Vasant vila- a haunted house - 5 in Gujarati Horror Stories by MITHIL GOVANI books and stories PDF | વસંત વિલા - એ હોન્ટેડ હાઉસ - 5

Featured Books
  • انکہی محبت

    ️ نورِ حیاتحصہ اول: الماس… خاموش محبت کا آئینہکالج کی پہلی ص...

  • شور

    شاعری کا سفر شاعری کے سفر میں شاعر چاند ستاروں سے آگے نکل گی...

  • Murda Khat

    صبح کے پانچ بج رہے تھے۔ سفید دیوار پر لگی گھڑی کی سوئیاں تھک...

  • پاپا کی سیٹی

    پاپا کی سیٹییہ کہانی میں نے اُس لمحے شروع کی تھی،جب ایک ورکش...

  • Khak O Khwab

    خاک و خواب"(خواب جو خاک میں ملے، اور خاک سے جنم لینے والی نئ...

Categories
Share

વસંત વિલા - એ હોન્ટેડ હાઉસ - 5

પ્રકરણ  5


વિનિતા અને સંધ્યા પર્સમાં રહેલા કેમેરા ચિપ લેપટોપ સાથે કનેક્ટ કરીને વિડિઓ જુએ છે તો જયારે સંધ્યા રૂમમાં પ્રવેશે છે. ત્યારે ત્યાં કશું હોતું નથી. પણ થોડી જ સેકન્ડો માં સંધ્યાં પોતાને કોઈ થી બચાવવા ના પ્રયત્નો કરતી હોય દેખાય છે. તે કોઈ ના હુમલા થી બચવા માંગતી હોય તેવું વિડિઓમાં દેખાય છે.પરંતુ તેના પર હુમલો કરનાર દેખાતું નથી. પછીની  થોડી જ ક્ષણોમાં સંધ્યા પંખા નીચે હવામાં લટકતી દેખાય છે. તેણે પોતાના બને હાથ વડે ગળામાં રહેલું સુરક્ષાકવચ પકડી રાલહ્યું હોય છે. અચાનકથી તે ડર ના કારણે બેહોશ થઇ જાય છે. અને  થોડી જ વારમાં  નીચે પટકાય છે. એટલી વારમાં  સૂર્યોદય થઈ ચુક્યો હોય છે. અને વિશાલ પણ આવી ચુક્યો હોય છે. અને સંધ્યા ને હોશમાં લાવે છે .બને ચર્ચા કરતા દેખાય છે, અને પછીથી સંધ્યા તેનું પર્સ  તરફ આગળ વધતી દેખાય છે. તે પછી ચીપમાં  કોઈ રેકોર્ડિંગ હોતું નથી. કારણ કે સંધ્યાએ પર્સ હાથમાં લઇ કેમેરા બંધ કરીદીધો હોય છે. સંધ્યા લેપટોપમાં કનેક્ટ કરેલી ચિપ ડિસ્કનેક્ટ કરી ચીપના બોક્સમાં પેક કરી યોગ્ય જગ્યાએ મૂકી દે છે. અને  વિશાલ નો પેન કેમેરા લેપટોપ સાથે કનેક્ટ કરે છે. કે તેમાં કશું રેકોર્ડિંગ થયું હોય તો જોઈ શકાય.પણ સંધ્યા જુએ છે કે  પેન કેમેરા માં ફક્ત  સિદ્ધિદેવી  રચના અને ભરત  સાથે થયેલી વાતચીત અને ઘટના જ રેકોર્ડ થઈ હોય છે. બીજું કશું શંકાસ્પદ જોવા મળતું નથી. એટલી વારમાં વિશાલ બાથરૂમમાં થી ફ્રેશ થઇ ને આવી પહોંચે છે  એટલે વિનિતા રિસેપ્શન  ડેસ્ક પર કોલ કરી બ્રેકફાસ્ટ ઓર્ડર કરી દે છે.વિશાલ કહે છે કે બ્રેકફાસ્ટ આવે ત્યાં સુધી આ સ્પાય પેન અને સ્પાય પર્સ ના વિડિઓઝ  જોઈ લઈએ. જવાબમાં સંધ્યા અને વિનિતા કહે છે કે પહેલા નિરાંતે બ્રેકફાસ્ટ કરી લઇ એ એ પછીં વિડિઓઝ જોઈશું. પોતે વિડિઓઝ જોઈ લીધા છે એ વાત છુપાવી. બંને ના ચહેરા  પર ડર આવી ગયો એ વિશાલ ના ધ્યાન માં  આવ્યું નહી . થોડી જ વારમાં  વેઈટરે આવીને બ્રેકફાસ્ટ  સર્વ કરી જાય છે. બ્રેકફાસ્ટ કરી ને વિશાલ પોતાની સ્પાય પેન લેપટોપ સાથે કનેક્ટ કરે છે. વિડિઓ ચાલુ થતા જ વીડિયોમાં સંધ્યા અને વિશાલ વસંતવિલા માં  દાખલ થાય છે ત્યાર થી લઇ ને રચના નો મેક અપ હટાવે છે. અને વિશાલ વિલા માં જમણી તરફ ના ભાગમાં તપાસ કરવા ગયો ત્યાં  સુધી નું રેકોર્ડિંગ થયું હોય છે. આથી વિશાલ વિનિતા ને કહે છે. જોયું વિનિતા આ વિલા માં ભુત જેવું  કશું છે જ નહિ તે જે કંઈ સાંભળ્યું છે એ માત્ર અફવા છે.માટે મહેરબાની કરી ને મને આ વિલા ખરીદવા દે.ત્યારે  વિનિતા કહે છે. આપણે હજુ એક જ કેમેરા નું રેકોર્ડિંગ જ જોયું છે. હજુ બીજું  રેકોર્ડિંગ  જોવાનું બાકી છે. તે જોઈ લઇએ  પછી  આપણે નક્કી કરીશું કે વિલા  ખરીદવો કે નહિ કારણ સંધ્યા ના કહેવા પ્રમાણે તેને ત્યાં એક નહિ પણ ત્રણ ત્રણ ભુત નો અનુભવ થયો છે.  તો આપણે પહેલા પર્સ વાળો સ્પાય કેમેરા નું રેકોર્ડિંગ ચેક કરી લઈએ પછી નક્કી કરીશું વિલા ખરીદવો કે નહિ.તો આપણે પહેલા એ રેકોર્ડિંગ ચેક કરી લઇ સંધ્યા તારી પાસે રહેલ કેમેરા ની ચિપ આપ એટલે આપણે ચેક કરી લઇ એ વસંત વિલામાં તારી સાથે શું થયું હોય છે ? તે જોયું અને અનુભવ્યું એ તારો ભ્રમ છે કે સત્ય એ સાબિત થઇ જશે.સંધ્યા પર્સ માંથી ચિપ કાઢીને આપે છે. વિશાલ તેને કેમેરા સાથે કનેક્ટ કરે છે. પણ કનેક્ટ કરવામાં એરર આવે છે. ચિપ લેપટોપ સાથે કનેક્ટ થઇ શક્તિ નથી.  વિશાલ ચિપ ને ડિસકનેક્ટ કરી ફરી કનેક્ટ કરે છે પણ ચિપ લેપટોપ સાથે કનેક્ટ થતી નથી.પણ એરર મેસેજ સ્ક્રીન પર દેખાય છે. “  device can not connect it may be locked or protected “   આ જોઈ વિશાલ  સંધ્યા ને પૂછે છે કે સંધ્યા તે આ ચિપ પાસવર્ડ પ્રોટેકટેડ છે તો તેનો પાસવર્ડ તો આપ  જવાબમાં સંધ્યા કહે છે તેણે ચિપ માં કોઈ જ પાસવર્ડ પ્રોટેકશન રાખેલું જ નથી. ખબર નહિ કેમ આ ચિપ ખુલતી નથી ? લાવો આ હું તેને મારા લેપટોપમાં કનેક્ટ કરી જોવું કદાચ તમારા લેપટોપમાં કોઈ સપોર્ટ ન કરતુ હોયએટલું કહી વિશાલ ના પાસેથી ચિપ લઇ પોતાના લેપટોપમાં કનેક્ટ કરવા લાગે છે. પણ  સંધ્યા લેપટોપ પણ એ જ એરર આવે છે. વિશાલ કહે છે કે ડોન્ટ વરી કદાચ ચિપ લોક થઇ ગઈ લાગે છે. આપણે આને લોકલ માર્કેટમાં  ટેક્નિશિયન ને બતાવી અનલૉક કરાવી લઈશું. પછી આપણ ને સંધ્યા સાથે વિલામાં શું બન્યું તે જાણવા મળી જશે. અત્યારે આખી રાત નો ઉજાગરો છે માટે હું સુઈ જવા માંગુ છું બપોર સુધી આરામ કરી ફરી માર્કેટમાં  ટેક્નિશિયન ને ચિપ બતાવી અનલૉક કરી લેશું. અને વિલા ની ખરીદી નું  શું કરવું તે નક્કી કરીશું. So” letus take rest “ વિનિતા કહે છે મારે અને સંધ્યાએ થોડા ગપ્પા મારવા છે. અમે હમણાં ઘણા ટાઈમે મળ્યા તો હું સંધ્યા ની રૂમમાં જાવ છું. એટલું કહી તે અને સંધ્યા સંધ્યા ના રૂમમા જાય છે અને વિશાલ સુઈ જાય છે. સંધ્યાના રૂમમાં પહોંચ્યા પછી વિનિતા સંધ્યા ને કહે છે અચાનક થી ચિપ કેમ લોકડ થઇ ગઈ તેને કંઈ  ખ્યાલ આવે છે ?  