One unique biodata - 2 - 36 in Gujarati Motivational Stories by Priyanka Patel books and stories PDF | એક અનોખો બાયોડેટા - (સીઝન-૨) ભાગ-૩૬

Featured Books
  • My Wife is Student ? - 25

    वो दोनो जैसे ही अंडर जाते हैं.. वैसे ही हैरान हो जाते है ......

  • एग्जाम ड्यूटी - 3

    दूसरे दिन की परीक्षा: जिम्मेदारी और लापरवाही का द्वंद्वपरीक्...

  • आई कैन सी यू - 52

    अब तक कहानी में हम ने देखा के लूसी को बड़ी मुश्किल से बचाया...

  • All We Imagine As Light - Film Review

                           फिल्म रिव्यु  All We Imagine As Light...

  • दर्द दिलों के - 12

    तो हमने अभी तक देखा धनंजय और शेर सिंह अपने रुतबे को बचाने के...

Categories
Share

એક અનોખો બાયોડેટા - (સીઝન-૨) ભાગ-૩૬

યશ અને કાવ્યા ઝગડી રહ્યા હતા.આખો રૂમ ગંદો કરી દીધો હતો.બધી જ વસ્તીઓ વેરવિખેર થઈ ગઈ હતી.બેડની ચાદર પણ ખેંચીને નીચે નાખી દીધી હતી.લુડોનું બોર્ડ અને એની કુકડીઓ પણ ક્યાંય રફુચક્કર કરી દીધી હતી.ક્રિશ ફોનમાંથી બુમો મારી રહ્યો હતો અને હેલી પણ એ બંનેને રોકવાનો પ્રયત્ન કરી રહી હતી. એટલામાં કાવ્યાના રૂમનો દરવાજો ખુલ્યો.હેલીએ દરવાજા તરફ જોયું.હેલીએ યશ અને કાવ્યાને ઈશારો કર્યો પણ એ બંને તો ઝગડવામાં જ બીઝી હતા.અચાનક કાવ્યા શાંત થઈ ગઈ અને મીરરમાં જોઈને પૂતળાની જેમ ઉભી રહી ગઈ.દેવ કાવ્યાના રૂમમાં આવ્યો હતો.

દેવે રૂમની હાલત જોઈને પૂછ્યું,"વોટ ઇસ ધીસ કાવ્યા?"

"સોરી પપ્પા"કાવ્યા રૂમની વેરવિખેર વસ્તુઓને સમેટતા કહ્યું.

યશ પણ નીચે પડેલ ઓશિકા બેડ ઉપર મુકવા લાગ્યો અને દેવ સામે ડરીને જોતા બોલ્યો,"સોરી અંકલ"

"પપ્પા આ યશે કર્યું આ બધું"કાવ્યાએ યશ તરફ ઈશારો કરતા કહ્યું.

"ના અંકલ,મેં નથી કર્યું"

એટલામાં ત્યાં નિત્યા આવતાની સાથે જ બોલી,"લેટ્સ ગો બચ્ચા પાર્ટી ફોર ડિનર"

ત્યાં હાજર બધાએ નિત્યા સામે જોયું.નિત્યા આગળ બોલવા જતી હતી પણ રૂમની હાલત જોઈને કંઈ બોલી નહીં અને પછી એક પછી એક બધાના મોઢા જોઈને પૂછ્યું,"વોટ હેપ્પન ગાયસ?"

"નથિંગ મમ્મી,અમે બસ......."કાવ્યા બોલવા જ જતી હતી ત્યાં નિત્યા બોલી,"દેવ,મેં તમને આ લોકોને બોલાવવા મોકલ્યા હતા"

"તને શું લાગે છે હું અહીંયા ગરબા રમવા આવ્યો છું"

દેવના બોલવાથી ત્યાં હાજર બધા હસવા લાગ્યા.પછી દેવ બધાની સામે જોવા લાગ્યો જેથી બધાની હસી ડરમાં ફેરવાઈ ગઈ.

"રૂમની હાલત જોઈને તો એવું જ લાગે છે.આ બધું શું કર્યું તમે?"નિત્યાએ રૂમની ખરાબ હાલતનો જવાબદાર દેવને ઠેહરાવી મજાક કરતા કહ્યું.

