Pahelo Sprah in Gujarati Short Stories by Anju Bhatt books and stories PDF | પહેલો સ્પર્શ

Featured Books
  • लल्लन जी की अद्भुत नौकरी

    गाँव के एक छोटे से कस्बे में रहते थे लल्लन जी। उनका नाम ही उ...

  • चुप्पी - भाग - 2

    क्रांति की हॉकी खेलने की चाह को महसूस करके और उसकी ज़िद को हद...

  • छिनार

    बसंत बाबू, ये ही बोलते थे लोग, 23 साल का खूबसूरत युवक, 6 फिट...

  • बन्धन प्यार का - 33

    और नरेश,हिना और मीरा स्वामी नारायण मंदिर के लिये निकल लिये थ...

  • I Hate Love - 12

    जिसे देख जानवी ,,,,एक पल के लिए डर जाती है ,,,,,क्योंकि इस व...

Categories
Share

પહેલો સ્પર્શ

          શેલજાએ બારીનો પડદો હટાવી બહાર જોયું. ચંદ્રમા બેનમૂન લાગી રહ્યો હતો. ..તેનું સૌંદર્ય જાણે નવોઢાનું રૂપ ધરી ખીલી ઉઠ્યું ન હોય ! ધરતી પર રેલાતી ચાંદની અને વાતાવરણમાં ફેલાયેલી રાતરાણીની મહેક,તેની રોમાંચકતામાં ઓર વધારો કરતી હતી. ઘણા સમયથી તેને જેનો ઇંતજાર હતો ..બલ્કે જેની કલ્પના પણ નહતી તે ક્ષણ તેના જીવનમાં આવીને ઊભી હતી. તે પોતાને દુલહનના પરિધાન માં જોઈ જાણે પોતાના જ પ્રેમમાં પડી ગઈ હતી.તેનો દુલહો રણવીર હજુ આવ્યો નહતો. ઇંતજાર હવે તેને આકળાવી રહ્યો હતો. તેને ઇંતજાર કરવો પસંદ નહતો. ..નહી ..તેણે મન મનાવ્યુ. આ તેની ઓફીસ નથી. .. અહી તે બોસ નથી ..એ કોર્પોરેટ કલ્ચર નથી ..એ મિટિંગો ..એ બીજનેશ એ ડીલ ..પળ પળ નો  હિસાબ તેણે  મનોમન કહ્યું

" રીલેક્ષ ..શેલજા રીલેક્ષ "

લોકો ઉપર હુકમ ચલાવતી પોતે આજે પાણી પાણી કેમ થઈ રહી છે? હા ..આજે તેની સોહાગરાત હતી. રિસપ્સનનો થાક પિયુ મિલનની તરસમાં ક્યાય  ગાયબ થઈ હયો હતો.તેને થયું ક્યારે રણવીર આવે અને તેને પ્રેમથી ભીજવી નાખે. રૂમનો દરવાજો ખુલવાનો ધીમેથી અવાજ આવ્યો. ..તેની આંખો મિચાઈ ..હ્રદય જોરથી ધબકવા લાગ્યું. પળભર થયું દોડીને રણવીરની બાહોમાં સમાઈ જાય .. સ્ત્રી સહજ લજ્જાએ તેને રોકી.તે એમજ બારી  પાસે ઊભી રહી. ધીમા પગરવે કોઈ નજીક આવી રહ્યું હતું. જે ક્ષણની જ્ંખના હતી તે નજીક આવી ગઈ.તેને થયું હમણાં રણવીર તેને બાહોમાં ભરી લેશે. તેનો પહેલો સ્પર્શ કેવો હશે ? તેના મહેંદી મૂકેલા હાથને તેણે પકડ્યો .. તેણે તે સ્પર્શ માત્રથી આંખો ખોલી ને જોયું .

                   

                                એક નાનકડો પાંચ વર્ષનો બાળક તેની સામે જોઈ સ્મિત કરી રહ્યો હતો. શેલજાનો હાથ હજુ તે બાળકે પકડેલો હતો. તે બાળકના સ્પર્શ માત્રથી તેના જિગરમાં જે કંપન થયું ..કોઈ અજીબસી લાગણી ઉમટી આવી.કેટલો સુંદર ભોળો ચહેરો. લાલ ક્રીમ શેરવાનીમાં સજ્જ ,ભાલે લાલ તિલક ..જાણે કોઈ રાજ કુમાર તેણે નીચે નમીને પૂછ્યું 

" મહાશય આપ કોણ છો ?"   

" હું શોર્ય ..અને .." તેણે બેડ તરફ આંગળી કરી કહ્યું " સેના ત્યાં છે " 

" સેના કોણ સેના ?"