કલાક પહેલા તો ચીપમાં આપણે રેકોર્ડિંગ જોયેલું તેમાં તને હવામાં ઉંચકાયેલી અને કોઈ થી બચવા હવાતિયાં મારેલી જોયેલી કાંઈ સમજાતું નથી. સંધ્યા ફરીથી લેપટોપ ચાલુ કરી ચિપ કનેક્ટ કરે છે તો  તરત જ ચિપ કનેક્ટ થઇ જાય છે. તેમાં થયેલું રેકોર્ડિંગ પણ જોવા મળે છે, આથી તે રેકોર્ડિંગ ની કોપી પોતાના લેપટોપમાં બેકઅપ તરીકે સ્ટોર કરી લે છે. અને વિનિતા વિશાલ ને બોલાવવા તેના રૂમમાં દોડી જાય છે.પણ જેવી રૂમમાં પહોંચે છે તો જોવે છે કે વિશાલ ઘસઘસાટ ઊંઘતો હોય છે. તેથી  તે વિશાલ ને ઉઠાડ્યા વગર સંધ્યા ના રૂમમાં એમ વિચારી ને પાછી ફરે કે અત્યારે વિશાલ ને ડિસ્ટર્બ નથી કરવો. સંધ્યા એ લેપટોપમાં તો રેકોર્ડિંગ બેકઅપ તો લઇ જ લીધું છે. કદાચ ચિપ ઓપન ન થાય તો પણ રેકોર્ડિંગ તો જોવા મળી જ શકે છે. અને  તે સંધ્યા ના રૂમમાં પછી ફરે છે. સંધ્યા સાથે વિગતે ચર્ચા કર્યા પછી બંને સિદ્ધિદેવી ને મળવા નૂ નક્કી કરે છે. સંધ્યા કહે છે.સિદ્ધિદેવીએ કાલે તેની ભત્રીજી સહતે મળી નાટક કર્યું પણ મને તેમની આંખોમાં સચ્ચાઈ દેખાય તે માણસ ખોટા નથી. તેમને મળીશું તો તે કોઈક રસ્તો બતાવશે. તો  આપણે બને સિદ્ધિદેવી ને મળી ને આ રેકોર્ડિંગ બતાવી આગળ શું કરી શકાય તેવી સલાહ લઈએ.સંધ્યા સિદ્ધિદેવી ના રૂમમાં ઇન્ટરકોમ પર ફોન કરી તેઓ સિદ્ધિદેવી ને મળવા આવે છે તેવી જાણ રચનાને કરે છે. થોડીવારમાં જ સંધ્યા અને  વિનિતા સિદ્ધિદેવી ના રૂમ પર પહોંચે છે. સિદ્ધિદેવી નું શરીર એક રાતમાં જ બહુ નંખાઈ ગયેલું લાગતું હતું. તેઓ બોલી શકવા ની સ્થિતિમાં ન હતા. સંધ્યા વિનિતા અને સિદ્ધિદેવી ની એકબીજા સાથે ઓળખાણ કરાવે છે. વિનિતા સિદ્ધિદેવીને  વિનંતી કરતા કહે છે.આપ મહેરબાની કરીને વિશાલ ને વિલા ખરીદવા થી રોકો હું તમને અત્યારે તમારા વિલા છોડ્યા પછી વિલામાં શું બન્યું એ રેકોર્ડિંગ બતાવવા માંગુ છું. પ્લીઝ આપ  જ મને હેલ્પ કરી  શકો તેમ છો. મને માર્ગદર્શન આપો માર શું કરવું. સંધ્યા પોતાનું લેપટોપ ચાલુ કરી તેમને પોતાની સાથે વિલામાં જે થયું એ બતાવે છે. સિદ્ધિદેવી રેકોર્ડિંગ જોઈ ને  રચના સામે જોઈને કાગળ અને પેન લાવવા ઈશારો કરે છે.રચના બાજુ રહેલું લેટરપેડ અને પેન સિદ્ધિદેવી ના હાથમાં આપે છે.સિદ્ધિદેવી કાગળમાં લખી ને કાગળ વિનિતા ને આપે છે. જે આ મુજબ હોય છે.


