Lesser known facts about Ketan Parekh in Gujarati Business by Swapnil Desai books and stories PDF | કેતન પારેખ વિશે ઓછી જાણીતી સત્ય હકીકતો

Featured Books
  • तेरा...होने लगा हूं - 12

    "अरे अरे  स्वीटहार्ट अभी से लड़खड़ाने लगी अभी तो जिंदगी भर ठ...

  • इंटरनेट वाला लव - 99

    हा वैसे आवाज तो पहचान में नही आ रही है. अगर आप को कोई दिक्कत...

  • इश्क दा मारा - 48

    तब यूवी बोलता है, "तू न ज्यादा मत सोच समझा "।तब बंटी बोलता ह...

  • चुप्पी - भाग - 5

    अरुण से क्या कहेंगे यह प्रश्न रमिया को भी डरा रहा था। लेकिन...

  • I Hate Love - 15

    इधर अंश गुस्से से उस ड्रेसिंग टेबल पर राखे सभी समानों को जमी...

Categories
Share

કેતન પારેખ વિશે ઓછી જાણીતી સત્ય હકીકતો

જે લોકોને શેર બજારમાં રસ છે અથવા બજાર સાથે જોડાયેલા છે એ લોકોએ તેની જિંદગીમાં એકવાર તો કેતન પારેખના કૌભાંડ વિશે જરૂર સાંભળ્યું હશે. એવું તે આ કૌભાંડમાં શું છે કે મુંબઈ સ્ટોક એક્સચેન્જ ને પણ હચમચાવી દીધું અને દુનિયાભરના પ્રમુખ સમાચારોમાં અચાનક ભારતીય શેરબજારને મુખ્ય સ્થાન મળી ગયું. કેતન પારેખે એકલા હાથે શેર બજાર ચલાવીને તેના રોકાણ કરેલા શેરો માંથી વરસનું ૨૦૦ ટકા વળતર મેળવેલું. તે બજારમાં ભાવોની અસાધારણ વધઘટ કરી મોટા પ્રમાણમાં બજારમાંથી પૈસા રળવા લાગેલા. પણ જ્યારથી તેનું નામ "કેતન પારેખ તેમજ કે ટેન સ્ટોક કૌભાંડ "માં ખરડાયું ત્યારથી તેની કારકિર્દીનો સમય પહેલા જ અંત આવી ગયો.


પણ શું આપણે કેતન પારેખના કૌભાંડોને લગતી તમામ હકીકત જાણીએ છીએ ?ચાલો આપણે આજના આ લેખમાં દુનિયાથી અજાણ એવી સચ્ચાઈ જાણીએ.

 

કોણ છે કેતન પારેખ.

આઈ.ટી.સી બુલ તરીકે પણ જાણીતા કેતન પારેખે તેની કારકિર્દી ૧૯૮૦ ની શરૂઆતમાં તેના પ્રેરણા સ્તોત્ર સમાન પિતા તેમજ કાકા ના સહાયક તરીકે કરેલી જેઓ કેતનના દાદાની આઝાદી પહેલાંની શરૂ કરેલી નરભેરામ હરખચંદ નામથી ચાલતા કૌટુંબીક વ્યવસાય સાથે જોડાયેલા હતા. તેણે તેના વ્યવસાય સાથે ૧૯૮૫ માં ચાર્ટર્ડ એકાઉન્ટન્ટની પરીક્ષા પૂર્ણ કરી ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ ની પદવી હાસિલ કરેલી.


શું છે કેતન પારેખનું કૌભાંડ?

કેતન પારેખ પહેલા પ્રમોટરો પાસેથી સારા એવા નીચા ભાવે શેરોનો મોટો સ્ટોક લઈ લેતા.તેઓનો શેરબજાર તરફ ઘણો સકારાત્મક અભિગમ રહેતો તેને બજાર ચલાવવા ત્રણ વસ્તુની જરૂર રહેતી શેર,.  શેરબજાર અને પૈસો.


