The Author Asha Bhatt Follow Current Read બે લઘુકથાઓ By Asha Bhatt Gujarati Short Stories Share Facebook Twitter Whatsapp Featured Books હોલિવુડની માસ્ટરપીસ ફિલ્મો જ્યારે ઉત્તમ ફિલ્મની ખાસ કરીને હોલિવુડની ફિલ્મની ચર્ચા થાય ત... નિતુ - પ્રકરણ 70 નિતુ માટે જન્મેલ નવીનનું નાનકડું આકર્ષણ દિવસેને દિવસે પ્રબળ... દાદા ભિષ્મ પૌરાણિક દ્રષ્ટાંત કથા – પિતામહ ભીષ્મની... અધુરો પ્રેમ જિગ્નાસુ ખુબ જ સરળ અને શાંત છોકરી.... પરીવાર મા વડિલ અને નાન... વહુના આંસુ સવીતા રસોડામાં રસોઈ કરતી હોય છે, ત્યાં જ છાંયા બહેન જોરથી ચ... Categories Short Stories Spiritual Stories Fiction Stories Motivational Stories Classic Stories Children Stories Comedy stories Magazine Poems Travel stories Women Focused Drama Love Stories Detective stories Moral Stories Adventure Stories Human Science Philosophy Health Biography Cooking Recipe Letter Horror Stories Film Reviews Mythological Stories Book Reviews Thriller Science-Fiction Business Sports Animals Astrology Science Anything Crime Stories Share બે લઘુકથાઓ (8) 1.1k 2.7k 1. સાંજ ટાણેઘણીએ ના પાડી ઘરનાઓએ, "આમ *સાંજ ટાણે* આવવા ન નિકળ." " નહી આવે તો ચાલશે " પણ મનમાં બહાદુરીનું ભૂત સવાર હતું તે એક્ટિવા લઈને હું નિકળી ગઈ. ગામડે મામાના ઘરે ઓળો રોટલાનું પરિવારનું જમણ રાખેલ. હું છ વાગ્યે જોબ પરથી છુટી ગઈ. શિયાળાનાં દિવસો હતાં. સૂરજદેવને પણ શિયાળાનો ડર હોય તેમ જલ્દી જ આથમી રાદલમાનાં ઓરડા ભણી પ્રયાણ કરી ગયા. શહેરને વટાવ્યા પછી લગભગ એકાદ કલાકનો રસ્તો કાપવાનો હતો. સાડા સાત આઠ વાગ્યે તો પહોંચી જઈશ, વિચારતી મારી એકટીવા ધીરે ધીરે શહેરના ટ્રાફિકને પાર કરતી હતી... મામાના ઘરે સૌ ચિંતામાં હતાં... " દશ થયાં... તન્વી હજુ આવી નહીં..! શું થયું હશે..? " મમ્મીને બધાએ ઉધડી લીધી " તને ખબર ના પડે?? જુવાન દીકરીને *સાંજ ટાણે* વગડાની વાટે એકલી ન આવવા દેવાય, એવું હતું આજ રજા મુકાવી દેવાય..! " અધ્ધર શ્વાસે બધાં મારી રાહ જોઈ રહયાં હતાં. થોડી થોડીવારે મને મોબાઈલ પર કોલ કરવાનો પ્રયાસ કરી રહ્યાં હતાં. પણ ક્યાંથી લાગે. મોબાઈલ જ બંધ પડી ગયો હતો. દશને પાંચે મારી એકટીવા મામાના ફળીએ આવીને ઉભી રહી... સાથે જ સૌ મારી પર તુટી પડ્યાં... બધાંની વઢ ખાઈને ધરાઈ ગયાં પછી મેં બોલવું શરું કર્યું... " પહેલાં કારણ તો જાણો..." " શહેર વટાવી મારી એકટીવા સુમસામ રસ્તા પર દોડી રહી હતી. આ રીતે પહેલી વાર હું એકલી જ નિકળી હતી. થોડો રોમાંચ અને થોડો ડર લાગી રહ્યો હતો. અંધારું હવે પુરેપુરું ધરતી પર ઉતરી આવ્યું હતું. એક જગ્યાએ ઝાડીમાં થોડો સળવળાટ થયો. કોઈ દેખાયું નહીં મારા શરીર પર એક લખલખું પસાર થઈ ગયું. એમાં સામે ખાડો હતો. મારું ધ્યાન રહયું નહી. ગાડી જોરથી ખાડા પર ઉલળી. મે મહામહેનતે ગાડી પર કાબુ લઈ લીધો, પરતું મારું પર્સ વેગથી ફંગોળાઈ ગયું હતું અને તેમાં રહેલો મોબાઈલ બંધ થઈ ગયો. હિંમત કરી પેલાં સળવળાટ બાજુ નજર કરી તો એક નિલગાયને રસ્તો ઓળંગવો હતો. તેને મારો ડર લાગી રહ્યો હતો. મને ઉભેલી જોઈ તે ઝડપથી સડક પાર કરી ગયું. મેં ફરી એકટીવા સ્ટાર્ટ કરી. પણ ગાડી શરું થઈ નહી. આટલી ઠંડીમાં પણ મને પરસેવો વળી ગયો. મેં ઝડપથી ગાડીને ઢસડીને લઈ જવા પ્રયત્ન કર્યો. પણ થાકી જતી હતી. સડક પર કોઈ વાહન પસાર થાય તો કંઈ મદદ મળે. પરંતું રસ્તો એમ જ સુમસામ હતો. થોડે દૂર જોયું તો એક ખેતરનાં સેઢે ઝુંપડાહમાં દિવો બળતો નજરે પડ્યો. મનમાં થોડો હાશકારો થયો. હું જેમતેમ કરી ત્યાં પહોંચી. ઝુંપડીમાં એક કાકા ખેતરનું રખેવાળું કરી રહ્યા હતા. મને જોઈ તે બહાર આવ્યા. મેં તેને બધી જ બિના જણાવી. કાકા ભલા આદમી હતા. મને પાણી આપ્યું. બેસવા ખાટલો આપ્યો. કાકા પાસે મોબાઈલ હતો, પણ નેટવર્ક આવી રહ્યું ન હતું. તેણે પોતાની પાસે જે કંઈ ઓજારો હતાં તે થકી એકટીવાનાં ઓપરેશનનું કાર્ય શરું કર્યું. ઘણી જ વાર અને અથાગ મહેનત પછી એકટીવા શરું થઈ. તેણે મને કહ્યું 'દીકરી રાત અહી રોકાઈ જા ' પણ તમે બધાં જ ચિંતા કરતાં હશો એટલે મેં ફરી એકટીવાને ગતી આપી. " મારી વાત સાંભળી સૌને હૈયે ટાઢક થઈ. " હાશ અન્ય કોઈ અણબનાવ થયો નથી." આખરે બાકી રહેલ અમે સૌ ઓળો રોટલાની ઝયાફત શરું કરી.2. આળસુ ચૈત્રને ડારો આપવા સૂરજ આભમાંથી આગનગોળા ફેકી રહ્યો હતો. ચૈતર તો નહી પણ એ અગનગોળાથી હું જરૂર ડરી ગઈ હતી, તે કોઈ ધાડપાડુની જેમ દુપટ્ટાથી બુકાની બાંધી લીધી હતી. આંખો પર ગોગલ્સ ચડાવી અને હાથને મોજાથી ઢાંકી સૂરજદાદાના અગનગોળાથી બચવા પ્રયત્ન કરી રહી હતી. બપોરના બારના