"હાહાહાહા,મજા ના આવી.ચલો બધા ડિનર માટે આવી જાવ"

"હા અંકલ"

"ઓકે પપ્પા"

દેવ રૂમમાંથી નીકળી ગયો એટલે યશ બોલ્યો,"હાશશશ......મારો તો જીવ હાથમાં આવી ગયો હતો"

"કેમ શું થયું?"નિત્યાએ યશને પૂછ્યું.

"થેન્ક્સ ગર્લફ્રેન્ડ,તે મને બચાવી લીધો.આ બંદરિયા તો મને આજ મરાવી જ દેત"

"કેમ?"

"એણે અંકલને એમ કહ્યું કે આ જે રૂમની હાલત દેખાઈ રહી છે એ મેં કરી"

"કાવ્યા....."નિત્યાએ કાવ્યા સામે આંખો કાઢીને જોતા કહ્યું.

"હા તો......તે જ કર્યું છે ને"

"નિત્યા આંટી મેં એકલાએ નથી કર્યું,હેલીને પૂછી લો"

નિત્યાના પૂછ્યા વગર હેલી બોલી,"આંટી બંનેએ કર્યું છે.અંકલને જોઈને મેં એમને રોકવાનો કેટલો ટ્રાય કર્યો પણ એ બંને મારુ માને તો ને

"ગર્લફ્રેન્ડ,દેવ અંકલ ગુસ્સે થઈ ગયા લાગે છે"

"અરે ના ના,એવું કંઈ નથી"

એટલામાં ફોનમાંથી ક્રિશ બોલ્યો,"હેલ્લો આંટી"

મસ્તી મસ્તીમાં ફોન ક્યાં પડ્યો હતો એ કોઈને ખબર ન હતી.બધા શોધવા લાગ્યા કે અવાજ ક્યાંથી આવતો હતો.

હેલીએ કહ્યું,"ક્રિશ,પ્લીઝ એક વાર ફરી બોલ તો.તારો અવાજ આવે તો ખબર પડે કે ફોન ક્યાં મુક્યો છે"

"મને પણ સ્ક્રીન પર કંઈ જ દેખાતું નથી"

એટલામાં નિત્યાની નજર ઓશિકાની નીચે પડેલ ફોન પર પડી.નિત્યાએ ફોન હાથમાં લીધો અને બોલી,"હેલ્લો ક્રિશ"

"હું મિસ કરીશ તમારા હાથનું ડિનર"

"ડોન્ટ વરી ક્રિશ,હું સવારે ગરમાગરમ બનાવીને તારી માટે મોકલાવીશ"

"ના ના આંટી,હું બસ મજાક કરતો હતો.હું ચોક્કસ આવીશ કોઈ વાર તમારા ઘરે"

"હા આવજે.બાય ધ વે,તારી મમ્મી હવે ઠીક છે ને?"

"હા આંટી"

"ક્યાં છે એ?.મારી એમની સાથે વાત થઈ શકશે?"

"સોરી આંટી,મમ્મી તો હાલ જોબ પર ગઈ છે"

"ઓહહ,નો પ્રૉબ્લેમ"

એટલામાં દેવ ફરી રૂમમાં આવ્યો એટલે નિત્યાએ દેવને કહ્યું,"દેવ,આને મળો.આ ક્રિશ છે,કાવ્યાનો ફ્રેન્ડ"

"હાઈ ક્રિશ"

"હેલ્લો સર"

"વ્હાય ડિડન્ટ યૂ કમ ફોર ડિનર?"

"દેવ,હિસ મધર નોટ ફિલિંગ વેલ.સો....."નિત્યાએ જવાબ આપ્યોમ

"ઓહહ,ઓકે ઓકે.ટેક કેર ઓફ યોર મધર"

"યસ,થેંક્યું સર"

નિત્યા દેવની તરફ જોઈ રહી હતી એટલે દેવે પૂછ્યું,"વ્હાય આર યૂ લૂકિંગ એટ મી લાઈક ધીસ?"

"તમને બંનેને વાત કરતા જોઈને એવું લાગે છે કે જાણે તમે વર્ષોથી એકબીજાને ઓળખો છો"

દેવે નિત્યા તરફ જોતા કહ્યું,"આઈ નો હિમ"

"ઓહહ,તમે એને ક્યારે મળ્યા?"