મુંબઈ સ્ટોક એક્સચેન્જ એ ૧૯૯૨ ના કૌભાંડ પછી શેરો આધારિત ગુનાઓની તપાસતો વ્યાપ વધારી દીધેલો, કેતન પારેખ કોલકત્તા સ્ટોક એક્સચેન્જ ,જ્યાં બહુ ઓછા કાયદાઓ રહેતા ત્યાં સોદા કરતા. કેતન પારેખના શેરો ચાર માપદંડો પર આધારિત હતા 

૧) કંપની વિકાસ કરતી હોવી જોઈએ

૨) આશાસ્પદ સંભાવના હોવી જોઈએ

૩) ઓછું બજાર મુળીકરણ

૪) ઓછું વોલ્યુમ ધરાવતું કામ હોય


ડોટ-કોમ બૂમ ના ઉદય પછી તેનું રોકાણ મુખ્યત્વે આઈસ ટેકનોલોજી તરીકે જાણીતા ટેકનોલોજી, કોમ્યુનિકેશન અને એન્ટરટેઇનમેન્ટ ઉદ્યોગ પર આધારિત રહેતો. તે પોતાની અથવા, કંપની જેવી કે ગ્લોબલ ટેલી , જી ટેલી કમ્યુનિકેશન અને હિમાચલ ફ્ચુચુરાસ્ટીકની મૂડી નો ઉપયોગ કરતા.


પર્યાપ્ત જામીનગીરી આપ્યા વિના તેમજ અમુક મૂડી બેંકો દ્વારા સંસ્થાકીય રોકાણકારો પાસેથી  ,જેવી કે ગ્લોબલ ટ્રસ્ટ બેંક, માધવપુરા મર્કન્ટાઇલ કોપરેટીવ બેંક અને મ્યુચ્યુઅલ ફંડ પાસેથી પ્રાપ્ત કરી હતી.  માધવપુરા મર્કન્ટાઈલ કોઓપરેટિવ બેન્ક માંથી તેને લોન મળે તે માટે તેના પર પ્રભાવ પાડવા તેણે અમુક બેંકોના શેર ખરીદેલા તે વખતે રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા દ્વારા ૧૫ કરોડ સુધીની ક્રેડિટ માન્ય હતી.


કેતનની કંપની માટે માધવપુરા બેંકે ૧૩૭ કરોડ માર્ચ ૨૦૦૧ માં છુટા કરેલા જેમાંના ૬૫ કરોડ ક્લાસિક શેર એન્ડ સ્ટોક બ્રોકર, ૨૦ કરોડ પેન્થર ઇન્વેસ્ટ્રેટ અને બાવન કરોડ પેંથરફિન કેપ ના હતા .


આ દરેક કંપનીઓના ખાતા બેંક ઓફ ઇન્ડિયા માં હતા જે તેમણે તેમનો પેઓર્ડર રિલીઝ કરવા આપ્યા, પણ ૨૦૦૧ માં રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દાખલ થઈ અને બેંક ઓફ ઇન્ડિયા ને પે ઓર્ડર પાછા કર્યા ,ખાતામાં પૂરતી રકમ ન હોવાને લીધે માધવપુરા બેંક ચુકવણી કરી ન શકી. રિઝર્વ બેંકને માધવપુરા બેંકે ને ૧૩૭ કરોડમાં નાદાર ઘોષિત કરી ફક્ત સાત કરોડ કેતન પારેખની ઉધારીમાંથી પાછા મળ્યા જ્યારે ૧૩૦ કરોડના કૌભાંડ માટે કેતન પારેખ પર કાયદાકીય કારવાઈ કરીને તેને સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશને જેલમાં પૂર્યો અને તે પછી કેતન પારેખનું આ કૌભાંડ આમ જનતામાં જાહેર થયું.