" દીદી ..સેના દીદી બહાર આવ "

નાની શોર્ય જેટલી તેની બહેન ડરતા ડરતા બહાર આવી. તેણે ચોલી પહેરી હતી. 

" અછા તો આપ સેના છો ! તમે અહી ક્યાથી આવ્યા ?" 

" તમે આરામ કરો ,ચાલ ભૈયા નીચે જઈએ "

" ઊભા રહો તમારા અંકલ ના આવે ત્યાં સુંધી મારી સાથે રહો "

" અંકલ !" બને એક સાથે બોલ્યા. 

" હા રણવીર " તેણે શોર્યને તેડી લીધો. તેને સીને લગાવ્યો .જાણે તેનું માતૃત્વ જાગી ઉઠ્યું હતું .તેણે શોર્યને પપ્પીઓથી નવરાવી દીધો. પછી સેનાને .. તે બનેને લઈને બેડ પાસે આવી . 

" શોર્ય ...સેના તમારે પરીઓની કહાની સાંભળવી છે " 

" બને ખુશીથી બોલી પડ્યા "હા " 

બનેને આજુબાજુ બેસાડી તે કહાની કહેવા લાગી. બને ક્યારે નિદરમાં સરી પડ્યા. રાત ઘણી વીતી ચૂકી હતી. શેલજા તેમની પાસે સૂઈ ગઈ હતી. 

                         વહેલી સવારે બાજુમાં આરતીના અવાજે તેની આંખો ખુલી . તે હાફળી હાંફળી ઊભી થઈ. રણવીર હજુ સુંધી આવ્યો નહતો. તેણે મન માનવ્યું કદાચ મોડેથી આવ્યો હશે અમને સૂઈ ગયેલા જોઈ પાછો ગયો હશે. તેને શોધતી તે બહાર આવી. સ્ટડી રૂમમાં જોયું તે નીચે આવી. દાદાજી આમથી તેમ આંટા મારી રહ્યા હતા. શેલજાને જોઈ તેમની ચિંતા વધી ગઈ . 

" દાદાજી શું થયું છે ?" 

" વહુ બેટા માફ કરજે " તેમણે ચશ્માં ઠીક કરતાં કહ્યું . 

" માફ કરજે!! દાદાજી શું વાત કરો છો ?"  તેને રણવીરની ચિંતા થઈ આવી. 

" દાદાજી રણવીર ક્યાં છે ?" ચિંતામાં તે કોઈ બે બાળકો તેના રૂમમાં છે તે વાત કહેવાની ભૂલી ગઈ. તેને થયું મેરેજમાં આવેલા કોઈ મહેમાનના હશે. પછી વાત ...ત્યાં રણવીરની કાર કંપાઉન્ડ માં પ્ર્વેસી. તેને જોઈને દાદાજી જાણે દોડ્યા . 

" શું થયું બેટા ! કોઈ પત્તો લાગ્યો ?" 

" નહી દાદાજી બધે જોઈ આવ્યો. મેરેજ હૉલ પર ઉતારાની બધી હોટલમાં ..ક્યાય નથી . બધા ગેસ્ટને પૂછી જોયું કોઇની સાથે નથી ગયા. તેની નજર શેલજા ઉપર પડી હજુ તે દુલ્હનના પરિવેશ માં હતી   " શેલું આઈ એમ સોરી ..વેરી સોરી "

" દાદાજી ,રણવીર વાત શું છે? તે મને કહેશો જરા! "

" વાત કૈઈ નથી. ચાલ અંદર  ઘરમાં હું તને સમજાવું છુ "

" નહી મને અહીજ કહે શું પ્રોબ્લમ છે "

દાદાજી ઈશારો કર્યો .તે માયુશ થઈને રૂમમાં આવી સોફા પર બેસી ગયો. દાદાજીએ તેના માથામાં હાથ ફેરવ્યો. 

 " બેટા આ રણવીર મારો પોત્ર અને તમે એકબીજાને પસંદ કર્યા.એ અમારા અને તમારા પિતા માટે ખૂબ ખુશીની વાત હતી.તમારા પિતાજીને તમારી બહુ ચિંતા હતી. તમારી ઉમર વહી રહી હતી અને તમે કોઈને હા નહતા કહેતા. તમારા માટે તમારા પિતા અને તેમની કંપની સર્વશ્વ હતી. એવામાં રણવીર તમારી કંપનીમાં જોડાયો. તમે બને ધીરે ધીરે મિત્રો બન્યા .નજીક આવ્યા . એકબીજાને પસંદ કરવા લાગ્યા " 

" દાદાજી આ બધુ .."