"પપ્પા કોલેજ આવ્યા હતા ત્યારે ક્રિશ મળ્યો હતો"કાવ્યા બોલી.

"ઓહહ,એવું છે એમ ને?"

"હા"

"ચાલો હવે તમે લોકો ડિનર કરી લો,નઈ તો ઠંડુ થઈ જશે"ક્રિશે કહ્યું.

"હા બેટા,બાય"

"બાય આંટી"

"તમે લોકો જલ્દી આવી જાવ,ડિનર માટે"

"હા આંટી"હેલી અને યશ બંને સાથે બોલ્યા.

નિત્યા અને દેવ બહાર ગયા.

કાવ્યાએ કહ્યું,"ગાયસ,તમે લોકો જાવ.હું આ બધું સરખું કરીને આવું"

"હું હેલ્પ કરાવું છું"હેલીએ કહ્યું.

"અરે ના,તમે લોકો સ્ટાર્ટ કરો.હું બસ દસ મિનિટમાં જ આવી"

"સ્યોર ને?"યશે ફરીથી પૂછ્યું.

"હા બંદર,જા હવે"

"ઓકે,ચાલ હેલી"

"એક મિનિટ......"હેલી યશને રોકતા બોલી.

"શું થયું?"કાવ્યાએ પૂછ્યું.

"ક્રિશને બાય કહેવાનું રહી ગયું"

"ઓહહ હા"યશ બોલ્યો અને પછી ક્રિશ સામે વિડીયોકોલમાં જોઈને યશ અને હેલીએ ક્રિશને બાય કહ્યું પછી યશે હેલીને પૂછ્યું,"શેલ વી ગો નાવ?"

"હા,બાય કાવ્યા"હેલીએ કાવ્યા સામે આંખ મારતા કહ્યું પછી બંને બહાર ગયા.

ક્રિશ કાવ્યાની સામે જોઈ રહ્યો હતો.કાવ્યાને શરમ આવી રહી હતી.એને ખબર નહોતી પડી રહી કે હવે શું વાત કરે પણ એને રૂમ સમેટતા સમેટતા વાતની શરૂઆત કરી,"તો,હવે તું શું કરીશ?"

"કંઈ જ નહીં,ભૂખ લાગે ત્યારે જમવાનું બનાવીશ"

"ઓહહ,તને બધું જ બનાવતા આવડે છે?"

"બધું તો નહીં પણ જે પણ કુક કરું છું એ બહુ જ સારું આવડે છે"

"વાહ....કોઈકવાર અમને પણ ટેસ્ટ કરાવજે"

"સ્યોર"

"તું આવ્યો હોત તો વધારે મજા આવત"

"આજ સિચ્યુએશન જ એવી છે તો હું શું કરું"ક્રિશે સેડ થઈને કહ્યું.

"હમમ"

"આવીશ પછી કોઈકવાર"

"તો આંટી કેટલા વાગે આવશે?"

"સાડા અગિયાર પછી"

"ઓહહ,ત્યાં સુધી તું ભૂખ્યો રહીશ?"

"ભૂખ લાગે તો કંઈક નાસ્તો કરી લવ પણ ડિનર તો મોમ સાથે જ કરું છું"

"આંટી શેની જોબ કરે છે?"કાવ્યાએ પૂછ્યું.

"કાવ્યા.....પછી રૂમ સાફ કરજે,પહેલા ડિનર માટે આવી જા"બહારથી નિત્યાએ કાવ્યાને બુમ મારીને કહ્યું.

"હા નીતુ આવી"કાવ્યાએ સામે રીપ્લાય આપ્યો.

"તું તારી મોમને નીતુ કેમ કહે છે?"ક્રિશે કાવ્યાને પૂછ્યું.

"ખબર નથી.બસ પહેલેથી આમ જ બોલાવું છું"કાવ્યાએ ટૂંકો જવાબ આપતા કહ્યું.

"બરાબર,જા ચલ હવે તું"

"હા ચલ બાય,કાલે મળીએ કોલેજમાં"

"ઓકે બાય,ટેક કેર"

"સેમ ટુ યૂ"

કાવ્યાએ ફોન મુક્યો અને બહાર ગઈ.અજય પણ આવી ગયો હતો.કાવ્યા માનુજ,દિપાલી અને અજયને મળી.ડાઇનિંગ ટેબલ પર કાવ્યાના બેસવાની જગ્યા ન હતી તેથી કાવ્યા,યશ અને હેલી ત્રણેય પોતપોતાનું ડિનર લઈને સોફા પર બેસવા જતા રહ્યા.