મેં આજે સવારે જ વિશાલ ને એક પત્ર મારી ભત્રીજી રચના ના હસ્તે મોકલાવ્યો છે.એ વિલામાં એક નહિ પરંતુ સાત કે તેથી વધુ ભૂત નો વાસ છે. જેમાંથી  સંધ્યા ને ત્રણ નો તો અનુભવ થઇ ચુક્યો છે. એ  ભુતો એ જ વિશાલ ને અહીં આવવા માટે પ્રેરિત કર્યો છે.એ ભૂતો એ જ આહવાન કરી ને વિશાલ ને અહીં વિલામાં બોલાવ્યો છે, તે વિશાલ નું ભલું ઈચ્છે છે કે બૂરું એ હું જાણી શકું એ પહેલા જ એમને મને વશમાં  કરી લઈ મારી વાચા હણી લીધી છે જેથી  હું વિશાલ  ને રોકી ના શકું. હું તંત્ર વિધા જાણું છું. પણ યોગ્ય કારણ વગર ઉપયોગ કરતી નથી. મેં વિશાલ ને બચાવવા વિધા નો ઉપયોગ કર્યો પણ મારી વિદ્યા માર પાર જ ભારે પડે એવું ભૂતો એ કર્યું એ બહુ શક્તિશાળી આત્માઓ છે. તેથી તમારે ધ્યાન રાખવું પડશે.  તેઓ વિશાલ ને વિલામાં બોલાવી ને જ રહેશે વિશાલ આજે નહીં તો કાલે એ વિલામાં જશે જ. માટે તમે તેની સાથે રહેજો અને તેનું ધ્યાન રાખજો. મેં તમારા ત્રણ માટે સિદ્ધ કરેલા સુરક્ષાકવચ રચના ને આપ્યા છે તે લેતા જજો.અને ભરત ને આજે થલ કેદાર મોકલ્યો છે ત્રિવેણીસંગમ નું પવિત્ર જળ ભગવાન શિવના ચરણો માં ધરીને  પ્રસાદી સ્વરૂપે લાવવા  માટે ભગવાન શિવનું પ્રસાદ સ્વરૂપ જળ તમારી  રક્ષા કરશે. જયારે પણ એ વિલામાં જાઓ ત્યારે જળ લઇ ને જજો. જો ભૂત તમને પરેશાન કરે તો તેના પર એ પવિત્ર જળ નો છંટકાવ કરી તમારી જાત ની રક્ષા કરજો. સાંજ સુધીમાં જળ આવી જશે. એટલે જળ અને સુરક્ષાકવચ લઇ જજો પછી જ વિલામાં પ્રવેશ કરજો’. જરૂર પડ્યે તમે માર ગુરુદેવ નો સંપર્ક કરજો  તે જ તમને એ આફત માંથી  ઉગારી શકશે. એ ભૂતો  ને વશ કરવા નું મારુ ગજું નથી.તેમની વિગત રચના તમને આપી દેશે. તમે ગુરુદેવ નો ફોન પર સંપર્ક કરી લેજો.  મહાદેવ શિવ તમારી રક્ષા કરશે.  જય કાલભૈરવ 