ટૂંકમાં કેતન પારેખ સામે હકીકતને છુપાવવી, સત્યને ગેરરીતિથી રજૂ કરવું ,ફરજી ખાતા ધરાવવા ,શેરોના ભાવની અસામાન્ય વધઘટ કરવી, રોકાણકારોના નિર્ણય સાથે ચેડાં કરવા, જનતાના નાણાનો ખોટી રીતે ઉપયોગ કરવો તેમ જ કંપનીના ડિરેક્ટરને લાંચ આપી ઇન્સાઇડર ટ્રેડિંગ માટે પ્રલોભન આપવું વગેરે ગુનાઓ માટે ગુનેગાર ઠેરવાયા. કાયદાકીય પ્રણાલી પ્રમાણે ઉચ્ચતમ ન્યાયાલય એ ૨૦૦૭ માં કેતન પારેખને ૨૬ કરોડ રૂપિયા માસિક હપ્તાઓમાં ચૂકવવાનો આદેશ આપ્યો.

કૌભાંડ વિશેની સત્ય હકીકતની અલ્પ જાણકારી


કેતન પારેખે જેલના સળિયાની પાછળ રહીને પણ ઉચ્ચતમ ન્યાયાલયના આદેશનું પાલન કરવા વર્ષો સુધી અથાક પરિશ્રમ કર્યો , તે દરમિયાન જ થોડા સોદાઓની સમીક્ષા કરવાનું હજી પણ બાકી હતું બદકિસ્મતીથી કોઈને તે સોદાની સમીક્ષા કરવામાં રસ નહોતો ને તે સત્ય હકીકત વર્ષો સુધી લોકોમાં ઓછી જાણીતી રહી, કેતન હજી પણ સુધારાત્મક ઉપાયો પર અધિકારીક રીતે કામ કરે છે.


જ્યારે કેતન પારેખને બેંકમાંથી જંગી રકમની ઉચાપત માટે અપરાધી ઠેરવ્યો તે સમયે તેની પાસે ઘણા વિકલ્પો હતા તેના માટે આ જંગી રકમ લઈને પરદેશમાં કોઈપણ જગ્યાએ ભાગીને સ્થાયી થઈ જવું ઘણું સહેલું હતું. કૌભાંડી વિજય માલ્યા કે નિરવ મોદીની જેમ તે દેશ છોડીને ભાગી ન ગયો કે જેને માટે તેની પાસે ઘણા રસ્તાઓ હતા પરદેશ જઈને તે તાણમુક્ત જીવન જીવી શકત.


પરંતુ તેણે જે રસ્તો પસંદ કર્યો તેનાથી તે મુશ્કેલ સ્થિતિમાં મુકાઈ ગયો ને તેને સજા ભોગવવી પડી અને ઘણો સમય જેલના સળિયા પાછળ વિતાવવો પડ્યો.અહીંયા એક સત્ય ભુલાઈ જાય છે કે ન્યાયપાલિકા કોઈપણ ગુના માટે ગુનેગારને સજા આપે છે તેમજ તેના દ્વારા થયેલા નુકસાનની ભરપાઈ કરવા પગલાં લેવા કહે છે ને તે પ્રમાણે કરવા છતાં પણ લોકો તો તે વ્યક્તિનું નામ કૌભાંડ સાથે જ જોડે છે નહીં કે તેના દ્વારા કરાયેલા સુધારાત્મક પગલાં સાથે.


કેતન પારેખે છેલ્લા ઘણા વર્ષોથી શેરબજારમાં ચાલતા લે વેચના વ્યાપાર તેમજ જૂની રીતરસમો પરિવર્તિત થતી જોઈ છે તેને શેરબજારની કાર્યપ્રણાલીમાં રહેલી શ્રતિઓ ના જાણકાર વ્યક્તિ તરીકે જોવો જોઈએ.


કેતન પારેખ ના સંપૂર્ણ જીવન નો સંઘર્ષ જોતા એક વાત સ્પષ્ટ છે કે કેતન પારેખ તેના કૌભાંડ માટે ૨૦ થી પણ વધારે વર્ષોથી જાણીતા છે પણ ભાગ્યે જ કોઈને તેના કૌભાંડ પછી તેણે શું કર્યું તેનાથી જાણકાર હશે.