"એ કાવ્યા,મને એક સ્પૂન આપને"યશ બોલ્યો.

"હા"કાવ્યા સ્પૂન લેવા માટે ઉભી થતી જ હતી ત્યાં યશ ફરી બોલ્યો,"અને એક રોટી પણ લેતી આવજે"

"ઓકે"હજી કાવ્યા થોડી આગળ ગઈ એ પહેલાં યશે ફરી એને રોકી,"કાવ્યા......."

"હજી શું બાકી રહી ગયું?"કાવ્યાએ પાછળ ફરીને જોયું.

"પાણીની બોટલ......"

"ઓકે મહાશય,બીજું કંઈ?"

"ના બસ આટલું જ"

"ઓકે,હેલી તારે કાંઈ જોઈએ છે?"કાવ્યાએ હેલીને પૂછ્યું.

"નો નો,થેંક્યું.હું ઉભી થઈને લઈ લઈશ"હેલીએ યશ સામે જોતા કહ્યું.

"ઓકે"

"તું કેમ એને આટલું હેરાન કરે છે?"હેલીએ યશને પૂછ્યું.

"મજા આવે છે મને.અને એ ચિડાઈને ગુસ્સે થાય એટલે તો બહુ જ મજા આવે છે"

"ધેટ્સ રોંગ યાર,જો તે કહ્યું ને તરત જ કેવી લેવા ગઈ"

"હા એ તો છે"

"ડાહી છે"

"ફ્રેન્ડ કોની છે....યશ દવેની"યશે કોલર ઊંચા કરતા કહ્યું.

"લે આ,બીજું કંઈ જોઈએ તો કેજે"

"વાહ,આજ સૂરજ કઈ બાજુ ઉગ્યો છે.ટોન્ટ મારવાની જગ્યાએ આટલી શાંતિથી વાત કરી"

"કહ્યુંને મેં,ડાહી છે એ"

"હા,છે તો ડાહી"યશે કાવ્યાના ગાલ ખેંચતા કહ્યું.

"વાહ,આજ તારો સૂરજ પણ ઊંઘી દિશામાં જ ઉગ્યો છે.તું અને મારી તારીફ......"

"સોરી યાર,હું તને આટલું હેરાન કરું છું"

"ઇટ્સ ઓકે"કાવ્યાએ યશને હગ કરતા કહ્યું.

"પણ હું તો કરવાનો જ"

એટલે કાવ્યાએ યશને ગાલ પર જોરથી ચૂંટલો ભર્યો અને બોલી,"હું પણ કરીશ"

"બસ આમ જ પ્રેમથી રહો યાર તમે બંને"હેલી બંનેની નજર ઉતારતા બોલી.

ડાઇનિંગ ટેબલ પર બેસેલા દેવ અને માનુજ કાવ્યા અને યશની મસ્તી જોઈ રહ્યા હતા.એમને જોઈને માનુજ બોલ્યો,"યાર,છોકરાઓ કેટલા જલ્દી મોટા થઈ ગયા"

"હા"

"પણ હજી એ બંનેનું ઝગડવાનું એમનું એમ જ છે"દિપાલી બોલી.

"ઝગડે તો પણ એક-બીજા વગર તો ચાલતું નથી"નિત્યાએ કહ્યું.

"એક દમ સાચી વાત"માનુજ બોલ્યો.

કાવ્યાએ નોટિસ કર્યું કે ડાઇનિંગ ટેબલ પર એ લોકો વિશે વાત થઈ રહી હતી એટલે કાવ્યા બોલી,"આ લોકો આપણા ટોપિક પર વાત કરતા લાગે છે"

"હા,ઇવન આઈ ઓલ્સો નોટીસ"યશ બોલ્યો.

"શું વાત કરતા હશે?"હેલીએ પૂછ્યું.

"હું પૂછીને આવું"કાવ્યા બોલી.

કાવ્યા ડાઇનિંગ ટેબલ પાસે ગઈ.