સિદ્ધિદેવી ને મળી વિનિતા ને એક અજબ પ્રકાર ની માનસિક શાંતિ અનુભવી. સિદ્ધધીદેવી ની રજા લઇ બને પાછા વિશાલ  ના રૂમ પર આવ્યા જો વિશાલ જાગ્યો હોય તો તેને રેકોર્ડિંગ બતાવી શકાય પણ રૂમ બંધ હતો. તેથી બનેએ રિસેપ્શન ડેસ્ક પર તાપસ કરતા ખબર પડી. વિશાલ રિસેપ્શન પર ચાવી આપીને બહાર ગયો હોય છે. રિસેપ્શનસીટ ને પૂછતાં તે જણાવે છે કે તમારા સેલફોન આઉટ ઓફ રિચ હતા.અને ઇન્ટરકોમ કોઈ રિસીવ કરતુ ન હતું.  ઘણી વાર પહાડી માં નેટવર્ક ની ઇસ્યુ  થાય છે માટે કદાચ તમારો કોલ લાગ્યો નહિ હોય. તમે કદાચ લોકલ માર્કેટમાં ગયા હશો એવું સરે અનુમાન કર્યું હતું. તેથી તેઓ પોતાના  રૂમ ની ચાવી અહીં છોડી ને ગયા છે.આથી બને વિશાલ ને કોલ કરે છે.  પણ વિશાલ નો સેલફોન આઉટ ઓફ રિચ આવે છે, આથી બને વિશાલના રૂમ પર આવે છે. અને વિશાલ ની રાહ જુએ છે. કારણ કે જ્યાં સુધી વિશાલ નો કોલ ન  આવે તેને કોલ ન લાગે ત્યાં સુધી ઇન્તઝાર સિવાય કોઈ વિકલ્પ જ નહોતો. વિનિતા અને સંધ્યા બને ઉચાટભર્યા માહોલમાં  સમય વિતાવે છે.

 

વિશાલ ક્યાં ગયો હોય છે અને વિનિતા અને સંધ્યા તેને રેકોર્ડિંગ બતાવી શકશે કે નહીં તે જાણવા માટે વાંચતા રહો વસંત વિલા - એ  હોન્ટેડ હાઉસ