Naagin - 1 in Gujarati Love Stories by jayesh dabhi rajput books and stories PDF | નાગિન - એક વિષેલી પ્રેમ કથા - 1

Featured Books
  • The Echo

    ---Chapter 1: The Weekend PlanNischay, Riya, Tanya, Aarav au...

  • The Risky Love - 22

    विवेक के सामने एक शर्त....अब आगे..............चेताक्क्षी अमो...

  • हम सफरनामा

    आज मौसम बहुत ही खूबसूरत था ठंडी हवाएं चल रही थी चारों तरफ खु...

  • डॉक्टर इंसान रूप भगवान

    पुलिस प्रमुख द्वारा कर्मबीर सिंह के पत्र को बहुत गंभीरता से...

  • अनुबंध - 10

    अनुबंध – एपिसोड 10 इज़हार और इंकार कॉरिडोर की ठंडी दीवार से...

Categories
Share

નાગિન - એક વિષેલી પ્રેમ કથા - 1

આપણા પુરાતન સમય થી લઈને નાગ ની પૂજા અર્ચના કરવામાં આવે છે. અને હજુ પણ આપણે નાગપંચમી નાં દિવસે નાગ ની પૂજા કરતા હોઈએ છીએ.
ગણા ઓછા લોકો જાણે છે કે નાગો નો પણ મનુષ્ય જીવન ની જેમ જ ગણો જૂનો અને પૌરાણિક ઇતિહાસ છે.
આપણે હાલ ના સમય મા અમુક પુરાણ વાતો ને સાચી માનવા ને બદલે તે વાત ને નકારતા હોઈએ છીએ, પરંતુ આપને એ વાત થી અજાણ હોઈએ છેકે અમુક બાબતો સાચી અને ઇતિહાસ મા ઘટેલી છ, અને સત્ય હકીકત છે... તો એવી જ એક પુરાણ ઘટના ને કાલ્પનિક રીતે હુ અહી રજુ કરવા જઈ રહ્યો છું. મારી આ ઘટના એક નાગ કન્યા ના જીવન પર આધારિત છે.
કહેવાય છે કે નાગ વંશ ને મહાદેવ તરફ થી એક કિંમતી પથ્થર આપવા મા આવ્યો હતો , જેના દ્વારા નાગ નગીનો પોતાના વંશ ની રક્ષા કરી શકે અને તે પથ્થર માજ નાગ નાગીનો નો શક્તિ રહેલી હતી. તે પથ્થર નેજ નાગમણી કહે છે. જે એટલી શક્તિ શાળી હતી કે તે જેની પાસે હોય તેને કોઈજ પ્રકાર ની ખોટ રહેતી નથી, જેના દ્વારા વિશ્વ ના તમામ સુખ ભોગવી શકાય છે. જેથી નાગ વંશ તે મણી ને પણ ભગવાન નું સ્વરૂપ માનતો હતો. મણી ની સાથે સાથે નાગ નગીનો નો ને ભગવાન શિવે ૧૦૦ વર્ષ ની તપસ્યા કરવાથી અમર અને ઈચ્છાધારી સ્વરૂપ લેવાનુ પણ વરદાન આપ્યું હતું. જેના કારણે જે નાગ કે નાગિન ૧૦૦ વર્ષ ની તપસ્યા કરતું તેને તેમની ઈચ્છા મુજબ રૂપ ધારણ કરવાનુ વરદાન મળતું હતુ. આમ ઘણા નાગ નાગીનો એ તપ કરીને આ વરદાન પ્રાપ્ત કર્યું હતુ.
એક સૂર્ય પુર કરીને રાજ્ય હતુ. જ્યાં સુર્યવંશી રાજાઓ રાજ કરતા હતા. તેમને પણ શિવજી નું વરદાન પ્રાપ્ત હતુ કે તેઓ હંમેશ ને માટે સુખી રહેશે અને તેમને નાગ વંશ ના રક્ષક બનીને નાગ નાગિનો ની રક્ષા કરવી પડશે. જેંથી સુર્યવંશી રાજા તે મુજબ નાં કાર્યો કરતા હતા. અને નાગ વંશ ની તેમજ મણી ની પણ રક્ષા કરતા હતા. વર્ષો વીતતા ગયા અને એક વાર યયાતિ નામ ના રાજાને એક પુત્ર અને પુત્રી નો જન્મ થયો, તેમને તેનું નામ ઋષિવર સિંહ રાખ્યું. સમયાંતરે તે પુત્ર મોટો થયો અને તે પણ રાજ્ય ની પ્રજા ની સાથે સાથે નાગ વંશ ની રક્ષા કરતો હતો. પરંતુ કહેવાય છે કે સારા માણસો વચ્ચે એક ખરાબ માણસ પણ હોઈ છે.
ઋષીવર સિંહ ની એક બહેન હતી જેનું નામ યામિની કુમારી હતું. તેને સોના ચાંદી, હીરા મોતી નાં ઘરેણાં પહેરવાનો ખુબ જ શોખ હતો અને તે સ્વભાવ મા લાલચી તેમજ કપટી હતી. રાજમહેલ મા એક માળી પણ હતો જેનું નામ અશોક તે પણ ખૂબ જ લાલચી, ઘણા સમય થી તે રાજમહેલ મા કામ કરતો હતો જેથી તેને મહેલ ની તમામ જાણકારી જાણતો હતો. તે નાગવંશ તેમજ નાગ મણી વિશે પણ સમગ્ર માહિતી થી જાણકાર હતો. જેથી તેણે યામિની નું કપટી પણું જાણી તેણે મીઠી મીઠી વાતો જણાવી નાગ મણી નું મહત્વ તેમજ તેની શક્તિ વિષે જણાવ્યું જેથી યામિની ને નાગ મણી પ્રાપ્ત કરવાનું લોભ જાગ્યું. જેથી તેઓ રાજા પર તેમજ નાગ મંદિર પર નજર રાખવા માંડ્યા તેમજ સમગ્ર જાણકારી મેળવવા માંડ્યા. યામિની પોતાના ભાઈ ઋષિવાર પાસે થી નાગ વંશ તેમજ નાગ મણી વિશે ની વાતો જાણવા લાગી જેથી તે વધારે માહિતગાર થઈ.