Poshan Pakhvadiyu in Gujarati Health by Jagruti Vakil books and stories PDF | પોષણ પખવાડિયું

Featured Books
  • એઠો ગોળ

    એઠો ગોળ धेनुं धीराः सूनृतां वाचमाहुः, यथा धेनु सहस्त्रेषु वत...

  • પહેલી નજર નો પ્રેમ!!

    સવાર નો સમય! જે.કે. માર્ટસવાર નો સમય હોવા થી માર્ટ માં ગણતરી...

  • એક મર્ડર

    'ઓગણીસ તારીખે તારી અને આકાશની વચ્ચે રાણકી વાવમાં ઝઘડો થય...

  • વિશ્વનાં ખતરનાક આદમખોર

     આમ તો વિશ્વમાં સૌથી ખતરનાક પ્રાણી જો કોઇ હોય તો તે માનવી જ...

  • રડવું

             *“રડવુ પડે તો એક ઈશ્વર પાસે રડજો...             ”*જ...

Categories
Share

પોષણ પખવાડિયું

સમગ્ર દેશમાં 8થી 22 માર્ચ દરમિયાન પોષણ પખવાડિયું ઉજવવાઈ રહ્યું છે.ત્યારે ગુજરાતમાં પણ પોષણ પખવાડિયા હેઠળ કેટલાક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું.આ વર્ષની થીમ હતી :"બધા માટે પોષણ: સ્વસ્થ ભારત". આ અભિયાનના રાજયના મિશન ડાયરેકટર રાકેશ કુમાર વ્યાસે ક્હ્યુ કે પોષણકાર્યમાં પુરુષોની સહભાગ વધારવા ઉપર આ વખતે વધારે ભાર મુકવામાં આવી રહ્યો છે. જેમાટે આંગણવાડી બહેનો દ્વારા ઘરે ઘરે જઇને ઘરના પુરુષોની ઉપસ્થિતિમાં બધાને પોષણયુકત આહાર અંગે માહિતગાર કરવામાં આવી રહ્યા છે. શ્રી વ્યાસે જણાવ્યુ હતુ કોરોના પગલે રાજયભરમાં પોષણ અભિયાન હેઠળ થતા સામુહિક કાર્યક્રમો રદ કરાયા છે.જયારે હોમ વિઝીટ કાર્યક્રમ હજુ શરૂ છે.
ગુજરાતના પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના જાહેર સહભાગીતાનો ભાગ છે. ગુજરાતમાં લાખો પરિવારો પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના હેઠળ વિનામૂલ્યે રાશન મેળવી રહ્યાં છે. આ વિનામૂલ્યે રાશન ગરીબોની તણાવની સ્થિતિ ઘટાડે છે અને તેમને આત્મવિશ્વાસ આપે છે. તેનો મૂળ હેતુ એવો છે કે ગરીબોને લાગવું જોઇએ કે, ભલે ગમે તેવી કુદરતી આપદા આવે પરંતુ તેમનો દેશ હંમેશા તેમની પડખે ઉભો છે.કે, આઝાદી પછી લગભગ દરેક સરકારે ગરીબોને સસ્તુ ભોજન પૂરું પાડવાની ચર્ચાઓ કરી છે. વર્ષો વર્ષ સસ્તુ રાશન આપવાના અવકાશ અને બજેટમાં વધારો કરવામાં આવ્યો છે પરંતુ, તેની અસર અત્યાર સુધી મર્યાદિત રહી છે. દેશમાં ખાદ્યાન્નના જથ્થામાં વધારો કરવામાં આવી રહ્યો છે પરંતુ, તેના પ્રમાણમાં ભૂખમરા અને કુપોષણની સ્થિતિમાં ઘટાડો જોવા મળ્યો નથી. આની પાછળનું એક મુખ્ય કારણ એ હતું કે, અત્યાર સુધી અસરકારક ડિલિવરી વ્યવસ્થાતંત્રનો અભાવ હતો. આ પરિસ્થિતિમાં પરિવર્તન લાવવા માટે 2014 પછી નવેસરથી કામગીરી હાથ ધરવામાં આવી છે. ટેકનોલોજીનો ઉપયોગ કરીને કરોડો નકલી લાભાર્થીઓને વ્યવસ્થાતંત્રમાંથી બહાર કાઢી દેવામાં આવ્યા છે અને રાશન કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક કરવામાં આવ્યા છે. આના કારણે સદીની સૌથી મોટી કુદરતી આપદાની સ્થિતિ હોવા છતાં પણ, જ્યારે આજીવિકાઓ પર સંકટ તોળાઇ રહ્યું હતું અને લૉકડાઉનના કારણે વ્યવસાયો કપરાં સમયમાંથી પસાર થઇ રહ્યાં હતા તેવા સમયે પણ દેશમાં એકપણ નાગરિકને ભુખ્યા રહેવાનો વારો આવ્યો નથી. આખી દુનિયાએ પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજનાને આવકારી છે. આમ આ યોજના પરોક્ષ રીતે પોષણ માં સહાયક બની રહી છે.પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, મહામારીના સમય દરમિયાન રૂપિયા 2 લાખ કરોડ કરતાં વધારે ખર્ચ સાથે 80 કરોડ કરતાં વધારે લોકોને વિનામૂલ્યે રાશન પૂરું પાડવામાં આવ્યું છે.
કેન્દ્રીય નાણાં પ્રધાન નિર્મલા સીતારમણે વાર્ષિક બજેટ 2023-24ની તેમની વાતમાં ખાસ કરીને કૃષિ અને ખેડૂતો માટે ઘણી યોજનાઓનો ઉલ્લેખ કર્યો હતો. જેમાં એક યોજના ‘શ્રી અન્ના’ યોજના હતી. દરેકનું ધ્યાન ખાસ કરીને આ યોજના તરફ દોરવામાં આવ્યું હતું. દેશમાં મોટા અનાજના ઉત્પાદનને પ્રોત્સાહન આપવા માટે શ્રી અન્ન યોજના શરૂ કરવાનું કહેવામાં આવ્યું હતું. તેમણે મિલેટ્સ એટલે કે બરછટ અનાજ માટે શ્રી અન્ના શબ્દનો ઉપયોગ કર્યો હતો. એટલે કે આ યોજના હેઠળ સરકાર દ્વારા મોટા અનાજનું ઉત્પાદન વધારવાના પ્રયાસો કરવામાં આવશે. આ માટે ઈન્ડિયન મિલેટ્સ ઈન્સ્ટિટ્યૂટની પણ રચના કરવામાં આવશે. શ્રી અન્ન યોજના હેઠળ ખેડૂતોને જાડું અનાજ ઉત્પાદન માટે પ્રોત્સાહિત કરવામાં આવશે.
પોષક મૂલ્યો થી ભરપુર એવી બરછટ અનાજ એટલે કે બાજરીને શ્રી અન્ન (‘Shri Anna’ Yojana) કહેવામાં આવે છે. આવા અનાજ વિટામિન્સ, મિનરલ્સ, ફાઈબર અને અન્ય પોષક તત્વોથી ભરપૂર હોય છે. જુવાર, રાગી, બાજરી, કુટ્ટુ, રામદાણા, કંગની, કુટકી, કોડો, છિના અને સમા જેવા ઘણાં અનાજ ભારતમાં ઉત્પન્ન થાય છે. આ બધા બરછટ (મોટા અને જાડા)અનાજ સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. ભારત સરકારે શ્રી અન્નનું વૈશ્વિક હબ બનાવવાની તૈયારી કરી રહી છે. ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મિલેટ્સ રિસર્ચ, હૈદરાબાદ આંતરરાષ્ટ્રીય સ્તરે બાજરી અને તેની વધુ સારી ઉત્પાદન પદ્ધતિઓ સંબંધિત સંશોધન તકનીક પ્રદાન કરે છે. તેથી આ સંસ્થાએ આ ક્ષેત્રમાં ઘણું મોટું યોગદાન આપ્યું છે.

