Scarecrow - 2 in Gujarati Horror Stories by Dipak Sosa books and stories PDF | Scarecrow - 2

Featured Books
  • ભાગવત રહસ્ય - 149

    ભાગવત રહસ્ય-૧૪૯   કર્મની નિંદા ભાગવતમાં નથી. પણ સકામ કર્મની...

  • નિતુ - પ્રકરણ 64

    નિતુ : ૬૪(નવીન)નિતુ મનોમન સહજ ખુશ હતી, કારણ કે તેનો એક ડર ઓછ...

  • સંઘર્ષ - પ્રકરણ 20

    સિંહાસન સિરીઝ સિદ્ધાર્થ છાયા Disclaimer: સિંહાસન સિરીઝની તમા...

  • પિતા

    માઁ આપણને જન્મ આપે છે,આપણુ જતન કરે છે,પરિવાર નું ધ્યાન રાખે...

  • રહસ્ય,રહસ્ય અને રહસ્ય

    આપણને હંમેશા રહસ્ય ગમતું હોય છે કારણકે તેમાં એવું તત્વ હોય છ...

Categories
Share

Scarecrow - 2



આ વાર્તા કાલ્પનિક છે જે કોઈ ઘટના કે વ્યક્તિ સાથે સંકળાયેલ નથી





ભુત પ્રેત એક એવો વિષય છે જે સાંભળવા માં અને ફિલ્મો માં જ જોવા મળે છે પણ જ્યારે કોઈ ઘટના એવી બની જતી હોય છે જેની પર વિશ્વાસ કરવો મુશ્કેલ થઈ જાય છે , એવી જ એક ઘટના ની આ વાત છે,જે આ પરિવાર સાથે એક પુરા ગામે અનુભવ કર્યો ,એમ તો ભુત પ્રેત એક અંધવિશ્વાસ ની વાત છે પણ કહેવાય છે ને અંધવિશ્વાસ માં પણ વિશ્વાસ હોય છે,જે શબ્દો માં જ છે કે સત્ય માં ચાલો જાણીએ.

સમય: રાત ના ૮:૩૦ , સ્થળ: સુરત ..

"", લ્યો ભાઈ આ તમારું બેગ "
" અરે હા આને જ શોધતો હતો, અને તારે રજા નું શું થયું?"
" મેં અરજી તો કરી છે,કદાચ મળશે તો બે ત્રણ દિવસ ની જ મળી શકે છે, અને તમારે ?"
" મારે હજું ફાઇનલ ન કહી શકાય"
" કંઈ નહીં એમ તો પણ પપ્પા અને મમ્મી તો છે જ ને ત્યાં "
" તો પણ તું જાજે પાછો "
" હા હા તમે ટ્રાય કરજો મળી જાય તો "
" હા,ચલ હું નિકળુ તુખાઇ ને સુઈ જાજે ક્યાંય બહાર ન જાતો "
" હા ભાઈ હું સુઈ જઈશ."
" એ તો મને ખબર છે ,તું કહે કાંઈ ને કરે કાઇ "
" અરે નહીં ક્યાંય જાવ ભાઈ , તમે ટેન્શન ન લો ."

અજય કામે નીકળી ગયો ,અને નરેશ પણ એના એક દોસ્ત ને કોલ કરી જમવા બોલાવી, જમવા ની તૈયારી કરવા લાગ્યો.થોડી વાર પછી તેનો દોસ્ત પણ આવી જાય છે.

" જો તે મને જમવા તો બોલાવ્યો છે પણ જમવા નું સારું નહીં હોય ને તો જોઈ લે જે " તેનો દોસ્ત અંદર આવતા બોલ્યો.
" હા હા ચાલ હવે "
" અરે યાર ઘરે એકલા છીએ તો કોઈ હોરર ફિલ્મ જોઈએ? "
"હા યાર ચાલ " હજુ બન્ને વાત જ કરી રહ્યા હતા ત્યાં તેમની બિલ્ડીંગ ની લાઈટ જતી રહી.

"ઓહ નો લાઈટને અત્યારે જ જવાનું હતું "
"હવે! જો આપણે હોરર ફિલ્મ જોવા નુ કરતા હતા ત્યાં જ લાઈટ ગઈ "
" ચાલ ચાલ હવે , અહીંયા બે ત્રણ દિવસ થા લાઈટ ની પ્રોબ્લેમ છે "
" તો હવે? "
" ચાલ બહાર જઈએ ."
રુમ બહાર થી લોક કરી બંને બિલ્ડીંગ થી નિચે આવે છે.બહાર આવતા જુએ છે તો તેના બિલ્ડીંગ સિવાય ક્યાંય લાઈટ ગઈ ન હતી. પછી તે બંને ગેટ પાસે ઉભા રહે છે.