સુમારે સડક સુમસામ બની ગઈ હતી ને મારી એકટીવાએ શહેરને પાછળ મુકી દીધું હતું. મૃગજળને આંબવા મથતી હોય તેમ મારી એકટીવા સડસડાટ સડક પર દોડી રહી હતી. છતાં તાપ સહન ન થતાં એક ઘટાદાર વૃક્ષ નીચે મેં ગાડી ઉભી રાખી દીધી. સડક પર વહેતી લૂ વૃક્ષના લીલાછમ પર્ણોમાંથી પસાર થઈ મને સ્પર્શી કે એવું લાગ્યું વૃક્ષ મને વીજણો કરી રહયું છે. મને પેલું લોકગીત યાદ આવી ગયું... " વાગડની વાટે મુને તલકડી લાગે, સાયબા આંબા રોપાવ મારે ..." વૃક્ષને અડીને એક કેડી પડતી હતી, જે કોઈ નાના ગામ તરફ કદાચ જતી હશે ?. કેડીને નજીક જ એક ઘરખોરડું મને નજરે પડયું. કાંટાની વાડથી આંગણને સુરક્ષીત કર્યું હતું ને વચોવચ નળિયા વાળું ખોરડું હતું. હું એ ખોરડાને નિરખી રહી હતી, ત્યાં જ એક રિક્ષા એ ખોરડા પાસે આવીને ઊભી રહી. રિક્ષામાંથી એક પાંત્રીસેક વર્ષનો યુવક નીચે ઉતર્યો. પાછળ તેની પત્ની પણ ઉતરી. કદાચ હટાણું કરવા ગયાં હશે ? બે વજનદાર થેલા પત્નિએ ઉતાર્યા. પતિ થેલાં પાસે ઉભો રહ્યો. થેલાં પછી ગેસ સિલિન્ડર પણ પત્ની રિક્ષામાંથી ઉતારવા મથી. ઘરમાં કદાચ એક ગેસ સિલિન્ડર હશે અને ખાલી થઈ જતાં કોઈ સંબંધી પાસેથી લાવ્યાં હોય તેવું લાગ્યું. પ્રયત્ન સફળ ન થતાં તેણે રિક્ષાચાલકને સિલિન્ડર ઉતારવા મદદ માંગી. રિક્ષાચાલકે પતિ સામે એક ધારદાર નજર ફેકી, ગેસ સિલિન્ડર ઉતારવા મદદ કરી ને ભાડું લઈ રીક્ષા હંકારી મુકી. મને પણ પતિ તરફ જરા સુગ ચડી. પત્ની ગેસ સિલિન્ડરને દેડવીને ઘર સુધી મહાપ્રયત્ને લઈ ગઈ. 'પતિ ભારેભરખમ થેલાં ઉપાડી હમણાં ઘરમાં લઈ જશે! ' મેં વિચાર્યું. પરંતુ એવું કંઈ થયું નહી. પત્નીએ જ થેલાંને ઘરમાં લઈ જવાની મહેનત કરવી પડી. હવે મને પતિ તરફ સુગ સાથે થોડા તિરસ્કારનો પણ જન્મ્યો ! ' કેવા કેવા માણસો હોય છે. પતિ આળસુ લાગે છે ? આવા આળસુ પતિઓ, પત્નીને માત્ર કામવાળી જ સમજે છે !! અર્ધાગી છે, કમસે કમ અડધુ કામ તો પતિપણું એકબાજુ મુકીને કરવું જોઈએ ને? ' મને મોડું થતું હતું. મારી એકટીવા મેં ફરી હંકારી મુકી... મુખ્ય દરવાજો સડક પર પડતો હતો... ગાડી હંકારતા મેં તિરસ્કારભરી એક નજર એ ઘર તરફ નાખી... બારણાની નજીક પતિ-પત્ની પંખાની હવા માણી રહયા હતાં અને બાજુમાં પડેલાં Artificial hand પણ... સડક પર રહેલા એક ખાડાથી મેં મહાપ્રત્ને મારી ગાડીને તારવી. Download Our App