પોષણ પખવાડિયા અંતર્ગત સમગ્ર રાજ્યમાં કુપોષણ અટકાવવા અને તંદુરસ્ત સમાજ બનાવવા હેતુ જાગૃતિ કેળવવા વિવિધ પ્રવૃતિઓ યોજવામાં આવી.ICDS શાખા દ્વારા આંગણવાડી કાર્યકરોની મદદથી સરકાર દ્વારા અપાયેલ પોષણ ના આ પાંચ સૂત્રો નું મહત્વ સમજાવી જાગૃતિ કેળવવા અપીલ કરવામાં આવી:બાળકના પ્રથમ એક હજાર દિવસ,એનિમિયા,ઝાડા નિયંત્રણ,હેન્ડવોશ અને સ્વચ્છતા,પૌષ્ટિક આહાર નો પ્રચાર પ્રસાર કરવામાં આવ્યો. મિલેટ્સ વાનગી સ્પર્ધાઓ,પોષક વાનગી સ્પર્ધાઓ,યોગા સ્પર્ધાઓ,પોષણ રંગોળીઓ દ્વારા પોષણ માસની અનેરી ઉજવણી કરવામાં આવી.સગર્ભા ધાત્રી માતાઓને સ્તનપાન નું મહત્વ સમજવું જરૂરી છે.બાળક ૬ માસ પૂરા કરે પછી જરૂરી ઉપરી આહાર આપવો જોઈએ.કિશોરીઓને માસિક ધર્મ પ્રત્યે જાગૃતતા માટે અને તે દરમિયાન સ્વચ્છતાનું મહત્વ સમજવું જરૂરી છે.
આમ, કિશોરી,સગર્ભા માતા પર ક્રમશઃ ધ્યાન આપી નવજાત શિશુ ને કુપોષણથી બચાવી સ્વસ્થ બાળ દ્વારા સ્વસ્થ સમાજ નિર્માણ કરીએ.