પડ્યું ગણાય.
બેભાન બનાવવા માટે એક ઘા બહુ છે કદાચ બે ઘા ની પણ જરૂર પડે તો કંઈ વાંધો નથી. પ્રશાંત આમ ઠેકાણે થાય એટલે કારની નીચે સતાડેલું પેટ્રોલ બહાર કાઢી પેટ્રોલ ટેન્ક માં ભરી તરત જ કાર ચાલુ કરીએ આ રીતે મયંકે ઠંડા કલેજે બધી જ યોજના બનાવી પછી તો પોતાની પ્રિયતમા સોનાક્ષીને લઈ દુર ફોરેન કન્ટ્રી માં ચાલ્યો જશે.
થોડો સમય વિદેશમાં મોજ મજા કર્યા બાદ બધું ઠંડુ પડ્યે તે દેશમાં પાછા ફરવું આમ વિચારી આખી યોજના મનમાં ઘડી રાખી હતી. ત્યાં તેને કોઈ ઓળખી શકશે નહીં અને અખુટ પૈસાને પ્રતાપે તેને મિત્ર કે દુશ્મન કોઈની જ પરવા છે નહીં. સોનાક્ષી જો માની જાય તો ઠીક છે નહીં તો તેને ભારે કિંમત લઈ વેચી નાખવી અને પછી નવા શિકારની શોધ કરવી એવું પણ તેમણે વિચારી લીધું હતું.

ડૉ.મિશ્રા તેની પાછળ અવશ્ય પડશે તે વાત તે બરોબર જાણતો હતો કેમકે મિશ્રા પોતે પણ સોનાક્ષી પર ફિદા હતો. આ વાત મયંક સારી રીતે જાણતો હતો .પરંતુ આ યુક્તિ અમલમાં આવતા ડૉ.મિશ્રા જેવા બદમાશને પણ પોતે છેતરી શકશે એ વિચારતા તેની છાતી ગજ ગજ ફૂલવા લાગી . ડૉ.મિશ્રાથી એ જે રીતેને જેટલો ગભરાતો હતો તેટલો જ તેને તે તિરસ્કાર હતો .મયંક જેવા પોતાના હાથ નીચેના માણસ થી છેતરાયેલા એ ડૉ.મિશ્રા અવશ્ય ચોરની માં કોઠીએ મોં સંતાડે એમ રડશે. પોલીસમાં ખબર આપવા જેટલી હિંમત તો તે કરી શકે તેમ નથી.
કાર પુરપાટ વેગે દોડી રહી હતી એક સાંકડી ગલી આવતા જ કારે એકાએક બ્રેક મારીને અચાનક જ વળાંકમાં જ અકસ્માત થતા થતા રહી ગયો. એક બાઈક વાળા સાથે અથડાતા અથડાતા જ કાર રહી ગઈ. બાઈક વાળા એ બૂમ પાડી તેની સાથે જ રસ્તા પર જતા આવતા બે ચાર માણસોએ પણ બુમાબુમ કરી મૂકી. જાણે કે એકાદ ભયંકર અકસ્માત થઈ ગયો ન હોય!
લોકોનું ટોળું આગળ શું કરશે? પ્રશાંત કે મંયક ની તકલીફ વધશે કે શું થશે? એ જાણવા માટે વાંચો આગળનો ભાગ.........