" વહુ બેટા તમે જાણો છો ....હવે સાંભળો જે તમે નથી જાણતા ..તમારા પિતાજી ખૂબ ખુશ હતા આખરે તેમની દીકરી મેરેજ કરવા માટે રેડી થઈ હતી . તેઓ મને મળવા આવ્યા 

" વડીલશ્રી મારી દીકરીના લગ્ન થાય તે સ્વપ્ન હું તેના જન્મથી જોતો આવ્યો છુ. આજે તેને રણવીર સાથે લગ્ન કરવાનો નિર્ણય કર્યો છે તો હું ખુશ છુ .વડીલ અત્યારે શેલજાને કશું કહેતા નહી .મારી તબિયત સારી નથી રહેતી હું તેના લગ્ન જોવા માંગુ છુ ."

" આ ઠીક નથી ..હું શેલજાને સાચું કહીશ .આ વિશ્વાસઘાત છે. જુઠની નિવ પર તેમનો સંસાર કેટલો ટકશે ? રણવીર કહેતો હતો શેલજાને જુઠથી ખૂબ નફરત છે . શું તમે તમારી દીકરીને નથી જાણતા ?" 

તેમણે બે હાથ જોડી કહ્યું  " આ એક લાચાર બાપની વિનતી છે . મારી દીકરી અત્યાર સુંધી કેટલાય યુવાનો રીજેક્ટ કરી ચુકી છે. એટલા માટે નહી કે તે સારા નહતા કે તેને લાયક નહતા. તેને તેના આ બાપની ચિતા છે . મારા પરસેવો પાડી ઊભા કરેલા આ બીજનેશની ચિતા છે. રણવીર તેની સાથે કામ કરશે અને મારી દીકરી મારી નજર સામે રહેશે . જો રણવીર ની સચાઈ જાણી તે લગ્ન કરવાની ના પાડી દેશે ..તો ફરી ક્યારેય લગ્ન નહી કરે . હું મારી દીકરીને જાણું છુ .રણવીર મારો જમાઈ બનવાને અને મારી શેલજાને બીજનેશમાં સાથે કામ કરવાને સંપૂર્ણ લાયક છે .સમય આવે હું તેને સચાઈ જણાવીશ."

દાદાજી વાક્ય પૂરું કરે તે પહેલાં શોર્ય અને સેના દોડી આવ્યા " દાદાજી " તેમને જોઈને શેલજાએ સેના શોર્યને બાહોમાં ભર્યા. તેમના આલીગનમાં શેલજાને પરમ સુખ મળ્યું. તેનું માતૃત્વ જાગી ઉઠ્યું . રણવીર અને દાદાજી આશ્ચર્ય થી તેમને જોઈ રહ્યા. 

" અરે બદમાશો તમે અહી હતા .ક્યારે કોની સાથે ઘરે આવ્યા હતા ?"

" દાદાજી અમે તમારી કારની પાછલી સિટમાં સંતાઈ ને ઘરે આવ્યા હતા. તમે અમને ફોઇબા સાથે પાછા મોકલી દેવા માંગતા હતા ને અમારે પપ્પા પાસે તમારી સાથે રહેવું છે "

" ઓહ ગોડ તમારે મને કહેવું જોઈએ ને કે ડેડ અમે ઘરે છીએ હું તમને આખી રાત આખા શહેરમાં શોધતો રહ્યો . "

શેલજા નવાઈ પામી તેની સામે જોઈ રહી.  " રણ ...વીર "

" વહુ બેટા આ સચાઈ છે. શોર્ય અને શેલજા રણવીર ના જોડીયા બાળકો છે . જેમને જ્ન્મ આપીને તેમની માં ભગવાન ને ... " તેમની આંખમાં આશુ આવ્યા . શોર્યે શેલજાનો હાથ પકડ્યો 

" હું તમને મમ્મી કહી શકું ?"

" હં ..હા ..કેમ નહી .હું તમારી મંમી છું " તેણે શોર્ય સેના ને સીને લગાવ્યા. તે બનેને રૂમમાં લઈ ગઈ  " ચાલો આપણે ફ્રેશ થઈ ને આવીએ "

રણવીર અને દાદાજી બાળકો ખુશ થઈ ગયા. શોર્યના પહેલાં સ્પર્શે શેલજાનું જીવન બદલાઈ ગયું . જાણે એક નવી શેલજાનો જ્ન્મ ન થયો હોય !

 

                                                                                                                                                      - અંજુ ભટ્ટ " નેહ " 

                                                                                             સમાપ્ત