" તે મને અહીંયા બહાર ઉભા રહેવા બોલાવ્યો હતો ,?તને કહું છું ક્યાં જો છો?"
"એક મિનિટ" "અરે કરશન કાકા શું થયું તે આમ બેસી ગયા, મજા નથી ?"
"અરે એવું નથી બેટા આ લાઈટ ગઈ એટલે ,મને બિક લાગે ."
આ સાંભળી સંદિપ ને હસવું આવી ગયું.
" હા બેટા હસી લ્યો પણ જ્યારે તમારી સામે આવશે ને ત્યારે ખબર પડશે."
" અરે કરશન કાકા આને છોડોને એ તો છે જ એવો "


"તમે શેની વાત કરો છવો શું સામે આવશે તો ખબર પડશે.?"સંદિપ કરશન કાકાની વાતો માં રસ લેતા બોલ્યો.

"અરે બેટા તમે શહેરમાં રહેલા છવોને એટલે તમને નહીં સમજાય પણ કેટલીક એવી વસ્તુ છે જે નું કોઈ વિશ્વાસ કરે એમ નથી "

" એવું તે શું ભુત પ્રેત થી ડરો છવો તમે,અરે કાકા એવું કંઈ હોતું નથી "
" એ તો હજુ તમીએ એવો કોઈ અનુભવ નથી કર્યો એટલે તમને મારી વાત પર વિશ્વાસ નહીં કરો "
"કઈ વાત ?"
"મારા ઘરની વાત જ્યાં મારી સાથે એ ઘટના બની "
"કેવી ઘટના વિસ્તાર થી કહો તો"
" તારે અત્યારે કાકા પાસે વાર્તા સાંભળવી છે.?"
"હવે આંયાં લાઈટ તો છે નઇ ,તો કાકા પાસે એમની વાર્તા જ સાંભળીએ , તમે કહો કાકા "
"તમે મારી વાત પર વિશ્વાસ તો કરશો નઈ તોય સાંભળો "એમ કહી કરશન કાકા એમની વાત શરુ કરે ત્યાં બિલ્ડીંગ ની લાઈટ પાછી આવી ગઈ.

" લ્યો લાઈટ આવી ગઈ , હવે તમારી વાર્તા ઉધાર રહી હો કાકા"
" બેટા તમને મારી ઘટના ને ભલે વાર્તા કહો, પણ જ્યારે તમારી સમક્ષ સાચે કોઈ એવી વસ્તુ આવશે ને ત્યારે તમે મને યાદ કરજો કે કરશન કાકા જે કહેતા એ સાચું કે ખોટું"

બંને ને ત્યારે એમની વાત એક મજાક સમાન હતી પણ ક્યારેક વાર્તા પણ કોઈની વર્તમાન ઘટના હતી,એ એમને આગળ જતાં સમજાવાનું હતું.બંને ત્યાંથી રુમ મા ચાલ્યા ગયા .

આ બાજુ ગામમાં એક ઘર સિવાય ,બધેજ સન્નાટો હતો.આખુ ગામ જાણે કોઈ ભય થી શાંત થઈ ગયું હોય,તે ઘરે અત્યારે સંગીત અને લગ્ન ના ગીતો સાથે ઘરે આવેલા મહેમાનો નો અવાજ સંભળાતો હતો ચારે બાજુ ખુશીઓ હતી, લગ્ન કોઈપણ વિઘ્ન વીન્યા થઈ જાય એટલે લોકો વિઘ્ન વિનાયક ગણેશજીની પૂજા કરે છે,પણ આ ગામ સાથે આ ઘરે પણ વિઘ્ન આવી ગયું હતું .

એ જ ગામથી થોડે દૂર ખેતરમાં એક ખેડૂત પાણી વાળતા હતાં રાત થવા આવી હતી એટલે મોટા ભાગના ખેડૂતો ગાડું લઈને ઘરે જતા હતા , રમેશ ભાઈ પણ સાંજ સમયે ઘરે જવા નીકળી ગયા,


"" એલા જસાભાઈ હવે ઘર બાજુ નથી આવવું ?""તે ખેડૂતના ખેતર પાસેથી પસાર થતા એક ભાઈ બોલ્યા.
" ના ના અશોકભાઈ આજ લાઈટ સે તા પાણી પાઈ દવ કાલે સવારનો ટેમ થઈ જાશે પાછો એટલે ઉજાગરો નો રેય પછી "
" હા ઈ વાત તમારી હાશી પણ ખેતરોમાં રાતે રેવુ જોખમી છે."
" એલા કેમ, અશોકભાઈ?" પાછળ આવતા રમેશભાઈ વાત સાંભળી ને બોલ્યા.
" તમને નથી ખબર રમેશભાઈ કાલે પાંહે ના ગામમાં બે ખુન થઈ ગયા , રાતના જ ટામે પાણી વાળતા થા."
"તમને કેમ ખબર?" રમેશભાઈ ને આશ્ચર્યથી પૂછ્યું.
" ઈ ધમો આવો થો ને ભાત દેવા તઈ કિધુ એણે."
" એમ કેમ ખુન થઈ જાય વળી એટલા ટેમથા ગામમાં હું શહેરમાં પણ એવું ખુન બુન કાઈ હાભળવા નથી મળુ "

" અરે વિસિત્ર વાત તો ઈ કે કોઈએ કંઈ જાનવર જેવું અવાજ કરતું પણ માણસ જેવું કાક જોયું.એટલે કવ છું જસાભાઈ"
" અરે એવું કાંઈ નો વોય કાક જાનવર હશે આતો બધાને બિવરાવવા હાટુ વાતું ફેલાવતા વોય, હું કયો તમે રમેશભાઈ."
" હાશી વાત છે કાક જાનવર આવું વોય પણ લોકો ને વાતું મોટી ફેલાવવા ખુન થય ગયુને કાક જોયું ને એમ કેય ."
""તો તો જેવી તમારી મરજી બીજું તો હું,પણ ધ્યાન રાખજો અને કાક હાથમાં રાખજો જો જાનવર જેવું લાગે તો."
" હા હા તમતારે કોણે વળી એવું વોય જે આ કાઠીયાવાડી ખેડૂતની હામુ આવે."
" હા હાલો આજ હૂં તમારો હથવારો થાવ ." એમ કહી બંને ગામ તરફ જતા રહ્યા.અને આ બાજુ જસાભાઈ ફરી ખેતરમાં પાણી વાળવા લાગ્યા.

રમેશભાઈ અને અશોકભાઈ ગામમાં પહોંચ્યા ત્યાં ગામ સાવ સુમસાન હતું, ક્યાંય લોકો ની ચહેલ પહેલ નહીં ક્યાંય દુકાનો કે ઘર ખુલા નહીં. ગામમાં બસ એક મંદિરની આરતી પુરી કરી પુજારી ઘર તરફ જતા હતા.

" જોયું રમેશભાઈ હું કેતો થો ને આ એ જનાવર ની જ બીક ને લીધે આખું ગામ સુમસાન થય ગેલુ છે ."
" હા લોકો અફવાઓમા જલ્દી વિશ્વાસ કરી લેય એટલે, નકર કોયે જોયું નથી તોય આ બધાં ઘરમાં ગડી ગયા છે ."
" કાયની હાલો બીજું હું આપણેય ઘરે જાવી, કાલ ભેગા થાઈ ."
" ના ના હવે તો તણ દિ પછી ભેગા થાહુ "
" અરે હા ભરતભાઈ ની છોકરી ના લગન છે કાં,હારુ હાલો "

બંને પોત પોતાના ઘર તરફ વળી ગયા, અને આ બાજુ જસાભાઈ ખેતરમાં કામ કરતા હતા. તે પાણી ની કેનાલ સરખી કરવા નમ્યા ત્યાં તેમની પાછળ એક કાળો સાયો ઊભો હતો , જેના હાથ સીધા જાણે કોઈ લાકડી સાથે બાંધેલા હોય, ઉપર ગોળાકાર મોઢું અને પગની જગ્યાએ એક સીધી લાકડી ,એ એક છાડીયો હતો.ઘોર અંધારું છતા એવું લાગતું હતું કે એ મંદ મંદ હસી રહ્યો હોય.

જ્યારે જસાભાઈ ઉભા થયા તો એમને એવું લાગ્યું કે એમની પાછળ કોઈ ઉભું છે ,તે પાછળ ફરી જુએ છે તો ત્યાં કોઈ ના હતું ,તે બીજી કેનાલ સરખી કરવા આગળ ચાલ્યા , ત્યાં ફરી એમને એવું લાગ્યું કે કોઈ તેમની પાછળ કુદી કુદી ને આવી રહ્યું છે, તેમણે પાછળ જોયું તો એ છાડીયો હતો તેમને આશ્ચર્ય થયો , કેમકે તેમના ખેતરમાં કોઈ છાડીયો રાખ્યો ન હતો ,પણ અચાનક જસાભાઈ સુન્ન થઈ ગયા, એમણે જે દ્રશ્ય જોયું એ પછી એ પોતાની જગ્યાએથી હલી પણ શકતા નહોતા, હવે એમને પોતાનું મોત પાસે આવતું લાગ્યું અને આગલા જ ક્ષણે તે છાડીયા એ તેને ક્રુરતા થી મારી તેને છાડીયાની જેમ ખેતરની વચ્ચે લટકાવી ગાયબ થઈ ગયો.

હવે ગામમાં ખુની ખેલ શરૂ થઈ ચુક્યો હતો, લોકો જે અફવા થી ડરી ને રહેતા હતા હવે એ એ ગામમાં દસ્તક આપી ચુકી હતી, શું થશે હવે ગામના લોકોનું ,કોણ હશે આ છાડીયા નો નવો શિકાર, શું રહસ્ય છે આ છાડીયા નું? અને શા માટે કરી રહ્યો છે આવી ક્રુરતા થી ખુન? આગળના ભાગમાં થશે એક મોટો ખુલાસો.




TBC.....